The conspiracy he was innocent may be (coniuratio) - 23 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The conspiracy he was innocent may be (coniuratio) - 23

કોઈપણ વસ્તુનો અતિરેક હંમેશા અનિષ્ટો ને જ નિમંત્રણ આપતો હોય છે. પત્ની થી અતિરિકત એકાદ સ્ત્રી સાથે ભૂલથી સેક્સ સંબંધ થઈ જાય તો તે ક્ષમ્ય કહેવાય. પરંતુ જો આજ વેસ્ટ મેરેજ રિલેશન વધવા લાગે તો તેને પણ સેક્સસ નો અતિરેક જ કહેવાય.અને આવા અતિરેકો ક્યારેય છુપાયા છૂપતા નથી.એની દુર્ગંધ દુશ્મનો સુધી પહોંચીને જ રહે છે.
પાર્ટી તો બહુ જ ગોર્જિયસલી અને સક્સેસ ફુલી ઓવર થઈ પરંતુ મીલીના ટુ સ્પીડથી મિસ્ટર વિલિયમ્સ સાઈડ આગળ વધી રહી હતી. એક તો દિલથી અને બીજી દિમાગથી. ડેનિમ ને મીલીનાની મેન્ટલ સ્પીડનો તો ખ્યાલ હતો જ. પરંતુ તેની હાર્ટ સ્પીડનો અંશ ભાર પણ અંદાજો નહોતો.અને કદાચ conspiracy ચેમ્બર હાઉસની અંદર દાખલ થઈ જવા આવી જેમાં પણ ડેનિમ ના અન્ડર એસ્ટીમેટ્સ જ જવાબદાર હશે.
પાર્ટી almost over થઈ ચૂકી છે.અને ગૌતમ પાર્ટી ઓવરર્મેન્ટ ની છેલ્લી સ્પીચ આપીને તેના માઇક્રોફોન ઉપર જોરથી અંગુઠો દબાવ્યો અને મીલીના ની સામે કતરાઈ ને જોઇને બોલ્યો, બ્લડી રશિયન. ગૌતમ ઇન્ટેલ ઇનસાઇડ કોર્પોરેશન હાઉસ ના પાર્કિંગમાં ગયો અને તેની ચમ ચમાતી વાઈટ volkswagen ને સેલ આપ્યો અને થોડાક ધુવા પુવા હાવભાવ સાથે કારને ફર્સ્ટ કરી. એક આઉટસાઇડર સ્પીચ મેન તરીકે ગૌતમનું આવું બિહેવ કરવું પોસાય તેમ હતું. પરંતુ બિચારા ડેનિમ ની હાલત ગૌતમ કરતા વધારે નાજુક કહેવાતી હતી. કારણકે ડેનિમ એ વ્હાઈટ હાઉસમાં રહેવાનું હતું.અને ના ચાહીને પણ તેમણે મીલીનાની સાથે આઇધર ઝિરો ઓર સ્માઇલિંગ એક્સપ્રેશન સાથે રહેવું જ પડે તેમ હતું. ગૌતમ ના પાર્ટી ઓવરમેન્ટ ના શબ્દો સાંભળીને ડેનિમે તેમની ઘડિયાળ સામે જોયું અને પછી રેકોર્ડિંગ રૂમની બહાર નીકળ્યા તો white house નો એ floor લગભગ ખાલીખમ હતો.અને છેલ્લે છેલ્લે ડેનિમ પણ ઉતાવળા પગે પાર્કિંગમાં પહોંચીને તેમની volkswagen ને સેલ માર્યો.
રાત્રિના ત્રણ વાગ્યા છે અને મિસ્ટર christ તેમના બિસ્તર પર આરામથી લેટી રહ્યા છે.અને ડેનિમ જૅક્સન નો બેડ નાઈટલેમ્પ on છે.અને તેમણે તેમના સપેક્સ ની એક દાંડી દાંતમાં ભેરવીને ઉંડા વિચારમાં પડેલા છે.
છેવટે પરોઢના ચાર વાગે છે અને ડેનિમ બગાસું ખાધા વગર જ તેમની બેડનો નાઈટ લેમ્પ ઓફ કરે છે.અને પથારીમાં આડા પડે છે. પરંતુ બેડરૂમ ના અંધારામાં અને પથારીમાં ડેનિમ ના ચહેરા પર લાગેલી falcon લાઈટ હજુ પણ ઑન જ છે. જે ચીસો પાડી પાડીને કહી રહી છે કે ડેનિમ વાઈટ હાઉસ માટે કેટલા જવાબદાર અને કેટલા વફાદાર છે. ડેનિભ ડિપ્લોમસી થી પણ એટલા જ અનુભવી છે હતા અને એટલે તેઓએ તો જાણતા જ હતા કે પાર્ટીમાં મીલીના અને રશિયન એમ્બેસેડરે કોઈપણ મિસ્ટેક તો ના જ કરી હોય. એ લોકો એકબીજાને ના જ જાણતા હોય તેવી જ રીતે વર્ત્યા હશે. છતાં પણ ડેનિમે ચાન્સ લીધો અને તેમાં નિષ્ફળ પણ ગયા જ.
બીજે દિવસે જ્યારે ડેનિમે મીલીનાને કોલ્ડ એન્ડ કેઝ્યુઅલી પૂછ્યું ,કે કાલે પાર્ટી કેવી રહી?
તો મીલીના એ પણ ઉડતો જવાબ આપીને કહ્યું રિચ એન્ડ ગોર્જિયસ like નેવર બીફોર.
આટલું કહીને મીલીના ડેનિમ થી પીછો છોડાવવા વાળા હાવભાવથી ત્યાંથી નીકળી ગઈ. જેનું ડેનિમે ઓબ્ઝર્વેશન પણ કર્યું.અને તેઓ તેમના મેન્ટલ ડાઉટ ની દિશામાં આગળ વધવા માટે થોડા વધારે વીવશ થયા.
ગુજરાત ના સૌરાષ્ટ્ર પ્રદેશમાં એક કહેવત બહુ જ પ્રચલિત છે. કે ભાગશાળી ને ભૂત રળે. એટલે કે જેવો ભાગ્યશાળી છે તમને ભુતો પણ કમાવીને આપતા હોય છે.
મિસ્ટર christ પણ આવા જ ભાગ્યશાળી હતા અને ડેનિમ પણ આવા જ ભૂત હતા.આમેય જો લોકતાંત્રિક અમેરિકા નો ઇતિહાસ બરાબર ધ્યાનથી વાંચી એ તો ખ્યાલ આવી જ જાય કે વ્હાઈટ હાઉસના ઇન્ટેલિજન્સ ને જેટલી ખબર હોય છે તેટલી તો યુએસ પ્રેસિડેન્ટ ને પણ નથી ખબર હોતી એટલે એવું એવામાં પણ કોઈ છે અતિશય થી નથી કે અમેરિકા ને અમેરિકન ઇન્ટેલિજન્સ જ ચલાવતા હોય છે. કેટલીકવાર પ્રેસિડેન્ટ માત્ર શો પર્સન તરીકે સિગ્નેચર કરતા જ જોવા મળતા હોય છે.