સાચું ઘડતર શિતલ માલાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

સાચું ઘડતર

એક શિક્ષકે એના ચાર વિધાર્થીઓને બોલાવી બધાને એક એક કાગળ આપ્યો. આજ શિક્ષક કશું નવિન શિખવવા માંગતા હતા કારણ કે એ શિક્ષકનો આજે એ શાળામાં ભણાવવાનો છેલ્લો દિવસ હતો. શિક્ષકે કહ્યું કે "આ કાગળનો સદુપયોગ કરજો. એ તમારી આજીવિકા બનવી જોઈએ. એ તમારી બુદ્ધિમતાની કસોટી ગણાશે."


પહેલા બાળકે એ કાગળમાંથી સુંદર ફૂલ બનાવ્યું.


બીજા બાળકે એ કાગળમાંથી સરસ દેડકો બનાવ્યો.


ત્રીજા બાળકે એ કાગળમાંથી પડિયો બનાવ્યો.


ચોથા બાળકે એ કાગળમાંથી કશું ન બનાવતા કોરો જ રાખ્યો.


ચારે બાળકો શિક્ષક પાસે ગયા.


પહેલા બાળકનું ફૂલ જોઈને સાહેબ ખુશ થયા અને કહ્યું કે "આવડત સારી છે પણ હું એક ફૂલથી સંતુષ્ટ નથી. એનું કારણ કુદરતી ફૂલોની સરખામણીમાં આ ફૂલોનો ઊપયોગ ઓછો જ રહેશે.તારો પ્રયાસ સારો છે."


બીજા બાળકે બનાવેલો દેડકો જોઈ સાહેબ તો આશ્વર્ય પામ્યા. એણે કહ્યું કે "તારી કારિગરી તો અદ્ભુત છે પરંતુ, વરસાદના પાણીમાં આ દેડકો જીવશે કે કેમ? એને તો તું સ્પર્શ કરે ત્યારે જ એ કૂદકો મારે છે. ભવિષ્યમાં તારી આ કારિગરીમાં તું બધે આ દેડકાની સાથે બધે હોઈશ કે કેમ?નિરાશ ન થજે. તારી આવડત પણ અતિસુંદર છે."


ત્રીજા બાળકને પણ સાહેબે બોલાવ્યો. એ બાળક તો એના કાગળના પડિયામાં 'ચણી બોર' ભરી લાવ્યો હતો. એણે સરસ મજાનું સુશોભન કરી ભરેલો પડિયો સાહેબના હાથમાં થમાવ્યો. આ તો સાહેબ હતા ! બુદ્ધિના બાદશાહ ! એણે સ્વીકાર્યો અને ચણીબોરનો તો ઘા કરી ફેંકી દીધા. બાળક કશું ન સમજ્યો ! સાહેબે કહ્યું, " જીંદગીમાં ખુશામત કરીને તું કેટલી સીડીઓ સર કરી શકીશ? આવડત સારી છે પણ પગભર બનવા માટે ખુદની સીડી બનાવતા શીખો. મને જરા પણ ખુશી ન થઈ તારા આ કૃત્યથી કારણ કે આ એક જાતની લાંચ ગણાશે તારા ભવિષ્ય માટે. દીકરા સ્વમાની બની રોજીરોટી કમાય તો એમાં જ ખરો સંતોષ હોય.


હવે આવ્યો ચોથા બાળકનો વારો. એ બાળકે ફૂલ, દેડકો અને પડીયો લઈને સાહેબને કહ્યું કે "આ બધાની કિંમત તો ખૂબ જ અણમોલ છે. પરંતુ, આપને તો એ ન ગમ્યું ! હું તો સાવ કોરો કાગળ જ લાવ્યો છું. મારી કિસ્મત હું ખુદ લખી શકું એવી કાબેલિયત આપે આપી જ છે. હું મારી આજીવિકા માટે આવા નાના - મોટા કારીગરની કળાનું સન્માન કરીશ અને એ લોકોને એની આવડતનું યોગ્ય વળતર આપીશ. દરેક લોકોમાં કંઇક ખૂબીને ખામી હોય જ. આપે અમને જ્ઞાનના ટકોરે અને શિક્ષણની ભઠ્ઠીમાં પકવ્યા છે . હું પણ આવા લોકોના સહયોગથી એમની સાથે મારો ધંધો વિકસાવી મારો પણ નફો રળીશ. આમાં આપે આપેલા શિક્ષણની છાંટ વર્તાતી હોય અને જો તમને મારી વાત ગમી હોય તો આ મારો કોરો કાગળ એક એગ્રીમેન્ટ સમજી મને આગળ વધવામાં સહાય કરજો." આમ કહી, કોરો કાગળ સાહેબ સમક્ષ ધર્યો. સાહેબે તો એમાં સહી કરી અને એની પીઠ પણ થાબડી.


બાળક ખુશ થઈ ચાલતું થયું તો સાહેબે એને પાછો બોલાવ્યો. એ બાળક પાછો આવ્યો . હવે સાહેબે એના ખિસ્સામાંથી એક કોરો કાગળ કાઢયો અને પ્રેમથી કહ્યું કે "દીકરા, ઓટોગ્રાફ તો આપતો જા. ભવિષ્યમાં કયારેય મારે તને મળવું હોય અને એપોઈન્ટમેન્ટ લેવી પડે અને કદાચ તારી પાસે સમય ન હોય અને તું મને ના પાડી દે તો? "


એ બાળકે હોંશથી પોતાનો ઓટોગ્રાફ આપ્યો અને નીચે લખ્યું પણ ખરા, " આપનું ઘડતર મને સફળતા તરફ લઈ જશે. પરંતુ, આપને એપોઈન્ટમેન્ટની જરુર નહીં પડે. હું તમને મળવા આવીશ. જયહિન્દ... ભારતમાતા કી જય.....

શિતલ માલાણી"સહજ"

જામનગર