પ્રકરણ ૭
જૈનો નું અમેરિકન દ્વિવાર્ષિક સંમેલન “જયના”નો આ વખતે પ્રોગ્રમ ન્યુ જર્સી હતો બેઉ ભાઇ બહેન પાઠશાળામાંથી ન્યુ જર્સી ગયા હતા ત્યાં ડો. દીપ મહેતાનો પરિચય થયો..ઉમ્મરમાં પાંચ વર્ષે મોટો અને રેડીયોલોજી માં આગળ ભણવા માટે હ્યુસ્ટન અવવાનો આગ્રહી પણ મનથી રોશનીને ચાહનારો મારવાડી હતો. વાતોમાં એને જ્યરે ખબર પડી કે પુર્વેશ તો ધૈર્યનો મિત્ર હતો અને રોશની સાથે તેના તે માનતો હતો તેવા કોઇ જ્ સંબંધો ન હતા ત્યારે તેના મનની વાત તેણે કરી...
રોશની કહે હું એમ.બી.બી. એસ ભણી નથી,એટલે તમને તમારી પ્રેક્ટીસમાં મદદ નહીં કરી શકું.દીપ કહે મને તારી મદદની જરુર પણ નથી,મારી મૉમ ની જેમ ઘર સંભાળ્જે એટલે ભયો ભયો.
મારા મમ્મી પપ્પાને તુ મળ. મળ્યા પછી હુ જવાબ આપીશ,.પંદર દિવસ્નાં આંતરે હ્યુસ્ટનની એમ ડી એંડરસન હોસ્પિટલ્માં એમ ડી રેડીયોલોજી ના કોર્સ માટે દીપે એડમિશન લીધું
અઠવાડીયામાં દીપનાં મમ્મી પપ્પા આવ્યા..કહોને માંગુ નાખવા આવ્યા. સાથે સાથે મિઠાઇ અને ૧૦૦૦ ડોલર નો સરારો લઇને આવ્યા. મિઠાઈ માં પેંડા મોહન થાળ અન કળીનાં લાડુ હતા.
નાળીયેર અને રુપિયો આપવાની વિધિ લજ્જાએ કરી. રુપિયા ને બદલે સોનાનો સિક્કો આપ્યો. પ્રણવે દાદા બાની હાજરી માં પ્રથમ પ્રસંગ હોવાની વાત ઉપર ભાર મુકી લગ્ન ભારતમાં કરવાની વાત કરી..
બધી વાતે હા અને બધા તમારા રિવાજો મુજબ વાળી વાતોથી કોઇ સંઘર્ષ હતો જ નહી વિવાહ કર્યા અન રોશનીબેન તો અપેક્ષાઓનાં સાગરે મહેલવા લાગી.પણ જેમ સમય જતો ગયો તેમ તેને સમજાતુ ગયુ તેનું મારવાડી પણું અને તેની પૈસા બચાવવાની વ્રુત્તિ. તે ઇચ્છતો કે રોશની તેના પૈસા ખર્ચે અને ભારતિય પ્રણાલી પ્રમાણે રોશની ઇચ્છતી કે બીલ તો દીપ જ ચુકવે.
લજ્જાએ દીપને પોતાની રીતે મુલવવા માંડયો. મારવાડી કોમ્મ્યુનીટી તરીકે તે સામે પડે તો તમને હરાવે અને સાથે ઉભો રહે તો બચાવે કારણ કે તેમની ગણત્રી ખુબ બારી ક હોય અને નુકસાન તો તે લોકો લેતા શીખ્યા જ નથી..
મારવાડીમાં દિકરીને આપવામાંં હીચ્કીચાટ અનુભવતા પ્રણવને દીકરીમાં દેખતો દીપ પ્રત્યેનો લગાવ સ્પષ્ટ દેખાતો હતો. પાછોડોક્ટર અને એકનો એક તેથીતે પાછો પડી ગયો. સૌ કહેતા હતા મિંયા બીબી રાજી તો કયા કરે કાજી? ૭૦૦૦ ડોલર્ ની વીંટી આપી ત્યારે નાના મનદુઃ ખોને ઓગળતા વાર ન લાગી.
પ્રણવ જૈંન હ્યુસ્ટન દહેરાસરમાં મુ. રાકેશભાઇ ઝવેરીનાં વક્તવ્યને સાંભળવા આવ્યો હતો. તે સાધુને અપાતુ માન જ્ઞાનીને આપતો નહોતો પણ પહેલી વખત તેમને સાભળવા આવ્યો હતોં નરેશ્ભાઇ તેમને બહુ આદર આપતા હતા તેથી આજે તેમને સાંભળવા કિરણ્ભાઈ સાથે આવ્યો હતો. મનમાં તો માનતો હતો દીક્ષીત મુનિ અને સંસારી માણસનાં વ્યાખ્યાન માં ફેર પડવાનોજ…જ્ઞાન તો તૃષીત કરે આડંબર ભ્રમિત કરે. બરોબર સાજનાં પાંચ વાગે દેરાસરનો ભોજનખંડ ખુલ્યો. …આ એજ ભોજન ખંડ હતો જે બે કલાક પછી મુકેશ ઝવેરીને સાંભળવાના હતા.
બ્રંચ પીરસાઇ ગયા પછી કલાકેક રહીને જ્ઞાન સભા ચાલુ થઈ. રાકેશભાઈ પાસે બહુસારા વક્તવ્યની આશા નહોતી પણ તેમ ન થયુ તેમનુંવક્તવ્ય બે કલાક્થી વધુ ચાલ્યુ..રાકેશશ્ભાઇની વાક છટા નરેશભાઇ કહેતા તે પ્રમાણે હાસ્ય પ્રચુર હતી
પ્રવચન પત્યા પછી ઉભા થતી વખતે,,,બેલેંસ ખોરવાઇ જતા પ્રણવ ગબડી ગયો.પહેલી વખત લજ્જાનો ભય તેને સમજાયો. લજ્જા કહેતી “ પ્રણવ આજ કાલ તારા બેલેંસને થયુ છે શું? ગાડી ચલાવે છે ત્યારે પણ ટર્ન મોટા લે છે. થોડીવાર રહીને લજ્જા બોલી તારા સાકરમામાને યાદ કર. તેમેને આવી તક્લીફ હતી તેઓ ખાવાનું ભુલી જતા હતા.. જ્યારે રસોડું ખુલે ત્યારે કાયમ ભુખ્યા જ હોય. પદ્મા બા યાદ કરાવે ત્યારે તેમને યાદ આવે.કે તેમણે તો ખાધુ હતું. તેમના આ રોગને ડૉ જગુમામા કહેતા હતા તેમ પાર્કિંસન રોગ થયો હતો…શુધ્ધ ગુજરાતીમા તે રોગને સ્મૃતિભ્રંશ કહેવાતો…
વારસાજન્ય આ રોગનું કોઇ નિદાન નહોતુ..પણ દર્દી ને અપાતી સાર સંભાળ પર નભતો. પદ્માબા સાકર મામાને સાચવતા.પણ મ્ંદ બુધ્ધીનાં બાળકને સચવવુ એ કાર્ય ઓછું જટીલ નહોતુ,એક તો સાવકું સંતાન અને પાછુ મંદ બુધ્ધી એટલે રડે તો શાંત ના રહે. જો કે સાકરની મોટીબહેન પ્રભા સમજણી અને નાનાભાઈને જાળવતી…
પદ્માબા તો પુષ્પાબાની નાની બહેન.અંને બાળ્કો જળ્વાઈ રહેશે તેવી આશા હતી માટે તો બીજવરની સાથે વળોટી હતીને? તે સમયે સાકર બાર વરસ નો અને પ્રભાચૌદ વરસની ની પણ સમજણ પુરી સોળ વરસની એટ્લે સાકર મામાની દેખરેખનું પુરતું ધ્યાન રહેતું.દાદા સુરચંદ શેઠને સોળ વર્ષ્ ની પ્રભા હવે કેટલા દિવસ?.. એમ વિચારી વિચારી દુઃખી થતા હતા…ત્યાં તેમને લલૉ ફોઇનું સુચન થયું કે અણખી ગામનો છોકરો હીરાલાલ અમદાવાદની કાપડ મીલમાં સ્થિર થયો છે.પ્રભા માટે તે યોગ્ય મુરતિયો છે.
લલી ફોઇની વાત આવતા સુરચંદ શેઠે માંગુ નાખ્યુ અને તર્ત વધાવાઈ પણ ગયુ…ગામડા ગામમાં થી શહેર જવાનું એટલે એક તરફ આનંદ અને બીજી તરફ થોડી ઉદાસીનતા સાથે ઘર છોડ્યું તેનો જીવ સાકરમાં હતો. હવે તેને કોણ સાચવશે?
પદ્માબા પહોંચી વળતા નહોતા. સાકરમામા મંદ બુધ્ધીનાં હોવા ને કારણે કહેલું તરત સમજી નહોતા શકતા . શરીરમાં અંતઃસ્ત્રાવો ને કારણે મુછ દાઢી અને ખીલ નીકળતા હતા..
મંગુ ઘાંચીને બોલાવી સુરચંદ શેઠે દીકરાનાં મુખ પરની રુંવાટી દુર કરાવી.
સાકર સુરર્ચંદ જેવોજ ઘાટીલો હતો અને નાકનાક્શ પુષ્પાબા જેવા જ તીક્ષ્ણ હતા. સુરચંદ નાં બા ચંદન બધી રીતે સર્વગુણ સંપન્ન પણ વહેવારીક બાબતો માં થોડુક મીઠુ ઑછું તેથી ઓધવાળે રોગ સાકરમામામાં ઉતરેલો.
લજ્જાને પ્રણવનાં ડ્રાઈવીંગમા પહેલી વખત બીક લાગી. રોશનીને પપ્પાનો સુકારો જે લજ્જા ડાયાબીટીશ નો કહેતો પણ ડૉક્ટર સિયદના મતે ડાયાબીટીસની સાથે આવતો બીજો રાજરોગ ડીમેંચા છે.શીલાભાભી આ રોગનાં શિકાર હતા.એટલે સમજણ હતી કે આ રોગ સારવાર અપાય તો કાબુ માં અને બેદરર્કારી વર્તાય તો ડાયા બીટીસ સાથે વકરતો રાજરોગ છે.
પ્રણવને આ રોગે લક્ષણો દેખાડવા માંડ્યા હતા.ખાસ કરીને લજ્જાની ફરિયાદો વધવા માંડી હતી .ઇંસ્યુલીન દિવસમાં ત્રણ વાર લેવાનું..એમાં એકવાર તો તે ભુલી જ જાય,ક્યારેક બે વાર ઇંસ્યુલીન લેવાઇ જાય તો ક્યારેક લેવાનું જ રહી જાય એટલે એક જ વસ્તુ નક્કી કરી એલાર્મ મુકીને તે વાગે ત્યારે તે લેવાનું નક્કી કર્યુ
લજ્જાને આ બીજા રાજરોગની ખબર નહોંતી’ એટલે ગીરીશભાઇને વાત કરી, તેમનો જવાબ હતો જે રોગનો ઇલાજ હોય તે રોગને ગંભિર નથી ગણતો. ડૉ ભૂમિર ચૌહાણ ન્યુરોલોજીસ્ટનોએક લેખ ઇ મેઇલ માં મોકલી ગીરીશભાઈએ બે વાત કહી હાલનાં સમયમાં આ રોગ્ ની દવા હોવાને કારણે ગંભિર રોગ રહ્યો નથી ડાયાબીટીસ ની સારવાર થતી હોય અને સુગર કાબુમાં રહેતી હોય તો આ રોગ વકરતો નથી.પણ આ રોગ સુગરની સાથે વકરે છે ત્યારે ચિન્હો બતાડવામાં તીવ્ર હોય છે.
પહેલુ લક્ષણ લજ્જાનાં મતે પ્રણવમાં દેખાતી બાઘાઈ હતી,,કોઇ પણ વાત સમજતા પ્રણવને હમણા હમણા વાર લાગતી હતી..બે વાર કહેવું પડતું. ગુસ્સે થયેલી લજ્જા પહેલી વખત ન સમજતા પ્રણવને બીજી વખત કહેતી ત્યારે એક વિશેષણ લગાડતી..” ઓ મારા બાઘા કંથ.. સમજ્યા?” રોશની ને આ ન ગમતું તેની ગુગલ સર્ચે શોધી નાખ્યુ મોટી ઉંમરે થતો આ રોગ પાર્કીંસન ના રોગનો એક પ્રકાર છે જેને ડીમેંચા રોગ કહેવાય છે.
ગીરીશ્ભાઇ નાં પત્ની શીલાબહેન ને જ્યારે આ રોગ પરખાયો ત્યારે ગીરિશભાઇ ને મોટો ઝટકો લાગ્યો હતો પણ ડૉક્ટરનું સમજાવવાનૂ હતુ કે શરીરનાં એક અંગ તરીકે મગજને પણ સમજો. અને તેની માંદગી એટલે ગાંડપણ નહીં..પણ મગજ નો તાવ પણ કહી શકાય. જે યોગ્ય માવજત મળે તો મટી પણ જાય છે આ રોગમાં વ્યક્તિની યાદ શક્તિ વિચાર શક્તિ અને ભાષા વિગેરેમાં અડ્ચણો ઉભી થાય છે.
સામાન્ય જનસમુદાય માં લોકોઆ દર્દી સાથે હલેલો છે એમ કહીને એમની સાથે વાતો કરવાનું ટાળતા હોય છે.
લજ્જા પ્રણવની આ દશાથી ગુસ્સે થતી હતી. તેને લાગતું કે આ વેઠ મારે આખી જિંદગી વેઠવી નથી. તેથી તેને કહેવા લાગી…તું તો મારે માથે પડ્યો છું. પણ તેને ખબર નહોંતી કે આવો વર્તાવ પ્રણવને તેનૉ મનોદશા સુધરવા નહોંતી દેતી. પ્રણવ નકારત્મક ગર્તામાં ઉંડો ઉતરતો જતો હતો. રોશની લજ્જા ને વાળતી પણ ક્યારેક લજ્જાનું ફટકતું અને સુધારા તરફ જતા પ્રણવને પાછો ડીમેંચા તરફ બમણા જોરથી ધકેલી દેતી.