માઇક્રોફિક્સન - 5 Hetal Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

માઇક્રોફિક્સન - 5

ટૂ કપ ઓફ ટી
સંધ્યા ને ચા પીવી ખૂબ ગમતી તેમાય સાંજની ચા તો તે આશુતોષ સાથે બેસીને જ પીતી, થોડી કડક અને આદુ નાખીને બનાવેલી સુગર ફ્રી ચા સાથે તેમની મીઠી વાતો ચાલતી રહેતી.
સંધ્યા અને આશુતોષ બંને એ લવમેરેજ કર્યા હતા, સાથે કોલૅજ કરતા કરતા દોસ્તી થઇ પછી પ્રેમ અને પછી પરિવાર ની મંજૂરી થી લગ્ન.બંને એક જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એટલે સાથે જ ઘરે આવતા.
બંને નો ટેસ્ટ સરખો એટલે સંધ્યા ઘરના કામ પરવારતી અને આશુતોષ ચા બનાવી બે કપ લઇ ગેલરીમા બેસતો અને સંધ્યાને બૂમ પાડતો અને બંને સાથે બેસીને ચા પીતા.
આજુબાજુના લોકો ક્યારેક મજાક ઉડાવતા તો સંધ્યા આશુતોષ ચા બનાવે તેનાથી ચિડાતી પણ આશુતોષને કોઈ ફર્ક નહતો પડતો, તે પ્રેમથી કહેતો આજ તો સમય છે સુંદર યાદો ને ઇક્કઠા કરવાનો હુ નહીં હોવ ત્યારે આજ સાથે રહેશે. તેની આવી વાતો થી સંધ્યા વધુ ચિડાતી.
આશુતોષ તાલુકા પર તાલીમમાં ગયો હતો, એટલે આશુતોષ ને સરપ્રાઇઝ આપવા સંધ્યા રોજ ના સમયે બે કપ ચા બનાવી ગેલરીમાં બેસી રાહ જોતી હતી .આશુતોષ સમયે ઘરે આવ્યો તો ખરો પણ મૃતદેહ સ્વરૂપે.તાલીમ માંથી ધરે પાછો ફરતો હતો ત્યાં જ ખૂબ ઝડપથી આવતા ટ્રકે તેને અડફેટે લઇ લીધો, બંને કપમાં કાઢેલી ચા આમ જ ઠરી ગઈ.



(2)

માવઠુ

આખો દિવસ ખેતરમાં મગફળી કાઢવાની મહેનત કર્યા બાદ કિશન ખૂલ્લી આંખે ઉપર ફરતાં પંખાને તાકી રહ્યો હતો,બે દિવસ મગફળી કાઢી બધો પાક ખેતરમાં જ ખળુ કરી મૂક્યો હતો, સોમી જાણે તેના મનનાં વિચારો ને જાણી ગઇ હોય તેમ તેના માથા પર હાથ ફેરવવા લાગી.
સોમી છેલ્લા ત્રણ વર્ષ ખુબ નબળા ગયા છે, માથે દેવુ એટલું વધી ગયુ છે કે જો આ વર્ષે સારો ભાવ નહી મળ્યો તો આપણે ઝેર ધોળવુ પડશે,કીશન જાણે સ્વગત બબડતો હતો. સોમી વ્હાલથી તેને પણ પસવારતી રહી, સ્પર્શના સ્પંદનમાં મનનો વિષાદ ધોવાતો ગયો.
એકાએક ગડગડાટ સાથે ધોધમાર વરસાદ વરસવા લાગ્યો, કિશન દોડીને બહાર નિક્ળ્યો.વગર મૌસમે વરસેલા આ વરસાદ સાથે બધી મહેનત અને સપનાઓ ધોવાઇ જશે. કિશનની આંખો ઉભરાઇ ગઇ.
ઉતાવળે ઘરની બહાર નિકળતી સોમીએ આંગણના કુવામાં જોરથી થયેલા ધૂબાકાનો અવાજ સાંભળ્યો, ને તેના પગ દરવાજે જ ખોડાઇ ગયા.



(3)
ઉજવણી

દિવાળી નજીક આવી રહી હતી, તેમ તેમ સફાઇ અને નાસ્તા બનાવવાનુ કામ પણ જોશ ભેર થઇ રહ્યું હતું, સંજોગ એવા હતા કે ઘરનાં એક માત્ર લાડકા દીકરાનો પહેલો જન્મદિવસ પણ દિવાળીના દિવસે હતો, અને એટલે ઉત્સાહ પણ બમણો હતો.
શું પહેરવું થી માંડીને મહેમાનો માટે કયાં કયાં વ્યંજનો બનશે એની તૈયારીઓ કેટલાય સમયથી થઇ રહી હતી.
આ બધું જોઇને એક પિતા મનમાં મૂઝાંઇ રહ્યા હતાં, થનાર ખર્ચ ને લીધે નહીં પરંતુ પોતાના લાડકા દીકરા નો જન્મદિવસ તે આગવી રીતે ઉજવવા માંગતા હતાં. ચીલાચાલુ રીતે થતાં ખર્ચ કરતાં,એ જ પૈસા કોઇ સારા કામમાં વપરાય અને દીકરામાં સારા સંસ્કાર પણ ઉતરે તેવી તેમની ઇચ્છા હતી.
પણ ઘરના મોટેરા તો સમાજમાં છાકો પડી જાય એ રીતે જન્મદિવસ ઉજવવા થનગની રહ્યાં હતાં. તેઓને ગળે આ વાત ઉતરે તેમ ન હતી.
આખરે દિવાળીનો દિવસ આવી જ ગયો. મંદિરે છપ્પનભોગ ચડાવવા અને દિકરાને ભગવાનનાં દર્શન કરાવા તે મંદિર જવા નીકળ્યો, પણ ગાડી શહેરનાં છેવાડે ની ઝૂપડપટ્ટી તરફ વળી ગઇ.જન્મ દિવસ ની ઉજવણી માટે.

(સ્ટોરી ગમે તો લાઇક કોમેન્ટ જરૂર કરશો,આપનો અભિપ્રાય આવકાર્ય)