Whalam's Satware - Lajja Gandhi - 6 books and stories free download online pdf in Gujarati

વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 6

પ્રકરણ ૬

રેહાના કાચવાલામાંથી રંગૂન વાલા બની.તેનું આમંત્રણ આવ્યુ હતુ. પણ ‘એપલ’ છોડ્યા પછી જેમ તેનું ગામડું ભુલી ગઈ હતી તેમજ રેહાનાને ભુલી ગઈ હતી. લજ્જાનો આ સ્વભાવ હતો..તે આજમાં રહેતી હતી. ગઈ કાલ અને આવતી કાલ બંને માટે તે ઉદાસ રહેતી હતી.

હા પણ બંને સંતાનો ના ઊછેર માટે તે બહુ ચોક્કસ હતી. જે શહેરમાં શક્ય હતુ તે સર્વે ઉચ્ચ કક્ષાના ભણતર માટે …ખાસ કરીને અંગ્રેજી માધ્યમ માટે તેનો આગ્રહ હતો. બધા કહેતા અંગ્રેજી માધ્યમ એસ એસ સીમાં વધુ માર્ક લાવવામાં વિઘ્ન રુપ બને છે.તે માન્યતાને ન ગણકારી બંને છોકરાઓને અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યા તે અમેરિકા આવવાનું થયુ ત્યારે આશિર્વાદ બન્યુ.

ક્યારેક લજ્જા ગામડામાં તેના ઉછેર માટે ઉદાસ થતી ત્યારે તેને સમજાવવા પ્રણવ કહેતો “ ના ઉદાસ થા...અપણૂ મલવું એ શક્ય ત્યારે થયું જ્યારે તુ એષાભાભીની બહેન હતી. અને એ ગામડાનો ઉછેર હતો તેથી તો તુ મારા જેવાની સાથે રહીને આટલા વર્ષો રહીને અઘોરીના ચીપીયા ખાધા. આનું જ્યારે પરિણામ આવશે ત્યારે સારુ પરિણામ આવશે. પણ પ્રણવ જાણતો હતો કે તેનું આશ્વાસન કેટલું બોદુ અને અર્થહીન હતું. આજની સમસ્યાને કાલ ઉપર ઠેલવાની રમત હતી. અને ઉંડે ઉંડે એવી આશા હતીકે આજ કરતા આવતી કાલ વધું ઉજળી હશે.

અમેરિકા ગમન ખુબ ખર્ચાળ તબક્કામાં થયું હતુ. પ્રણવ ક્યારેક ડગમગી જતો. બધું જ નવેસરથી ગોઠવવાનું હતુ..ભારતનાં રુપિયા ડોલરમાં રુપાંતરણ કરીને ધૈર્ય અને રોશની ની ફી ભરવાની અને તેમના સ્વપ્ન મુજબ તેમને ભણાવવાનું અઘરું અને મોંઘુ હતુ. દરેક્ને ગાડી જોઇએ… કોંપ્યુટર જોઇએ. આવક બે અને ખર્ચા ચાર…ભારત નાં રુપિયા બધા ખર્ચાઇ ગયા…અને ઘર આંગણે ત્રણ કાર આવી ગઈ.નોકરી કરવા બે કાર જરુરી હતી.બે કાર યુનિવર્સિટિ માટે. એટ્લે રોશની પ્રણવનેમુકી ને કોલેજ જાય અને પાછા વળતા તેને રાઈડ આપે આમ એક વરસ પુરુ કર્યુ. બીજા વરસે બોનસ માંથી નવી ગાડી લીધી.

ધૈર્ય અને રોશની બંન્ને ગ્રેજ્યુએટ થયા…

સારી કોલેજ્માં એડમિશન મળ્યુ ૨ આવકો થઈ પણ ખર્ચા ચાર થયા. એક ગાડી ધૈર્ય માટે અપાઇ.તેના એપાર્ટ્મેંટ થી તેની કોલેજ પાંચ માઈલ હતી..ગયુ આખુ વર્ષ એણે બસમાં કાઢ્યુ હતુ...આ વર્ષે તેને બસનાં ધક્કામુક્કીમાં જવા દેવો નહોતો. નવી ગાડી મારે માટે રાખી અને જુની પણ ચાલુ હોંડા તેને આપી કોલેજનાં બાકીના વરસો નીકળી જશે.એમ માની તે રાજી હતો..બીજે દિવ્સે ધૈર્યનો ફોન આવ્યો.તે ડરેલો હતો અને અવાજ ધ્રુજતો હતો એની ઉપર ગન મુકાઈ હતી તે કહેતો હતો..

