Microfixon-6 - Father's Day based books and stories free download online pdf in Gujarati

માઇક્રોફિક્સન- 6 - ફાધર્સ ડે આધારિત

( ફાધર્સ ડે નિમિત્તે લખેલી નાનકડી માઇક્રોફિક્સન વાર્તાઓ અને ડ્રેબલ વાર્તાઓ, અને અન્ય રચના મૂકી છે. વાંચીને આપનો અભિપ્રાય ચોક્કસ આપશો. )

કહ્યુ છે કે માં ના પ્રેમને શબ્દોમાં ન વણૅવી શકાય ,

પણ પિતાના મૂક વાત્સલ્યને પણ શબ્દોમાં ઉતારવા માટે તો
શબ્દો જ ઓછા પડી જાય છે.
મા વિશે તો ઘણું લખાય છે, લખાતુ જ રહે છે , પણ આજે જ્યારે પપ્પા વિશે કંઈક લખવાનું મન થયું તો બસ આંખો ભરાઇ ગઈ અને આ લાગણી શબ્દોમાં ઉતારવી અશક્ય છે.
મિસ યુ પાપા.
બસ એ સમય પાછો આવી જાય જે એમને જતા રોકી શકાય,,,,,,,,



( 1 ) શીર્ષક - તીર્થયાત્રા ( ડ્રેબલ વાર્તા )
માણસે જીવનમાં ચારધામની જાત્રા તો કરવી જ જોઈએ. સુરેશભાઇ એ ગુરુની કથામાં સાંભળ્યુ.
બીજા જ મહિને સુરેશભાઇ પોતાના વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને ચારધામ યાત્રાનું પુણ્ય કમાવા સહ પરિવાર ઉપડી ગયા.

( 2 ) શીર્ષક - રૂદન ( માઇક્રોફિક્સન )
રોજના સમયે ઓફિસથી છુટી બહાર આવી. ટેવ મુજબ પર્સમાંથી મોબાઇલ કાઢી નંબર ડાયલ કર્યો. વારંવાર નંબર ડાયલ કર્યો છતાંય 'નોટ રીચેબલ' આવતો હતો. તેની આંખો વરસી પડી.
ક્યારેક એક રીંગમાં જ જે પપ્પા ફોન ઉપાડી લેતા હતા. ઉંઘમાં જ ઉંહકારો ભરે તો પણ 'શુ થયુ ?' તરત જાગીને પૂછતા હતા. તે આજે એટલે બધે દુર હતા કે તેનુ રૂદન પણ સાંભળી શકતા ન હતા.
( 3 ) શીર્ષક - ફાધર્સ ડે ( માઇક્રોફિક્સન )
સવારના દસ વાગ્યા છતાંય હજુ ચા નાસ્તો નહોતો બન્યો. મનસુખલાલને દવા પીવાની હતી. વહુ રમા સવારથી રસોડામાં જ મંડી પડી હતી એટલે આપશે બનશે તો, - એમ વિચારી તેઓ બેસી રહ્યા હતા. પણ અડધો કલાક વીતી ગયા છતાંય ચા ન મળી અને ભૂખ પણ ખૂબ લાગી હતી એટલે એમણે છેવટે રસોડામાં જઈ તેને ચા બનાવી આપવા કહ્યું.
તરત જ રમા એ છણકો કર્યો - "શું ચા ચા કર્યા કરો છો, એક દિવસ ચા નહી પીવો તો કંઇ મરી નહી જાઓ.આજે ફાધર્સ ડે છે. મારે પપ્પાને ત્યાં જવાનું છે એમની પસદનાં લાડુ બનાવુ છુ.
મારે દવા પીવાની- મનસુખલાલે બોલવા માટે મોં ખોલ્યું પણ પાછળથી દીકરો તાડુક્યો - શું કામ સવાર સવારમાં એના માથા પર નાચો છો, અમારે રમાના ઘરે ફાધર્સ ડેના ફંક્શનમાં જવાનુ છે. તમારા માટે બહારથી ટીફીન મંગાવી લીધુ છે, ખાઇ લેજો.
મનસુખલાલનાં મોં માથી નિસાસો નિકળી ગયો 'ફાધર્સ ડે'.

( 4 ) જીદ ( ડ્રેબલ )
દીકરાની થર્ટીની ઉજવણી માટે નવા કપડાની જીદ પૂરી કરવા, એ મજૂર પિતા ડબલશીપમાં કામ કરવાની જીદ પર અડી રહ્યો.

( 5 ) બાપ ( અછાંદસ કાવ્ય )
નંબરવાળા ચશ્માની દાંડી વારંવાર સરખી કરાવી તે વાપરે,
પણ આપણા રેબનના ચશ્માના શોખ જે પૂરા કરે તે પપ્પા.
પોતે ભલે ઘસાઈ ગયેલા ચપ્પલ પહેરી નોકરીએ જાય
પણ દીકરાને તો રેડચિફનાં બુટ જ અપાવે તે પપ્પા.
તેની ગંજીના કાણા જેમ શર્ટમાં છુપાઈ જાય,
તેમ તેના ગુસ્સા પાછળ ભરપૂર પ્રેમ છુપાઈ જાય.
એક મા બાળકને કોખમાં લઈ નવ મહિના જીવે છે,
બાપ તે બાળકના ઉજ્જવલ ભવિષ્યના સપના સેવે છે.
( 6 ) શીર્ષક - પિતા ( ક્વોટ )

એક મા પછી પુરૂષ પર જો સૌથી વધુ કોઇ હક જમાવતુ હોય તો તે તેની પત્ની નહી પણ દીકરી,
અને એ બાપ પણ ખુશી ખુશી પોતાની રાજકુમારી ની હરેક નાનામાં નાની ઇચ્છા ને પૂરી કરવા માટે દિલથી પ્રયત્ન કરે છે.

( 7 ) શીર્ષક - ટીફીન

સુરેશ ભાઇ નો એક જ દીકરો હતો, ગામડા ગામમાં સારી એવી જમીન હતી,એટલે દીકરા મનહર ભાઇને સારી રીતે ભણાવી ગણાવી ને સાથે શોભે એવી સારી છોકરી શોધી પરણાવ્યા હતાં.

પણ બધા દાહડા સુખ ના ન હોય એમ વહુ સીમા એ બે જ વર્ષમાં પોત પ્રકાશ્યું અને રોજ ના કજીયા માંથી છુટાય એમ વિચારીને સુરેશભાઇ પત્નિને લઇ ને ખેતરે બનાવેલી બંગલી માં રહેવા જતાં રહ્યાં.
સાતેક વર્ષ ના સંગાથ બાદ સુરેશભાઇ ના પત્ની પણ સ્વર્ગ સિધાવ્યા ને તેઓ એકલા પડી ગયા, વહુ નો સ્વભાવ જાણતા હતા એટલે મનહર ભાઇનો ખુબ આગ્રહ છતાંય ત્યાં રહેવા જવાં તૈયાર ન હતા ,એટલે મનહર ભાઇ બે સમય નું જમવાનું તેઓ મોકલશે એમ તેમણે સ્વીકાર્યું.
રોજ તેમનો નાનો છ વર્ષ નો પૌત્ર વંશ સવાર સાંજ તેમને જમવાનું આપવા જતો. તેને દાદા સાથે ખૂબ બનતું , તેમની સાથે રમવા અને વારતા સાંભળવા તે હોંશે હોંશે જમવાનું આપવા જતો.
બે વર્ષ બાદ સુરેશ ભાઇ નું પણ મૃત્યુ થયું, અતિંમ વિધિ પત્યા બાદ દાદાનું ટિફિન સારી રીતે ધોઇ તેણે મમ્મી ને પકડાવતા કહ્યું - "લે મા આ ટિફિન સારી રીતે મૂકી દેજે તમને આપવા કામ આવશે"
મનહરભાઇ અને સીમાબહેન આંખો ફાડી વંશને જોઇ રહ્યાં.

ચૌધરી હેતલ ( ક્રિષ્ના )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED