Pariksha - 1 books and stories free download online pdf in Gujarati

પરીક્ષા - 1

શ્રી ગણેશાય: નમઃ
પ્રસ્તાવના

પ્રિય વાચક મિત્રો ,

હું (ચૌધરી જીગર ) એક નવલકથા લખું છું. આ સૌથી પહેલી મારી નવલકથા છે. આ નવલકથા નું નામ " પરિક્ષા " છે. આ નવલકથા કાલ્પનિક છે તેને કોઈ વાસ્તવિક ધટના સાથે સંબંધ નથી. પોતાની કલમ ને કલ્પનાઓના સાગરમાં ડુબકી લગાવી ને મોતી નાં અક્ષર વીણી ને નવલકથા લખું છું.

હરેક ના જીવન માં પરીક્ષા આવતી હોય છે. જીવન ધણી નાની મોટી પરીક્ષા બધા જ આપતા હોય છે. મારી નવલકથા માં પણ ચંદ્ર વંશ નાં વંશજો ની પરીક્ષા છે. આ કહાની ત્રણ બહેનોની છે. સવિતા, માલતી અને રાધા. મુખ્ય પાત્રમાં માલતી નો છોકરો દીપક છે. આ કહાની જાદુગરની માયા ની છે જેની સામે ચંદ્ર વંશ નાં વંશજો એ લડવાનું છે. નર્મદા નદીની પરિક્રમા, જાસુદ નું ફુલ , પાંચ કમળનું રહસ્ય થી નવલકથા ભરપુર છે. પંડમ ડુગળી ગામની કહાની છે. આ કહાની માં ચંદ્ર વંશ નાં વંશજો ધણી બધી પરીક્ષા આપે છે. " પરીક્ષા " નવલકથા બધા જ વાંચક મિત્રોને ગમશે એવી આશા છે. જીવન છે ત્યાં સુધી પરીક્ષા તો આવતી રહેશે. તમે તમારી જીવન રુપી પરીક્ષા માં જરુર પાસ થશો એવી મારી પ્રાર્થના છે. વાચક મિત્રો તૈયાર થઇ જાવ રહસ્ય થી ભરપુર નવલકથા વાંચવા માટે .....

તમારા અમુલ્ય પ્રતિભાવ જરૂર આપજો. મારી ભુલ હોય ત્યા ધ્યાન બતાવા નમ્ર વિનંતી છે. તમારો પ્રતિભાવ મને લખવા પ્રોત્સાહીત કરીશ.

ચૌધરી જીગર


પરીક્ષા

ભાગ :- 1




માલતી બેન દરરોજ ની જેમ આજે પણ મંદિર જતા હતા. પણ આજે એમની સાથે એમનો દિકરો દીપક પણ સાથે હતો. માલતી બેન આજે ખુબ ખુશ હતા કેમકે આજે તેમનો દીકરો ડોક્ટર બની ગયો હતો. માલતી બેન વિધવા સ્ત્રી હતી. દીપક નાનો હતો ત્યારે તેનાં પિતા ગુજરી ગયા હતા. પણ માલતી બેન ખુબ હિંમતવાન સ્ત્રી હતા. માલતી બેન વ્યવસાયે શિક્ષક પણ હતા તે સાથે દીપક ના લાલન પાલન મા કંઇ બાકી રાખ્યુ ન હતું. માલતી બેન અને દીપક મંદિર માં પુજા કરે છે. મહાદેવ ને નમન કરે છે. માલતી બેન ને પોતાની માનતા યાદ આવે છે.

માલતી બેન : બેટા, તું ડોક્ટર બની જશે ત્યારેમે નર્મદા નદી ની પ્રદશિણા કરીશ એવી માનતા મેં લીધી છે.

દીપક : કયારે જવાના છો ?

માલતી બેન : આજે જ નીકળીશ

દીપક : મમ્મી કાલે નીકળજો

માલતી બેન : ના બેટા આજેજ

દીપક : સારું

માલતી બેન અને દીપક મંદિર સીડી ઊતરતાં જાય છે. માલતી બેન નો પગ લપસી જાય છે. માલતી બેન ચાર પાંચ પગથિયાં ખાતા નીચે પડી જાય છે.દીપક ફટાફટ નીચે ઊતરે છે. દીપક એમ્બ્યુલન્સ ને ફોન કરે છે. દીપક મમ્મી ને પગથિયાં ની સીડી પર બેસાડે છે. માલતી બેન ખાલી પગમાં વાગ્યું હતું. થોડી વાર પછી એમ્બ્યુલન્સ આવી માલતી બેન ને એમ્બ્યુલન્સ માં બેસાડી ફટાફટ હોસ્પિટલ જવા નીકળી ગઇ. દીપક ગભરાય ગયો હતો. માલતી બેન બોલ્યા બેટા કંઇ નથી થયું આતો બસ ખાલી પગમાં વાગ્યું છે. થોડી વારમાં હોસ્પિટલ આવી જાય છે.

શું માલતી બેન પોતાની માનતા પુરી કરી શકશે ? તે માટે વાચતાં રહો પરીક્ષા નો આગળ નો ભાગ. ભુલ હોય ત્યા ધ્યાન બતાવ નમ્ર વિનંતી. તમારા પ્રતિભાવ ની રાહ રહેશે

ભાગ :- 2

માલતી બેન હોસ્પિટલ લઇ આવ્યા. ડોકટર મહેતા તપાસી રહયાં હતા. દીપક બહાર રાહ જોઇને બેસી રહયો હતો. દીપક આ સમાચાર સવિતા માસી ને આપવાનું વિચાર્યુ. દીપક તરત જ ફોન કરીને સવિતા માસી ને બંધુ છ જાણવી દીધું. સવિતા માસી થોડી જ વારમાં હોસ્પિટલમાં આવાના હતા. દીપક બહાર બેસીને ડોકટર મહેતા ને આવાની રાહ જોતો હતો. થોડી વાર પછી ડોક્ટર મહેતા બહાર આવ્યા. દીપક તરત જ પુછ્યું શું થયું છે ? મમ્મી ને ?

ડોકટર મહેતા : ગભરાવા જેવી કોઈ વાત નથી. પગનાં અંદર ના સ્નાયુ મા સોજો છે. આરામ કરવાની જરૂર છે.

દીપક : Thank You બોલીને દીપક અંદર જાય છે.

માલતી બેન : જો બેટા કશું થયું નથી. આ પગમાં ખાલી સોજો છે. બે ત્રણ દિવસ માં સારું થઇ જશે.

દીપક હકારમાં માથું હલાવી ને બાજુનાં સ્ટુલ પર બેસે છે.

માલતી બેન : અરે દીપક મને રજા કયારે મળશે?

દીપક : રજા તો બે દિવસ પછી મળશે. મમ્મી ડોક્ટર તમને આરામ કરવા કીધું છે.

માલતી બેન : અરે દીપક તને તો ખબર છે ને મારે પરિક્રમા કરવા જવાનું છે. મેં તો બે દિવસ પછી પરિક્રમા કરવા જઇશ.

દીપક : ના મમ્મી તમને આરામ કરવાની જરૂર છે.

માલતી બેન : ના બેટા મારે જવું જ પડે. માનતા તો પુરી જ કરવી પડે.

દીપક : તો એક અઠવાડિયા પછી જજો.

માલતી બેન : નાં બેટા મારે બે દિવસ પછી નીકળવું જ પડે.

દીપક : એતો તમને સવિતા માસી જ સમજાવશે.

માલતી બેન : અરે સવિતા બેન ને કેમ ફોન કર્યો. ખાલી જ પરેશાન થઇ જશે.

દીપક : મને લાગ્યું કે સવિતા માસી ને જણાવું જોઇએ.

માલતી બેન : સારું

શું માલતી બેન પોતાની માનતા પુરી કરી શકશે? તે માટે વાચતાં રહો પરીક્ષા નો આગળ નો ભાગ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED