એબોર્શન Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એબોર્શન

            આજે જે વાત લખવા જઇ રહ્યો છુ એ મારા મત પ્રમાણે કદાચ 100 % સાચી છે.

             ઘણા સમય પહેલા મારી એક ફ્રેન્ડ એ મને કહેલું કે તમે આ વિષય પર લખો. એણે મને એવું કહેલું કે આ ઘટના મારી એક ફ્રેન્ડ સાથે બની છે. મેં ઘણું  વિચાર્યું પણ ખરા કે આ વિષય પર હું શુ લખુ ? પણ આજે એક વિડિઓ જોતા સમજ માં આવી ગયુ કે મારે શુ લખવુ જોઈએ..

વાત છે એબોર્શન ની ... હા તમે સાચું વિચાર્યું -  Abortion

                 જ્યારે કોઈ એક સ્ત્રી પ્રેગનન્ટ થાય છે ત્યારે સૌથી વધારે ખુશ એ પોતે હોય છે.ઘર ના બધા જ વ્યક્તિઓ  ખુશ હોય છે. સ્ત્રી ના સાસરિયા રહેતા તમામ લોકો એ સ્ત્રી ની સાર સંભાળ માં લાગી જતા હોય છે પણ પણ પણ પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહે છે જ્યારે સાસરિયા તરફ થી એવું કહેવામાં આવે કે

"  બસ છોકરો જ આવવો જોઈએ "

" તારે છોકરો જ આવશે '"

" જો છોકરો ના આવે તો તારા પિયર જતી રહેજે "

" અમે તારૂ ગર્ભ પરીક્ષણ કરાવીશું અને જો એમાં છોકરી આવી તો તારે એબોર્શન કરાવી નાખવાનું છે "

યાર આ કઈ પ્રશ્નો છે?

               શુ આ સાસરિયા તરફ થી મળતો એ સ્ત્રી ને મળતો પ્રેમ છે ? 
  
            હું એમ નથી કહેતો કે બધા લોકો એક છોકરી ના જન્મ પર એબોર્શન કરાવી લેતા હોય છે.ઘણા લોકો એવા છે જે એક છોકરી ના જન્મ પર એટલા ખુશ હોય છે કે એની વાત જ ના પૂછો. એ છોકરી ને ઘરે લાવતી વખતે એનું સ્વાગત કરવામાં આવે છે.આસપાસ ના બધા લોકો ને મીઠાઈ વહેંચવામાં આવે છે , ઢોલ અને મ્યુઝિક ના તાલે નાચવામાં આવે છે..પણ પણ

          હું અહી એ લોકો ની વાત કરું છું જે એ બાળકીના જન્મ ની સાથે જ પોતાનું મોઢું ફુલાવી લે છે. સાસરિયા વાળા મોઢું ફેરવી લે છે , એ બાળકી ને કચરા ના ઢેર માં ફેંકી દેવામાં આવે છે..  શુ આ જ આપણો સમાજ છે ?

        આજ ની કડવી વાસ્તવિકતા એ છે કે કોઈ ને જન્મ સમયે છોકરી નથી જોઈતી , પણ પોતાના બિસ્તર પર બધા ને એક  છોકરી જોઈએ છે. પોતાની હવસ કાઢવા એક છોકરી જોઈએ છે , પોતાનું મૂડ રંગીન બનાવવા એક છોકરી જોઈએ છે. શુ છોકરી બસ દુનિયા માં એક આ જ કામ કરવા આવી છે ? તમારૂ બિસ્તર ગરમ કરવા ? ???

         યાર જેની પાસે એક દીકરી , એક બહેન નથી હોતી ને એને પૂછો કે એની માટે એક સ્ત્રી કેટલી મહત્વ ની અને મૂલ્યવાન છે..
          
         આજ કાલ દર અઠવાડિયે ટીવી માં કે  પેપર માં સમાચાર જોવા મળે છે કે કચરા ના ઢેર માં પ્લાસ્ટિકની થેલી માં એક નવજાત બાળકી મળી. કોણ છે એના માતા પિતા ? કોણ હશે એ નિર્દય માણસ જેને એક બાળકી ને કચરા માં ફેંકી ? બસ આવું ઘણું સાંભળવા મળતું હશે. પણ શું આવા ન્યુઝ બતાવવાથી બધું બંધ થઈ જશે એમ ?

           સાસરિયા માં પ્રેગનન્ટ થયેલી સ્ત્રી નું એટલું ધ્યાન રાખવામાં આવે છે કે વાત ન પૂછો.પણ જ્યારે એક બાળકી નો જન્મ થાય છે ત્યારે ? ત્યારે તો કોઈ એમની પાસે પણ નથી ઉભું રહેતું કે ના એ સ્ત્રી ને કોઈ જોવા આવે છે. એ સ્ત્રી એ નવ મહિના કેટલું ધ્યાન રાખ્યું છે , કેટલી રાત થી એ સૂતી નથી , કેટલી ખુશ છે એ એના પેટમાં રહેલા બાળક જોડે , કેમ કરી ને જન્મ આપ્યો છે એ બાળક ને એ કોઈ ને નહીં દેખાય.
બસ એમ જ કહેશે કે તે બાળકી ને જન્મ શા માટે આપ્યો ?
યાર આ કઈ એ સ્ત્રી ના હાથ માં છે કોને જન્મ આપવો એ ?

        આ બોલવા વાળા લોકો એ પોતે જ નથી સમજતા કે તમારા જન્મ વખતે તમારી મમ્મી એ એબોર્શન કરાવી લીધું હોટ તો ?
તમને નદી નાળા કે કચરા માં ફેંકી દિધા હોત તો ?
તમને ગર્ભ ની અંદર જ મારી નાખ્યા હોત તો ?

         યાર... મારી તમને ખાસ વિનંતી છે કે કોઈ બાળકી જન્મે તો એમને આ દુનિયા માં આવવા દો , શ્વાસ લેવા દો. એને આગળ વધારો , સાથે રહો અને કંઈક બનાવો..ફકત ખાલી તમારા મોજશોખ માટે ઉપયોગ ન કરો પ્લીઝ..

        એક " માં " ને પૂછજો એ વેદના જ્યારે એને એબોર્શન કરાવવું પડે છે. નવ મહિના પેટમાં રાખેલ બાળક ને ગુમાવી દેવું પડે છે. બંધ અને ખુલ્લી આંખે જોયેલા એ બાળક ના સપના તોડવા પડે છે..

       હજુ તો ઘણું બધું કહેવું છે પણ મારા શબ્દો હવે મને આગળ  લખવાની ના પાડે છે..

       બસ એટલું જ કહીશ કે છોકરો હોય કે છોકરી બન્ને સમાન છે. કોઈ પણ જાત નો ભેદભાવ ના રાખો. છોકરા અને છોકરીઓ ને સારા સંસ્કાર આપો. અમને ભણાવી ગણાવી આગળ વધારો.. કેમ કે જ્યારે એક સ્ત્રી હશે ત્યારે જ તમારી દુનિયા બનશે અને ત્યારે જ તમારી દુનિયા આગળ વધેશે..

કોઈ એ એવું કહ્યું  છે કે " દરેક સફળ પુરુષ ની પાછળ એક સ્ત્રી નો હાથ હોય છે " અને આ સાચું પણ છે. એ તમારી " માં " હોઈ શકે , પત્ની હોય શકે કા તો તમારી દીકરી..

લખવું તો ઘણું બધું છે, મન માં ઘણી ભડાશ છે પણ નહીં લખી શકું...

બસ છેલ્લે એટલું જ કે

                સૌ કહે સ્ત્રીને સમજવી અઘરી છે..
       અરે ભઈ સમજવા મથવું જ શુ કામ જોઈએ,
                         એને ભરપૂર ચાહો,
                         એની સંભાળ રાખો,
                     એની કદર કરો અને બસ
               એના નાના નાના પ્રયાસોની નોંધ લો,
        પછી જુઓ તમને આ હંમેશા અઘરું લાગતું
                     કાર્ય પણ ગમવા લાગશે.
              તે સિંહણના કલેજા અને કમળની
                 કોમળતાનો અદભુત સંગમ છે.
                તે ક્યારે પણ અઘરી નહીં લાગે,
               પણ ખરું કહું તો આ અઘરી નહીં
                    પણ ગહેરાઈની વાત છે,
                   જે છીછરા હૃદયનું કામ નહીં.
        તેને નાની નાની વાત ઊંડી અસર કરતી હોય છે,
        તે હતાશ થશે તો ચૂપ રહેશે કઈ જ નહીં બોલે,
            પણ તેનું મૌન કોઈ નારાઝગી કે શસ્ત્ર નથી
                       પણ તેની વિવશતા છે,
  જે ખુદ વ્યક્ત નથી કરી શકતી કે ખુદ બદલી નથી શકતી,
                 પણ હાં, તે જ્યારે મૌન હોય છે
                  ત્યારે એક ભયંકર તોફાન તેના
                 મન-મગજ ભીતરે ચાલતું હોય છે.
        તે નતો કહી શકે કે ન સહી શકે તેવી વિવસતાનું
                   પ્રતીક એનું   મૌન હોય છે,
       ગમે તેટલી દુભાયેલી હશે પણ તે બોલશે નહીં અને
           મનોમન ખુદને જ જવાબદાર ઠેરવ્યા કરશે
                       અને વધુ દુઃખી થશે,
  પૂછશો તો પણ 'કઈ નહીં' કહીને વાત ફેરવી લેશે પણ
                   જ્યારે સ્ત્રી કઈ નહીં બોલે છે
ત્યારે એને વસવસો હોય છે કે એની વાતને સમજવામાં
                 નહીં આવે એટલે તે કહેવાનું ટાળે છે,
પણ એની આંખોમાં જોશો તો એ વ્યથાની ચાળી ખાતી હશે.
                જો ક્યારે પણ આ પરિસ્થિતિ સર્જાય તો
       એની પાસે ખુલાસા માંગવા કે અન્ય કોઈ અપેક્ષા
                  રાખવા કરતા એને સંભાળી લો
      એને જરૂર હોય છે બસ તમારા સાથની અને
                           તેના અહેસાસની,
  
અહીં વાત છે ફક્ત જન્મથી જ નહીં પણ હૃદયથી પણ
                           સ્ત્રી  હોય તેની,
જે કોઈની માતા,બહેન,પુત્રી,પ્રેયસી, પત્ની કે મિત્ર ગમે
                         તે સ્વરૂપે હોય છે
              પણ આખરે તો એ સ્ત્રી જ હોય છે....

Big Sorry..  જો આ બધું વાંચીને કોઈ ને ખરાબ લાગે તો .
but This Is The Reality of Our Society..

Thank You ...

if U Like Plz Share It....

And Plz Do Comments.  પ્લીઝ કમેન્ટ કરજો. તમારા વિચારો કમેન્ટ પ્લીઝ રજુ કરજો..

              ? Mr.NoBody.?

for More Updates..
My Instagram Id - i_danny7
Facebook page - Mr Danny
Facebook Id - Danny Limbani