વાત છે સોરઠની વિરાગનાની - 8 Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

વાત છે સોરઠની વિરાગનાની - 8

આંખ ખુલી ત્યારે સવારના ૧૧ વાગી ગયા હતા. સુરજ દાદા ક્યારે ઉગ્યા અને માથે આવી ગયા તેનો ખ્યાલ જ ન રહ્યો છે. તરત જ ફોન હાથમાં લીધો અને સ્વયમનો ફોન કે મેસેજ છે કે નહીં તે જોયું પણ તેનો કોઇ ફોન કે મેસેજ ન હતો. જેથી હંુ થોડી ગભરાઇ ગઇ. પછી ખ્યાલ આવ્યો કે સ્વયમના પપ્પા હજી ગાંધીનગર પહોંચ્યા હશે. તેઓ તેમના ઉપરી અધિકારીને મળશે વાત કરશે પછી મને જવાબ આપશે. ખ્યાલ આવતાની સાથે જ ફોન બાજુમાં મુકી હું મારી દિનચર્યામાં પરોવાઇ ગઇ. સ્વયમના પપ્પા તેમના અધિકારી સાથે વાત કરશે અને શું જવાબ આવશે તેનો વિચાર મનમાં સળવળી રહ્યો હતો અને બીજી તરફ હું મારી દિનચર્યામાં પરોવાયેલી હતી. બપોરના ૧ વાગ્યો પણ કોઇ જવાબ આવ્યો ન હતો. જમવાનો સમય થઇ ગયો હતો પણ મનમાં ચાલી રહેલા વિચારોના વમળના કારણે ભૂખ પણ લાગતી ન હતી. સવારની ચ્હા સાથે નાસ્તો પણ કર્યો ન હતો. છતાં જમવાની કોઇ ઇચ્છા થતી ન હતી. જેથી રૃમમાં બેસી ટીવીનું રીમોટ હાથમાં લઇ ચેનલો ફેરવ્યા કરતી હતી. કોઇ ફિલ્મ કે પછી કાર્યક્રમ કે સમાચાર પર નજર બેસતી જ ન હતી. પરંતુ મને વિશ્વાસ હતો કે સ્વયમના પપ્પા મારા બાપુને બચાવવા માટે કંઇક તો કરશે જ.

બપોરના ૪ વાગી ગયા હતા, એવામાં જ ફોનની ઘંટડી રણકી... તરત જ ફોન હાથમાં લીધો. સ્વયમનો જ મેસેજ હતો. તેને મેસેજમાં લખ્યુ હતું કે, પપ્પાની તેમના અધિકારી સાથે વાત થઇ ગઇ છે. તેઓ આત્મસર્મપણ માટે માની ગયા છે. પરંતુ તેમની કેટલીક શરતો છે. પપ્પા ગાંધીનગરથી અમદાવાદ આવવા નિકળી ગયા છે. તેને વાત કરવા માટે ઘરે બોલાવી છે. તું બને તેટલું જલ્દી ઘરે આવી જા. સ્વયમનો આ મેસેજ જોતા જ હું ફટાફટ તૈયાર થવા માટે મારા રૃમમાં દોડી. ટીવી બંધ કરવાની પણ દરકાર ન લધી. ઘરમાં રહેલા નોકરે જ ક્યારે ટીવી બંધ કર્યુ તેની મને ખબર પણ ન રહી. હંુ ફટાફટ તૈયાર થઇ નીચે આવી. સરદારના સાગરીતને કાર તૈયાર કરવાનો ઇશારો કર્યો તે પણ ફટાફટ તૈયાર થઇ ગયો અને અમે મારતી કારે સ્વયમના ઘર તરફ જવા રવાના થઇ ગયા.

સ્વયમના ઘર પહોંચતા ગઇકાલ કરતાં વધારે સમય લાગી રહ્યો હતો. જોકે, તે સમય માત્ર મારા મનમાં ચાલી રહેલા અનેક સવાલોના કારણે જ લાગતો હોવાનો મને અહેસાસ થયો.

સ્વયમની સોસાયટી બહાર કાર ઊભી રહી એટલે તરત જ ઉતરીને હું તેના ઘર તરફ ચાલવા લાગી. હું એટલી ઝડપથી ચાલી રહી હતી કે, કોઇકને હું દોડતી હોવાનો જ આભાસ થાય. સ્વયમના ઘરે પહોંચી ઘરની ઘંટડી વગાડી એટલે સ્યવમ સમજી જ ગયો કે હું આવી એટલે એ જ દરવાજો ખોલવા માટે આવ્યો. સ્વયમને દરવાજો ખોલ્યો અને મને ઘરમાં લઇ ગયો. બહારના રૃમમાં સોફા પર મને બેસાડી એટલી વારમાં જ તેની મમ્મી પણ પાણીનો ગ્લાસ હાથમાં લઇને આવી ગઇ હતી. થોડીવારમાં જ સ્વયમના પપ્પા પણ સોફા પર આવીને બેઠા. તેમણે બોલવાની શરૃઆત કરી. બેટા મારા ઉપરી અધિકારી સાથે મારી વાત થઇ ગઇ છે. તેઓ પણ તારા બાપુ તેમજ તેમના સરદાર અને સાગરીતોના સમર્પણ માટે તૈયાર છે. પરંતુ તેમની કેટલીક શરતો છે. મારા મોં પર પ્રશ્નાર્થ ભાવ જોઇને તેમને આગળ બોલવાની શરૃઆત કરી. તેમણે કહ્યું કે, અધિકારીએ કહ્યું છે કે, આ આખુ જ ઓપરેશન મારે અને તારે એકલા એ જ પાર પાડવાનું છે. તેમા તંત્ર તરફથી કોઇ જ મદદ મળશે નહીં. તમામ લુંટારૃઓ હાલમાં તો આરોપી જ કહેવાય જેમાં તારા બાપુનો પણ સમાવેશ થાય જ છે. જેમની સામે બાકીના આરોપીઓની જેમ ચાર્જશીટ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જે બાદ સરકાર દ્વારા તેમની તરફેણમાં કોર્ટમાં રજૂઆત પણ કરવામાં આવશે. જેથી તેમને બને તેટલી સજા ઓછી થાય. પરંતુ કોર્ટ દ્વારા જે સજા થાય તે તો તેમને ભોગવી જ પડશે. પરંતુ સરકાર દ્વારા તેમને બને તેટલી ઓછી સજા થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે.

સ્વયમના પપ્પાની વાત સાંભળી મારા મોં પરથી પ્રશ્નાર્થનો ભાવ ખોવાઇ ગયો અને ખુશીનો ભાવ છવાઇ ગયો હતો. હું પણ તેના માટે તૈયાર થઇ ગઇ. સરદારના સાગરીતને મેસેજ કરીને બીજા દિવસે સવારે હું અને સ્વયમના પપ્પા સરદારને મળવા માટે જવાના છે તે કહ્યું. તેનો પણ સામેથી ઓકે નો મેસેજ આવી ગયો. મેં સ્વયમના પપ્પાને ઇશારાથી બીજા દિવસે સવારે તમને લેવા આવીશું તેમ જણાવ્યુ અને તેઓ પણ તૈયાર થઇ ગયા. બાપુને ઘરે લઇ જવા માટે મારે સહેજ પણ રાહ જોવી ન હતી. એટલે હું સમય બગાડવા માગતી ન હતી. જે વાત સ્વયમના પપ્પા પણ સમજી ગયા હતા. બધી જ વ્યવસ્થા કરી હું સ્વયમના ઘરેથી મારા રોકાણ પર જવા નિકળી સ્વયમ પણ મને સોસાયટી બહાર મુકવા આવ્યો. હું કારમાં બેસી અને અમે રોકાણ તરફ જવા નિકળ્યા. સ્વયમને મારે ઘણું જ કહેવું હતું પણ હંુ એટલી બધી ખુશ હતી કે, તેનો આભાર માનવાનો પણ ભૂલી જ ગઇ. મને થયું કે બધુ બરાબર પાર પડે પછી જ તેનો આભાર માનીશ.

રોકાણને સ્થળે પહોંચ્યા ત્યારે સાગરીતે મને ઇશારામાં કોઇ પણ પ્રકારની ચાલાકી કરતી નહીં. નહી તો તારા બાપુ તને જીવતા મળશે નહીંની ધમકી પણ આપી. જોકે, મારે તો બાપુને ઘરે લાવવાના હતા જેથી હું કોઇ જ પ્રકારની ચાલાકી કરવાના મુડમાં ન હતી. રૃમમાં જઇ સુવાની તૈયારી કરી અને પલંગ પર આડી પડી, પણ ઉંઘ આવે જ નહીં. સવારે સાત વાગ્યે નિકળવાનું હતું. સરદાર શું વાત કરશે, શું શરત મુકશે, સ્વયમના પપ્પાની શરતો માનશે કે નહીં સહિતના અનેક સવાલો મારા મસ્તીસ્કમાં સરવળી રહ્યા હતા. હું સતત ઘડીયાળ અને આકાશ સામે જોઇ રહી હતી. ક્યારે સુરજ દાદા દર્શન આપે અને હું મારા બાપુને બચાવવા તરફ અંતિમ ડગ આગળ માંડું. જોત જોતામાં સવાર પડી ગઇ. હું ફટાફટ તૈયાર થઇ અને સવારે ૫.૩૦ વાગ્યે જ રૃમમાંથી નીચે આવી ગોઠવાઇ ગઇ હતી. ચાકરે મને ચ્હા બનાવી આપી અને નાસ્તા માટે પુછયું પણ મેં ના જ પાડી. જોકે, સમય નીકળતો ન હતો જેથી મેં મોબાઇલમાં આમ તેમ ફંફોસવાની શરૃઆત કરી. બાપુના ફોટા જોયા સાથે સાથે મને સ્વયમનો પણ વિચાર આવતો હતો. જોત જોતામાં ૬.૩૦ થયા એટલે હું સાગરીતને કાર કાઢવા માટે કહેવા બહાર નિકળી તો જોયુ કે, સાગરીત ડ્રાઇવર અને કાર સાથે તૈયાર જ હતો. હું જઇને કારમાં ગોઠવાઇ ગઇ. કાર સ્વયમના ઘર તરફ દોડવા લાગી એટલે મેં સ્વયમને મેસેજ કરીને કહ્યું કે અમે નિકળી ગયા છે. સ્વયમનો વળતો જવાબ પણ આવી ગયો.

સ્વયમના ઘરે પહોંચ્યા ત્યારે તેના પપ્પા તૈયાર જ હતા. તેઓ પણ કારમાં ગોઠવાયા એટલે સ્વયમને તેમને રોક્યા, પપ્પા મારે તમારી સાથે વાત કરવી છે. સ્વયમના પપ્પા કારમાંથી ઉતરી તેની તરફ ગયા. સ્વયમે શું કીધુ તેની તો ખબર નહીં પણ તે પણ અમારી સાથે કારમાં ગોઠવાઇ ગયો. સાગરીતના મોં પર પ્રશ્નાર્થ ભાવ છવાઇ ગયો હતો. પણ મેં તેને ઇશારો કર્યો એટલે તેને ડ્રાઇવરને કાર ચલાવવા માટે આંખથી ઇશારો કર્યો.....