The conspiracy he was innocent may be (coniuratio) - 31 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The conspiracy he was innocent may be (coniuratio) - 31

જોકે તેનો કોન્સેપ્ટ પણ ક્લિયર જ હતો કે કોન્ટ્રોવર્સી લેવલ સુધી મારે મારી જિંદગી જીવી લેવાની છે. બાકી સ્કેનડલ વખતે જે થશે તે જોયુ જશે.અને એટલે જ મીલીના શંકા-કુશંકાઓ કરીને તેના જીવનની મહત્વકાંક્ષાઓ વાળી મસ્તીને ગુમાવવા નહોતી માંગતી. અને આમેય પણ મીલીના એક વાતને તો બરાબર રીતે જાણતી જ હતી કે જે કંઈ કરવાનું છે તે પેલા લોકોએ જ કરવાનું છે. મારી માટે તો હું ઑલરેડી યુએસ સીટીઝન છું જ. એટલે મારા પર આ કશું જ દબાણ આવવાનું નથી જ.
એ લોકોએ વ્હાઇટ હાઉસને નુકશાન પહોચાડવાનું છે અને વ્હાઇટ હાઉસ માટે હું legal અમેરિકન જ છું. એટલે મને તો કોઈ પ્રોબ્લેમ નડવાનો નથી જ .બહુ બહુ તો મને વ્હાઇટ હાઉસમાંથી ફાયર કરી નાખવામાં આવે તેનાથી વધારે મારી સાથે કશું જ બુરું થઈ શકે તેમ નથી.
કદાચ કોઈ મોં ખોલે તો પણ મારા વિરુદ્ધ કોઈ જ પુરાવાઓ કે સિગ્નેચર પણ નથી.અને તેમાં 40 જેટલા conspirators પણ આ દિશામાં વિચારી રહ્યા હતા. કારણ કે મીલીના ને તો વ્હાઇટ હાઉસમાં માત્ર અને માત્ર સ્વિમ જ કરી દેવામાં આવી હતી, તેને કેચ તો મિસ્ટર પ્રેસિડેન્ટે જ કરી છે ને!
અબોલ ઇન્ડેક્સ મીલીના ને અપોઇન્ટ પણ મિસ્ટર પ્રેસિડેન્ટે જ કરાવી છે.એટલે પેલા 40 જણા પણ રાત્રે માથા નીચે તકીયો મૂકીને સૂઈ જ જાય છે.
જોકે મીલીના શંકા-કુશંકાઓ નહોતી કરતી તેની પાછળ પણ તેની સાદગી અને તેની માનસિકતા જ જવાબદાર હતી.અને તે તેની મસ્તીમાં જ તેનું જીવન જીવતી હતી. બાકી જો મીલીના બેઈસીકલી ઑફેન્સીંગ માઈન્ડેડ women હોત તો તેની નજર ચારે બાજુ ચકર વકર ફર્યા કરતી હોત.જ્યારે મીલીના વ્હાઇટ હાઉસમાં કે વ્હાઈટ હાઉસની બહાર ગજકેસરી ની જેમજ જોવા મળતી હતી.
ડેનિમ મીલીના રુપી શખસ ની આવી innocent સાઇડથી સદંતર અજાણ જ હતા.અને એટલે જ ડેનિમ મીલીના ને ને ઘૃણા દ્રષ્ટિથી જોતા હતા. જોકે મિલીના નું પ્રેક્ટીકલ સેન્સ ડેનિમ ની આવી દ્રષ્ટિ નો સ્વીકાર કરી શકતુ હતુ. મીલીના સમજી શકતી હતી કે એક નેચરલ ઇન્ટેલિજન્સ આવા જ હોય છે. થોડા દિવસ પછી ડેનિમ ના મોબાઈલની રીંગ વાગે છે.અને ડેનિમ તરત જ ફોન ઉઠાવી ને કહે છે, યા speak up.
સામે છેડેથી વૉટ્સને ઉદાસીન સ્વરમાં કહ્યું મિસ્ટર ડેનિમ યુ following wrong person. she is ઈનોસેન્ટ.
ડેનિમે તરત જ ફોન કાપી નાખ્યો અને ઘરમાં બેઠાબેઠા ધુવા પુના થવા લાગ્યા.
પરંતુ ડેનિમ આટલેથી જ બેસી જાય તેમ ન હતા કારણ કે તેમની તીવ્ર બુદ્ધિ એ બહુ પહેલાથી જ તેમને જવાબ આપી દીધો હતો કે સમથિંગ ઇસ રોન્ગ.
ડેનિમ હર હાલમાં મીલીના વિરુદ્ધ પુરાવા ભેગા કરીને તેને ચેમ્બર હાઉસમાં સેકસ્યુઅલી ઈન્ટરકોર્સ થતી રોકવા માંગે છે. પરંતુ અને સાથે સાથે જ અને પેરેલલ ડેનિમ એપણ અનુભુતિ કહી રહ્યા હતા કે કોઈક ડોર તેમના હાથમાંથી સરકી રહી છે.
આ બાજુ ડેનિમ ની ડાર્ક રુ મવાળી સમજાવટ પછી બર્નાડ પણ ઓલમોસ્ટ ડેનિમ ના જ રસ્તે ચાલી નીકળ્યા છે.અને તમને પણ પાર્ટીની બદનામી નો ભય સતાવવા લાગ્યો છે. પરંતુ મીલીના વિરુદ્ધ કોઈ પુરાવાઓ ના મળતા તેની ચિંતામાં પણ ઓર વધારો થવા લાગ્યો છે.અને તેઓ એક માત્ર મિસાઈલ એટેક ને જ નહીં બલકે બે ત્રણ ચાર પાંચ જેટલા પણ ઓપ્શન હોય તેટલા બધા જ ઓપ્શન રીઝર્વ કરવાના મૂડમાં આવી ગયા છે.
બર્નાડે ડેનિમ ના ઓરલ પાવર્સ વધારી દીધા અને ડેનિમ ને કહી દીધું કે જેટલા પણ options રિઝર્વ કરી શકો કરો પરંતુ અત્યારે બધા જ કામ પેન્ડિંગ કરાવી દો.
ડેનિમ સમજી ગયા અને તેમણે બર્નાડ ને ખાતરી આપી દીધી કે હું બનશે તેટલા પ્રયત્ન કરીશ.