બ્લીડીંગ Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્લીડીંગ

🔴 બ્લીડીંગ 🔴


આ શબ્દ સાંભળતા જ કોઈ પણ છોકરી કે મહિલાને શરમ આવવા લાગે છે. શુ તે ખરેખર વ્યાજબી છે ?

જો મારી વાત કરું તો મારા મત પ્રમાણે તો " ના." હું એવું નથી માનતો કે આ કોઈ શરમ જનક શબ્દ છે.જો એનું કારણ જાણવું હોય તો એ નીચે લખેલું છે. એક વાર જરૂરથી વાંચશો.

એક નાની એવી છોકરી જ્યારે મોટી થાય છે ત્યારે ઘણા બધા ફેરફારો એમના જીવનમાં અને શરીરમાં થતા હોય છે અને સાથે જ જેમ જેમ એ છોકરી મોટી થાય છે ત્યારે એની જવાબદારી પણ વધતી હોય છે સાચું ને ?

કોઈ સ્ત્રી જો આ લેખ વાંચતી હશે તો એ એમ જ કહેશે કે " હા બિલકુલ સાચું , એક દમ સાચું વગેરે.

હા તો ,
તો એ જ કે જ્યારે કોઈ સ્ત્રી પિરિયડ્સમાં હોય છે ત્યારે એની ઉપર કેટલાય જાતની વાતો ઠાલવવામાં આવે છે. જેમકે તે મંદિરમાં ન જઇ શકે, રસોઈ ન કરી શકે, બહાર ફરવા ન જઇ શકે વગેરે.

પણ શું તે ખરેખર વ્યાજબી છે ખરું ? અથવા તો આવું હોવું જોઇએ ? તમારો શુ જવાબ છે ? જરૂરથી કમેન્ટ બોક્સમાં આપજો.

એક છોકરો એ છોકરીને ગમે તેમ ખીજવી શકે, કદાચ પાછળ લાલ ડાઘ દેખતા હોય તો પણ છોકરાઓ મસ્તી કરી શકે, ન માપી શકાય એટલું દર્દ હોવા છતાં તે સ્કૂલ અથવા તો કોલેજ પર જાય, બેસવામાં તકલીફ થાય છતાં ભણે, ઘરે આવીને ઘરનું કામ કરે અને જો થોડીક વાર સુવા કે આરામ કરવા માટે જાય તો એના મમ્મી કે પપ્પા ખીજાય. આમ આટલું આટલું કરવા છતાં વાંક હંમેશા છોકરીનો જ કેમ ?

હવે વાત કરીએ એક સ્ત્રીના લગ્ન જીવનની. નવું લગ્ન જીવન હોય એટલે તમને ખબર છે તેમ કે પતિ અને પત્ની એમ બંને પોતાના લગ્ન જીવનનું સુખ માણતાં હોય છે.હા આમાં મને વાંધો નથી પણ શું પીરિયડ્સ દરમિયાન સાથ માણવો જરૂરી છે ખરો ? શુ કોઈ પતિ એની પત્નીને આ સમય દરમિયાન સમજી ન શકે ? ( આ વસ્તુ બધા વ્યક્તિઓને લાગુ પડતું નથી તેથી કોઈ આ વાત ને વ્યક્તિગત ના લે )

આવી એક ઘટના મેં સાંભળી કે એક પત્ની રોજ સવારે સૌથી પહેલા ઉઠે છે. પતિ, સાસુ , સસરા , નણંદ કે પછી દેર માટે ચા-નાસ્તો બનાવે છે, સવારના વાસણ સાફ કરે છે, બધા લોકોના કપડાં ધુએ છે , આખા ઘરની સાફ સફાઇ તેમજ પોતા પણ કરે છે અને આખરે આ બધું કર્યા પછી એ સ્ત્રીને ફક્ત ખાલી એક જ કલાક મળે છે ફ્રી રહેવા માટે તો શું એ સ્ત્રી એક કલાક આરામ ન કરી શકે ? હા અને એમાં પણ જ્યારે એ સ્ત્રી પીરિયડ્સમાં હોય ત્યારે શું તેને આરામની જરૂર નહીં હોય ? કોઈ સાથ કે સહકારની જરૂર એ સ્ત્રીને નહીં હોય ?

સો ટકા એ સ્ત્રીને એક સાચા સાથની જરૂર તો હશે જ.

હવે આવીએ મૂળ વાત પર. એક સ્ત્રી દર મહિને પોતાના શરીરમાંથી એટલું લોહી વહેતુ કરે છે જેટલું એક પુરુષ ક્યારેય ન કરી શકે, છતાં પણ વાહ વાહી પુરુષોની થાય છે.

એક સ્ત્રી પીરિયડ્સ દરમિયાન એટલું દર્દ સહન કરે છે જે એક પુરુષ ક્યારેય નહીં સમજી શકે, છતાં તાકતવર તો પુરુષ જ કહેવાય છે.

એક સ્ત્રી પીરિયડ્સ દરમિયાન કેટ કેટલું કામ કરે છે , બધાની સંભાળ રાખે છે , રસોઈ કરે છે, પોતાને પગ દુખતા કે કળતા હોય છતાં કામ કરે છે અને બીજું તો કેટલુંય બધું તો પણ હંમેશા પુરુષના કામને મહત્વ આપવામાં આવે છે.

એક સ્ત્રી જ્યારે પેડ ( સેનેટરી ) બદલાવે છે તો ખરાબમાં ખરાબ દુર્ગંધનો સામનો એ સ્ત્રીને કરવો પડે છે છતાં હંમેશા પુરુષોના પરફ્યુમની જ વાત કરવામાં આવે છે.

એક સ્ત્રી ચાર દિવસ સુધી અને એ પણ મહિને મહિને પોતાનું લોહી પોતાના શરીરમાંથી બહાર કાઢે છે છતાં પુરુષને મહાન અને સ્ત્રીને કમજોર કહેવામાં આવે છે.

તો શું તમે આ બધી વસ્તુ પર થી કહી શકો કે મહાન કોણ છે , તાકતવર કોણ છે અને કોણ કદર કરનાર છે ? હા લખવાનું તો ઘણું બાકી છે પણ મારા મત મુજબ એટલું ઘણું છે.

આ બધી સ્ત્રીઓ જો આટલું બધું સહન કરી શકતી હોય , પોતાની જાતને મક્કમ રાખી શકતી હોય , સહનશીલ બની શકતી હોય ને ન ખૂટતું કામ કરી શકતી હોય તો શુ એ સ્ત્રીને પીરિયડ્સ કે બ્લીડીંગ બોલતા શરમાવવું જોઈએ ? ( જરૂર થી ઉત્તર આપજો ) આ એટલા માટે કે હજુ નાનાં શહેરો કે ગામડામાં જ્યારે કોઈ સ્ત્રી મેડિકલ પર જાય છે ત્યારે તે " મને પેડ આપો " એમ પણ કહી નથી શકતી. કેમ કે એ સ્ત્રીને પાસે ઉભેલા વ્યક્તિ કે સમાજનો ડર લાગે છે કે હું આવું બોલીશ તો એ કેવું વિચારશે. !

અરે યાર કોઈ સ્ત્રીના ડ્રેસ, બ્લાઉઝ કે ટી-શર્ટ માંથી બ્રા દેખાતી હોય તો શું એ ખરાબ છે ? યાર એ પણ એક જાતના કપડાં જ છે ને ! પણ ના..... એ જ સમાજ આ વસ્તુથી એને ખરાબ નઝરે જુએ છે અને કશુંય જાણ્યા કે સમજ્યા વગર કેરેકટર લેસ સાબિત કરી દે છે . શુ આ યોગ્ય છે ?

હું તો બસ એક જ વાત કહીશ કે, મારી બહેનો અને માતાઓ. તમારે કોઈનાથી શરમાવાની કે ગભરાવાની જરૂર નથી.તમે ખુદ એક શક્તિ છો જે ઉપર લખ્યા મુજબ બધી વસ્તુ સહન કરો છો અને એક આગળ વધો છો. તમે પણ તમારી લાઈફ જીવી શકો છો , તમે પણ તમારા સપનાઓ પુરા કરી શકો છો , તમેં પણ બિન્દાસ્ત પોતાની મોજ અને મસ્તીમાં રહી શકો છો માટે જ કોઈ નીચા વિચાર ધરાવતા વ્યક્તિ ની વાતોમાં આવીને પોતાનું જીવન ખરાબ ન કરતા. કેમ કે તમને પણ હક્ક છે તમારી જિંદગી જીવવાનો..

નોંધ : આ લેખમાં જે પણ કઈ લખ્યું છે એ બધા પુરુષ , સ્ત્રી કે સમાજ ને લાગુ પડતું નથી તેથી વ્યક્તિગત પોતના પર ના લે.આ લેખ ફક્ત એ બહેનો માટે જ છે જે આવી વસ્તુઓનો ભોગ બને છે અને અંદરથી પીડાય છે.

ખૂબ વધારે ખરાબ લખાઈ ગયું હોય તો દિલથી આપ સૌની માફી માંગુ છું પણ જે લખ્યું છે એ એક દમ સત્ય અને હકીકત છે.


આભાર

કોઈ વ્યક્તિને આ લેખ વાંચીને ખરાબ લાગે તો એમને
HEARTLY SORRY