વિષકન્યા - 9 Arjunsinh Raoulji. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષકન્યા - 9

| પ્રકરણ : 9 |

સમીર , રોમા , મહારાણી અને બહાદુરસિંહ રજીસ્ટ્રાર ઓફિસે જવા નીકળી ગયાં. ત્યાંની કાર્યવાહી પતાવી રોમા અને સમીર લોનાવાલા જવા ત્યાંથી જ નીકળી જવાનાં હતાં.. તેઓ ત્યાં સિવિલ મેરેજની કાર્યવાહી પૂરી કરે ત્યાં સુધીમાં તેમણે લોનાવાલા લઈ જવાનાં બધા સામાન સાથે જ સ્ટેટની ગાડી ઇનોવા ત્યાં ડ્રાઈવર સાથે તેમની સેવામાં હાજર થઈ જવાની હતી .

આ બાજુ અલતાફ હાર્દિક ઉપર નજર રાખીને બેઠો હતો .તેણે પોતાની મદદ માટે બીજા ચાર સહાયકો બોલાવી લીધા હતાં .માત્ર એટલું જ નહીં પણ રાજ્યના ડી.જી.પી .ને પણ ફોન કરીને ઉધાવડામાં બનેલી બધી જ ઘટનાઓની માહિતી તેમજ મહારાજા અજેન્દ્ર્સિંહનું અપહરણ થયેલું છે, અને અપહરણકર્તાની માગણીઓ કઈ છે એ બધીજ માહિતી અને સ્ટેટની બધી જ માહિતી પહોચાડી દીધી હતી અને પોલીસને પણ સ્ટેન્ડ તું રહેવાના હુકમો કરાવી દીધા હતા.. એ આખો દિવસ તો શાંતિથી પસાર થઈ ગયો –બીજી કોઈ ઘટના બની નહીં પણ ..બીજા દિવસે સવારે સમીરના મહેલ ઉપર પત્ર આવ્યો –કીડનેપરનો .. જે મહારાણીને પહોંચાડી દેવામાં આવ્યો .મહારાણીએ બહાદુરસિંહને બોલાવી એ પત્ર આપ્યો .જેમાં લખ્યું હતું કે –રાજકુમાર અને રોમા લોનાવાળાથી પાછાં આવે તે સાથે જ સમીરનો રાજ્યાભિષેક કરાવી દેવો- એ માટેની તમામ તૈયારીઓ અત્યારથી જ ચાલુ કરી દેવી .. સાથે સાથે રાજકુમાર સમીરનું એક વીલ પણ તૈયાર કરાવી દેવું કે જે મુજબ ના કરે નારાયણ અને સમીરને કઇપણ થઈ જાય તો સ્ટેટની તમામ મિલકતો અને સ્ટેટનો કારોબાર મહારાણી રોમાને હસ્તક રહેશે ..! આ બાજુ મહારાણીએ આ પત્ર બહાદુરસિંહને પહોંચાડ્યો , સાથે સાથે તેમાંની તમામ વિગતો અલતાફને પણ જણાવી દીધી .અલતાફ મહારાજા અને મહારાણીનો માનીતો જાસૂસ હતો .તે હમેશાં મહારાજા અને મહારાણીના હિતમાં જ વિચારતો હતો .

મહારાણી ઉપર આવેલા મેસેજની વિગતો જાણી અલતાફ સાવચેત થઈ ગયો .તેને આમાં ઘણા મોટા કાવતરાની ગંધ આવતી હતી .આ કાવતરા પ્રમાણે તો એકલા મહારાજા જ નહી પણ રાજકુમાર સમીરનો જાન જોખમમાં હતો , અને બહાદુરસિંહે આ પત્ર પ્રમાણેની કાર્યવાહી શરૂ કરી દીધી , પણ તે પહેલા તેમણે એક ભૂલ કરી .તેઓ લાલ મહાલમાં હાર્દિકને મળવા અને તેને બધી વિગતોથી માહિતગાર કરવા પહોચી ગયાં .તેઓ ગયાં હતાં તો વેશપલટો કરીને ..પણ અલતાફની ચકોર નજરમાથી બચી શક્યા નહીં.

બહાદુરસિંહને હાર્દિકના રૂમ ઉપર જતાં જોઈ તેને શંકા પડી .આથી તેણે બહાદુરસિંહની પાછળ પણ બે જાસૂસ મૂકી દીધા .

અલતાફ બેઠો બેઠો બધાજ માળાના મણકા મેળવવાનો પ્રયત્ન કરતો હતો .વારંવાર શંકાની સોય બહાદુરસિંહ અને હાર્દિક ઉપર આવી અટકી જતી હતી .

બહાદુરસિંહે કીડનેપરની સૂચના પ્રમાણે તેમજ મહારાણીના હુકમ પ્રમાણે સમીરના રાજ્યાભિષેકની તૈયારીઓ શરૂ કરાવી દીધી .સ્ટેટના મુખ્ય મહેલ મોતી મહલના પટાંગણમાં વિશાળ શમિયાણો ઉભો કરવાની કામગીરી ચાલુ કરાવી દીધી . રાજ્યના મોટા મોટા ફરાસખાનાના માલિકોને આ કામગીરીમાં લગાડી દીધા .તો બીજી તરફ સમીરને કાયદેસર મહારાજા ઘોષિત કરવા માટેનાં પેપર્સ તૈયાર કરવા માટે રાજ્યના જાણીતા વકીલોને કામે લગાડી દીધા. એ લોકો પાસે સમીરનું વીલ પણ તૈયાર કરાવી લેવાનું હતું .આ તમામ કાયદાકીય કારવાહીમાં મહારાજા અજેન્દ્ર્સિંહ અને સમીર બંનેના હસ્તાક્ષરની જરૂર હતી .. અને ..મહારાજાના હસ્તાક્ષર લેવાનું કામ તેમણે હાર્દિકને સોંપ્યું હતું .એનો મતલબ તો એ થયો કે મહારાજા ક્યાં છે તેની માહિતી હાર્દિક પાસે હતી , એટલે કે મહારાજાના અપહરણ સાથે હાર્દિક સીધેસીધો જ સંકળાયેલો હતો .જેવી અલતાફને આ ખબર પડી કે તરત જ તેણે રાજ્યના પોલીસવડા ડી.જી.પી. ગોસ્વામીને સાવચેત કરી દીધા અને હાર્દિક ઉપર નજર રાખવા તેમજ એ જ્યાં જાય ત્યાં પોલીસ ટુકડી સાથે પીછો કરવા જણાવી દીધું .હાર્દિક કે બહાદુરસિંહ બેમાંથી કોઈને પણ અંદેશો ના આવે એ રીતે પોલીસ ટુકડીઓ તેમનાથી થોડું અંતર રાખીને પીછો કરતી હતી .

હાર્દિકની ગાડી પુરાણા મહેલ સંતમહેલ તરફ આગળ વધી રહી હતી .સંતમહલ અજેન્દ્ર્સિંહ અગાઉના મહારાજા રાજવીરસિંહનો મહેલ હતો . રાજવીરસિંહનો ઇતિહાસ સ્ટેટમાં અમુક જૂના માણસો સિવાય કોઈને ખબર નહોતો .અને આ સંતમહલ તો વરસોથી બંધ હતો .ત્યાં કોઈ ચકલું પણ ફરકતું નહોતું .એવી એક લોકવાયકા હતી કે આ મહેલમાં રાજા રાજવીરસિંહનું ભૂત રહે છે – તે તેની નજીક ફરકાનારને પણ મોતને ઘાટ ઉતારી ડે છે –એટલે કોઈ એ તરફ ફરકતું નહોતું .

સંતમહલના આંગણામાં પોતાની ગાડી ઊભી રાખી હાર્દિકે ચારે બાજુ નજર કરી કે કોઈ પીછો તો કરી રહ્યું નથીને ? પણ તેને કોઈ દેખાયું નહીં એટલે શાંતિથી તે દરવાજા તરફ આગળ વધ્યો .પણ તેને ખબર નહોતી કે ચુનંદા પોલીસ અધિકારીઓની એક ટુકડી તેની ગાડીથી થોડુક અંતર રાખી તેનો પીછો કરી રહી હતી ...જેવું બારણું ખૂલ્યું અને હાર્દિક એ બારણામાથી અંદર પ્રવેશવા ગયો કે તરત જ એક અધિકારીએ તેને લલકાર્યો , તે ઉભો રહ્યો એ સાથે જ આખી ટુકડી તેના ઉપર તૂટી પડી .. આ ઝપાઝપીમાં એક-બે અધિકારી ઘાયલ થયા , જો કે હાર્દિક પાસે તો કોઈ જ હથિયારો નહોતા પણ તેણે એક કોન્સટેબલને બચકું ભરી લીધું તેના હાથે –અને આશ્ચર્યની વાત તો એ હતી કે તેના હાથમાથી ધડ..ધડ.. લોહી વહેવા લાગ્યું પણ એ કોન્સ્ટેબલનું આખું શરીર માત્ર બે કે ત્રણ સેકન્ડમાં લીલું કચ –જાણે કે કોબ્રા નાગે ડન્ખ માર્યો હોય એવું થઈ ગયું .માણસના કરડવાથી થયેલી આ હાલત જોઈ બધા પોલીસ અધિકારીઓએ વિમાસણમાં મૂકાઈ ગયા –પણ અત્યારે એ વિચારવાનો સમય નહોતો .એને ત્યાજ પડતો મૂકી હાર્દિકને પકડી લેવામાં આવ્યો –તે બીજા કોઈને બચકું ના ભરી શકે એટલા માટે સૌ પ્રથમ તો તેનું મોઢું સજ્જડ કપડાં વડે પૂરેપૂરૂ બાંધી દેવામાં આવ્યું .તેના હાથ અને પગ પણ દોરડાથી સખત રીતે બાંધી દેવામાં આવ્યા –જેથી તે ત્યાથી છટકી ના શકે ..ખુલ્લા બારણામાંથી એ આખી ટુકડીએ અંદર પ્રવેશ કર્યો .. તો તેમણે જોયું કે દીવાનખાનામાં વિશાળ પલંગ ઉપર મહારાજા અજેન્દ્ર્સિંહને સૂવડાવ્યા હતા , તેમનું મોઢું સેલોટેપથી વીંટાળેલું હતું અને હાથ –પગ દોરડા વડે પલંગ સાથે બાંધેલા હતા ..પલંગની પાસે ઇઝી ચેર ઉપર ભૂતપૂર્વ મહારાજા રાજવીરસિંહ બેઠા બેઠા હુક્કો ગગડાવતા હતા .પોલીસ ટુકડી આવેલી જોઈ તેમણે ખોંખારો ખાધો , હુક્કો એક બાજુ ધકેલી મૂક્યો અને બોલ્યા ,” આવો..આવો.. હું તમારી જ રાહ જોતો હતો –ચૂપચાપ તમારા બધાની રીવોલ્વરો અહી મારી પાસે મૂકી ડો..અને બધાજ એક લાઈનમાં ઉભા થઈ જાવ , જેથી મારે વધારે ગોળીઓ બગાડવાની જરૂર પણ ના પડે ..”

“ નહીતર તમે શું કરશો ?”

“ તમે જૂઓ છો ને તમારા મહારાજા મારી પાસે બંદી છે –તેમના પલંગ સાથે બોમ્બ જોડેલો છે –તમે પોતે જોઈ શકો છો ..જેની સ્વીચ મારા હાથામાં છે ..” કહી તેમણે પોતાનો જમણો હાથ ઉંચો કર્યો –જેના કાંડા ઉપર રીસ્ટ વોચ જેવી સ્વીચ હતી –પલંગ સાથે બાંધેલો ટાઈમ બોમ્બ પણ બધાની નજરે પડતો હતો- જેમાંથી ટીક...ટીક.. અવાજ આવતો હતો

“ માત્ર એટલું જ નહી –આ વાયરલેસ છે જે લોનાવાળામાં હોટલમાં રોમા સાથે કનેકટેડ છે અને તમને બધાને કદાચ ખબર નહી હોય કે રોમા એક વિષકન્યા છે –તે માત્ર એક જ ડંખ તમારા રાજકુમાર સમીરને મારશે –બચકું ભરશે કે તરત જ સમીરના હાલ પણ તમારા પેલા કોન્સટેબલ જેવા થઈ જશે- આખા શરીરમાં ઝેર ફેલાઈ જશે –શરીર લીલુકચ થઈ જશે અને તરફડીને શાંત થઈ જશે ..” કહી રાજવીરસિંહે અટ્ટહાસ્ય કર્યું . બધાજ ધ્ર્રુજી ઉઠ્યા ..?!