સંકલ્પ - એક અતૂટ જોડાણ - 6 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંકલ્પ - એક અતૂટ જોડાણ - 6

(શ્રુતિના મમ્મીનો જન્મદિવસ હોવાથી ગંગોત્રીના ઘાટ પર પૂજા કરાવી એ અને એના પિતા બંને મીઠાઈની એક દુકાનમાંથી બધા પ્રવાસીઓને આપવા માટે લાડુ ખરીદે છે. જ્યારે એના પપ્પા ધીમે-ધીમે પાછળ આવે છે. ત્યારે શ્રુતિ આગળ એની મમ્મીને જ્યાં બેસાડ્યા હોય છે ત્યાં જાય છે. ત્યાં હાલ ઝઘડો ચાલુ હોય છે. હવે આગળ...)

શ્રુતિ જ્યારે એની મમ્મીની નજીક આવી ત્યારે બધા વહીલચેર ખેંચનાર ભાઈઓ ઝઘડતા હતા, નજીક ગઈ ત્યારે ખ્યાલ આવ્યો કે એ બધા એની મમ્મીને બસ સ્ટેન્ડ સુધી લઈ જવા માટે ઝઘડી રહ્યા હતા. શ્રુતિ જેવી નજીક આવી તો એ બધા જ એની નજીક આવી ચર્ચા કરવા લાગ્યા.
શ્રુતિએ બધાને શાંત કર્યા અને એ ભાઈને શોધ્યો જે અહીં આવતી વખતે એની મમ્મીને લઈને આવ્યો હતો. એણે તરત કહ્યું, "આપ હી તો લેકે આયે થે મમાં કો, અભી ક્યાં વહીલચેર બદલની હૈ???"
પેલા ભાઈએ તરત જવાબ આપ્યો, "નહિ જી નહિ, યે લોગ યુ હી ભાડા લેને કે લિયે ઝઘડ રહે હૈ. આયા થા મેં તો, લેકે ભી મેં હી જાઉનગા....."
"જી ઠીક હૈ, તો ચલીયે...."
અને એણે એની મમ્મીને બેઠક પરથી ઉભા થવામાં મદદ કરી, અને વહીલચેરમાં બેસાડ્યા. આવતી વખતે ઢાળ નીચે તરફનો હતો એટલે વાંધો ન આવ્યો. પણ જતી વખતે ચઢાણમાં એની મમ્મીને ઉપર ખેંચવું સામાન્ય નહતું. એટલે વહીલચેરવાળો ઊંધી વહીલચેર રહી ઉપર ચઢી રહ્યો હતો અને પાછળથી શ્રુતિ પણ ધક્કો મારી રહી હતી. હજુ માંડ 200 મીટર આગળ ગયા હશે કે શ્રુતિને ખ્યાલ આવ્યો કે એના પપ્પા એની પાછળ આવી નથી રહ્યા. એણે વહીલચેર ઉભી રખાવી. પાંચ મિનિટ જેટલો સમય પસાર થયો કે એના પિતા ત્યાં હાંફતા-હાંફતા આવી પહોંચ્યા. શ્રુતિ એમની નજીક ગઈ અને એના પિતાની બેગપેક પોતાની જોડે લીધી અને આટલા હાંફવાનું કારણ પૂછ્યું.
એના પિતા બોલ્યા, "ખબર નહિ, કદાચ પાતળી હવાનો અસર છે. કે થોડુંક પણ ચાલુ તો તરત શ્વાસ ચઢે છે."
શ્રુતિ તરત બોલી, "આપણે તમારી માટે એક વહીલચેર કરી લઈએ??"
એના પિતાએ તરત "ના"માં જવાબ આપ્યો.

એ બાદ શ્રુતિએ પોતાની બેગપેક ખોલી અને એમાંથી એક સફેદ કપડું કાઢ્યું. એ કપડામાં પોતાની બેગની એક ડબ્બીમાં મુકેલી કપૂરની ગોટી મૂકી અને એ એના પિતાના હાથ પર બાંધી આપી. ત્યારબાદ એક નાનકડી સ્પ્રે બોટલ કાઢી અને એમાં રહેલ નીલગીરીનું તેલ એ કપડાં પર છાટી આપ્યું. એને અગાઉ ચારધામ જનાર એના કેટલાક સબંધીઓએ આ વિશે જણાવ્યું હતું કે ત્યાં પાતળી હવાને કારણે મગજ સુન થવાની શક્યતા રહેલી છે. અને શ્વાસ લેવામાં પણ સમસ્યાઓ સર્જાય છે. આથી જો કપૂર અને નીલગિરીના તેલને આ રીતે બાંધી વારેવારે જો એની સુગંધ લેવામાં આવે તો એની તીવ્ર સુંગધ મગજને સતત જાગ્રત રાખે છે. અને ઓક્સિજન લેવામાં મદદ કરે છે. પહેલા એની જરૂર શ્રુતિને ન પડી. પણ હવે એના પિતાની હાલતને કારણે એને આમ કરવું પડ્યું.
એ રૂમાલ બાંધી એના પપ્પાને એણે એક વસ્તુ ખાસ કહી, "પપ્પા જુઓ, બહુ વખત સુધી આને નાક નજીક ન રાખતા, બસ અમુક વખતે વધુ તકલીફ જણાય તો જ એની સુગંધ લેજો. નહિતર નાકમાંથી લોહી નીકળવા લાગશે...."
એની વાત સાંભળી એના પપ્પાએ "ઑકે" કહ્યું. ત્યારબાદ શ્રુતિએ એમને પોતાની બેગમાંથી પાણીની બોટલ આપી. એમણે પાણી પીધુ અને બોટલ શ્રુતિને પરત કરી. ત્યારબાદ એના પિતાની બેગપેક પણ પોતાની આગળ ભરાવી, પોતાની બેગપેક પાછળ ભરાવી એ ફરી વહીલચેર પાસે ગઈ અને એને ધક્કો મારવામાં મદદ કરવા લાગી. જતા-જતા એણે એના પપ્પાને જેટલું શક્ય હોય એટલું ધીમે-ધીમે ચાલવા કહ્યું.

છેવટે થોડાક ચઢાણ બાદ એનો શ્વાસ પણ ફુલવા લાગ્યો અને એ જોરથી ઉધરસ ખાવા લાગી. એના માથામાં અજબ પ્રકારની ગભરામણ થવા લાગી. અને એક ખાલીપો સર્જાવા લાગ્યો. આ સમજતા વહીલચેર ખેંચનાર ભાઈએ શ્રુતિ પાસેથી એક બેગ લેવાનું કહ્યું. શ્રુતિએ ના પાડી પણ એ ભાઈએ જીદ કરી એટલે શ્રુતિએ એક બેગ એમને આપી. એ ભાઈ એક બેગ સાથે એની મમ્મીની વહીલચેર આગળથી ખેંચતો અને શ્રુતિ બીજી એક બેગ સાથે એની મમ્મીની વહીલચેરને પાછળથી ધક્કો મારતી. એમ કરી તેઓ બસસ્ટેન્ડ પહોંચી ગયા.
છેવટે એની મમ્મીને વહીલચેર પરથી ઉતારી શ્રુતિ સુરક્ષિત રીતે એમને ત્યાં એમના બસના પ્રવાસીઓ નજીક એક બેઠક પર બેસાડીને આવી. એણે વહીલચેરનું ભાડું ચૂકવ્યું. હજી સુધી એના પપ્પા આવ્યા નહતા.

એટલામાં એ ભાઈ બોલ્યો, "દીદી એક ચાય પીલા દો ના.."
શ્રુતિ બોલી, "જી જરૂર. આપ ચાય ભી પીયે ઔર નાસ્તા ભી કર લીજીએ..." એમ કહી એ નજીકના ચાવાળા પાસે ગઈ. ત્યાંથી ચા અને સમોસા લઈ, પૈસા ચૂકવી એણે એ ભાઈને આપી દીધા. એ ભાઈ ખુશ થઈ નજીકમાં જ બેસીને નાસ્તો કરવા લાગ્યો.

શ્રુતિના પ્રવાસ મેનેજરે એ બસ સ્ટેન્ડ પર જ બધા પ્રવાસીઓને જમવાનું આપવાનું શરૂ કરી દીધું હતું. એ લોકો હોટેલથી જ પુરીશાક બનાવી ફૂડ-પેકેટમાં લઈ આવ્યા હતા. જેથી બપોરનો જમવાનો સમય જતો ન રહે. એમની જોડેથી શ્રુતિએ એની મમ્મીની પ્લેટ તૈયાર કરી અને એમને જમવાનું આપ્યું. ત્યારબાદ એ એના પિતાનું બેગ ખોલી બધાને લાડુ આપવા લાગી. અને બધાને એની મમ્મીની બર્થડે વિશે જણાવ્યું. બધા જ પ્રવાસીઓએ એમને જન્મદિવસની શુભકામનાઓ આપી.
એમને આપ્યા બાદ શ્રુતિએ ચાવાળાને અને વહીલચેરવાળા ભાઈને પણ લાડુ આપ્યો. એ બંને ખૂબ ખુશ જણાતા હતા. વહીલચેરવાળો ભાઈ તો પોતાની સાથે બીજા બે ત્રણ ભાઈઓને પણ લાડુ લેવા માટે લેતો આવ્યો હતો. શ્રુતિએ બધાને લાડુ આપ્યા. અને બધાની શુભેચ્છાઓ પોતાની મમ્મી માટે લીધી. એના પપ્પા આવ્યા એ બાદ એમને જમવાનું આપી, એ જમવા બેઠી. પ્રવાસનો મેનેજર પણ હવે બધાને જમાડ્યા બાદ બચેલું જમવાનું ત્યાંના બીજા મજૂરો અને અન્ય લોકોને આપવા લાગ્યો. એમ કરતાં છેલ્લે ફૂડપકેટ ભરેલા વાસણો ખાલી થતા બધું બસમાં મુકવામાં આવ્યું. અને બધા પ્રવાસીઓ પણ અંદર બેસી ગયા.

ગંગોત્રીથી 2 વાગ્યે જેવું નીકળ્યા. જે ગેસ્ટહાઉસમાં એ લોકો રોકાયા હતા ત્યાં સુધી 90 કિલોમીટરનો રસ્તો હતો. પણ પહાડી રસ્તાઓને કારણે અંતર ખૂબ ધીરે કપાઈ રહ્યું હતું. લગભગ 4 વાગ્યાની આસપાસ રસ્તામાં છોટા ચારધામ નામની એક જગ્યાએ ગરમ પાણીના ઝરા આવે છે. એ સ્થળ પર બસ રોકવામાં આવી અને ત્યાં ચા-નાસ્તો કરવામાં આવ્યો.

ત્યારબાદ ત્યાં ખીણની નજીક લાકડાના પટ્ટા મારી નીચે ગાલિચો પથરી એક દુકાન બનાવવામાં આવી હતી. માત્ર છ મહિના ચારધામ યાત્રા ચાલુ હોવાથી આ દુકાન હંગામી પાયે બનાવાયી હતી. એ સ્ટોલમાં શ્રુતિને એક ઓવરકોટ ખૂબ ગમ્યો. એ એની ભાભી માટે એ કોટ લેવા ઇચ્છતી હતી. એણે એના પપ્પાને બોલાવ્યા, પણ એ વખતે એના પપ્પા ત્યાં હાજર નહતા. બધા પ્રવાસીઓ શ્રુતિ જોડે આવી ગયા, અને જો એ લેશે તો એ બધા પણ ખરીદી કરશે, એમ જણાવ્યું. છેવટે ભીડ વધતા શ્રુતિ ત્યાંથી નીકળી ગઈ. એ નીકળી એટલે બીજા બધા પણ કંઈ જ લીધા વગર જતા રહ્યા.
પણ ત્યારે જ એના પિતા ત્યાં આવી ઉભા રહી ગયા અને શ્રુતિને પસંદ કરવા બોલાવી. શ્રુતિએ ત્યાં આવી અને એક કોટ પસંદ કર્યો. એના પિતાએ ભાવ પૂછ્યો તો દુકાનદારે 550 રૂ. કહ્યું. ભાવ વધઘટ માટે એક વખત પૂછ્યું, તો એણે ના પાડી. તરત એના પિતાએ એ કોટ એટલા જ રૂપિયામાં લઇ લીધો.
આ જોઈ દુકાનદાર આશ્ચર્ય પામ્યો. એણે જણાવ્યું કે "આપ જૈસે કસ્ટમર કમ હી આતે હૈ. જો એસે લે જાતે હૈ ચીજે. જયાદાતર લોગ તો ઇતના ભાવ ઘટાતે હૈ કી હમેં સિર્ફ માલ ખતમ કરને કે લીએ કમ દામ મેં ભી બેચના પડતા હૈ.."
શ્રુતિના પપ્પા બોલ્યા, "અરે આપ ભી તો એસી એક્સ્ટ્રીમ કન્ડિશન મેં યહાઁ રહેકર સામાન બેચતે હૈ, અગર મુનાફા હી નહિ હુઆ. તો એસે કામ કરને કા મતલબ હી ક્યાં???"
શ્રુતિના પપ્પાએ જે રીતે વાત કરી દુકાનદાર ખૂબ ખુશ થઈ ગયો. અને કોટ પેક કરી આપ્યો. શ્રુતિ બસમાં ગઈ અને બસ ઉપડી ગઈ. એ સીટ પર બેઠી ત્યારે એના હાથમાં કોથળી જોઈ બધાએ એને સામાન વિશે પૂછ્યું. અને જ્યારે એણે કોટ બતાવ્યો તો બધાને એ બહુ ગમ્યો. અને અમુક મહિલાઓ તો એ કોટના પૈસા આપવા પણ તૈયાર થઈ ગઈ, પણ શ્રુતિએ એ વેચવાની ના પાડી દીધી. એ ખાસ એની ભાભી માટે એ કોટ લઈ જઈ રહી હતી, એ જોઈ બધાને એક જાતની બળતરા અને આશ્ચર્ય બંને થયું.

(આપણા વડવાઓ પણ કેટલા સમજદાર હતા નહિ, ચારધામ જેવી મુશ્કેલ યાત્રા એક સામાન્ય માણસ માટે ખતરારૂપ જાણી ઓછામાંઓછી સમસ્યાઓ સર્જાય એ માટેની વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ કરતા ગયા. બહુ ઓછા લોકો એવા હોય છે જે આ રીતે ફરવા નીકળે એટલે બીજા લોકોનું પણ ખાસ ખ્યાલ રાખે છે. તમે આને કદાચ શ્રુતિ કે એના પિતાની મૂર્ખામી સમજશો. જે મધ્યમવર્ગીય હોવા છતાં પોતાના પૈસા આ રીતે ઉડાવી રહ્યા છે. પણ હું એને એક યોગ્ય કામ માટે વપરાતી રકમ તરીકે ગણાવીશ. કદાચ આમાં નજરભેદ હોઈ શકે છે.)