પરીક્ષા - 6 Jigar Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

પરીક્ષા - 6

ભાગ :- 9

Dance competion ગાંધી સ્મૃતિ હોલમાં હતી. પાયલ તો ક્યારની હોલમાં પહોંચી ગઇ હતી. સ્પર્ધા મા ભાગ લીધો હોય તેને જલ્દી આવી જવાનું હતું. સાંજે 5 વાગે સ્પર્ધા શરૂ થવાની હતી. સવિતા અને માલતી પણ હોલમાં આવી ગયા હતા. રસીલાબેન ઘરે જ હતા. મીરા અને જનક પણ ક્યારના આવી ગયા હતા.

હોલ ધણો મોટો હતો. ખુબ સરસ સજાવટ કરી હતી. બેસવા માટે ખુરશીઓ હતી. પહેલી હરોળમાં સોફા ગોઠવેલાં હતા મહેમાનો માટે અને સ્ટેજ પણ ધણો મોટો હતો. સ્ટેજ ની જમણી બાજુ નટરાજ ની મુર્તિ હતી. સંચાલન કરનાર વ્યકિત ડાબી બાજુ ઊભો હતો. સ્ટેજ પર લટકતા તારા હતા જે કાચ થી બનેલા હતા. માલતી અને સવિતા સોફા પછીની ખુરશીમાં બેસી જાય છે. બધા હોલમાં બેસી જાય છે. મહેમાન લોકો પણ આવી જાય છે. સંચાલન કરનાર વ્યકિત Competition ઔપચારિકતા પતાવીને સ્પર્ધા ની શરુઆત કરે છે. થોડા કલાકારો પછી પાયલ આવે છે. તે ખુબ સરસ dance કરે છે. માલતી અને સવિતા ને પણ એનો dance ગમે છે. એ બંને એમ જ લાગતું હતું કે પાયલ જ જીતશે કેમકે આની પહેલાં કોઈ આટલો સરસ dance કર્યો ન હતો. સંચાલન કરનાર હવે આખરી વ્યકિત નું નામ બોલે છે. તેનો ચેહરો ઓઢણી થી ઢાંકેલો હતો. એ મીરા હતી. Dance શરુ થાય પહેલો કૃષ્ણ ની મુર્તિ મુકે છે અને હાથમાં આરતતી ની ડીસ લઇ છે.એનો Dance શરુ થાય છે. એ જે ગીત પર dance કરવાની હોય તે વાગે છે.

એક રાધા .....
એક મીરાં .....

દો નો ને શ્યામ કો ચાહા હા .....
અંતર કયાં દો નો કી ચાહ મેં બોલો

એક પ્રેમ દિવાની .....
એક દર્શન દીવાની .....

(ગીત વાગે છે)

માલતી અને સવિતા ને એનો Dance ગમે છે. ગીત પતવાનુ જ હોય ત્યારે સવિતા નું ધ્યાન ઊપર લટકતા તારા જેવા કાચ પર જાય છે.
" માલતી જો રાધા ! " સવિતા બોલે છે.

તે માલતીને કાચ તરફ જોવાનું કહે છે.

" હા દીદી રાધા ! " માલતી બોલે છે.

માલતી અને સવિતા ને કાચમાં તેનો ચેહરો દેખાય છે. તે બંને પોતાની જગ્યા પરથી ઊભા જ થવાના હોય કે ગીત પતી જાય છે. માલતી અને સવિતા પોતાની જ જગ્યે બેસી રહે છે.

શું રાધા જ મીરા છે ?
તે માટે વાચતાં રહો પરિક્ષાનો આગળનો ભાગ

ભાગ :- 10
નર્મદા નદી એક એવી નદી છે તેની પરિક્રમા થાય છે. અંમરકટક માથી નીકળેલી નર્મદા નદી ભરુચ પાસે સાગરને મળે છે. નર્મદા નદીની પરિક્રમા અંમરકટક થી શરૂ થાય છે. એકવીસ દિવસની પરિક્રમા હોય છે. આ પરિક્રમા ખુબ મહત્વ છે. સાંજના 6 વાગતા મહેશ અને દીપક અંમરકટક પહોંચી જાય છે. બંને જણા નર્મદા નદીની સંધ્યા આરતી માં જોડાય છે. મહેશ અને દિપક મહા મૃત્યુંજય મંત્ર બોલે છે. યાત્રા માંથી એક વ્યકિત ગીત ગાય છે.

મા ..... રેવા ..... રેવા ....


મા ..... રેવા ..... રેવા ....

ખળખળ વહેતું જાય તારું પાણી નિર્મળ

મા ..... રેવા ..... રેવા ....


મા ..... રેવા ..... રેવા ....

( રેવા નામ નર્મદા નદી નું જ છે.)
એનો અવાજ મધુર હતો. સાંજ ના સમયે વહેતા આ પાણીમાં અલગ જ શાંતિ હતી. ઊપર આકાશમાં ચમકતો ચાંદલો એની આજુબાજુ ચમકતા તારલાઓ અને નદીમાં વહેતુ શાંત પાણી મનને શાંતિ આપતું હતું. ઊપર થી તેમા પણ આ નું મધુર સંગીત એનું નામ પુછતાં એણે એનું રાગ કહયું.

કાલે સવારે યાત્રા શરુ થશે યાત્રા ના આગેવાને માધવ એ કીધું.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

મીરાં નું dance પતી ગયા પછી તે પોતાના તૈયાર થવા વાળા રુમમાં જાય છે. માલતી અને સવિતા પણ તેની પાછળ જાય છે. મીરાં રુમમાં જાય ને ખુરશી પર બેસે છે. એ રુમ મા બીજા લોકો પણ હોય છે.છે.સવિતા અને માલતી માં તેને મળવાનો ગજબનો ઉત્સાહ હતો. એ એના પગની ઝડપ જાણે અમણાજ કોઈ રેસ માં જીતી જવાની ઝડપ હતી. સવિતા અને માલતી વર્ષો પછી રાધા ને મળવાની હતી.

પાયલ : મમ્મી તમે અહીં?

સવિતા : અમણા જે નું dance પત્યું તે કયાં છે ?

(પાયલ તેની ખુરશી તરફ ઇશારો કરે છે. સવિતા અને માલતી તે તરફ જાય છે.)

સવિતા અને માલતી : રાધા

(મીરા પાછળ ફરી ને જોય છે અને ખુરશીમાંથી ઊભી થાય છે. એક ક્ષણ માટે તો બધા એક બીજાને જોયા કરે છે અને ત્રણેય ગળે મીલે છે.)

મીરા : દીદી

ત્રણેય ની આંખોમાં ખુશીની આંસુ હતા. રાધા તો રળતી જ જતી હતી. સવિતા તેને પાછી ગલે મળે છે અને આંસુ લુછે છે. સવિતા પોતાનો હાથ આગળ કરે છે. માલતી પોતાનો હાથ તેની ઊપર મુકે છે અને રાધા તેની ઊપર હાથ મુકે છે.

પાયલ ને કંઇ સમજ પડતી ન હતી. પણ હવે પરિણામ નો સમય હોવાથી પાયલ મમ્મીને કહે છે.

પાયલ : મમ્મી હોલમાં જવાનું છે

બધા હોલ તરફ જાય છે.

હોલમાં વિજેતા નું નામ જાહેર થાય છે. પહેલાં નંબર મીરા અને બીજા નંબર પર પાયલ આવે છે. બધા હવે હોલમાંથી બહાર નીકળે છે. જનક પણ હોલમાંથી બહાર નીકળે છે. મીરા એ બીજુ કોઈ ની પણ રાધા જ છે. જનક અને પાયલ ને બધી હકીકત ખબર પડે છે. સવિતા, માલતી અને રાધા ત્રણેય બેહનો છે. બધા સવિતા બેન નાં ઘરે જવા નીકળે છે.

રસીલાબેન ને ધ્યાન માં કંઇ દેખાય છે.

રસીલાબેન ને ધ્યાન માટે શું દેખાય છે ? તે માટે વાચતાં રહો પરિક્ષાનો આગળનો ભાગ