કરવા ચોથ Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

કરવા ચોથ

" હાય.. આ અભિષેક સર નો નંબર છે ? "

લગભગ રાતના દસેક વાગે અભિષેક ના મોબાઈલ માં એક અજાણ્યો વોટ્સએપ મેસેજ આવ્યો. નંબર અજાણ્યો હતો એટલે અભિષેકે સામે જવાબ વાળ્યો.

" જી.. આપ કોણ ? "

" હું અદિતિ મુંબઈથી. આપનો નંબર મને પ્રિયા દીક્ષિત પાસેથી મળ્યો છે. "

" પ્રિય દીક્ષિતે તમને મારો નંબર આપ્યો ? પણ તમારે મારું શું કામ છે ? " અભિષેકે મેસેજ કર્યો.

" ઓનેસ્ટલી કહું તો ફ્રેન્ડશીપ માટે !! "

" મને કોઈ જ રસ હવે નથી. સોરી "

અને થોડી ક્ષણોમાં જ અભિષેક ના મોબાઈલ માં ૪ થી ૫ ફોટોગ્રાફ્સ અદિતિ એ મોકલ્યા. બધા એક એક થી સુંદર હતા . અભિષેકે તમામ ફોટા ધારી ધારીને જોયા. પણ સામે કોઈ જવાબ ના આપ્યો.

પ્રિયા દીક્ષિત નું નામ સાંભળીને જ અભિષેકને ભૂતકાળ યાદ આવી ગયો. છેલ્લા ત્રણ વર્ષમાં એણે પ્રિયા માટે શું શું નહોતું કર્યું ? લાખો રૂપિયા એની પાછળ બરબાદ કર્યા હતા. કેટલો બધો પ્રેમ કર્યો હતો એને !! લગ્ન કરવાના વચનો આપ્યા. સાથે જીવવા મરવાના કોલ આપ્યા. અને અચાનક એના લગ્ન ના સમાચાર મળ્યા.

અભિષેક મનથી ભાંગી પડ્યો હતો. એને પ્રિયાના આઘાતમાંથી બહાર આવતા બે થી ત્રણ મહિના લાગ્યા હતા. પ્રિયા ને છુટા પડ્યા ને લગભગ એક વર્ષ થઈ ગયું હતું. એ પછી અભિષેકને આવી રિલેશનશિપ માંથી રસ જ ઊડી ગયો હતો.
********************************

અભિષેક એક બિઝનેસમેન હતો. 45 વર્ષની એની ઉંમર હતી. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં એનો પોતાનો બંગલો હતો. અકોટા વિસ્તારમાં એની ઓફિસ હતી. લાખોનો એનો એક્સપોર્ટ બિઝનેસ હતો.

ધંધાના કામે એને અવારનવાર મુંબઈ જવાનું થતું અને ત્યાં એ થ્રી સ્ટાર કે ક્યારેક ફાઈવ સ્ટાર હોટલમાં જ ઉતરતો. મોટા ભાગે એ જુહૂ વિસ્તારની હોટેલ પસંદ કરતો. મુંબઈ જાય ત્યારે એ કોઈને કોઈ કોલગર્લને હોટલમાં રાત્રે બોલાવી લેતો.

અભિષેક પરણેલો હતો પણ પત્ની એને સાવ સીધીસાદી મળેલી. અભિષેક એના માટે જે પણ ખર્ચા કરતો એનાથી એ બહુ જ ખુશ હતી. અભિષેક બહાર શું કરે છે એની એને કોઈ પરવા જ નહોતી. એનામાં રોમાન્સનું તત્વ પણ ઘણું ઓછું હતું અને માત્ર આ જ કારણથી અભિષેક બહાર ફરતો થયો હતો.

શરૂ શરૂમાં અભિષેકને મુંબઈમાં છોકરીઓના બહુ જ કડવા અનુભવો થયા હતા. નવા નવા મેસેજ એના ઉપર આવતા. નવી નવી ઓળખાણો થતી. દરેક નવી છોકરી નવા મોબાઇલની ડિમાન્ડ કરતી. તો કોઈ વળી.... મમ્મી બીમાર છે..... પપ્પાને ઓપરેશન કરાવવાનું છે.... ભાઈની કોલેજની ફી ભરવાની છે.... . વગેરે બહાના કાઢી હોટ વાતો કરી કરીને અભિષેકને ખંખેરતી રહેતી અને અભિષેક પણ લૂંટાતો રહેતો. એ પછી એ કોલગર્લ તરફ વળી ગયો.

દર વખતે નવી નવી કોલગર્લ ના સંપર્કો થતા. કેટલીક છોકરીઓ મજબૂરી માં આવા વ્યવસાયમાં જોડાઈ ગયેલી હોય છે. માનસી પણ એવી જ એક લાચાર હાલત માં કોલગર્લ બની ને એક રાત્રે એને હોટેલ માં મળવા આવી.

માનસી અભિષેકને મળવા આવી ત્યારે એ સંપૂર્ણપણે વર્જિન હતી અને એની એક કોલગર્લ ફ્રેન્ડ નિશાએ એને અભિષેક પાસે મોકલી હતી. નિશા બે થી ત્રણ વખત અભિષેક પાસે આવી ચૂકી હતી. માનસીને પૈસાની જરૂર હતી એટલે નિશા એ એને સમજાવી હતી.

માનસીએ અભિષેકને મળતાની સાથે જ આ તમામ વાત પ્રમાણિકપણે કરી હતી અને એ પહેલી મુલાકાતમાં ખૂબ જ ગભરાયેલી પણ હતી. માનસીની વાતમાં સચ્ચાઈ હતી. પૈસાની ખાતર એ બિચારી કોલગર્લ બનવા જઈ રહી હતી. અભિષેકે એને વીસ હજારની મદદ કરી અને કહ્યું.

" તું ઘરે જતી રહે. આ લાઈન તારા જેવી છોકરી માટે નથી. તારી વાતો ઉપરથી તું ખાનદાન ઘરની છોકરી લાગે છે. "

માનસી માટે આ કલ્પના બહારનો અનુભવ હતો. એની આંખમાં પાણી આવી ગયા. એ બે હાથ જોડી ને અભિષેક ને પગે લાગી.

" સાહેબ એક વાત કહું ? મને નિશાએ તમારા માટે ઘણી વાતો કરી છે. તમને છોકરીઓ નો શોખ છે પણ સાહેબ તમે કોઈ એક જ સારી છોકરી પસંદ કરી લેતા હો તો ? આ લાઇનમાં ઘણી છોકરીઓ એચ.આઈ.વી પણ હોય છે. તમારી તબિયત પર અસર થશે સાહેબ. "

" માનસી તારી વાત સાચી છે પણ એવી વફાદાર કોઈ છોકરી મળવી જોઈએ ને ? ગ્રાહકને સાચવવા માટે છોકરીઓ વફાદારી ની વાતો કરતી હોય છે પણ અનેક ગ્રાહકો પાસે જતી હોય છે . "

" મારા ધ્યાનમાં એક છોકરી છે સાહેબ. મારી એ ખાસ ફ્રેન્ડ છે. કોલેજમાં ભણે છે હજુ. એને લોંગ ટર્મ રિલેશનશિપ માં રસ છે સાહેબ. માત્ર તમને જ વફાદાર રહેશે એની હું ખાતરી આપું છું. બહુ જ તેજ મગજ ની છે પણ દિલ ની એટલી જ સરસ છે. દેખાવમાં પણ ખૂબ જ સુંદર છે. તમને ગમી જ જશે. પ્રિયા દીક્ષિત એનું નામ છે. " માનસી એ કહ્યું.

અને આ રીતે માનસી દ્વારા પ્રિયા દીક્ષિતનો પરિચય થયો. પ્રિયા ખરેખર ખુબ જ સુંદર હતી એવું એને મળ્યા પછી અભિષેકને લાગ્યું. એ ત્રણ બહેનો હતી. એમાં એ સૌથી મોટી હતી. પિતાની આર્થિક સ્થિતિ સારી ન હતી એટલે ઘરમાં આર્થિક મદદ માટે જ આ સંબંધ એણે બાંધ્યો હતો.

ધીમે ધીમે પ્રિયા અને અભિષેક લાગણીથી ખૂબ જ નજીક આવી ગયા અને અભિષેકે એને એના જન્મદિવસ ઉપર એકટીવા ગિફ્ટ આપ્યું. અભિષેકની પ્રિયા સાથેની મુંબઈની દુનિયા આખી અલગ જ હતી. અભિષેક મુંબઈ હોય ત્યારે પ્રિયા એને સતત કંપની આપતી. પ્રિયા અભિષેકને પોતાના પતિ જેટલો દરજ્જો આપી ચૂકી હતી એટલું જ નહીં છેલ્લા બે વર્ષથી તો એ કરવા ચોથ નું વ્રત પણ કરતી !!

અઢી વર્ષના ગાઢ સંબંધો પછી એક વાર એણે પ્રિયા સાથે કાયમી ' લિવ ઈન ' રીલેશનશીપ ની વાત કરી તો એ માટે પણ પ્રિયા તૈયાર જ હતી. અભિષેકે વિરાર માં વન બેડરૂમ કિચન નો એક ફ્લેટ પણ ખરીદી લીધો જેથી પ્રિયા સાથે રહી શકાય. પણ એ ફ્લેટમાં રહેવા જવાનું મુહૂર્ત આવ્યું જ નહીં. એક દિવસ એને સમાચાર મળ્યા કે પ્રિયા દીક્ષિત લગ્ન કરીને દિલ્હી ચાલી ગઈ છે. એણે ફોન કર્યો તો આ મોબાઇલ નંબર સેવામાં નથી એવો સંદેશ સાંભળવા મળ્યો.

પ્રિયા દીક્ષિતે જબરદસ્ત આઘાત આપ્યો હતો. છેક સુધી એને અંધારામાં રાખ્યો. ચાલાકી તો એવી કરેલી કે ત્રણ વર્ષમાં એણે એના ફ્લેટ નું એડ્રેસ ક્યારે પણ અભિષેકને આપ્યું નહીં. દરેક વખતે એ અભિષેક ને મીઠી મીઠી વાતોથી સમજાવી દેતી.

" એકવાર હું પોતે જ જમાઈ રાજા ને એમના સાસુ-સસરા પાસે લઈ જઈશ !! તમે અધીરા ના બનો મારા વરરાજા ! તમારી સાળી પણ જીજુ ને જોવા આતુર છે પણ હું યોગ્ય સમયની રાહ જોઉં છું " પ્રિયા કહેતી.

પ્રિયાના પપ્પા ના ઓપરેશન વખતે અભિષેકે રોકડા બે લાખ પ્રિયાને આંગડિયામાં મોકલેલા. પ્રિયાએ જેટલો લાભ લઈ શકાય એટલો લીધો. અને છેવટે લાત મારીને જતી રહી.
*********************************

અને અચાનક મનમાં ટ્યુબ લાઈટ થતા અભિષેકે આજે નવા આવેલા વોટ્સએપ મેસેજના જવાબમાં અદિતીને મેસેજ કર્યો.

" તમને જો પ્રિયા દીક્ષિતે જ મારો નંબર આપ્યો હોય તો તમે મને પ્રિયા નો નંબર આપો. "

" પ્રિયા નો નંબર મારી પાસે નથી સર. પ્રિયા મારી ખાસ કોલેજ ફ્રેન્ડ હતી. એણે તમારો નંબર તો મને એક વર્ષ પહેલા આપેલો જ્યારે તમે બંને રિલેશનશિપમાં હતા. એ વખતે એણે મને એમ કહેલું કે તારે ક્યારે પણ કોઈ તકલીફ હોય અને મદદ જોઈતી હોય તો આ નંબર સેવ કરી લે. મારા બોયફ્રેન્ડ અભિષેકનો છે. એ તને ચોક્કસ મદદ કરશે. પ્રિયાનો નંબર તો અત્યારે બંધ આવે છે અને નવો નંબર મારી પાસે નથી. એ દિલ્હીમાં છે પણ મારા કોન્ટેક્ટ માં નથી "

અભિષેકને અદિતિ ની વાત માં સચ્ચાઈ લાગતી હતી પણ હવે કોઈ નવા લફરામાં પડવું નથી અને કોઈની વાતોમાં આવવું નથી. એણે કોઈ જવાબ ના આપ્યો.

એકાદ અઠવાડિયા પછી ફરી એક રાત્રે અદિતિ નો મેસેજ આવ્યો.

" હાય... તમે કોઈ રિસ્પોન્સ ન આપ્યો..... બધાના અનુભવ એક સરખા નથી હોતા સર. મારે તમારી પાસેથી કંઈ જ જોઈતું નથી. બસ મન ભરીને કોઈકને પ્રેમ કરવો છે. તમારી અને પ્રિયાની રિલેશનશિપને હું જાણું છું. એટલે જ તમારી ઉપર મેં પસંદગી ઉતારી છે. મને એક વફાદાર અને પ્રેમાળ મિત્રની તલાશ છે. "

" થેન્ક્યુ અદિતિ પણ ઓનેસ્ટલી મારું મન હવે ખાટું થઈ ગયું છે... પ્લીઝ એક્સક્યુઝ મી "

" ઠીક છે..... હું કોઈ દબાણ નથી કરતી સર. તમે આ વખતે મુંબઈ આવો તો માત્ર એક વખત મને મળો. મળ્યા પછી જો તમે ના પાડશો તો હું એક પણ શબ્દ બોલ્યા વગર જતી રહીશ. દિલથી મારી વિનંતી છે એકવાર મળવાની. "

" ઓકે. તમારો આ નંબર સેવ કરી રાખું છું. "

લગભગ વીસેક દિવસ પછી અભિષેકને મુંબઈ જવાનું થયું. જુહૂ તારા રોડ ઉપરની એક હોટલમાં એ ઉતર્યો. સવારે જ એણે અદિતીને એક વોટ્સએપ મેસેજ કર્યો.

" હાય.. હું અભિષેક . આજે મુંબઈમાં છું. મળવાની ઈચ્છા હોય તો સાંજે ડીનર સાથે લઈએ. " અને એણે પોતાનું હોટલ નું એડ્રેસ પણ મેસેજ કર્યું.

"વાઉ.. વેલ્કમ ટુ મુંબઈ .. ચોક્કસ મળીએ"

બરાબર સાંજે 7 વાગે હોટલના કાઉન્ટર ઉપરથી રિસેપ્શનિસ્ટ નો ફોન આવ્યો.

" સર કોઈ અદિતિ મેડમ તમને મળવા આવ્યા છે"

" હા મોકલો એમ ને "

ત્રણ-ચાર મિનિટમાં રૂમનો ડોરબેલ રણક્યો. અભિષેકે ઊભા થઈ દરવાજો ખોલ્યો તો સામે પ્રિયા દીક્ષિત ઊભી હતી !!

અભિષેકને પોતાની આંખો ઉપર વિશ્વાસ જ નહોતો આવતો !! આ સત્ય છે કે પછી પોતે સ્વપ્ન જોઈ રહ્યો છે ? એનામાં બોલવાના પણ હોશ ન હતા. એ બસ આશ્ચર્યથી પ્રિયાને તાકી રહ્યો હતો.

" હવે મને અંદર આવવા દેવી છે કે નહીં અભિ ? " પ્રિયાએ પૂછ્યું.

" હા..હા... આવ ને ! " કહીને અભિષેકે દરવાજો પૂરો ખોલી દીધો. પ્રિયાએ રુમમાં પ્રવેશ કર્યોં.

" પણ કોઈ અદિતિ આવવાની હતી ને "

" કોણ અદિતિ ? એઈ મિસ્ટર... કોઈ બીજી છોકરી ના ચક્કરમાં તો નથી પડ્યા ને ? " પ્રિયાએ સોફામાં બેઠક લેતાં અભિષેક ને પૂછ્યું.

અભિષેક પ્રિયાના આગમનથી અને એની વાતોથી ઘા ખાઈ ગયો હતો. અદિતિના રૂપમાં પ્રિયા દીક્ષિત પોતે જ આવવાની હતી એવી તો એને કલ્પના પણ ક્યાંથી હોય ?

" પણ તારાં તો લગ્ન થઈ ગયા છે ને? તું તો દિલ્હી છે ને ? "

" અરે મારા ભોલેનાથ !! હું દિલ્હીમાં નહીં તમારા રૂમમાં છું " કહીને પ્રિયા ખડખડાટ હસી પડી.

" પણ તો પછી એક વર્ષ પહેલા તારા દિલ્હી માં લગ્ન થઈ ગયા હતા એ વાત ખોટી ? " અભિષેકે અકળાઈને પૂછ્યું.

" ના એ પણ સો ટકા સાચું અને હું તમારી સામે બેઠી છું એ પણ એટલું જ સાચું !! "

પ્રિયા નો સ્વભાવ ખૂબ જ નટખટ અને રમતિયાળ હતો એ અભિષેક જાણતો હતો પણ આજે અચાનક પ્રિયાના આગમન થી એ થોડો મૂંઝાયેલો હતો. ખુશી વ્યક્ત કરવી કે ફરિયાદ કરવી એ એને સમજાતું નહોતું.

" નારાજ છો ને મારાથી ? હું જાણું છું અભિ. મેં તમને બહુ જ આઘાત પહોંચાડયો છે પણ એ બહુ લાંબી વાર્તા છે. કહીશ તમને શાંતિથી. હવે હું ક્યાંય જવાની નથી. બરોડા લઈ જવી હોય તો પણ કાયમ માટે અર્ધાંગિની બનવા તૈયાર છું. "

અભિષેક નો ગુસ્સો થોડો ઠંડો પડતો ગયો. એ પ્રિયાને ખૂબ જ પ્યાર કરતો હતો એટલે જ્યારે એ આવી જ ગઈ છે તો વધુ વખત નારાજ રહેવાનો કોઈ મતલબ નહોતો.

" તો અદિતિ ના નામથી તું જ મને મેસેજ કરતી હતી ? "

" જી સરકાર... છેલ્લા એકાદ વર્ષ થી ડિવોર્સ ના ચક્કરમાં હતી. હજુ ગયા મહિને જ લીગલ ડિવોર્સ મળી ગયા એટલે તમને કેમ મનાવી લેવા એના વિચારોમાં હતી. મને ખબર હતી કે મારા નામથી હું જો કોઈ મેસેજ કરીશ તો તમે મને બ્લોક જ કરી દેવાના એટલે અદિતિ નામ રાખ્યું મારુ અને મારી એક ફ્રેન્ડ ના ત્રણ ચાર ફોટા પણ મોકલ્યા"

" તમે એક બે વાર મારી સાથે ફોન પર વાત કરવા પણ કોશિશ કરેલી પણ મેં ફોન કાપી નાખેલો અને માત્ર મેસેજ ઉપર જ વાત કરતી. કારણકે મારો અવાજ તમે તરત ઓળખી જતા. મારે રૂબરૂમાં સરપ્રાઈઝ આપવું હતું અભિ. " .

અભિષેકને પ્રિયાની વાતોથી સંતોષ થયો હતો અને આજે પણ એ બદલાઈ નથી એવી ખાતરી પણ થઈ હતી.

8 વાગે બંનેએ સાથે ડિનર લીધું. પ્રિયા રાત્રે હોટલમાં જ રોકાઈ ગઈ. પ્રિયા એ પોતાની આપવીતી અભિષેક ને આજે પહેલીવાર વિગતવાર સંભળાવી.

અભિ આજે પહેલીવાર તમારી સાથે દિલ ખોલીને વાત કરી રહી છું. હું નાની હતી ત્યારે મારી માતા ગુમાવી દીધી હતી. મારા બાપે બીજીવાર ના લગ્ન કર્યા હતા અને મારી આ સ્ટેપ મધરે નાનપણમાં મને બહુ જ દુઃખ આપ્યું હતું. એક નોકરડી ની જેમ મને એણે ઉછેરી હતી. મારી આ નવી માને પણ બે દીકરીઓ થઈ હતી જે પણ મોટી થઈને મને બહુ ત્રાસ આપતી હતી. "

" મારો બાપ સટોડિયો હતો અને જુગાર પણ રમતો. ક્યારેક મને મારી પણ લેતો. ગમે તે ધંધા કરીને પૈસા લાવ એવું મારા ઉપર દબાણ કરતો. મેં મારી દોસ્ત માનસી ને વાત કરી અને એણે તમારો પરિચય કરાવ્યો. તમે મારા જીવનમાં એક શીતળ છાંયડી જેવા હતા. તમારી સાથે જેટલો સમય રહેતી હું તમામ દુઃખ ભૂલી જતી. તમે જે પૈસા આપતા તે હું ઘરમાં આપતી એટલે મા અને બાપ થોડા ખુશ રહેતા. તમારા પૈસાથી જ હું કોલેજની ફી ભરતી. "

" એક વર્ષ પહેલા મારા બાપે મારાથી છાનામાના મારો દિલ્હીમાં સોદો કરી દીધો. છેક લગ્નના દિવસ સુધી મને અંધારામાં રાખી. સવારે મને તૈયાર થવાનું કહ્યું અને બપોરે ચાલીસ વર્ષ આસપાસનો વરરાજા બીજા બે પુરુષો અને એક સ્ત્રી અમારા ઘરે આવી પહોંચ્યા. ઘરમાં જ ફુલહાર કરી દીધા અને મને કારમાં ઉઠાવી ગયા. "

" એ દિવસ મારી જિંદગીનો સૌથી ખરાબ દિવસ હતો અભિ !! મને કલ્યાણ ના એક મકાનમાં લઈ ગયા. હું એટલી બધી ડરી ગઈ હતી કે કોઇ પ્રતિકાર કરી શકી નહીં. લગ્ન ની સુહાગરાત ની એ આખી રાત મારા માટે દોજખ સમાન હતી. "

" એ લોકો સવારની ટ્રેનમાં મને દિલ્હી લઈ ગયા. તત્કાલ તો હું કંઈ પણ કરી શકું એમ હતું જ નહીં. મારે છૂટવું હતું. દિલ્હી જઈને કંઈક કરવું જ પડશે. હું વિચારી રહી હતી. "

" અને બીજા જ દિવસે સવારે હિંમત કરીને એના ઘરેથી બહાનું કાઢીને બહાર નીકળી અને રિક્ષામાં બેસી રીક્ષા વાળા ને પૂછી સીધી નજીકના પોલીસ સ્ટેશને પહોંચી ગઈ. મારી આખી સ્ટોરી મેં વિગતવાર કહી. મારો સોદો કરવામાં આવ્યો છે અને માત્ર ફૂલહાર પહેરાવીને મને જબરદસ્તી ઉઠાવી લાવ્યા છે એવી એફ. આઈ. આર મેં નોંધાવી. મેં પોલીસને એમ પણ કહ્યું કે જો એક્શન લેવામાં નહીં આવે તો હું સીધી મીડિયાની ઓફિસે જઈશ. "

" બસ પછી તો મને દિલ્હીના નારી ગૃહમાં મોકલી દેવામાં આવી. પોલીસે મારી ફરિયાદની કોપી બીજા આરોપી તરીકે મારા બાપ ની ઉપર પણ મોકલી. પોલીસને જોઈ મારો બાપ દોડતો દિલ્હી આવ્યો સમાધાન કરવા. મને પગે લાગ્યો અને ઘરે લઈ આવ્યો ."

" જો કે કાયદા પ્રમાણે દિલ્હી કોર્ટમાં કેસ દાખલ કરવો પડ્યો અને સંપૂર્ણ છુટા થવામાં પાંચથી છ મહિના નો ટાઈમ લાગ્યો. હું એક વર્ષથી મુંબઈમાં જ છું પણ જ્યાં સુધી લીગલ ડિવોર્સ ન થાય ત્યાં સુધી તમારો સંપર્ક કરવાની ઈચ્છા નહોતી અભિ "

" બસ આ છે મારી રામકહાણી ડાર્લિંગ. હું તમને કઈ રીતે છોડી શકું ? કઈ રીતે ભૂલી શકું ? " કહીને પ્રિયા અભિષેક ને વળગી પડી.

અભિષેક પોતાને વળગેલી પ્રિયાના માથે હાથ ફેરવી રહ્યો. પ્રિયાએ ઘણું સહન કર્યું હતું. એણે મજબૂરીથી મારી સાથેનો સંપર્ક થોડા સમય માટે કાપી નાખ્યો હતો. સ્ત્રીઓ ઘણી બધી બાબતોમાં ક્યારેક મજબૂર થઈ જતી હોય છે !!

" અભિ હું સંપૂર્ણપણે તમારી જ છું. તમે મનમાં કંઈ પણ ઓછું ના લાવતા. તે દિવસે લગ્ન પછી મારી સાથે એ રાત્રે જે બળાત્કાર થયો એ પહેલો અને છેલ્લો હતો. આજ સુધી હું તમારી બનીને જ રહી છું. મને સાચા દિલથી માફ કરી દો. જન્મો જન્મ હું તમારી જ રહેવા માગું છું "

લગભગ એક વર્ષ પછી અભિષેક અને પ્રિયાનું હોટલમાં મિલન થયું હતું અને બંને જણા મિલનની એ રાત ને ફરી આનંદ મસ્તીમાં ગાળી રહ્યાં હતાં. આજે અભિષેકને એની પ્રિયા મૂળ સ્વરૂપમાં પાછી મળી હતી.

" અભિષેક એક સારું મુહૂર્ત કઢાવી લો તો હું આપણા વિરાર ના નવા ફ્લેટમાં ઘડો મૂકી આવું. મને પણ હવે મારા પતિના ઘરના ઓરતા જાગ્યા છે. "

" અને હા એક મહિના પછી કરવા ચોથ આવે છે. બે વર્ષથી હું એ વ્રત કરું જ છું એ તો તમને ખબર જ છે અભિ . તો આ વખતે કરવા ચોથ આપણા નવા ફ્લેટમાં જ કરીશ અને એ પણ તમારી હાજરીમાં જ. આ વખતે કોઈપણ બહાનું નહિ ચાલે ."

" ઓકે ડાર્લિંગ.... આઈ પ્રોમિસ !! પણ આ વખતની કરવા ચોથ તારી સાથે હું પણ કરીશ "
અને આ વાત સાંભળીને ફરી પ્રિયા એના પ્રિયતમને વીંટળાઈ ગઈ.

અશ્વિન રાવલ. (અમદાવાદ)