Vaat che sorathni viragnani - 2 books and stories free download online pdf in Gujarati

વાત છે સોરઠની વિરાગનાની - 2

પછી તોશું, બાપુના કોઈક ખબર તો મળ્યા એટલે હરખનો પાર નહોતો રહ્યો. પણ હવે પ્રશ્ન એ હતો કે બાપુને શોધવા ક્યાં? પેલો અજાણ્યો માણસ કોણ હશે તેને બાપુ જોડે શી વાત કરી હશે? બાપુ તેની સાથે કેમ ગયા હશે? વિગેરે પ્રશ્નો મારા મનમાં એક અવાજે ઉભા થયા હતા. હવે શું કરવું તે સમજાતું નહોતું ક્યાં જવ કોને પૂછું તે મુશ્કેલી મને કોરી ખાવા લાગી હતી. પછી અચાનક જ એક વિચાર આવ્યો કે લાવને કાકાએ જે તરફ્ બાપુ ગયાનો ઈશારો કર્યો છે તે તરફ્ જઈ તેમને શોધું પણ તે જંગલનો રસ્તો હતો જેથી બીક પણ લાગતી હતી. પણ બાપુને શોધવાનું મારા માટે વધારે મહત્વનું હતું માટે બીક લાગતી હોવા છતાં જંગલની તે પગદંડી પર પગલા માંડવાની શરૂઆત કરી.....
ધીમે ધીમે જંગલની તે પગદંડી પર આગળ વધી રહી હતી તેમ તેમ બીક પણ વધી રહી હતી. પણ બાપુને શોધવા માટે હું મક્કમ મન બનાવી આગળ વધી રહી હતી. જેમ જેમ જંગલમાં અંદર જવા લાગી તેમ તેમ અંધારૂ પણ વધવા લાગ્યંુ હતું. પુનમનો ચંદ્ર હોવા છતાં તેની શિતળ ચાંદનીનો પ્રકાશ જંગલમાં અજવાળું પાથરી શકતો નહતો. ગાઢ જંગલ હોવાથી વન્ય પ્રાણીઓનો પણ તેટલો જ ડર લાગી રહ્યો હતો. થોડાક કલાકો ચાલી પરી થાક લાગ્યો એટલે એક સુરક્ષીત જગ્યા જોઇને થોડો આરામ કરવાનો વિચાર આવ્યો, પણ જંગલમાં અંધારૂ હોવાથી બીક લાગતી હતી. અંતે જંગલમાં એક જગ્યાએ ઝાડ ઓછા હોવાથી ચંદ્રની શીતળ ચાંદનીનો પ્રકાશ પડી રહ્યો હતો. ત્યાં જ એક ઝાડ નીચે બેસી થોડો આરામ કરવાનો વિચાર કર્યો.
કલાકો ચાલી હોવાથી થાક પણ ઘણો લાગ્યો હતો, એટલે ઝાડ નીચે આરામ કરતાં વખતે ક્યારે આંખ લાગી ગઇ તેનો ખ્યાલ જ ન રહ્યો. આંખ ખુલી ત્યારે સવાર પડી ગઇ હતી. સૂર્ય નારાયણે પણ દર્શન આપી દીધા હતા. જેથી ફરી એકવાર મોં પર પાણીની છાલક મારી સ્વસ્થ થઇ ચાલવાનું શરૂ કર્યુ. થોડાક આગળ જતાં જ જંગલમાં કેટલીક ઝુંપડીઓ દેખાય. ઝુંપડીઓ જોઇ આસપાસ નજર ફેરવી પણ કોઇ પરિવાર રહેતા હોવાના પુરાવા ન દેખાયા માટે નજીક જતાં બીક લાગી. પરંતુ બાપુ કદાચ અહી જ હશે તેવા વિચાર સાથે હિંમત કરીને દબાતા પગે આગળ ચાલવાની શરૂઆત કરી. દબાતા પગે ઝુંપડીઓ હતી ત્યાં પહોંચી ત્યારે ખબર પડી કે આતો બહારવટીયાઓનો આસરો છે. ત્યાં કોઇ જ ન હતું, જેથી આસપાસ શોધખોળ કરી પણ બાપુ મળ્યાં નહી. બાપુ ન મળતા એવો પણ વિચાર આવ્યો કે આ બહારવટીયાઓની ટોળી બાપુ સાથે કાંઇ અજુગતુ તો નહીં કર્યુ હોય ને....
જોક, પછી એવો પણ વિચાર આવ્યો કે, ઘરની નાણાંની તકલીફો હતી માટે કદાચ બાપુ આપની ટોળકીમાં જોડાઇ તો નથી ગયા ને... આ વિચારની પુષ્ટી કરવા માટે હું એક ખુણો પકડી સંતાઇ ગઇ અને ટોળકી પાછી આવવાની રાહ જોવા લાગી. દિવસ વિતતો ગયો. મને ભુખ અને તરસ પણ લાગી હતી જેથી ઝુંપડીઓ તરફ ગઇ અને ભૂખ અને પાણીને શોધવા લાગી. એક ઝુંપડીમાંથી રાતનું વધેલું ભાણુ અને પાણી મળ્યાં જેથી થોડું ભાથુ લઇ હું ફરી જ્યાં સંતાઇ હતી ત્યાં જઇ બેસી ગઇ. પાણી પીને તરસ છીપાવી અને થોડું ભાણુ ખાઇ પેટની આગ પણ ઓલવી. રાત માટે થોડું ભાણુ અને પાણી બચાવી રાખ્યા જેથી રાતે ફરી ઝુંપડીમાં જવું ન પડે.
સૂર્ય નારાયણ આથમવા લાગ્યા ધીમી ધીમે તેમનો પ્રકાશ ઘટી રહ્યો હતો. તેટલામાં જ કેટલાક ઘોડા દોડતા આવી રહ્યા હોવાનો અવાજ આવ્યો. થોડી જ વારમાં ઝુંડપીઓના વિસ્તારમાં ઘોડોનો પ્રવેશ થયો બહારવટીયાઓની ટોળી ઘોડા પર સવાર થઇ ઝુંપડીઓના વિસ્તારમાં પ્રવેશી. એક પછી એક ઘોડા ઝુંપડીઓ તરફ આવી રહ્યા હતા. ધીમે ધીમે ટોળીના સભ્યો એક પછી એક ઘોડા ઝાડ સાથે બાંધી ઝુંપડીઓ તરફ આવી રહ્યા હતા. તેમની વચ્ચે મારી આંખો બાપુને જ શોધી રહી હતી. એવામાં જ એક ઘોડા પરથી બાપુ જેવા વ્યક્તિને ઉતરતા જોયા અને હું ચોંકી ઉઠી. થોડી વાર ધ્યાનથી જોયા પછી તે બાપુ જ છે તેવું નક્કી થયું. ટોળીના સભ્યોએ એક ઝુંુપડી પાસે એકઠા થઇ પોતે લૂંટી લાવેલ સામાન મુક્યો અને પછી પોત પોતાની ઝુંપડી તરફ ચાલવા લાગ્યા. બાપુ પણ એક ઝુંપડીમાં ગયા. આગળ શું થઇ રહ્યું છે તેનો ભાસ મેળવી રહી હતી એટલામાં જ ટોળીના બધા સભ્યો ભાણું રાખવાની ઝુંપડી નજીક આવ્યા. ટોળીના બે - ચાર સભ્યોએ એકઠા થઇ રાતનું ભાણુ બનાવવાની શરૂઆત કરી. તે દરમિયાન બાકીના સભ્યો એક ઝુંપડીની વચ્ચેની ખાલી જગ્યામાં એકઠા થઇ મહુડાની મઝા માણવાની શરૂઆત કરી હોવાનું મને લાગ્યું. જોકે, બાપુ ત્યાં દેખાતા ન હતા. જેથી બાપુ હજી તેમની ઝુંપડીમાં જ છે તેવું મને લાગ્યું.
બાપુને મળવાની તીર્વ ઇચ્છા થતી હતી પરંતુ ટોળીની બીક લાગતી હોવાથી હું રાતે બધા સુઇ જાય તેની રાહ જોવા લાગી. થોડી જ વારમાં રાતનું વાળુ તૈયાર થઇ જતાં ટોળીના સભ્યો એક સાથે જમવા બેઠા. તેમાંથી જ એક સભ્ય બાપુની ઝુંપડી તરફ ગયો અને તેમને પણ વાળુ કરવા માટે બોલાવી લાવ્યો હતો. ધીમે ધીમે ટોળીના સભ્યો વાળુ કરી પોત પોતાની ઝુંપડીમાં જઇ સુવાની તૈયારી કરવા લાગ્યા. બાપુ પણ પોતાની ઝુંપડીમાં પહોંચી ગયા હતા. થોડી જ વારમાં બધા જ સુઇ ગયા હોવાનું લાગતું હું દબાયેલા પગે બાપુ જે ઝુંપડીમાં હતાં તે તરફ ચાલવાની શરૂઆત કરી. થોડી જ વારમાં બાપુ જે ઝુંુપડઈમાં હતાં તેના દરવાજા પર પહોંચી ગઇ. ધીમેથી ઝુંુપડીમાં બાપુ સિવાય કોઇ અન્ય ન હોવાની ખાતરી કરી હું તે ઝુંપડીમાં પ્રવેશી. બાપુ ગાઢ નિદ્રામાં હતા, ધીમેથી હું તેમના પગ પાસે બેઠી અને તેમને જગાડવાનો પ્રયાસ કર્યો. થાકી ગયા હોવાથી તે ગાઢ નિદ્રામાં હતા પણ થોડી વારમાં તેમણે આંખો ખોલી. આંખો સામે મને જોઇ પહેલા તો તેમને સપનુ જોતા હોવાનો જ આભાસ થયો. પણ પછી તેમને ખાતરી થઇ કે હું છું. જેથી તેઓ ડઘાઇ ગયા. તેમના મોંમાંથી કોઇ શબ્દો નિકળતા ન હતા. બાપુ મળી ગયાનો આનંદ એટલો બધો હતો કે હું રહી ન શકી અને તેમને વળગી પડી અને રડવા લાગી. મને રડતી જોઇ તેમની આંખો પણ ભીની થઇ ગઇ.
મારી સાંકેતીક ભાષામાં મેં તેમની સાથે વાત કરવાની શરૂઆત કરી અને તેઓ આ ટોળકી સાથે કેવીરીતે જોડાયા તે જાણવાનો પ્રયાસ કર્યો. તેના જવાબમાં તેમણે કહ્યું કે, બેટા તું બોલી શકતી નથી. જે વાતનું મને ઘણું જ દુઃખ થતું હતું. જેથી હું શહેરમાં ગયો અને કેટલાક તબીબોને મળ્યો હતો. તેમને મને ખાતરી આપી હતી કે તારો અવાજ પાછો આવી શકે છે. પરંતુ તે માટે જે ખર્ચ થાય તેની રકમ ઘણી જ મોટી હતી. હું અને તારી ર્માં આખુય આયખુ મહેનત કરીએ તો તેટલી રકમ ભેગી થઇ શકે તે ન હતી. જેથી વધારે કમાણી કરવા માટે તારી ર્માંને કીધા વિના જ ઘરેથી નિકળી ગયો. જો, તેણે આ વાત કરી હોત તો તે પણ મારી સાથે આવવાની જીદ કરતે. ત્યારે નજીકના ગામમાં આ ટોળીનો સરદાર મને મળ્યો અને મારી વાત જાણી મારી મદદ કરવા માટે તેને મને આ ટોળીમાં સામેલ કરી લીધો.
ભીની આંખો સાથે તેમને પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, ટોળીમાં સામેલ થઇ છેલ્લા કેટલાક સમયથી તેમની સાથે લૂંટ કરવા જઇ રહ્યોં છું. પણ હવે મારું મન કચવાય છે. લોકોને લૂંટીને હું તારો અવાજ પાછો લાવીશ તો તે અવાજ મને મીઠો નહીં લાગે. પરંતુ હવે, ટોળીમાંથી બહાર નિકળવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે. બેટા તું પાછી ચાલી જા અને તારી માને કહેજે કે બાપુ હવે, ક્યારેય પાછા નહીં આવે. બાપુની આ વાત સાંભળી મારી આંખોમાં આંસુનો પ્રવાહ વધી ગયો હતો. પરંતુ બારોટની દિકરી હતી અને મારા પ્રીય લેખક ઝવેરચંદ મેઘાણીની સોરઠની વિરાંગનાની વાત યાદ આવી એટલે હિંમત ભેગી કરી સ્વસ્થ થઇ. મારી આંખના આંસુ લુચ્છયા અને બાપુને કહ્યું કે ચાલો બાપુ આપણે રાતના અંધારામાં ભાગી જઇએ. કોઇને શું ખબર પડવાની છે. ત્યાંરે બાપુએ કહ્યું કે જો હું ભાગી જઇશ તો તેઓ આપણે ગામ આવી આપણા આખા પરિવારને મોતને ઘાટ ઉતારી દેશે તેવી ધમકી તેમને મને આપી છે. જેથી હું ભાગી શકું તેમ નથી.
બાપુની વાત સાંભળી હું પણ વિચારવા લાગી કે આમાંથી નિકળવાનો રસ્તો કરવો પડશે. તેટલામાં જ વિચાર આવ્યો કે લાવને ટોળીના સરદાર તેમજ તમામ સભ્યોને આ કામ ખોટું કહેવાય અને ન કરવું જોઇએ તે સમજાવવાનો પ્રયાસ કરું. જો સફળતા મળી તો બાપુ અમારી સાથે પાછા આવી શકશે. જેમ સોરઠની વિરાંગનાએ એક સાવજ સાથે બાથ ભીડી અને જીત મેળવી હતી તેમ હું પણ એક પ્રયાસ કરી જીતવાની તકને જતી ન કરી શકું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED