એ રવિ ક્યાં છે તું..?
ક્યાર ની હું તને કોલ કરૂ છું
તું કાઈ જવાબ નથી આપતો...
તું છે ક્યાં હે..
મારે શું રાહ જ જોતી રેવાની તારા કોલ ની.
ફૂલ ગુસ્સા માં પૂજા એ કહયુ...?
રવિ- અરે સોરી પૂજા થોડો કામ માં ખોવાયેલો હતો એટલે.!!!
પૂજા - ગુસ્સા માં? ...તું છે ને મારા હાથ નો માર ખાઈશ ક્યારેક .
( રવિ અને પૂજા બંને મિત્રો છે. બાળપણથી સાથે ઉછરેલા અને બંને ના ઘર ની રોનક છે.
બંને ના વિચારો એક બીજા થી બિલકુલ જુદા છે તો પણ આજ સુધી બંને સાથે છે...
વાત વાત માં લડવું , ઝઘડવુ , એ તો આ બને નું દરરોજ નું છે..)
14 ફેબ્રુઆરી નજીક આવી રહી છે અને રવિ ને વિચાર આવે છે પૂજા ને પ્રપોઝ કરવાનો.
થોડી વાર ઘણું વિચારે છે અને બધુ વિચાર્યા બાદ ફાઇનલી પૂજા ને પ્રપોઝ કરવાનું done કરે છે.
રવિ પૂજા ને બહાર લઈ જાય છે , બંને જણા નીકળી પડે છે એક મસ્ત મજાની લોન્ગ ડ્રાઈવ પર ..રવિ ને ના મન માં સતત એક જ વિચાર ચાલી રહ્યો છે કે મારે પૂજા ને કેમ પ્રપોઝ કરવી...
સાંજ નો સમય છે
લહેરાતો મંદ મંદ પવન છે ,
પક્ષીઓ ઘર તરફ પાછા વળી રહ્યા છે,
આકાશ માં એક નયનરમ્ય દ્રશ્ય સર્જાયું છે.
પાણીના ઝરણું જે બાજુ માંથી વહી રહ્યો છે એનો ખળખળ અવાઝ આવી રહ્યો છે...
રવિ - પૂજા તારી આંખ બંધ કરને..તારા માટે એક સરપ્રાઈઝ છે..
પૂજા - અરે રવિ શુ ..? શુ સરપ્રાઈઝ છે કે .
રવિ - પેલા આંખો બંધ કર ..પૂજા
પૂજા - ના . મને પેહલા કહે..પ્લીઝ આવું ન કર..બોલ ને જલ્દી...
રવિ - પેહલા આંખો બંધ કર પછી જ કહીશ...
( પૂજા આંખો બંધ કરે છે..)
રવિ હાથ માં રિંગ લઈ ઘૂંટણ ભર બેસી જાય છે અને પુજા ને આંખો ખોલવાનું કહે છે..
પુજા - આ શું છે રવિ ..આ .....રવિ ...યાર.....શુ...?
( પૂજા અટકી અટકી ને બોલે છે )
જો રવિ મેં તને ક્યારેય એ નજર થી નથી જોયો અને રવિ પ્લીઝ....હવે તું મને ના મળતો . મને કોલ કે મેસેજ ભી ના કરતો...?
( પૂજા ત્યાંથી જતી રહે છે )
***************************************
બે મહિના પછી..
પૂજા ને અફસોસ થાય છે કે હું રવિ વિના કહી નથી..
તે તરત જ રવિ ને ફોન કરે છે..
ક્યાં છે ... તું ડફર...
મારે તારું કામ છે.
તું જ્યાં હોય ત્યાંથી પાછો આવ.
હું તને મળવા આવું છું..
રવિ અને પૂજા ફરી ભેગા થાય છે.
પૂજા રવિ પાસે માફી માંગે છે, પોતાની ભૂલ સ્વીકારે છે અને રવિ નો હાથ પકડી લે છે..
રવિ મને તારી ખૂબ જ જરૂર છે ,
હું તારા વિના કંઈજ નથી .
એટલા દિવસ હું કેમ રહી છું તારા વગર એ મને જ ખબર છે .
રવિ યાર.. I Love You So Much...?
I really Love U So Much....?
રવિ હસવા લાગ્યો અને પૂજા પાસે થી પોતાના હાથ છોડાવી લીધો એને બોલ્યો..??
કોઈ પાગલ જ હશે જે બીજી વાર તારા પ્રેમ માં પડશે..
આ સાંભળી પૂજા રડવા લાગે છે.??
કશુંય બોલ્યા વિના રવિ ની સામે બે મિનિટ ઉભી રહે છે
Thank You So Much Ravi...
I Understand..
હું તારા લાયક જ નથી .
તને તો મારા કરતાં પણ સારી મળી જશે
અને હા તારી વાત સાચી છે કે કોઈ પાગલ જ મારા પ્રેમ માં પડશે . એટલું કહી પૂજા ચાલવા લાગે છે...
રવિ દોડી ને પાછળ થી પૂજા નો હાથ પકડે છે અને કહે છે .
સંભાળ તને ખબર છે એ પાગલ કોણ છે..
પૂજા - ના...( રડતા રડતા )??
રવિ - અરે મારી વહાલી એ પાગલ...
તારો નાનપણ નો સાથી.
તારો માર ખાનારો..
તારા નખરાઓને સહન કરનારો
તને દરેક વાત પર રડાવનારો
હું જ છુ..?
આટલું સાંભળી જ પૂજા રવિ ને ભેટી પડે છે. અને આવી મઝાક કરવા બદલ પૂજા રવિ ને ખૂબ મારે છે અને બંને હસે છે
( મિત્રો. જો તમે કોઈ ને સાચો પ્રેમ કરતા હોય તો એ જરૂરી છે કે તમારા પ્રેમ ને એક ચાન્સ આપો..
ભૂલ દરેક થી થાય એને સુધારવાની હોય..)
☺️ ધવલ લીંબાણી?