બિસ્તરવાળો પ્રેમ - પ્રેમ કે...... Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બિસ્તરવાળો પ્રેમ - પ્રેમ કે......

Respect_Every_Girl

થોડુ કડવુ છે પણ છોકરા અને છોકરીઓ માટે સત્ય છે..

મને ખબર છે કે આ આર્ટીકલ ની લાઇન વાંચ્યા પછી ઘણા છોકરી અને છોકરાઓને મારા પર ગુસ્સો આવશે અથવા તો ગાળો આપવાનું મન થશે પણ નો પ્રોબ્લેમ તમે આપી શકો છો કેમ કે વાત સાચી છે..

હું એમ નથી કહેતો કે પ્રેમ કરવો એ ખોટી વસ્તુ છે.. પણ એવો પ્રેમ ના કરો જે તમારા શરીર સાથે હોય.

આજ કાલ ના છોકરા છોકરીઓ પ્રેમ કરે છે. અને બસ પ્રપોઝ કરવાના પંદર દિવસ પછી તો એક બીજા બિસ્તર પર હોય છે.

અરે એવા પ્રેમ પર તો થુકવાનું મન થાય જેમાં પ્રેમ ને નિભાવવા માટે શરીર સાથે સોદો કરવો પડતો હોય..

ચાલો એ પણ માની લઈએ કે એ સાચો પ્રેમ છે અને બંને એકબીજા ને ખૂબ જ પ્રેમ કરે છે,

તો હવે મને એ કહો કે એ કેવો પ્રેમ જેમાં અર્ધ નગ્ન સેલ્ફીઓ , ફોટાઓ અને વીડિયો લેવામાં આવે છે.. કોઈ મને કહેશે આ કેવો પ્રેમ છે ??

તો હવે મારી બેહનો એક કડવું સત્ય સાંભળો.
આ ફોટા અને વીડિયો એટલા માટે લે છે કે
બધું પત્યા પછી તમને બ્લેકમેલ કરી શકે..
અને પછી વાર વાર તમે એમને તમારું શરીર આપો અને તમને એ તમારી ............ બનાવી શકે...( Sorry For Bed Words )

અને જે દિવસે તમે એમ કહી દીધું કે મને આ બધુ નથી ગમતું , આ બધું શા માટે કરો છો મારા સાથે

ત્યારે ખબર છે એ દિવસે શુ થશે ??
એ તમારી અંગત પળોના ફોટો અને વીડિયો વોટ્સએપ અને ફેસબુક પર વાયરલ થશે..

એ દિવસે વિચાર કરજો કે તમારા પરિવાર નુ શુ થશે ??

તમારી પાંચ મિનિટ ની મજા તમારા પરિવાર ની જિંદગી ભર ની સજા બની જશે..

બસ લાસ્ટ માં એટલુ કે એવુ કોઈપણ કામ ન કરો કે તમારે તમારા સમાજ ની સામે માથું નીચે નમાવીને ચાલવું પડે..

એ બધુ કામ કરતા પહેલા એક વાર તમારા પરિવાર વિશે વિચારી લેજો..

કેમ કે પોતાની ઈજ્જત અને આબરૂ બોવ જ મોટી વસ્તુ છે.
કમાતા વર્ષો લાગી જાય છે પણ ગુમાવતા બસ એક મિનિટ લાગે છે..

હું એક વાર ફરી કહું છું..
પ્રેમ કરવો ખરાબ વસ્તુ નથી..
પણ પ્રેમ દિલ સાથે હોવો જોઈએ તમારા શરીર સાથે નહીં.

Note - કદાચ ઘણી છોકરીઓ મને સવાલ કરશે અને ઘણું બધુ મને કહેશે કે અમને સમજાવવા કરતા છોકરાઓને સમજાવો..

તો એનો જવાબ એ રહેશે કે છોકરાના બાપ ની પણ હિંમત નથી કે તમારી મરજી વગર કોઈ તમને ટચ કરીને પણ જાય..

હું એમ નથી કે બધા છોકરા છોકરીઓ સરખા છે. ઘણા એવા છે જે દિલ થી પ્રેમ કરે છે, એક બીજા ની રૂહ થી પ્રેમ કરે છે..બસ આજે એક કિસ્સો સાંભળ્યો મારી એક ફેન પાસેથી એટલે આ લખ્યુ. લખવામાં તો ઘણું બધુ છે પણ ................

બસ મારી બેહનો પ્રેમ કરો મને કોઇ પ્રૉબ્લેમ નથી , તમારી પોતાની પર્સનલ લાઈફ છે તમે ગમે તે કરી શકો. ના પાડવા વાળો હું કોણ !?..

પણ આજે જે મેં સાંભળ્યું છે એના માટે એક વાત કહીશ કે પ્લીઝ બેહનો કોઈ પણ વ્યક્તિ ને પ્રેમ કરો પણ દિલ થી કરજો. તમારું શરીર આપીને પ્રેમ ને નિભાવવાની કોશિશ ના કરતા. અને હા મારા ભાઈ ઓ તમે પણ કોઈ ને પ્રેમ કરો તો દિલ થી કરજો. કોઈ ના શરીર સાથે રમીને કોઈ ની જિંદગી ના બગડતા કેમ કે એ એક જિંદગી સાથે બીજી ઘણી બધી જિંદગી બગડે છે..

પહેલી એક લાઇન છે ને કે
" રૂહ થી ચાહનારા આશિક ક્યારેય જીસ્મ ની વાત નથી કરતા )

Big Sorry For Bed Words..
And Big Sorry જો આ લેખ વાંચીને તમને ખોટું લાગે તો..પણ સત્ય હંમેશા કડવું હોય છે.

ફરી એક વાર કોઈ છોકરા કે છોકરી વાત દિલ પર ના લે..
સમાજ માં જે ચાલે છે અને આજે જે મારી એક ફેન (બેન સમાન ) જેની જોડે થયેલી ઘટના છે એટલા માટે જ કહું છુ.

Plzzzzzz ?

પ્રેમ કરો પણ રૂહ થી ના કે શરીર થી.....

આભાર...