It is Viranganani of Sorath - 9 books and stories free download online pdf in Gujarati

વાત છે સોરઠની વિરાંગનાની - 9

સ્વયમના ઘરે પહોંચ્યા ત્યારે તેના પપ્પા તૈયાર જ હતા. તેઓ પણ કારમાં ગોઠવાયા એટલે સ્વયમને તેમને રોક્યા, પપ્પા મારે તમારી સાથે વાત કરવી છે. સ્વયમના પપ્પા કારમાંથી ઉતરી તેની તરફ ગયા. સ્વયમે શું કીધુ તેની તો ખબર નહીં પણ તે પણ અમારી સાથે કારમાં ગોઠવાઇ ગયો. સાગરીતના મોં પર પ્રશ્નાર્થ ભાવ છવાઇ ગયો હતો. પણ મેં તેને ઇશારો કર્યો એટલે તેને ડ્રાઇવરને કાર ચલાવવા માટે આંખના ઇશારાથી આદેશ કર્યો.....

સાગરીતનો ઇશારો થતાં જ ડ્રાઇવરે કાર સ્વયમની સોસાયટી બહાર કાઢી અને ચલાવવા લાગ્યો. ધીમે ધમે સમય પસાર થઇ રહ્યો હતો. મને તો ખ્યાલ હતો કે મારા બાપુને ઘરે લઇ જવા હવે, ઘણો ઓછો સમય બાકી છે. કારમાં ખુબ જ સન્નાટો છવાયેલો હતો. કોઇ એક બીજા સાથે વાત કરતું ન હતું. સ્વયમ પણ તેના પપ્પા બાજુમાં હોવાથી મારી સાથે કંઇ જ વાત કરી શકતો ન હતો. પરંતુ તેને મને મેસેજ કરીને કહ્યું કે, ચિંતા ના કરીશ હું તારી સાથે જ છું. તેના આ મેસેજથી મને પણ થોડી શાંતિ થઇ. અંદાજે ૪ કલાક જેટલો સમય કાર ચાલતી રહી થોડી વારમાં કાર જંગલના રસ્તા પર ચાલવા લાગી. પછી તો મારા હૃદયના ધબકારા પણ વધવા લાગ્યા હતા. સ્વયમના પપ્પાએ તેમના ઉપરી અધિકારી સાથે શું વાત કરી અને ત્યાં જઇ તેઓ શું કરવાના હતાં તેની મને કશું જ ખબર ન હતી. જેથી મારા મનમાં ક્યાંક ને ક્યાંક થોડી ચિંતા દેખાતા હતી. પરંતુ મને વિશ્વાસ હતો કે સ્યવમના પપ્પા મારા માટે જ પણ કઇ કરશે તે સારું જ હશે. જેમ જેમ અને અમારી મંજીલની નજીક આવી રહ્યા હતા. મારા હૃદયના ધબકારા વધી રહ્યા હતા.

અચાનક જ એક જગ્યો ડ્રાઇવારે કાર ઊભી રાખી અને કેટલાક લોકો કારની આસપાસ ગોઠવાઇ ગયા. સાગરીતે અમને ઇશારો કરી કારમાં ઉતરવા કહ્યું. અમે જેવા કારમાં ઉતર્યા એટલે અમારી આંખો પર પાટા બાંધી દેવામાં આવ્યા અને હાથમાં દોરી બાંધી દેવામાં આવી. એક છેડેથી કોઇ વ્યક્તિ દોરી ખેંચતા અમે તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. થોડી જ વારમાં અમને એક જગ્યાએ ઉભા રહેવાની સુચના આપવામાં આવી. કોઇક વ્યક્તિએ આવીને અમારી આંખ પર બાંધેલા પાટા ખોલ્યા એટલે થોડીવાર તો અમેન જોવામાં તકલીફ પડી. જે બાદ સામે જ લૂંટારૃઓની નાની નાની ઝૂંપડીઓ દેખાય. એમાં સરકાર વચ્ચો વચ્ચે ખાટલો ઢાળીને બેઠા હતા. જ્યારે આસપાસ તેમના સાથીઓ ઊભા હતા. જેમાં મારા બાપુ પણ સાથે જ હતાં. તેમને જોઇને મારા મોં પર એક અલગ જ ચમક આવી ગઇ. અમને સરદાર પાસે લઇ જવાવામાં આવ્યા. સરદારે મારી સાથે વાત કરવાની શરૃઆત કરી....

સરદાર ઃ બેટા કેમ છે ?

દ્રષ્ટી ઃ બસ તબીયત તો સારી છે, પણ બાપુને ઘરે લઇ જવાની ચિંતા તેના કરતાં વધારે છે. આપ કેમ છો ?

સરદાર ઃ બસ અમારી પણ તબીયત સારી છે. અમે તારા બાપુને સાચવ્યા છે. તું મળીને ગઇ પછી અહીંયાથી ક્યાંય ગયા જ નથી. એક પણ લૂંટ પણ કરી નથી. અમને આશા હતી કે, તું તારા બાપુને પાછા લઇ જવા માટે અમારું સારુ જ કરીશ. આ તારી સાથે આવ્યા છે એ કોણ છે?

સ્વયમ ઃ હું સ્વયમ, દ્રષ્ટીની સાથે શહેરમાં અભ્યાસ કરૃ છું. આ મારા પપ્પા છે. તેઓ પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. દ્રષ્ટીએ તેમની સાથે વાત કરી હતી કે તેના બાપુ આ રીતે તમારી સાથે છે અને તમે તમામ સરેન્ડર કરવા તૈયાર છો. જેથી મારા પપ્પાએ તેમના ગાંધીનગર ખાતેના અધિકારી સાથે આ બાબતે વાત કરી છે. જે બાબતે આગળ વાત કરવા જ તેઓ અહીં આવ્યા છે.

સ્વયમની વાત સાંભળીને સરદારે ઇશારો કર્યો એટલે દ્રષ્ટીના બાપુ તેને અને સ્વયમને લઇને એક ઝુંપડીમાં જતાં રહ્યા. જ્યાં તેમણે બન્નેને નાસ્તો આપ્યો. તેઓ નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે સરદાર સ્વયમને પપ્પા સાથે વાત કરી રહ્યા હતા. તેમની વચ્ચે શું વાત ચાલી રહી હતી તે બાબતે સ્વયમ, દ્રષ્ટી અને તેના બાપુ સંપૂર્ણ પણે અજાણ હતા. તેઓ ઝુંપડીમાં બેઠા બેઠા ચિંતા કરી રહ્યા હતા.દરમિયાન સરદારે એક વ્યક્તિને મોકલ્યો અને અમને બધાને બહાર બોલાવ્યા.

સરદાર ઃ દ્રષ્ટી તું તારા બાપુને અને સ્વયમને લઇને અહીંથી જઇ શકે છે. તને મારો માણસ બહાર મુકી જશે. (આ વાક્ય સાંભળતા જ સ્વયમ અને દ્રષ્ટીના મોં પર ચિંતાના વાદળો છવાઇ ગયા. સ્વયમને તેના પપ્પાએ ઇશારો કરી કંઇક વાત કરવા બોલાવ્યો. તેમની સાથે વાત કરી સ્વયમ પરત આવ્યો અને અમારી સાથે ચાલવા લાગ્યો.)

સરદારનો સાગરીત અમને રસ્તા સુધી મુકી ગયો. ત્યારે અમે જે કારમાં આવ્યા હતા તે કાર ઊભી હતી. જેમાં બેસી અમે અમદાવાદ પહોંચી ગયા. જ્યાંથી સ્વયમ તેના ઘરે ગયો અને અમે બસ સ્ટેન્ડ તરફ ગયા. બીજા દિવસે સવારે અમે અમારા ઘરે પહોંચી ગયા હતા. બાપુને જોઇને મારી બા પણ ખુશ થઇ ગઇ હતી. તેને અમને ભાવતી વાનગીઓ બનાવવાની શરૃઆત કરી. એટલી જ વારમાં સ્વયમને મને મેસેજ આવ્યો. જેમાં લખ્યુ હતું કે, પેપેર વાંચ્યું ? સ્વયમને મેસેજ વાંચીને મેં તરત જ બા પાસે પેપર માગ્યું. તો બાએ કહ્યું આપણા ઘરમાં ક્યાં પેપર આવે છે. એટલે હું તરત જ દોડતી દોડતી ગામના ચોકમાં ગઇ. જ્યાં જાહેર વાંચન વ્યવસ્થા અનુસાર પેપર મુકેલા હતા. પેપર હાથમાં લીધુ અને છેલ્લુ પાનું ખોલ્યું. જેમાં સ્વયમના પપ્પા અને સરદાર સહિત તેમના સાથીઓના નામ સાથે ફોટો છપાયો હતો. જે સમાચાર વાંચ્યા જેમાં લૂંટારૃ ટોળકીએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યાની વાત હતી. જે વાંચીને મને ઘણો આનંદ થયો. મને થયંુ કે હાશ હવે, બધા તેમના પરિવાર સાથે સુખેથી રહી શકશે. આમને આમ ખુશીમાં મારો દિવસ પસાર થયો. દરિમયાન સ્વયમ સાથે પણ વાત કરી અને તેનો પણ આભાર માન્યો.

બીજા દિવસે અમારા ગામની સ્થાનીક પોલીસ મારા ઘરે આવી. તેમને જોઇએને મને બીક લાગી કે આ લોકો મારા બાપુને પકડવા આવ્યા લાગે છે. જોકે, મારા વિચારવા પ્રમાણે કશું ન થયું. તેમને મને એક બંધ કરવ આપ્યું અને તેઓ જતાં રહ્યા. તે કવર ખોલ્યું તે તેમા એક પત્ર હતો. જેમાં રાજ્ય સરકારના ગૃહમંત્રાલયની મહોર મારેલી હતી. તેમા લખ્યું હતું કે, દ્રષ્ટી બહેન તમારો ખુબ ખુબ આભાર. આપની સમય સુચકતા અને બહાદુરીના કારણે આટલી મોટી લૂંટારૃ ગેંગના સરદાર તમામ સાથીઓ સાથે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યુ છે. અમે આપના ખુબ જ આભારી છીએ. પોલીસ તરફથી આ ગેંગ પર રાખવામાં આવેલું ઇનામ આપી અમે તમારી બહાદુરીને શરમાવવા માગતા નથી. જેથી આ સાથે અમદાવાદની એક મોટી હોસ્પિટલને સંબોધીને એક પત્ર લખ્યો છે. જે તમે હોસ્પિટલમાં આપશો એટલે તેમારૃ ઓપરેશન હોસ્પિટલ દ્વારા કરી આપવામાં આવશે. જે માટે તમારે એક પણ રૃપિયો આપવાનો રહેશે નહીં. એટલું જ નહીં આગામી ૨૬મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ બહાદુરી પુરસ્કાર માટે પણ આપના નામની ભલામણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જે બાબતે કેન્દ્ર સરકાર તરફથી જરૃરી પત્ર વ્યવહાર થયા બાદ આગળની જાણ આપને કરવામાં આવશે.

આ વાત મેં બા અને બાપુને કરી તો તેઓ પણ ખુશ થઇ ગયા હતા. બીજા દિવસે અમે અમદાવાદ ગયા અને હોસ્પિટલમાં પત્ર આપ્યો તેમને મારૃ ઓપરેશન કર્યુ. આ વાતને આજે ૬ વર્ષનો સમય વિતી ગયો છે. ૨૬મી જાન્યુઆરી ૨૦૧૪માં મને રાષ્ટ્રપતિ દ્વારા બહાદુરી પુરસ્કારથી સન્માની પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં આજે મારો અવાજ પણ મને પાછો મળી ગયો છે. મારા અને સ્વયમના લગ્ન પણ થઇ ગયા છે અને અમારે એક બાળક પણ છે. પરંતુ આજે પણ જ્યારે હું મારા ૬ વર્ષ પહેલાના સંર્ઘષને યાદ કરૃ તો મને એમ જ થાય છે કે, એક જવેરચંદ મેઘાણીની કવિતાની એ સોરઠની વિરાંગના હતી અને એક હું.........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED