પ્રકૃતિ અને ઈશ્વર સબંધિત રચનાઓ રજૂ કરું છું. આશા રાખું છું કે મારી રચના આપને પસંદ આવશે.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
અસ્તિત્વ
સાગર દરિયા ઝરણાં નદી
પથ્થર પહાડ ખીણો ઊંડી
ફળ ફૂલ છોડ ઝાડ પાનમાં
ઉપવન વન વગડા વેરાનમાં
રેત સૂકા એ વિશાળ રણમાં
તુજ વિશ્વનાં દરેક સ્થળમાં
છીછરાં ઊંડા શીત જળમાં
ઈશ તારું તત્વ સમાયેલું છે
ક્ષણે ક્ષણમાં ને પળે પળમાં
તુજ અસ્તિત્વ ધરબાયેલું છે.
- વેગડા અંજના એ.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ઈશ્વરનું સર્જન...
વ્યોમનાં આ પન્ના પર તે પીંછી કોણે ફેરવી હશે?
વાદળી રંગના તે અભ્રની આકૃતિ કોણે દોરી હશે?
સૂર્ય ચંદ્ર અગણિત તારલા કોણે ચમકાવ્યાં હશે?
રંગબેરંગી ફૂલોમાં આ અત્તર કણે મ્હેકાવ્યા હશે?
લીલાછમ વૃક્ષો પર ફળ ફૂલ કોણે સજાવ્યા હશે?
પશુ પંખી અને બોલતા માનવ કોણે બનાવ્યાં હશે?
સાગર દરિયા નદી ઝરણામાં જળ કોણે ભર્યા હશે?
સમીર ને અનલ તણા સુંદર સર્જન કોણે કર્યા હશે?
' અંજુ ' ને થાય છે પ્રશ્ન અને તમે પણ વિચાર્યું હશે!
સર્વના સર્જનહાર એ ઈશ્વરનું સર્જન કોણે કર્યું હશે?
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
પ્રથા
જગના તારણહાર પૃથ્વીનાં સર્જનહાર પ્રભુ!
અરજી એક મારી જરા તું સાંભળી તો જો ને.
યુગે યુગમાં ઉતર્યો છે તું આ અવની ઉપર
આ યુગમાં પણ એકવાર અવતરી તો જો ને.
સત્ દ્વાપર ત્રેતા યુગમાં માનવરૂપ ધર્યું તું
એકવાર કળિયુગનો તું માનવ બની તો જો ને.
છપ્પન ભોગના થાળ ભરીને તો જોયું તે
થોડીક રાતો ભૂખ્યાં પેટ પણ રહીને તો જો ને.
માખણ મીસરી તો બહુ બહું ખાધી તે
ઘર ઘર ફરીને એકવાર ભીક્ષા માગીને તો જો ને.
કરી તો છે તે સઘળી લીલાઓ ભગવન!
એકવાર કાળી મજૂરી પણ તું કરીને તો જો ને.
અટપટું લાગે મને તારું કર્મોનું આ ગણિત
નથી સમજાતું મને કંઈ થોડું સમજાવી તો જો ને
પુનર્જન્મનો હિસાબ આ જનમે એવું કેમ ?
કરે વિનંતી ' અંજુ ' પ્રથા તારી બદલી તો જો ને.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
અવાચક
વાચાથી વંચિત એક છોકરીને જોઈને મનમાં થયેલ ભાવ વ્યક્ત કરું છું....
કેમ કરીને બોલતી હશે એ
લાગણીને કેમ તોલતી હશે એ.
બોલીને મન ઠાલવીએ આપણે
અંતરને કેમ ખોલતી હશે એ.
શબ્દોની સરવાણીઓ ખૂટે છે
ખોટ આ કેમ પૂરતી હશે એ.
હોય કાગળ તો સમજી શકાય
અધરોને ને કેમ વાંચતી હશે એ.
મનમાં ને મનમાં હસતી હશે એ
ને ભીતર ભીતર રડતી હશે એ.
કેટલાંય ભાવો એના હૃદય તણા
વ્યક્ત કેમ કરીને કરતી હશે એ.
પથ્થરની ના કોઈ મૂરત જાણો
એક જીવતા માનવ ની વાત છે.
ઘડી છે જેની કાયા ઈશ્વરે એ
મારી નજર સમક્ષ હયાત છે.
આપીને સુંદરતા સાગર ભરી
ખામી રાખી એક વાચા તણી.
સર્જન એનું છે અજબ જુઓ
આ કેવી તે લીલા પ્રભુએ કરી.
જિહ્વા એની પાષાણ કીધી
ને મૌન તણી સોગાત દીધી.
જોઈને એને થાય છે ' અંજુ '
નિર્દોષતા સાથે મુલાકાત કીધી.
- વેગડા અંજના એ.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વિચારો
વિચારોની અંદર પણ કંઈ વિચારો હોય છે.
અખૂટ અમાપ એવા ખજાના ભંડારો હોય છે.
તન્હાઈનો સાથી એકલતા નો સહારો હોય છે
જરા ખુશીના ને થોડા દર્દના અવતારો હોય છે.
નિશ દિન ઉઠતી રહેતી અવિરત ભરતીઓનો
ઊંચે ઊછળતાં મોજાંઓ નો કિનારો હોય છે.
હોય ક્યાં સમાન એના અનેક પ્રકારો હોય છે
ઝુંપડી બંગલા ને ક્યાંક ઊંચો મિનારો હોય છે.
ના હોય કોઈ પણ કોરું સ્પર્શ માત્રથી એના
વતાં ઓછાં સૌની સાથે એનો પનારો હોય છે.
સૌ કોઈ અટવાયાં છે એ વિચારોનાં વમળમાં
ના ઉતરશો ઊંડા ચિંતાના અણસારો હોય છે.
- વેગડા અંજના એ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
આપનો અભિપ્રાય જરૂરથી જણાવશો.
સહકાર ની અપેક્ષા સહ
આભાર
- વેગડા અંજના એ.🙏🙏🙏🙏