“તે દિવસે પહેલી વખત હું ધ્રુજી ગયો…. માબાપની છત્ર છાયામાંથી છુટીને કોલેજ માટે ઘરથી દુર એપાર્ટમેટ માં રહેવાનુ શરુ કર્યું ત્યારે આવો કોઈ અનુભવ થશે તેની કલ્પના પણ તેને નહોંતી…. સાંજના સાત વાગ્યે…. સાયકલ ઉપર હું જતો હતો અને ટ્રક બાજુમાં આવી ઉભી રહી અને બે મેક્સીકન જેવા માણસો મને ઘેરી વળ્યા…. કાન ની બુટ પાસે ગન હતી…. અને ભાગ્યા તુપ્યા અવાજ માં…. પૈસા માંગતા હતા… અને મૃત્યુ નો ખોફ પહેલી વખત તેને સ્પર્શી ગયો. પરાવર્તી ક્રિયા વશ…. ગજવા માંથી પાકીટ કાઢી આપી દીધુ અને સાયકલ ફેંકી તે એક બાજુ ઉપર ઉભો રહી ગયો…. તેઓ નાં કહેવા મુજબ.

પાકીટ માંથી ડોલર્સ ની લીલી નોટો લઈ પાકીટ હવામાં ઉછાળી ટ્રક જતી રહી…. પણ પેલુ ભયનું લખલખુ હજી અંદરથી એક એક રુંવાડા ને ખડુ કરતુ ઉભુ જ હતુ. સાયકલ લીધી – પાકીટ હાથમાં લીધુ અને સાયકલ ઉપર ઝડપથી મારા એપાર્ટમેટ માં પહોંત્યો……..પાણી પીધુ… પાકીટ ફંફોસ્યુ તો, ક3ડીટ કાર્ડ પણ ગુમ હતુ – લેપ ટોપ ચાલુ કરી ક્રેડીટ કાર્ડ કેન્સલ કરાવ્યુ – પોલીસ ને ફોન કર્યો…. હાવર્ડ ને ફોન કર્યો અને પપ્પા ને ફોન કર્યો ડોલર ચોપડીઓ ખરીદવા ઉપાડયા હતા તે જતા રહ્યા હતા…. પણ પેલી ધુજારી હજી જતી નથી…

પોલીસ ને વર્ણન આપ્યુ – પૈસા મળવાની તો આશા નથી પણ બીજા કોઈને તકલીફ ન થાય તેની સાવચેતી જ…. તેથી ખાલી ખોળ પાછળ ખાતર… હાવર્ડ આવ્યો તેની સાથે બંસરી પણ આવી…. થોડીક ઘમંડી લાગતી આ છોકરીને આજે મારી હિંમ્મત માટે અહોભાવ દેખાતો હતો… તે બોલી – તુ બહાદુર છે. નહીંતર આવા પ્રસંગો એ ઘણા ગન જોઈને જ બેભાન થઈ જતા હોય છે… મેં થોડીક હિંમત ભેગી કરીને કહ્યું – એ તો અંધારુ હતુ તેથી ટ્રક નો નંબર ન જોવાયો… બંસરી કહે સારુ થયુ તે નંબર નથી જોયો….. નહીંતર વાતનું વતેસર થશે…. ચાલ હવે અમારી સાથે – બહાર થોડુક ખાશુ અને પછી તુ પાછો આવી જજે….

તે વખતે હાવર્ડ – બંસરી સાથે હું બહાર ગયો… થોડુક ખાધુ… પણ પેલો કરડો અવાજ અને કાન પટીયા પર ગન નો ઠંડો સ્પર્શ હજી મારા મનમાં ભયની ધ્રુજારી ઉપજાવ્યા જ કરતા હતા.

દિવસો પસાર થતા હતા…. તે એપાર્ટમેન્ટ ખરાબ છે… લોકાલીટી ખરાબ છે… કહી ૧૫ દિવસમાં એપાર્ટમેન્ટ બદલ્યુ… પાછો જુના મિત્રો થી નજીક બીજા એપાર્ટમેન્ટ માં જતો રહ્યો… ભણવામાંથી મન ધીમે ધીમે ધટતુ ગયુ અને સ્વબચાવના રસ્તાઓ શોધવા માંડ્યા… બંસરી સાથે મુલાકાતો વધવા માંડી… અને તેની વાતો સાથે અજાગૃત રીતે સંવેદના નો તંતુ સંધાવા માંડ્યો… બંસરી ચાઈનીઝ છોકરી હતી – પણ તેનો અવાજ મધુર હતો… અને તેથી પણ વધુ તેની આંખોમાં મારે માટે કદર અને લાગણીની ભાવના વધુ ડોકાતી હતી…તે દિવસે એણે રાઈડ આપી અને 3 કલાક બાદ મને મારે ગામ ઉતાર્યો ત્યારે તેની વાતોમાં થોડીક ગંભીરતા હતી… ઉંમર જાય છે અને ભણવાની સાથે સાથે કમાવુ જોઈએ… માબાપ સારા છે… પણ તેમના ઉપર બહુ ભાર ના આપવો જોઈએ જેવા સરખા વિચારો ની આપ લે ચાલી – અને મારુ મગજ ગણતરી ઉપર ચઢી ગયુ… હું પણ કામ કરું થોડાક પૈસા બચાવુ તેથી પપ્પા પાસે હાથ ન લંબાવવો પડે… અને મારી વિચારધારા પપ્પાની જિંદગી ઉપર સ્થિર થઈ….. તેમની જ ઈચ્છા છે. અમને બંને ભાઈઓ ને સારુ ભણતર અને સારી જિંદગી આપવી….. અને તેથી જ તો તેમની સ્થિર થઈ ગયેલ કારકીર્દી છોડી નવેસર થી અમેરીકા માં જિંદગી શરુ કરી. નાનો તો હજી નાનો છે… મારે ભણતરની સાથે થોડુક કમાઈને તેમને પણ મદદ કરવી જોઈએ…

ભારત ના રુઢીગત ભણતર અને અહીં અમેરીકન ભણતર પધ્ધતિઓમાં લાવી અને પોતાની તકલીફો નો વિચાર કર્યા વિના…. મન… તેમના પ્રત્યે ના અહોભાવ થી ભરાઈ ગયુ…. બંને ને મારા ઉપર કેટલો ભરોસોં છે… બંસરી તેની વાતો કરતી હતી…. તેના માબાપ નું જીવન ડોઈવોર્સ માં ખુવાર થઈ ગયુ… તેની દાદીમા નાં ભરોંસે તે ઉછરી ને મોટી થઈ. દાદીમા ને ત્યાં ગલુડીયા… અને તેથી તેને ગલુડીયા બહુ ગમે… કેટ પણ બહુ ગમે… તેના એપાર્ટમેન્ટ માં ડોગ ન રાખવા દે પણ કેટ નો વાંધો નહીં… તેથી તેની પાસે એક મંજરખાન… બીલાડો મ્યાઉં… મ્યાઉં કરે… પણ બંસરી ને ડોગ વધુ ગમે – તેની વફાદારીને કારણે.

મને મારું નાનું જહોની યાદ આવી ગયુ… ગામ તેને લાલીયો કહે અને ભારતમાં તો કુતરા ઘરે નહીં રાખવાનાં… પણ જયારે ભુરી કુતરીને સાત ગલુડીયા થયા તેમાનું જહોની સફેદ દુધ જેવુ અને થોડુ તગડુ તેથી ઝડપથી દોડી ન શકે…. અને ભુરી પાસે જવાની સ્પર્ધામાં કાયમ પાછુ પડે અને ભુખ્યુ રહી જાય… અને કાંવ… કાંવ… કરી ને રડે…. હું તે વખતે પાંચેક વર્ષનો….. પણ મને જહોની ભુખ્યુ રહે તે ન ગમે…. અને મમ્મી એ આપેલ દુધ નો ગ્લાસ એને પીવડાવી આવુ…. એક દિવસ મમ્મીને ખબર પડે તો – કહે જહોની ને દુધ પણ ભૂરીને રોટલો… ખબર છે. મુંગા પ્રાણી ના નિ:સાસા ન લેવાય… બંસરીને મેં આ વાત કરી ત્યારે તે બોલી… તને હજી ગલુડીયા ગમે ? હું થોડોક ગુંચવાયો… પણ બોલ્યો… ત્યાં ની અને અહીં ની વાત જુદી છે. મને તેમને નોન વેજ ખવડાવ્યુ ન ગમે… બંસરી તરત બોલી શું ખવડાવવુ તે આપણે નક્કી કરવાનું… અને વેજી ફુડ પણ મળે છે ખરેખર ? હું ક્ષણ માટે તો આનંદિત થઈ ગયો.

મમ્મી ને તે દિવસે પુછ્યું… હુ ડોગ રાખુ ? મમ્મી કહે દીકરા – ભણી ગલી લો પછી… અત્યારે આપણને ન પોષાય… અને આપણા ધર્મમાં મુંગા પ્રાણી ના નિ:સાસા લેવાની ના પાડી છે ખબર છે ને ?

પાછા વળતા બંસરી એ ફરી તેજ વાત કાઢી – ધર્મ ના નામે મેં વાત ઉડાડવા માંડી તો બંસરી કહે – તમે લોકો ધર્મ ને તમારી સગવડ પ્રમાણે ફેરવી તોળો છો – એક પપી ને તમે પાળો પોષો અને તેને મૃત્યુ માંથી બચાવો તે ધર્મ નથી ? તે લુચ્ચી હતી… તેને તેનો શોખ પોષવા મારો સાથ જોઈતો હતો અને મને પપી ગમે છે તે વાતથી તે વાકેફ હતી… વળી તને ગન એટેક થયો તે વખતે પપી તારી જોડે હોત તો તુ બચી જતે… એણે છેલ્લો ઘા ફેરવી ને માર્યો જે નિશાન પર બરોબર ધારી જગ્યા એ બેઠો.

પછી ની વાતોમાં પપી રાખવા નો ખર્ચા કેટલો આવે શું કરવુ પડે કેટલો ટાઈમ જોઈએ… બધી વાતો નો હિસાબ હતો કે પપી જે કંપની આપે તેની સામે જોઈએ તો ખર્ચો તો કંઈ જ નથી… અને એટલો ખર્ચો તો કયાંય નીકળી જશે…. હિસાબ મારા મનમાં સ્પષ્ટ થઈ ગયા પછી મેં બંસરી ને પુછ્યુ તુ એને સાચવીશ ? મારે કોલેજ માં જવાનુ હોય અને એને ખાવા પીવાનું અન્ય દૈનિક ક્રિયાઓ… અને બંસરી કહે તુ તો મને ભાવતુ પુછે છે… હું જરુર તને બધી રીતે મદદ કરીશ….એક પપી – પછી તેને કંપની આપવા બીજુ પપી તેને ટ્રેઈનાંગ – તેનુ ફુડ – તેની જાળવણી માટે રજીસ્ટ્રેશન… બીલ્લો પટ્ટો…. તેને રમવાના રમકડા…. અને મારા ક્રેડીટ કાર્ડના બીલો વધતા ગયા અને ગ્રેડ ઘટવા લાગી…. ચાર કલાક છ કલાક પછી તો સમગ્ર ભણતર ના સમયનો ભોગ પપી એ લેવા માંડ્યો… અને એક દિવસ પપ્પા અને મમ્મી કોઈક કામ માટે મારા એપાર્ટમેન્ટ પર આવ્યા અને મારી દશા જોઈને દ્રવિત થઈ ગયા…

દિકરા તને ભણવા મોકલ્યો હતો… આ ગલુડીયા ઘર બનાવવા નહીં… વળી જા – નહીંતર ભુંડા હાલે પછડાઈશ… તને મારા મિત્ર ની વાત ખબર છે ને ? પણ પપ્પા – આ ગલુડીયા ને પોષણ આપી ને હું સારુ જ કામ કરુ છુ ને ? – બંસરી નો પણ સાથ છે – તેથી ખર્ચા માં રાહત છે.

“મારા એ મિત્ર ની વાત તને કહું – કોલેજ ના પહેલા વર્ષમાં અમે એના ઘરે ભણીયે… અને તે ભાઈ ને પરણ ઉપડયું તેથી તેના વિવાહ થયા. અમે ભણી રહ્યા ત્યાં સુધી તે પાસ ન થયો… અને આજે ૨૫ વર્ષે અમે બધા સ્થિર છીયે ત્યારે તે દરિદ્રતાના અંતિમ ચરણમાં છે”

. “પણ પપ્પા ભણવાની ઉંમર જતી કયાં રહી છે. ? “

“એની પણ આજ દલીલ હતી – ઉંમર ઉંમરનું કામ કરે છે. – તુ આ અવળે પાટે ચઢ્યો છે. જવુ છે દિલ્લી અને ગાડી પકડી છે મદ્રાસની… ઉતરી જા – અને પાછી દિલ્લી જવાની ગાડી પકડ…. ” ‘

“પપ્પા – આ બંને પપી અને બંસરી સાથે જિંદગી સરસ જઈ રહી છે”.

એક સાધુ ની વાત તને કહું. એક અધોરી બાવો…. એક લંગોટી અને તે રાત પડે ધોઈ નાખે અને સવારે પહેરી લે. એક ઉદરડી પેધી પડી અને લંગોટી કાતરે તેથી કોઈ ભક્તે સલાહ આપી એક બિલાડી રાખો… એટલે ઉંદરડી નહીં આવે…. બાવાજી એ બિલાડી રાખી તેના દુધ ની ચિંતા… એટલે કોઈક ભક્તે ગાય આપી…. ગાય ને દોવાની – ચારો નાખવાની તકલીફ એટલે કોઈ બાઈ માણસ રાખો બાઈ રાખી…. અને વર્ષમાં તો છોકરુ થયુ…. અને બાવાજી ની ચમકી…. આ લંગોટી સાચવવામાં હું તો સંન્યસ્ત બગાડી બેઠો… લંગોટી ફેંકી ને પાછો ભાગ્યો….”

“પપ્પા… મને પેલી ગન ની બીક આ ગલુડીયાએ કાઢી… બંસરીએ કાઢી…”“પણ તે બીક કાઢવાનો રસ્તો તને આખી જિંદગી દરિદ્રતામાં સબડાવશે તેનું શું ? અને આ કામ માટે તો અહીં અમેરીકા તને નથી લાવ્યો ખરુ ને ?”

“હા… પણ હું મારી રીતે મેનેજ કરી લઈશ….”

“એક કામ કર… તારુ એપાર્ટમેન્ટ હવે તને ડોગ રાખવા નથી દેતા તેમ કહી બંસરી ને રસ્તો કાઢવા કહીશ ?”

“ ભલે….”

પંદર દિવસ પછી બંસરીને મારા માટે ખુબ જ તિરસ્કાર છુટ્યો એક ગલુડીયુ લઈ ડોર્મેન્ટરી માં પાછુ આપી આવી. બીજા પંદર દિવસ પછી હું બીજુ ગલુડીયું પાછું આપી આવ્યો…. દોઢ મહીના પછી બંસરી નો ઈ મેઈલ આવ્યો – તેણે મને ડંપ કર્યો… મેં પપ્પા ને થંન્કયુ નોટ લખી….તમે સાચા છો… માણસો પોતાના સ્વાર્થ માટે ગમે તે કરતા હોય છે… ખાસ કરીને લાગણી ઓ સાથે નો ખેલ… પોતાના સ્વાર્થ માટે… તેના કલાક ના રીક્રીએશન માટે મારી કારકીર્દી નો ભોગ લેતા પણ ન અચકાય…

ફરીથી આભાર….

હવે એ ગન ની બીક લાગતી નથી… કારણ કે પોલીસે તે માણસને પકડી પાડ્યો છે… તે એક જમાના માં બંસરી નો એક્ષ હતો…. અને આ સમગ્ર નાટક નો તે એક સહનાયક હતો…. બંસરી ભોક્તા હતી અને હું ભક્ષ્ય”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED