સ્ત્રી લોકડાઉન Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી લોકડાઉન



😊સ્ત્રી લોકડાઉન 😊


. આજ કાલ જ્યાં જોવો તો લોકડાઉન લોકડાઉન શબ્દ સંભળાય છે. જેને પૂછો એ બસ એવું કહે છે કે અમે કંટાળી ગયા , ઘરે કેટલા દિવસથી બેઠા છીએ , કઇ કામ ધંધો નથી, કઈક ખુલે તો બહાર ફરવા જઈએ વગેરે....


હવે આવીએ મૂળ વાત પર..


આજકાલ જેટલાના ઘરે જોઈએ કે સાંભળીએ એટલે એમ જ જોવા મળે છે કે અમે પુરુષો કંટાળી ગયા છીએ. અમે આમ કરીયે છીએ. આખો દિવસ ઘરે રહીએ છીએ , બધા માટે કેટલું કેટલું કરીયે છીએ , કાશ ક્યાંક બહાર જવા મળી જાય. ઘરે રહીને કંટાળી ગયા છીએ વગેરે......


આઈ થિંક આ બધા ના ઘરની રામાયણ હશે કે બધા પુરુષો આવું કહેતા જ હશે.. કદાચ હું પણ ઘરે રહીને બોર થઈ ગયો હશુ.


હા એકાદ અંશે વાત સ્વાભાવિક છે કે બધા ને ઘરે કંટાળો આવે છે , ઘરમાં રહીને ગમતું નથી વગેરે..... પણ સ્ત્રીઓનું શુ ???????????


સ્ત્રી એટલે એક લોકડાઉન..


જેને નાનપણથી જ લોકડાઉન કરી દેવામાં આવે છે. એક સ્ત્રી જ્યારે જન્મે છે ત્યાંથી જ લોકડાઉન શબ્દ સાથે લઈને આવે છે. આગળ જતાં જતાં આ લોકડાઉન વધારે અઘરું બનતું જાય છે. આ લોકડાઉન એના સમાજ , કુટુંબ , કે પછી સંસ્કાર દ્વારા આપવામાં આવે છે..


તમે કહેશો કે આવું કેમ ?? કઈ રીતે ??


એક પુરુષ જ્યારથી જન્મે છે ત્યારથી એને છુટ્ટો છવાયો રાખવામાં આવે છે , કોઈ પણ જાત ની ના પાડવામાં આવતી નથી , જ્યાં જવું હોય ત્યાં જવા આવવા દેવામાં આવે છે , કદાચ કોઈની સાથે ઝઘડી ને આવે તો પણ એમના પર રીએક્ટ કરવામાં આવતું નથી પણ આવું જ કોઈ એક સ્ત્રી કરે તો.....?????


એક સ્ત્રી ક્યારેય પોતાની મરજીથી બહાર જઈ નથી શકતી.


એક સ્ત્રી ક્યારેય પોતાના કુટુંબ વિરુદ્ધ કે એના સંસ્કારોને ખિલાફ જઇ શકતી નથી.


એક સ્ત્રી ક્યારેય એના મરજી પ્રમાણે જીવી નથી શકતી.


એક સ્ત્રી ક્યારેય આઝાદીથી પોતાની જાત ને રાખી શકતી નથી..


દરેક વખતે એનો સમાજ , સંસ્કાર અને કુટુંબ આડું આવતું હોય છે. પોતાના સપના , પોતાની ઈચ્છાઓ , પોતાની મરજી આ બધું જ મૂકી દે છે પોતાના સમાજ ખાતર....


હવે તમે કહેશો કે ધવલભાઈ આમાં સ્ત્રી લોકડાઉન કઈ રીતે......


તો સાંભળો......


જ્યારે એક સ્ત્રી જન્મે છે ત્યારથી જ એટલે કે ...


એક ઘર સોંપી દેવામાં આવે છે , એક સમાજ ની બીક સોંપી દેવામાં આવે છે , સંસ્કારોનો ઢગલો આપી દેવામાં આવે છે અને બીજી વાતો તો ખરીજ.....


અત્યારે છેલ્લા ૫૦ દિવસથી લોકડાઉન ચાલુ છે પણ શું સ્ત્રીઓને આ લોકડાઉન મળ્યું છે , એમને પોતાના કામ માંથી છુટકારો અથવા રજા મળી છે ??


આ લોકડાઉનમાં એક કડવી અને અઘરી કસોટી એક સ્ત્રી આપી રહી છે.


ઘરમાં જે ધંધા વગર એમના પતિ બેઠેલા છે એમના ગુસ્સાનો શિકાર એક સ્ત્રી થાય છે.

આ સમયમાં બાળકો ફ્રી હોવાથી બાળકોના તોફાન , બાળકોની નવી નવી ફરમાઈશ , બાળકોનું જતન આ બધી વસ્તુ એક સ્ત્રી કરે છે..



ઘરમાં રહેલા મોટા વડીલો , પાપા - મમ્મી , સાસુ - સસરા , પરિવાર વગેરે નું ધ્યાન એની કાળજી એક સ્ત્રી રાખે છે.


રોગથી બચવા નવા નવા નુસખાઓ અપનાવે છે , પોતાના પરિવારને કઈ રીતે બચાવી શકાય , ઇમ્યુનિટી કઇ રીતે વધારી શકાય એ માટે નવા નવા નુસખાઓ એક સ્ત્રી ગમે ત્યાંથી શોધીને લાવે છે.


આખા પરિવારની ચિંતા , કાળજી લીધા પછી પણ કામ પૂરું નથી થતું. આ બધુ પત્યા પછી રસોડાનું કામ ચાલુ થાય છે. આખા વર્ષના મસાલા , અથાણાં ને કેટકેટલી વેફરો એક સ્ત્રી કાળ જાળ ગરમીમાં તડકામાં બેસીને બનાવે છે.


આવી તો એક સ્ત્રીની કેટલી વાતો છે જે કરવા બેસી જઇશું તો પુરી જ નહીં થાય.....


એટલે બસ એટલું જ કહીશ કે... ફીલિંગ્સ સ્ત્રીઓમાં પણ હોય છે , ગુસ્સો એમને પણ આવે છે , ગરમી સ્ત્રીઓને પણ થાય છે , થાકી એ પણ જાય છે , ક્યારેક ક્યારેક રડવું એને પણ આવે છે ને ક્યારેય રડી પણ લે છે......તો વધુ કઈ ના કરી શકોતો કહી નહીં પણ ઘર કામમાં થોડી મદદ કરજો, ક્યારેક ક્યારેક સારું ફિલ કરાવજો , ક્યારેક એમના માટે પણ કંઈક વસ્તુ બનાવજો અથવા તો લઈ આપજો અને હા ખાસ વાત એની લાગણને સમજજો...



વોટ્સએપમાં દરરોજ ઘણા સ્ટેટ્સ મૂકીએ છીએ. ક્યારેક ડોકટર કે આર્મી જવાન ના મૂકીએ છીએ.. હા તમે મુકો મને વાંધો નથી પણ ક્યારેક એક સ્ત્રી જે તમારી માં છે , જે તમારી પત્ની છે , જે તમારી બહેન છે. એમના માટે પણ મુકજો કેમ કે એ પણ એક પ્રકારની યોદ્ધા છે જે ક્યારેય પોતાના કામ માંથી , સેવામાંથી ભાગતી નથી....


મને વાંચી રહેલ બધી જ સ્ત્રીઓને મારા તરફથી દિલથી , પુરા આદર ભાવથી અને સન્માન સાથે Thank You So Much...Really Thank You So Much.... 👏🙏


🙏

આભાર🙏


અને હા... મારી રચનાઓ સારી લાગી હોય તો શેર કરવાનું ના ભૂલતા... અને સાથે જ ઈંસ્ટાગ્રામ પર મને ફોલો કરવાનું ના ભૂલતા....કેમ કે ત્યાં તમને ઘણું બધું નવું મળી જશે....
ઈંસ્ટાગ્રામ id - dhaval_limbani_official