Aahvan - 47 books and stories free download online pdf in Gujarati

આહવાન - 47

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૪૭

વિશાખા સ્મિતનાં વર્તનથી ગભરાઈ જ ગઈ. એ બોલી, " સ્મિત તને ખબર છે કે તું શું બોલી રહ્યો છે ?? ભલે તું આપબળે આટલે સુધી પહોંચ્યો છે પણ છેલ્લી કંપનીમાં બદલીને તને આવાં સમયમાં વેક્સિન પ્રોજેક્ટ માટેની પરવાનગી ફક્ત મિકિનભાઈને કારણે મળી છે. એ તું કેમ ભૂલી ગયો ?? આ આપણો પરિવાર છે. તારું સપનું છે એ મને પણ ખબર છે તું દિવસ રાત એ માટે પરિવારથી દૂર રહીને મહેનત કરી રહ્યો છે...પણ આપણે એક થઈને પણ આ મુસીબતનો સામનો કરી શકીએ ને ?? "

સ્મિત : " સમય સાથે બધું જ બદલાય છે સંબંધો પણ...સગા ભાઈઓ પણ બદલાઈ જાય છે જ્યારે આ તો..."

વિશાખા : " શું આ તો ?? તું આવું વિચારી પણ શકે એવી મને કલ્પના નહોતી. આ તું જ બોલી રહ્યો છે એ જ મને સમજાતું નથી. "

નાનાં ભાઈની જેમ સાચવેલા સ્મિતનાં વાક્યોથી કાજલને ચોક્કસ આઘાત લાગ્યો. પણ એ કંઈ પણ બોલી નહીં...!!

મિકિન તો કદાચ અત્યારે ભાનમાં નથી એ જ કાજલ મને જાણે સારું લાગ્યું. જો એ ભાનમાં હોતને આવું સાંભળત તો કદાચ આઘાત સહન ન કરી શકત..!!

મિસ્ટર અરોરા : " બહું મોટી મોટું વાતો કરતો હતો ને વિકાસ વિરાણી...પરિવારની તાકાતની... જોઈ લીધું ને પૈસા અને સ્ટેટ્સ આગળ બધું પાણી ભરે !! મારી દીકરીને બધી શિખામણ આપતો હતો... જોયું ને બેટા વિધિ આવું જ હોય..આ દુનિયામાં પૈસા જ સર્વસ્વ છે."

અંજલિ આ બધું જોઈ રહી... કદાચ આ સાંભળીને એને પણ ઝાટકો લાગ્યો પણ એ કંઈ જ બોલી નહીં...એને વિકાસને રોકવો કે સ્મિતને સાથ આપવો કંઈ સમજાતું નથી."

વિકાસ : " જે પણ હોય મારો નિર્ણય અફર છે એમાં કંઈ પણ ફેર નહીં પડે...!! "

આલોક : " પૈસા વિના તો આ તારી રૂપાળી ડૉક્ટર પત્ની પણ તને સાથ નહીં આપે...!! "

વિકાસ : " એની ચિંતા તારે કરવાની જરુર નથી. હવે તમારે શું કરવાનું છે એ કહો ?? "

ત્યાં હોલમાં થોડીવાર સન્નાટો છવાઈ ગયો. એટલામાં મિસ્ટર અરોરાએ બીજાં વ્યક્તિને કંઈ ક્હ્યું એ પણ બહાર ગયો. થોડીવાર થઈ પણ એ પણ પાછો ન આવ્યો.

મિસ્ટર અરોરા : " મને હજું આ લોકો પર વિશ્વાસ નથી આવતો...કારણ કે બહાર ગયેલાં મારાં બેય માણસો પાછાં આવ્યાં નથી હજું...."

સ્મિત : " તમે જરાં પણ ચિંતા ન કરો... હું તમારી સાથે જ છું..."

પ્રશાંત : " તું અમારી સાથે છે મતલબ ?? તમારે પ્રોજેક્ટ છોડવો નથી તો અમારી સાથે કેવી રીતે હોઈ શકે ?? "

વિકાસ : " તો તમે જાતે જ જોઈ લો બહાર જઈને..."

વિધિ : " પપ્પા આ બધું શું છે હવે ?? મને ઘરે જવું છે આ બધું શું થઈ રહ્યું છે કંઈ સમજાતું નથી‌..એક ભાઈ પરિવારને બચાવવાં પોતાનું બધું કુરબાન કરી રહ્યો છે જ્યારે બીજો પરિવારને જે થવું હોય તે થાય એમ એને આવી પરિસ્થિતિમાં છોડી રહ્યો છે....હવે અહીં તમે લોકો પણ મને બચાવશો કે મને પણ મારાં હાલ પર તમારાં સ્વાર્થ માટે કુરબાન કરી દેશો એ સમજાતું નથી. " કહીને વિધિ બહાર જવાં લાગી.

એ વખતે જ વિકાસે વિધિનો હાથ પકડીને એને રોકી લીધી.ને બોલ્યો, " બેટા હજું પૂરું નથી થયું કામ મારાં ભાઈભાભી મને પાછા મળ્યાં નથી એટલે હું તને છોડી નહીં શકું...!! જેવાં એ લોકો અને પરિવાર આ બધામાંથી મુક્ત થઈને ઘરે પહોંચશે ત્યારે જ તને અમે જવાં દઈશું...આ સમયે જ તને ખબર પડશે કે એમને એમની દીકરી વ્હાલી છે કે રૂપિયા અને સત્તા...પણ નિર્ણય તારાં હાથમાં છે..."

પંદર વર્ષની વિધિ ઘણું બધું સમજી રહી છે છતાં પણ ઘણું બધું સમજવા માટે એ હજું નાની છે‌.

વિધિ બોલી, " પપ્પા , ગમે તો હોય પણ એક સ્ત્રીની મરજી વિરુદ્ધ એને સ્પર્શ કરવો એ પણ યોગ્ય નથી...આજે તમે ને બે મામા બધાં જ મારી નજરમાં ઉતરી ગયાં છો...હવે તમે મને બચાવો કે ના બચાવો મને કોઈ ફેર નથી પડતો... સંબંધોનાં મૂળ સમજાઈ ગયાં છે. ને ત્યાં જ ઉભી રહીને બોલી, " અંકલ હું અહીં જ છું...જે થાય એ થવાં દો મારી ચિંતા ન કરો..."

એટલામાં જ મિસ્ટર અરોરાએ મિકિન સામે , આલોકે વિકાસની સામે અને બીજાં ચાર-પાંચ જણાંએ વિશાખા, અંજલિ , કાજલ, શશાંકભાઈ બધાં સામે બંદૂક ધરી દીધી.

બધાં જ હવે શું થશે એ માટે ગભરાઈ ગયાં છે. શું થશે હવે બધાંનું એ કોઈને સમજાતું નથી. જેનાં પર આશાઓ હતી એ બધાં પલટી ગયાં છે. સૌથી ખરાબ સ્થિતિ વિશાખાની છે એ કોનો સાથ આપે એ જ એને સમજાઈ રહ્યું નથી.

પ્રશાંતે સ્મિત સામે જોઈને કહ્યું, " મોટાભાઈ હજું પણ સમય છે...તમારો નિર્ણય બદલી શકો છો....બાકી પછી કંઈ જ હાથમાં નહીં રહે....અમે તો બધાં આવી રમતોમાં ઘડાયેલા છીએ તમે નહીં...પછી પસ્તાવાનો વારો ન આવે‌. "

સ્મિત : " તમારે જે કરવું હોય તે કરો આ લોકોનું...." વાક્ય અડધું જ હોય છે ત્યાં અચાનક થોડાં લોકોનું ટોળું મોટી બંદૂકો સાથે અંદર ધસી આવ્યું ને બધાં નવાઈ સાથે એકબીજાંની સામે જોઈ રહ્યાં કે આખરે આ બધાં કોનાં માણસો છે...

મિસ્ટર અરોરા : " આ કોણ છે બધાં ?? "

સ્મિત : " સાહેબ મેં આપણાં માટે જ બોલાવ્યાં છે ચિંતા ન કરો...આપણને કંઈ નહીં કરે..." બધાં આજુબાજુ ગોઠવાઈ ગયાં મોટી મોટી બંદૂકો સાથે...પણ સાદાં પેન્ટશર્ટ જેવાં કપડામાં. બધાં માટે સમજવું અઘરું બની ગયું કે આખરે આ લોકો ગુંડા છે કે સારો માણસો છે કોને બચાવવા અને કોને મારવાં આવ્યાં છે.

વિશાખા : " સ્મિત આ શું છે બધું ?? તું શું બોલી રહ્યો છે ?? તને આપણાં સંબંધો માટે જરાં પણ માન હોય તો આ બધું બંધ કર... નહીં તો આજથી આપણાં સંબંધો હંમેશાં માટે પૂરાં થાય છે...મારી સાથે, આપણાં બાળકો કે પરિવાર સાથે તારે કોઈ જ સંબંધ રહેશે નહીં...હવે તારે જે કરવું હોય તે કરી શકે છે."

સ્મિત : " વાહ આજે હું મુસીબતમાં છું મને સાથ આપવાને બદલે તું પણ મારાંથી દૂર થઈ ગઈ ને ?? સાત જન્મ સુધી સાથે રહેવાનાં બધાં સંબંધો એક જ મુસીબતમાં પૂરાં થઈ ગયાં ને..?? આવી જ છે દુનિયા..."

આલોક : " આ બધું શું છે ?? કોઈ નાટક ભજવી રહ્યાં હોય એવું લાગે છે. આવો સમય નથી અમારી પાસે. સ્મિત પાટિલ જો તું અમારી સાથે જ હોય કહી દે ને આ બધાંને કે બધાનું કામ એક ઝાટકે જ પૂરું કરી દે એટલે વાર્તા પૂરી ને પછી આપણે બધાં આપણાં કામે લાગીએ..."

સ્મિત : " મિસ્ટર અરોરા રેડી છો ને તમે ?? તું હું હાલ જ ઓર્ડર આપી દઉં...આ બધાનું કામ તમામ થઈ જશે... પાંચ જ મિનિટમાં..."

મિસ્ટર અરોરા અને પ્રશાંત બંને સાથે બોલ્યાં, " હા પતાવી દે... બહું ચાલ્યું હવે..."

ત્યાં જ મયુર ફટાફટ કાજલની પાસે આવીને ઉભો રહી ગયો...જે કરવું હોય તે પણ સ્મિતભાઈ મારી કાજલને કંઈ ન કરતાં.. મારું બધું કરેલું પાણીમાં ન ફરી વળે..."

સ્મિત : " કેમ મયુર ?? આજે તો તારી કસોટી છે સાચો પ્રેમ હોય તો કાજલની સાથે તું પણ હોમાઈ જાય ને ?? "

આજે પહેલીવાર સ્મિતને કાજલભાભીની જગ્યાએ કાજલ બોલતો જોઈને જાણે બધાંને એક આઘાત લાગ્યો. હજું સુધી મક્કમ રહેલી કાજલ હચમચી ગઈ. એની આંખો બરાબર ભીંજાઈ ગઈ.

કાજલ બોલી, " સ્મિત એ તો શું મારો થવાનો ?? તને તો મેં મારાં ભાઈ કરતાં પણ વધારે માન્યો છે તું જ આવું કરે તો એ તો પહેલેથી એવો વ્યક્તિ છે એની પાસે શું આશા રાખી શકાય ??" કહીને એણે મયુરને જોરથી ધક્કો મારી દીધો.

સ્મિત જ્યાં એ લોકોને ઓર્ડર આપવા જાય છે ત્યાં જ ખુરશીમાં બેભાન અવસ્થામાં રહેલો મિકિને એનાં હાથ-પગ હલાવીને ધીમેથી એની આંખો ખોલી. પણ આંખોનાં ભારણથી એની આંખો ફરી ફરી બંધ થઈ જઈ રહી છે.

મિકિન કાજલથી થોડો દૂર છે. એને ભાન આવતું જોઈને બધાનું ધ્યાન એ તરફ જ છે.

મિસ્ટર અરોરા : " આલોક તું તો કહેતો હતો ને કે છ કલાક પહેલાં એ જાગશે જ નહીં તો આ મિકિન કેમ જાગી ગયો ?? "

મિકિન પરાણે આંખો ખોલીને બધાં સામે જોવાં લાગ્યો.

ત્યાં જ પ્રશાંત બોલ્યો, " એ જાગે કે સુવે શું ફેર પડે છે ?? હવે તો આમ પણ બધું મિનિટોમાં જ ખેલ ખતમ થઈ જશે..."

મિસ્ટર અરોરા : " સ્મિત હવે બસ સિગ્નલ આપ...!! " ત્યાં જ સ્મિતે એક ઓર્ડર કર્યોને આખાં હોલમાં અંધકાર છવાઈ ગયો...!!

શું થશે હવે ?? સ્મિતનો એક હુકમથી એનો આખો પરિવાર હોમાઈ જશે ?? સ્મિત કેવી રીતે આટલો બદલાઈ ગયો ?? શું થશે અંતિમ પડાવ પર ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૪૮

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED