માઇક્રો ફિક્શન. - 2 Hetal Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માઇક્રો ફિક્શન. - 2

(૧)  ટૂ કપ ઓફ ટી 

          સંધ્યા ને ચા પીવી ખૂબ ગમતી તેમાય સાંજની ચા તો તે આશુતોષ સાથે બેસીને જ પીતી, થોડી કડક અને આદુ નાખીને બનાવેલી સુગર ફ્રી ચા સાથે તેમની મીઠી વાતો ચાલતી રહેતી.
              સંધ્યા અને આશુતોષ બંને એ લવમેરેજ કર્યા હતા સાથે કોલૅજ કરતા કરતા દોસ્તી થઇ પછી પ્રેમ અને પછી પરિવાર ની મંજૂરી થી લગ્ન.બંને એક જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એટલે સાથે જ ઘરે આવતા.
            બંને નો ટેસ્ટ સરખો એટલે સંધ્યા ઘરના કામ પરવારતી અને આશુતોષ ચા બનાવી બે કપ લઇ ગેલરીમા બેસતો અને સંધ્યાને બૂમ પાડતો અને બંને સાથે જ પીતા,આ તેમનો રોજનો ક્રમ. 
            આજુબાજુના લોકો ક્યારેક મજાક ઉડાવતા તો સંધ્યા આશુતોષ ચા બનાવે તેનાથી ચિડાતી પણ આશુતોષને કોઈ ફકૅ નહતો પડતો આજ તો સમય છે સુંદર યાદો ને ઇક્કઠા કરવાનો હુ નહીં હોવ ત્યારે આજ સાથે રહેશે ને તેની આવી વાતો થી સંધ્યા વધુ ચિડાતી.
            આશુતોષ તાલુકા પર તાલીમમાં ગયો હતો એટલે આશુતોષ ને સરપ્રાઇઝ આપવા સંધ્યા રોજ ના સમયે બે કપ ચા બનાવી ગેલરીમાં બેસી રાહ જોતી હતી આશુતોષ ધરે પાછો ફરતો હતો ત્યાં જ ખૂબ ઝડપથી આવતા ટ્રકે તેને અડફેટે લઇ લીધો, આશુતોષ સમયે ઘરે આવ્યો તો ખરો પણ મૃતદેહ સ્વરૂપે. કપમાં કાઢેલી ચા આમ જ ઠરી ગઈ.

(૨)    એક્ઝિબિશન   

            સાહીલ જુહૂના દરિયા કિનારે ફરી રહ્યો હતો ત્યાં જ એની  નજર કિનારે બેસી રંગીન છીપલા માંથી કલાત્મક કૃતિ ઓ બનાવતા બે ભાઇ-બહેન ઉપર પડી. 

         કૃતિ ઓ ખરેખર ખૂબ સુંદર અને આકર્ષક હતી, તેણે કિમંત પૂછી તો 200રૂપિયા તેને કિંમત વધુ લાગી તે આગળ વધીને જવા લાગ્યો તો નાની બહેને તેને 100 રૂપિયામાં તે આપવાની તૈયારી દર્શાવી.
         કેમ કે ઘરે બીજા બે નાના ભાઈ અને અપંગ બાપ સાંજે ખાવાનું મળશે એ આશા એ ભુખ્યા પેટે બેસી રહ્યા હશે.
          સાહિલે તૈયાર થયેલી બધી જ કૃતિ ઓ નજીવી કિંમતે ખરીદી લીધી.
           અઠવાડિયા પછી અખબારમાં ન્યૂઝ ચમક્યા કે બિઝનેસમેન સાહિલ શાહ દ્વારા જાતે બનાવેલ કલાત્મક છીપલાની કૃતિ ઓ નુ એક્ઝિબિશન રખાયું જેમાં હજારો રૂપિયાની કિંમતી કૃતિઓ વેચાઇ.

(૩)    ઓડકાર         

          કાયમી હડધૂત અને નાની નાની વાતે થતા અપમાન હવે તો લીલાબા ની સહનશીલતા નો પણ અંત આવતો જતો હતો. 

          વહુ તો પોતાની મનમાની જ કરતી હતી પણ જે દીકરા ને નવ મહિના પોતાની કોખમા રાખી જેના હાડમાંસ સિચ્યાં હતા,પતિના મૃત્યુ પછી એકલા હાથે તકલીફો વેઠીને જેને ભણાવી ગણાવીને એક લાયક સફળ વ્યક્તિ બનાવ્યો હતો તેના જ મોટા બંગલામાં પોતાના માટે નાની અમસ્તી જગ્યા પણ ન હતી એ વાતે જ તેમની આંખમા થોડી થોડી વારે આંસુ આવી જતાં હતા.
          પણ આજે સવારથી જ ઘરનું વાતાવરણ કંઈક અલગ હતું, ક્યારેય પાણી પણ ના પુછનારી વહુ સવાર સવારમાં ચા-નાસ્તો કરાવી રહી હતી.
        કામ સિવાય રૂમમાં પણ ન દેખાતો દીકરો સાથે બેસીને હાલચાલ પૂછી ગયો.
         સાંજે તો વહુએ મહારાજ પાસે તેને ભાવતા ભોજન તૈયાર કરાવ્યા,અને વષોઁ પછી બધાં સાથે બેસીને જમ્યા.
       પોતાના નાનકડા ઓરડામાં ગયા બાદ દીકરો અને વહુ થોડાક કાગળિયાં લઇને આવ્યા અને જણાવ્યું કે ગામમાં પિતાની જમીન છે જે હવે માતાને નામે છે તે વેચીને હવે તેઓ પરદેશ સ્થાયી થવા માંગે છે.
        અને તેમની વ્યવસ્થા શહેરના મોટા અને હાઇ-ફાઇ વૃધ્ધાશ્રમ માં કરેલ છે.
        હમણાં જ કરેલા મીઠાં ભોજનનો ખાટો ઓડકાર તેમને આવી ગયો, અને મો કડવું થઇ ગયું.