Pariksha - 11 books and stories free download online pdf in Gujarati

પરીક્ષા - 11

પરીક્ષા
ભાગ :- 24

દીવા અને જાનકી માયાને બચાવી ને સુર્ય પુર લઇ આવે છે. દીવા સુર્ય વંશી હતી. તેની મમ્મી જાનકી હતી. પણ હજુ માયા જીવંતી થઇ ન હતી. કેમકે ચંદ્ર વંશી તલવાર થી કોઇ પણ બચી શકયું ન હતું.

જાનકી : આપણું જાદુ માયા ને જીવંત નથી કરી શકતું

દીવા : હા

જીયા : (જાદુઇ પાણી લઇ ને આવે છે ) ગુરુ મા આ જાદુઇ પાણી

જાનકી : આ પાણી માયા ઉપર છાંટ

( જીયા પાણી માયા ઉપર છાંટે છે.)

દીવા : મમ્મી તો આ પાણી થી માયા જીવંત થઇ જશે

જાનકી : ના
પણ એક દિવસ સુધી આ દેહને કંઇ ની થશે.
આપણી પાસે એક દિવસ નો સમય છે માયા ને જીવંત કરવાનો

દીવા : કંઇ રીતે જીવંત થશે ?
શું ઉપાય છે ?

જાનકી : જાસુદનું ચમત્કારીક ફુલ

દીવા : પણ એ તો ચંદ્ર વંશ ના લોકો પાસે છે

જાનકી : આપણે કોઈ પણ રીતે જાસુદ નું ફલ લાવું પડશે.
દીવા તારે જ જવું પડશે ફુલ લેવા

દીવા : જેવી આજ્ઞા મમ્મી

જાનકી : આપણી પાસે સુર્ય વંશી શકિત છે. એની સામે ચંદ્ર વંશી ના ટકી શકે.

દીવા : પણ એ લોકો સાથે છાયા પણ છે તો એ મને ઓળખી જશે કે મેં સુર્ય વંશી છું.

જાનકી : ના
છાયા તને ઓળખી ના શકે.

દીવા : મમ્મી તો હું ફુલ લેવા જામ

જાનકી : દીવા તારી પાસે એક દિવસ નો સમય છે.
અને યાદ રાખજે કોઈ ભુલ ની કરતી ને તો રસીલા જાણી જશે કે તું સુર્ય વંશી છે.

દીવા : હા મમ્મી

જાનકી : જેવું જાસુદ નું ફુલ મળે એટલે સુર્ય પુર આવી જજે
માયા ને જીવંત કરવા માટે એક દિવસ નો સમય છે.

દીવા : હા મમ્મી હું જાસુદનું ફુલ લઇને જલ્દી જ આવીશ.

દીવા ચંદ્ર પુર જાય છે.

દીવા ને જાસુદનું ફુલ મળશે ?

તે માટે વાંચતા રહો પરિક્ષાનો આગળનો ભાગ

ભાગ :- 25

દીવા ચંદ્ર પુર આવે છે. બધા લોકો હવેલી માં હતા. માધવ અને રાગ એના ઘરે જતા રહયા હતા.

પાયલ : ફરી આવી ઉનાઇ

દીવા : હા

દીવા ના મનમાં બસ જાસુદનું ફુલ હતું. બસ હવે કોઈ પણ રીતે ફુલ શોધવાનું હતું ? એના મનમાં વિચારો ચાલી રહી રહયાં હતા.

પાયલ : અમે બધા લોકો સાંજની આરતી ની તૈયારી માટે મંદિર એ જઇ છે.

દીવા : હા સારું

પાયલ : તારે આવું હોય તો ચાલ

દીવા : ના
મેં ઘરે આરામ કરું

પાયલ : સારું
આરતીમાં આવજે

દીવા : હા
આવી જઇશ

દીવા ઘરમાં ફુલ શોધે છે.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

જીયા : ગુરુ મા
મારે એક વાત પુછવી છે

જાનકી : પુછ ને જીયા

જીયા : અત્યાર સુધી તમે કોઈ પણ વાર સુર્ય પુર આવ્યા ન હતા
અને આ જાદુગરની માયા ને કેમ બચાવો છો ?

જાનકી : તને પુરી કહાની નથી ખબર

જીયા : તો ગુરુ મા પુરી કહાની કહોને

જાનકી : તો સાંભળ જીયા
આ કહાની કંઇ ચંદ્ર વંશી નથી
સુર્ય વંશી ની પણ છે
અને મેથલીની પણ છે.

જીયા : કોણ છે આ બધા

જાનકી :સુરજ, સોમ અને મેથલી ત્રણે એકબીજા ના ભાઈ બહેન છે.
સુરજ એ સુર્ય વંશી
સોમ એ ચંદ્ર વંશી
અને મેથલી એ માયા અને છાયા ની મમ્મી જાદુગરની મેથલી

સુરજ, સોમ અને મેથલી ની કહાની માટે વાંચતા રહો પરિક્ષાનો આગળનો ભાગ
ભાગ :- 26

દીવા આખું ઘરમાં શોધ છે પણ જાસુદનું ફુલ નથી મળતું હવે ખાલી સ્ટોર રુમ બાકી હતો. દીવા સ્ટોર રુમમાં જાય છે. ત્યા ધણા બધા ટેબલો હતો. તે તેબલ ઉપર ધણા બધા બોકસ હતા. દીવા એ તરફ જાય છે. ધણા બધા બોકસ ખોલ્યા પછી એને એક બોક્સમાંથી જાસુદનું ફુલ મળે છે. દીવા ફુલ લઇ ને નીકળતી જ હોય છે કે તે ને સ્ટોર રુમમાં કોઈ વ્યકિત આવી રહી હતી.દીવા પડદા પાછળ છુપાય જાય છે.

રસીલા સ્ટોર રુમમાં આવે છે. તે પોતાની રેડ બુક લેવા આવી હતી. રેડ બુક લઇ ને રસીલા તો જતી રહી પણ સ્ટોર રુમ લોક કરી દીધો. હવે દીવા કંઇ રીતે અહીંથી નીકળશે ?

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

જાનકી : જાદુલોકથીમાથી આ ત્રણેય અહીં પૃથ્વી પર આવ્યા છે.

સુરજ ને આ દુનિયા માં જાદુઇ રાજા નું પદ મળ્યું હતું. જયારે સોમ અને મેથલી સલાહકાર નું જ પદ મળ્યુ હતું.

સોમ ને જાદુઇ રાજા નું પદ જોયતું હતું.
સોમ અને મેથલી એ એક ષડયંત્ર બનાવ્યું સુરજ ને મારવા માટે

જીયા : કેવું ષડયંત્ર ?

જાનકી : સુરજની બધી શક્તિ એની સુર્ય છરીમા હતી. એ છરી હંમેશા એની સાથે રહેતી ખાલી પુજાના સમયે છરી એની સાથે રહેતી ન હતી.

એક દિવસ પુજાના સમયે સોમ એ છરી લઇ લીધી અને સુરજની પુજા થાય એ પહેલા જ સોમ એ જ છરીથી એના પર વાર કર્યો. સુરજ પર એ છરી નો વાર થતાં જ એ મરી ગયો અને મેં પણ દીવા સાથે સુર્ય લોક છોડી દીધું.

જીયા : તો મેથલી નું શું થયું ?

જાનકી : એના વિશે મને નથી ખબર
પણ સોમ એ એને પણ મારી નાખી હતી એવું સાંભળ્યું છે.

જીયા : મેથલી ની કહાની તો આ માયા જ જાણતી હશે

જાનકી : હા
દીવા એ આવી જવું જોઇએ હવે ખાલી બે જ કલાક બાકી છે

જીયા : દીવા કોઈ મુસીબત મા તો નથી ને ?

જાનકી : એની પાસે જાદુઇ શક્તિ છે આવી જશે

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

દીવા ની શકિત કામ આવતી ન હતી. આ રુમમાં જાદુઇ શક્તિ ચાલતી ન હતી બસ એક જ રસ્તો હતો તે દરવાજો પણ તે પણ લોકો હતો. દીવા વિચાર કરતી ખુરશી પર બેસે છે.

દીવા કંઇ રીતે સ્ટોર રુમમાથી નીકળશે ?

માયા જીવંત થશે ?

તે માટે વાંચતા રહો પરિક્ષાનો આગળનો ભાગ

ભાગ :- 27

જીયા : દીવા તમારી છોકરી છે

જાનકી : ના

જીયા : તો એ સુર્ય વંશી નથી

જાનકી : ના

જીયા : તો કોણ છે

જાનકી : એ જાદુઇ લોક ના રાજા અભય અને માધુરી ની છોકરી છે

જીયા : આ બધું શું છે ?

જાનકી : આ જાદુઇ લોકના રાજા ઘણા બધા છે

જીયા : મને તો કંઇ સમજ નથી પડતી

જાનકી : સુર્ય વંશ, ચંદ્ર વંશ અને મેથલી ની કહાની સુધી આ જાદુઇ લોક સિમિત નથી.

જીયા : તો કહાની માં શું થવાનું છે ?
કોણ જીતશે અને કોણ હારશે ?

જાનકી : સુર્ય વંશ નું કોઈ સંતાન નથી, ચંદ્ર વંશ તો ખતમ થવાનું જ છે

જીયા : આ માયા અને છાયા

જાનકી : છાયા એ પણ મરવું પડશે
માયા એ આ દુનિયા માટે ઘણું કર્યું છે.
પણ પાંચ કમળ ની શકિતનું ચંદ્ર વંશી ને ઘણું ઘમંડ છે.

જીયા : પાંચ કમળ મા એવી તો કેવી શક્તિ છે ?

જાનકી : પાંચ કમળ કોઇ મામુલી કમળ નથી.
જાદુઇ લોક પર રાજ કરવા માટે કમળ ખુબ ઉપયોગી છે.

જીયા : તો અભય અને માધુરી કંઇ ની કરી શકે

જાનકી : કરી શકે પણ એ બંને વર્ષો થી સાધના મા લીન છે. સાધના મા જવા પેહલા તેમની છોકરીને દીવાને સુરજ અને મને સોંપી હતી. ત્યારથી દીવા અમારી સાથે છે.

જીયા : તો એને બધી વાત ખબર છે ?

જાનકી : ના
અને તારે પણ નથી કહેવાની

જીયા : જેવી આજ્ઞા ગુરુમા

માયા ફરી જીવંત થશે ?

તે જાણવા માટે વાંચતા રહો પરિક્ષાનો આગળનો ભાગ

ભાગ :- 28

દીવા સ્ટોર રુમમાં આંટા મારે છે. હવે એક કલાક જ બાકી છે. કંઇ રીતે સુર્ય પુર આવીશ ? દીવા વિચાર કરતી સ્ટોર રુમની બધી વસ્તુઓ જોય છે. સ્ટોર રુમની દીવાલ પર મહાદેવની તસ્વીરો હતી. એ હરેક તસ્વીરો કંઈક અલગ અલગ મહાદેવ શિવલિંગ ની હતી. તે કુલ 15 તસ્વીર હતી. દીવા બધી તસ્વીરો ને જોય છે. સોમનાથ, કેદરનાથ એવા અલગ અલગ એમ કુલ 15 તસ્વીર હતી. પણ 14 શિવલીંગ માં છેલ્લી તસ્વીર અલગ હતી. તેમા ખાલી મહાદેવ નું ચિત્ર જ હતું. દીવા એ તસ્વીર ને જોય છે. એ તસ્વીર માં કંઇ અલગ હતું એમાં મહાદેવ ની ત્રીજી આંખ ન હતી. દીવા એ તસ્વીર પર હાથ મુકે છે. એ તસ્વીર ખુલે છે. તસ્વીર ની પાછળ કોઈ રસ્તો હતો. દીવા એ રસ્તા પર જાય છે. કોઈ ગુફા હતી એનો રસ્તો સીઘો બહાર નીકળતો હતો. દીવા ઘરની બહાર આવી જાય છે. એ રસ્તો ઘરની પાછળ ના દરવાજેથી થોડે દુર હતો. દીવા પોતાની શક્તિ થી સુર્ય પુર આવી જાય છે.

દીવા : મમ્મી આ જાસુદનું ફુલ

જાનકી : ( જાસુદનું ફુલ લેતા ) દસ જ મિનિટ બાકી છે

જાનકી એ જાસુદનું ફુલ માયા ના કંપાળ ઉપર મુકે છે. અને પોતાની શકિત થી એ ફુલ પર જાદુ કરે છે અને બોલે છે

" હે ચમત્કારીક ફુલ
જીવંત કર માયા ને
જીવંત કર માયા ને "

માયા જીવંત થશે ? તે માટે વાંચતા રહો પરિક્ષાનો આગળનો ભાગ

ભાગ :- 29

માયા ..... માયા .....
માયા ..... માયા .....
જાદુગરની માયા ..... જાદુગરની માયા .....
જાદુગરની માયા ..... જાદુગરની માયા .....
માયા ..... માયા .....
માયા ..... માયા .....

માયા જીવંતી થાય છે ચમત્કારીક જાસુદનું ફુલ કામ કરે છે. જાનકી માયાને બધી વાત કરે છે. દીવા ને પણ એના મમ્મી પપ્પા વિશે કહે છે.

જાનકી : પાંચ કમળ ચંદ્ર વંશી પાસેથી કોઈ પણ રીતે લઇ લેવા પડશે ને તો જાદુઇ લોક પર રાજ કરવા લાગ્શે.
અમણા જ રોકવું પડશે ને તો એ લોકો આ દુનિયામાં સાથે જાદુઇ લોક પર પણ રાજ કરશે.

દીવા : અમે લોકો તૈયાર છીયે

માયા : હું પણ

જાનકી : તમે બંને જઇને પાંચ કમળ લઇ આવો એ લોકો આજેજ સંધ્યા આરતી પછી જાદુઇ લોક જશે

દીવા : પણ ચંદ્ર વંશી પરિવાર ઘણું મોટું છે અમે બે જણ કંઇ રીતે લડશુ અને ઉપરથી છાયા પણ છે

જાનકી : હા
હું તમને એક ચમત્કારીક વીંટી આપું છું આ વીંટી પરથી એ તને માયા ને ઓળખી ની શકશે

માયા : તમારો આભાર
હું ચંદ્ર વંશી ને ખતમ કરી દઇશ

જાનકી : પણ હા વીંટી ને કાઢતા ની

દીવા : હા મમ્મી

દીવા અને માયા ચંદ્ર પુર જાય છે. માયા પોતાનો વેશ બદલી ને ગામના લોકો સાથે આરતીમાં જાય છે. આરતી પતી જાય છે. ગામના લોકો નીકળી જાય છે. માયા છુપાઈ ને મંદિરમાં રહે છે. મંદિર માં ખાલી ચંદ્ર વંશી, છાયા અને દીવા હતી.

પાંચ કમળ કંઇ રીતે દીવા અને માયા ને મળશે ?

તે જાણવા માટે વાંચતા રહો પરિક્ષાનો આગળનો ભાગ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED