પરીક્ષા - 5 Jigar Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

પરીક્ષા - 5

ભાગ :- 8

બીજા દિવસે સવારે માલતીને રજા મળી જાય છે. માલતી બેન, સવિતા બેન અને દીપક મહેશ ની કારમા બેસીને સવિતા માસી ના ઘરે જાય છે. દીપક ને પણ આજે હોસ્પિટલમાં જવાનું હતું આજે એનો પહેલો દિવસ હતો. એટલે તે મમ્મીને માસીના ઘરે મુકીને હોસ્પિટલમાં જવાનો હતો. માલતી પોતાની માનતા કયારે પુરી થશે તેના વિચારો ખોવાયેલી હતી. કાર મહેશ ચલાવી રહયો હતો. દીપક આગળ ની સીટ પર બેસેલો હતો અને માલતી બેન, સવિતા બેન પાછળ ની સીટ પર બેસેલા હતા. આગળ રેડ સિગ્નલ હોવાથી કાર ઊભી રાખે છે. સવિતા બેનનું ધ્યાન રોડની સામેની સાઇટ બાજુની કાર તરફ જાય છે. એને એ ચહેરો જાણીતો લાગતો હતો. સવિતા બેન થોડું વિચારમાં પડી જાય છે આ કોણ છે ? સવિતા બેન ને યાદ આવતા તે (માલતી ને સામેની બાજુ બતાવતા) જો માલતી રાધા આપણી બહેન ! માલતી અને સવિતા કાર માંથી ઊતરી ને સામેની બાજુ જાય છે પણ તેવો ત્યા પહોંચે પહેલા જ સિગ્નલ બદલાય જાય છે અને કાર જતી રહે છે.

માલતી : આ રાધા જ હતી કે ?

સવિતા : હા એજ હતી

માલતી : મને એનો ચહેરો ધ્યાનથી જોવા ન મળ્યો એટલે એ રાધા છે કે નહી

સવિતા : એ રાધા જ હતી

માલતી અને સવિતા રોડની સામેની બાજુ આવે છે અને કારમાં બેસે છે.

મહેશ : તમે લોકો રોડ ની પેલી સાઇટ કેમ ગ્યા હતા.

સવિતા : કોઇ જાણીતા વ્યકિત હતી પણ અમે એને મળી ના શકયા

થોડી વાર મા સિગ્નલ બદલાય જાય છે. થોડી વાર મા ઘર આવી જાય છે. માલતી અને સવિતા કારમાંથી ઊતરી જાય છે. દીપક અને મહેશ ને કામ પર જવાનું હતુ તેથી તેઓ ઘરના દરવાજેથી નીકળી જાય છે. માલતી અને સવિતા ઘરનીઅંદર આવે છે. પાયલ પણ થોડી વાર પહેલાં બેન્ક જવા નીકળી ગઇ હતી.

રસીલા : માલતી હવે કેવી તબિયત છે ? (પાણી નો ગ્લાસ આપતા)

માલતી : (પાણી નો ગ્લાસ લેતા અને બે ઘુંટણ પાણી પી ને બોલતા) સારું છે માસી હવે

સવિતા : માસી ચા મુકોને

રસીલા : હા (રસોડામાં જાય છે)

માલતી : હવે માસી ને માનતા અને આ પંદમડુગળી જવાનું તેની બધી વાત કરીયે

સવિતા : હા

રસીલા બેન થોડી વાર મા ચા સાથે બિસ્કિટ લઇને આવે છે. માલતી બેન અને સવિતા બેન ચા કપ લઇ છે. રસીલાબેન ચા નો કપ લઇ ને સોફા પર બેસે છે.

રસીલા : મારે એક વાત કરવાની છે. કાલે મને ધ્યાનમાં પચ્ચીસ વર્ષ પહેલાં જે બન્યુ હતું તે ફરી થવાનું હોય તેમ લાગે છે.

સવિતા : માલતી એ તો નદીની પ્રદશિણાની માનતા માની છે અને મે તો એને કસમ આપી દીધા છે હવે શું કરીયે ?

માલતી : મે તો દીપક ડોક્ટર બની જાય ત્યારે નદીની પ્રદશિણાની અને આપણા ગામમાં પાંચ કમળની પુજાનું માનતા માની છે.

સવિતા : માસી તમે જ કંઇ સમાધાન બતાવો

રસીલા : (થોડું વિચારીને બોલે છે) માલતી તું એ માનતા દીપક માટે માગી હતી. તો દીપક નદીની પ્રદશિણા કરવા જાય તો માનતા પણ પુરી થઇ જાય અને કસમ નું માન પણ રહી જાય.

માલતી : હા દીપક ને મોકલી શકાય

સવિતા : પણ માસી પરિક્રમા પછી પાંચ કમળનું ?

માલતી : પરિક્રમા પતે પછી તો અમારે નર્મદા નદી એ જવું પડે પાંચ કમળ લેવા

સવિતા : પરિક્રમા પતે પછી તો જવું જ પડે
દીપક સાથે આ મહેશ ને પણ મોકલીશ

માલતી : સારું

રસીલા : પરિક્રમા પતે પછી આપણે બધાં નર્મદા નદીના કિનારે પાંચ કમળ લેવા જઇશું

સવિતા : પણ પેલી જાદુગરની માયા

રસીલા : આપણે કોઈ રસ્તો વિચારવો પડશે પણ 29 દિવસ બાકી છે તો દિપક અને મહેશ ને કાલે સવારે જ મોકલી દે

માલતી : પણ કાલે સાંજે પાયલની Dance competion છે.

સવિતા : ચાલશે Dance Competion આપણે જ જઇ આવશું
દીવસો નથી હવે

માલતી : તો છોકરાઓને ચંદ્ર વંશ વિશે બંધુ કંઇ દેવું જોઇએ

રસીલા : એ સમય હજુ નથી આવ્યો
પરિક્રમા પતે પછી બંધુ જણાવીશું

માલતી : સારું

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

માયા.......
જાદુગરની માયા.......
જાદુગરની માયા.......
માયા.......
(background ગીત વાગે છે )

માયા કેદખાના તરફ જાય છે. માયા ના કાનમાં મોટા ઝુમકા પહેર્યા હતા. માથામાં એક નાનો મુગટ હતો. કપડાનો કલર કાળો હતો. હાથમાં કાળી બિલાડી લેતી એ કેદખાના માં આવી જાય છે. ત્યા એક વ્યકિત ના બંને હાથ અને પગ કળીથી બાંધેલા હતા. તેની ઊંમર આશરે 70 વર્ષ જેવી હતી. એના માથાના વાળ થોડા લાંબા હતા. તેનો ચહેરો થોડો કાળો પડી ગયો હતો. પણ આંખમાં કંઇ અલગ ચમક હતી. કેદખાના માં એક જ બારી હતી. આજુબાજુ થી એ રુમ બંધ હતો. એક દરવાજો હતો પણ તે માયા ના જાદુથી જ ખુલતો. એ વ્યકિત ન જાણે કેટલા વર્ષોથી અહીં હતો. માયા કેદખાના મા આવે છે. બોલ તને કોણ બચાવવા આવશે ? હવે તો પચ્ચીસ વર્ષ પણ પુરા થઇ જશે ? એમ બોલતા માયા હસે છે. પેલો વ્યકિત ખાલી હસે છે કંઇ બોલતો નથી. માસી કેદખાના માંથી બહાર નીકળે છે. થોડે આગળ જતાં એક રુમ આવે છે. માયા પોતાના જાદુથી દરવાજો ખોલે છે. એ રુમ મા બધીજ સુવિધા હતી. એ રુમની એક દિવાલ પર ફોટો હોય છે. ફોટો માં એક સુંદર યુવતી હોય છે. માયા એ ફોટા પર જાદુ કરે છે. એ ફોટા માંથીએ યુવતી બહાર આવે છે. એ યુવતી માયા જેવી જ સુંદર હતી. એના વાળ લાંબા સોનેરી રંગના હતા. એના કાનમાં ચાંદી ના મોટા ઝુમકા હતા. કપડાનો કલર સફેદ હતો. હાથમાં નાનું ચાંદીનુ મુગટ હતુ. મુગટની વચ્ચે એક હીરો જડેલો હતો. તેના ચહેરા ઊપર અલગ જ ચમક હતી.

માયા : કંઇ તફલીક તો ન પડી છાયા ? કંઇ હોય તો કહેજે હું તારી દીદી છું.

છાયા : દીદી મને તમે આઝાદ કરી દો

માયા : ના ના
આતો આપણું નગર છે.

છાયા : મારે અહીં નથી રહેવું

માયા : મેં તને ક્યારની આઝાદ કરતે. પણ તું એ મદદ કોની કરી એ ચંદ્ર વંશ નાં પરિવાર ની તો પછી મેં તને કેમ આઝાદ કરું.

છાયા : મને આઝાદ કરો દીદી

માયા પોતાના જાદુથી એને પાછી ફોટો મોકલી દે છે. અને રુમની બહાર નીકળી જાય છે.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

સાંજનો સમય બધાં સવિતા બેન માસી ના ઘરે જમે છે. માલતી બેન દીપક ને કઇ દે છે કે કાલે સવારે જ ત્યારે નદીની પરિક્રમા કરવા નીકળી જવાનું છે મહેશ ને પણ લઇ જવાનું છે. આમ અચાનક ધણા સવાલ પુછે છે પણ માલતી બેન અને સવિતા બેન બસ એક જ વાત કહે છે કાલે તમારે સવારે જ નીકળી જવાનું છે. છેલ્લે મમ્મી ની વાત તો માનવી જ પડે. દીપક અને મહેશ કાલે જવાની ત્યારી કરવા લાગે છે. મહેશ અને દીપક વિચારે છે આ અચાનક આવું કેમ મમ્મી એ વિચાર્યુ. દીપક તો કંઇ પાંચ કમળ સાથે સકાળેલી વાત લાગતી હતી પણ મમ્મી કે માસી વાત જણાવતા જ ન હતા. ખાલી બસ પરિક્રમા પતી જશે ત્યારે જણાવીશું એટલું જ કીધું. મહેશ ને તો આ બધી વાતમા કંઇ સમજાતું ન હતું. દીપક અને માલતી બેન સવિતા બેન ના ઘરે જ રોકાય છે.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

સવારે મીરા મંદિર જઇને ઘરે આવે છે. જનક આને જવાનું ન હતું આજે રવિવાર હતો. મીરાની પણ Dance Competion હતી. જનક ઊઠીને સોફા પર પેપર લેતો બેસે છે.

જનક : મમ્મી કયાં ગયા હતા.

મીરા : મંદિરે જઇને આવી. આજે Dance Competion છે એટલે.

જનક : મમ્મી તમે જ જીતવાના છો.

મીરા : Dance Competion પટે પછી જ ખબર પડે.
(આજે મીરાં ને વર્ષો પછી કોઈ મળવાનું હોય તેમ આભાસ થતો હતો. પણ ન જાણે કોણ મળવાનું હતું. )

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

બધાં સવારે ઊઠીને મહાદેવ ની આરતી માં જોડાઇ છે. સવિતા માસી ના ઘરે મહાદેવની એક નાની મુર્તિ હતી. સવિતા બેન આરતી કરતા હતા. તેની બાજુમાં માલતી બેન અને રસીલા બેન હતા. પાછળ દીપક, મહેશ અને પાયલ હતા. આરતી થોડી વારમાં પતી ગઇ. બધા મહાદેવ ને નમન કરે છે.

માલતી : દીપક જવાની બધી તૈયારી થઇ ગઇ.

દીપક : હા મમ્મી

માલતી : મહેશ દીપક નું ખ્યાલ રાખજે.

મહેશ : હા માસી તમે ચિંતા ની કરો અમે જલદી જ પરિક્રમા પુરી કરીશું.

માલતી : મહાદેવ તમારી રક્ષા કરશે.

સવિતા : (દીપક અને મહેશ બાજુ જોતા) બેટા સૌથી પહેલાં જઇને નર્મદા નદીની પુજા કરજો પછી મહાદેવ નું નામ લેતા પરિક્રમા શરૂ કરજો. તમારી સાથે બીજા સહ યાત્રી પણ હશે જે પરિક્રમા કરવા આવ્યા હશે તેમની સાથે જ રેહજો.

રસીલાબેન પુજાની થાળી લઇ આવીને સવિતાબેન ને આપે છે. સવિતા બેન બંનેને ટીલક કરી આરતી ઊતારે છે.

માલતી : પરિક્રમા પતાવવાની હોય ત્યારે ફોન કરજો. અમે ત્યારે આવી જઇશું

સવિતા : બેટા કોઈ સમસ્યા આવી જાય ત્યારે પરિસ્થિતિ આપણા હાથમાં ન હોય ત્યારે મહાદેવ ના મહા મૃત્યુંજયનો જાપ કરજો

દીપક અને મહેશ : હા

દીપક અને મહેશ ઘરની બહાર નીકળે છે. ગાડી બહાર ઊભીજ હતી.

મહેશ : દીદી Best Of Luck

પાયલ : Thank You

દીપક : Best Of Luck દીદી
Competition તમે જ જીતશે

પાયલ : Thank You

દીપક અને મહેશ ગાડીમાં બેસીને નીકળી જાય છે. બધા ઘરની અંદર જાય છે. પાયલ પોતાની તૈયારી કરવા રુમમાં જાય છે. આગળના રુમમાં રસીલાબેન, સવિતા અને માલતી સોફા ઊપર બેસે છે.

માલતી : દીદી આપણે બરાબર કર્યુ ને ?મહેશ અને દીપક ને મોકલી ને ?

સવિતા : હા બરાબર જ કર્યુ.

રસીલાબેન : તમે ચિંતા ના કરો. મહાદેવ પર વિશ્વાસ રાખો. એમ પણ પરિક્રમા પતે પછી પાંચ કમળ લેવા જવાના છે ને આપણે

માલતી : ખરી મુસીબત તો પાંચ કમળ લેવા જઈશું ત્યારે જ આવશે.

સવિતા : માલતી તું ચિંતા ની કર આપણી સાથે મહાદેવ છે.

માલતી : હા દીદી

રસીલા : મને કોઈ વર્ષો પછી કોઈ મળવાનું હોય તેવો આભાસ કાલે ધ્યાનમાં થયો હતો.

સવિતા : હા માસી મને પણ આજે સવારે પુજા પતી ગઇ પછી કોઈ મળવાનું હોય તેવો આભાસ થયેલો

માલતી : મને પણ પુજા પતી ગઇ પછી કોઇ વર્ષો પછી મળવાનું હોય તેમ લાગે છે.

સવિતા : કોણ મળવાનું હશે ?

માલતી : ખબરની દીદી

રસીલા : સમય આવતા ખબર પડી જશે.

સવિતા : હા માસી

માલતી હકારમાં માથું હલાવે છે.

Dance Competion શું થશે ? તે માટે વાચતાં રહો પરિક્ષાનો આગળનો ભાગ