ભાગ :- 4
મમ્મી અને માસી કયા પાંચ કમળની વાત કરે છે. દીપક પહેલા દવાની લઇને આવું પછી વાત કરું એમ વિચારતા દવાની દુકાન પર પહોંચે છે.
ભાઇ આ દવા આપી દો ને
દુકાન વાળા એ દવા આપી 250 રુપિયા
દીપક જોયા વગર 500 ની નોટ આપી ને નીકળી ગયો
દીપક નીઝડપમાં કંઇ અલગ જ ઉતાવળ હતી.
થોડી વાર મા દીપક રુમની બહાર આવી ગયો.
ઓ ભાઇ ઊભો રહે ! એમ બોલતા કોઈ નો અવાજ દીપકને પાછળથી સંભાળ્યો
દીપક તરત જ પાછળ ફરીને જોયું
250 રુપિયા તમારા દવાની દુકાનમાં તમારા બાકી હતા.
દિપક 250 રુપિયા લીધા અને તેમનો આભાર માન્યો . તે ભાઇ નાં મુખ પર એક હાસ્ય હતું. મારા જેટલી જ તેની ઉંમર હતી.
દીપક તેનું નામ પુછતા તેણે કહયું " હાઇ મે જનક " કહેતા હાથ દીપક સામે હાથ લંબાવ્યો.
" હાઈ મે દીપક " એમ કહેતા તેને જનક સાથે મીલાવ્યો.
દીપક ને ઊતાવળ હતી એટલે તેણે Thank You અને By કહી ને રુમ ની અંદર આવે છે.
જનક પણ By કહીને ત્યાથી નીકળે છે.
જનકનું ઘર નજીકમાં જ હતું. તેના ઘરમાં ખાલી એની મમ્મી અને જનક જ રહેતો હતો. એની મમ્મી શિક્ષક હતી. એના પપ્પા એક કાર અકસ્માત મા મૃત્યુ પામ્યા હતા. ત્યારે જનક પાંચ વરસનો હતો.જનક અને તેમની મમ્મી તો પણ પોતાની આ નાની જીંદગી થી ખુશ હતા. તેની મમ્મી નું નામ મીરા હતું.
(દિપક અને જનક ને ખબર પણ ન હોતી કે તેમની મુલાકાત પાછી થવાની હતી)
સવિતા : બેટા દવા લઇ આવ્યો
દીપક : હા માસી
માલતી બેન દવા પી લઇ છે. દવાની ઘેનની અસરથી માલતીને ઊંઘ આવી જાય છે.
માસી આ પાંચ કમળનું શું રહસ્ય છે ?
બેટા આ પાંચ કમળનું તને કોણે કીધું.
તમે અને મમ્મી જયારે વાત કરતા હતા ત્યારે હું રુમની જ બહાર હતો.
માસી કહો ને આ પાંચ કમળનું શું રહસ્ય છે ?
બેટા આ મોટી કથા છે. સવિતા માસી બોલ્યા.
માસી કહોને પાંચ કમળનું શું રહસ્ય છે ?
હા બેટા કહું છું. સાંભળ કહી ને વાત શરું કરે છે.
આ પાંચ કમળનું શું રહસ્ય છે ? દિપક અને જનક ની ફરી મુલાકાત કયારે થશે ? તે માટે વાચતાં રહો પરીક્ષા નો આગળનો ભાગ.
ભાગ :- 5
સવિતા માસી એ વાત શરુ કરી
આ પચ્ચીસ વર્ષ પહેલાં ની વાત છે. અમારું સુરત શહેરમાં ઊનાઇમાતા નાં મંદિર નજીક મોટું ઘર હતું. તેમા મારા પપ્પા અને મારી બે બહેનો રહેતી હતી. મારા પપ્પા નું નામ સોમદેવ હતું. જેમાં સૌથી મોટી મે અને પછી તારી મમ્મી માલતી અને છેલ્લી
નું નામ બોલતા માસી અટકી ગયા.
શું નામ છે? દીપક તરત જ પુછ્યું
અને છેલ્લી નું નામ રાધા છે. અમારો પરિવાર ચંદ્ર વંશના વંશજો હતા. અમારો પરિવાર મહાદેવની વર્ષોથી પુજા કરતો આવ્યો છે. દર પચ્ચીસ વર્ષ પછી આ પાંચ કમળ થી પુજા કરવાની આપણા પરિવારમાં પરિવાર માં પરંપરા છે. હવે પચ્ચીસ વર્ષ પુરા થવામાં ત્રીસ દિવસ બાકી છે. તારી મમ્મીને ખબર હતી કે ચંદ્ર વંશ નાં વંશજો ની માનતા પુરી જ થાય છે.
તો મમ્મી એ સાથે નદીની પરિક્રમા કેમ માનતા કેમ માની ? દીપકે પુછ્યું
કેમકે બેટા પાંચ કમળને લેવા નર્મદા નદીની પ્રદશિણા કરવાની હોય છે. નર્મદા નદી નો હર એક પથ્થર શિવલીંગ હોય છે. મારા પપ્પા એ પચ્ચીસ વર્ષ પહેલાં પરિક્રમા પુરી કરીને નર્મદા નદી ની અંદર ઉતરી ને પાંચ કમળ લઇ આવ્યા હતા. પણ તેઓ માયા સાથે લડતા લડતા મૃત્યુ પામ્યા. પપ્પા એ પોતાનું વચન તો પુરું જ કર્યુ. પાંચ કમળ થી મહાદેવ ની પુજા તો કરી જ એમની છેલ્લી ઇચ્છા હતી કે અમે અમારું ઘર છોડી ને સુરત શહેર માં જતાં રહે, અને પચ્ચીસ વર્ષ પછી આ જ કમળાથી મહાદેવની પુજા કરે અને ..... બોલતા સવિતા બેન અટકી ગયા.
અને શું માસી ? દીપકે પુછયું
અને રાધા ને પાછી ઘરે લઇ આવી ?
માસી આ માયા કોણ છે ? રાધા માસી અત્યારે કયા છે ? મંને આ પાંચ કમળની પુરી વાત કહો માસી. દીપક ના મનમાં સવાલનું મોજુ ફરી રહયું હતું.
માસી વાત ને ટાળતા બોલ્યા બપોરનો સમય થઇ ગયો છે. હું મહેશ ને ફોન કરી ટીફીન મંગાવુ છું. રસીલામાસી એ રાંધી લીધું હશે. પાયલને પણ ઓફિસે જવાનું છે.
સવિતા માસી દીપકની મમ્મી ની સ્કુલમાં આચાર્ય છે. અમે એક જ પરિવાર પણ શહેરમાં અલગ અલગ જગ્યાએ રહેતા. દીપક લોકો પીપલોદ બાજુ ફલેટમાં રહેતા અને સવિતા બેન લોકો અડાજણમાં નાનું ઘર હતું. સવિતા બેનના પતિ ગંભીર બીમારીથી મૃત્યુ પામ્યા હતા. તેમને બે સંતાન હતી. પાયલ સૌથી મોટી તે બેન્ક મા નોકરી કરતી હતી. એના પછી મહેશ જે અત્યારે જ જિલ્લા સેવા સદન માં લાગ્યો હતો. રસીલાબેન સવિતા બેનના ઘરે ધણા વર્ષ થી કામ કરતી હતી. તેની ઉંમર 60 વર્ષ જેવી હતી. તો પણ આ ઉંમરે તેવો સારું કામ કરતા હતા. વર્ષો થી તેઓ સવિતા બેન સાથે જ રહેતા હતા.
સવિતા બેન મહેશ ને ફોન કરીને ટીફીન મંગાવે છે.
પાંચ કમળનું રહસ્ય શું છે ? માયા કોણ છે ? રાધા કેમ ઘર છોડી ને જતી રહી ? આ બધા સવાલનો જવાબ કયારે મળશે. એ માટે વાચતાં રહો પરીક્ષા નો આગળનો ભાગ.