વાત છે સોરઠની વિરાગનાની - 6 Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

વાત છે સોરઠની વિરાગનાની - 6

સ્વયમ સાથે વાત કરીને મારા મનમાં એક નવી જ ઉંમગ જાગી હતી. મારા બાપુને બચાવવાની મારી મહેનત સફળ થશે તે વાત પર મને વિશ્વાસ થઇ ગયો હતો. જોકે, બાપુ મળી ગયા છે, સહિતની તમામ વાતો ર્માંને કહેવાની તો બાકી જ હતી. એ તો હજી પણ ચિંતા કરતી હશે તેવો વિચાર આવતા જ હું ચોંકી ઉઠી હતી.

તરતજ ફોન કાઢયો અને બાજુમાં રહેતા સંજયને મેસેજ કર્યો કે, ર્માંને કહેજે બાપુ મળી ગયા છે. મારી તેમની સાથે વાત થઇ ગઇ છે. થોડા દિવસમાં જ તેઓ ઘરે પરત આવી જશે. મારે કોલેજમાં કંઇક કામ હોવાથી હું વડોદરા આવી છું, કામ પતી જશે એટલે ઘરે આવીશ. થોડી વાતમાં સામેથી સંજયનો મેસેજ આવ્યો ચિંતા ન કર કાકી સાથે વાત થઇ ગઇ છે. તેઓને પણ હૈયે ટાઢક વળી છે. તેમને કહ્યું છેકે, કોલેજ શરૃ થાય તે પહેલા એકવાર ઘરે આવજે. મેં મેસેજનો જવાબ આપવાનું ટાળ્યું, મને ખબર હતી કે હું વધારે વાત કરીશું તે સંજય મને બાપુ વિષે પુછશે અને મારાથી હાલ કશું જ કહી શકાય તેમ નથી. હું વહેલી સવાર પડે તેની રાહ જોઇ રહી હતી તેવામાં મને ક્યારે આંખ લાગી ગઇ અને હું સઇ ગઇ.

રૃમની બારીમાંથી સુરજ દાદાનો પ્રકાશ આવવા લાગ્યો અને મારી આંખ ખુલી ગઇ. મને એમ કે મોડું થઇ ગયું હશે પણ મોબાઇલ હાથમાં લઇ જોયુ તો હજી ૧૦ જ વાગ્યા હતા. મારે સાંજે ૬ વાગ્યે સ્વયમના ઘરે જવાનું હતું. હવે, સાંજના ૬ વાગવાની રાહ જોવામાં મારો સમય જ પસાર નહીં થાય તેની મને ખબર હતી. જોકે, પથારીમાંથી બહાર નિકળી મેં મારી રોજનિશી પતાવી, ત્યારબાદ ડાઇનિંગ રૃમમાં જઇ પેપર લઇ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઇ ગઇ. સવારની ચ્હા અને નાસ્તો ટેબલ પર જ હતા. ખબરી પણ સોફા પર બેસીને ટીવી જોઇ રહ્યો હતો. મેં ચ્હાની ચુસકી લેતા લેતા પેપરના પાના પલટાવવાની શરૃઆત કરી. એવામાં જ મારી નજર સ્વયમના પપ્પાના સમાચાર પર પડી. અખબારમાં તેમનો ફોટો પણ છપાયો હતો. એ આખો સમાચાર હું એક જ શ્વાસે વાંચી ગઇ. તેમાં પત્રકારે તેમના ભારોભાર વખાણ કર્યા હતા. પછી તો શું હું પણ હરખાઇ અને મારો વિશ્વાસ વધારે દ્રઢ થતો ગયો. હવે, મને પાક્કો વિશ્વાસ થઇ ગયો હતો કે, મારા બાપુ વહેલામાં વહેલા ઘરે આવી જશે. પછી અખબાર બાજુએ મુકી હું ફોનમાં તેમને લગતા સમાચાર શોધવામાં વ્યસ્ત થઇ ગઇ. જોત જોતામાં ક્યારે બપોરના બે વાગી ગયા મને ખ્યાલ જ ન રહ્યો.

ખબરીએ આવીને મને જમવાનો ઇશારો કર્યો એટલે હું તેની સાથે પાછી ડાઇનિંગ ટેબલ પર આવીને બેસી ગઇ. અમે જમની ઊભા થયા એટલે એને મને પુછયું કે, આપણે સાંજે કેટલા વાગે જવાનું છે. મેં કહ્યું સાંજે ૬ વાગ્યે પહોંચવાનું છે. એટલે એને મને સાંજે ૫ વાગ્યે તૈયાર કરવાનું કહ્યું અને તે તેના રૃમમાં જતો રહ્યો. તેને મારા પર વિશ્વાસ આવી ગયો હતો કે આ છોકરી તેના બાપુના જીવના જોખમે કોઇ જ આડુ અવળું કામ નહીં કરે. એટલે જ તે મને એકલો મુકવા તૈયાર થયો હતો. જતાં જતાં તે મને કહેતો ગયો કે સાંજે તે મને સ્વયમના ઘરે મુકી ને જતો રહેશે. એટલે મારે એકલાએ જ સ્વયમના ઘરે જવાનું છે. જેથી હું શાંતિથી વાત કરી શકું. મનમાં ને મનવા તેની પણ ઇચ્છા હતી કે મારા બાપુ સાથે સરદાર અને તેના તમામ સાથીઓ પણ તેમના પરિવારને મળી શકે, તેમની સાથે રહી શકે, તહેવાર ઉજવી શકે.....

સાંજના ચાર વાગ્યા હું રૃમમાં જ હતી, તૈયાર થવાનું છે એમ કરીને ઊભી તો થઇ પણ શંુ પહેરુ તેના વિચારોમાં ખોવાઇ ગઇ. થોડી વારમાં પાછી સજાગ થઇ અને તૈયાર થવા લાગી. પાંચના ટકોરે હું તૈયાર થઇ દિવાન ખંડમાં ખબરીની રાહ જોઇ રહી હતી. એટલામાં જ મને ઘરની બહારની કારના હોનનો અવાજ આવ્યો. હું બહાર જોવા ગઇ તો ખબરી કારમાં બેસી મારી રાહ જોઇ રહ્યો હતો. હું પણ તૈયાર જ હતી, એટલે તરત જ જઇને કારમાં ગોઠવાઇ ગઇ. કાર બંગલાની બહાર નીકળી અને સ્વયમના ઘર તરફ જવા લાગી. મારા મનમાં એક તરફ હરખના લાડવા બની રહ્યા હતા. તો બીજી તરફ એક ઉંચવાટ પણ હતો કે સ્વયમના પપ્પા મારી મદદ કરશે કે નહીં ? હું તેમની સાથે શું વાત કરીશ ? તેઓ મને સમજી સકશે કે નહીં ? આ બધા જ સવાલો મનમાં વમળની જેમ ચાલી રહ્યા હતા. તેવામાં જ સ્વયમના ઘરની સોસાયટીની બહાર આવીને કાર રોકાઇ ગઇ. પરંતુ મનમાં ચાલી રહેલા વમળોના કારણે મારું ધ્યાન રસ્તા પર ન હતું. જેથી મને થયું કે રસ્તામાં ટ્રાફિકના કારણે કાર રોકાઇ હશે, પણ કારની બારીમાંથી બહાર નજર કરી તો સ્વયમની સોસાયટીની બહાર કાર ઊભી હતી.

મારી નજીક કારમાં આગની સીટ પર બેઠેલા સરદરના ખબરી પર પડી તેણે મને ઇશારો કરી કારમાંથી ઉતરી સ્વયમના ઘરે જવાનો ઇશારો કર્યો. તેની સાથે સાથે એવું પણ કહ્યંુ કે, કામ પતે એટલે મેસેજ કરજે તને લેવા માટે હું અહીં જ પાછો આવીશ. કોઇ પણ ચાલાકી કરવાનો પ્રયાસ કરીશ નહીં ખબર છેને તારા બાપુ ક્યાં છે ? તેમનો શું હાલ થઇ શકે છે....

ખબરીની વાત ધ્યાની સાંભળી હું કારમાંથી ઉતરીને સ્વયમના ઘર તરફ પગલાં માંડવા લાગી. સાંજના પોણા છ વાગ્યા હતા, સ્વયમ પણ મારી રાહ જોઇને ઘરની બહાર જ ઊભો હતો. મને આવતી જોઇને તેને મને હાથ કર્યો અને મારી તરફ આવવા લાગ્યો. સ્વયમ મારી નજીક આવી મને સાથે લઇ તેના ઘર તરફ આગળ વધ્યો. અમે ઘરના આંગણામાં આવી ગયા અને પછી અમે ઘરમાં પ્રવેશ કર્યો. આ પહેલા પણ સ્વયમના ઘરે આવી હતી. પરંતુ તે સમયે મિત્રો સાથે રહેતા હતા, આજે પહેલી વખત હું મારા કોઇ કામથી સ્વયમના ઘરે આવી હતી અને તે પણ તેના પપ્પાને મળવા માટે. મનમાં હજી પણ વિચારોના વમળો ચાલી રહ્યા હતા. ઘરનાં દિવાન ખંડમાં આવી સ્વયમને મને બેસવાનો ઇશારો કર્યો અને તે રસોડા તરફ ગયો.

થોડી જ વારમાં સ્વયમ તેની મમ્મી સાથે દિવાન ખંડ તરફ આવતો દેખાયો. સ્વયમની મમ્મીના હાથમાં ટ્રે હતી જેમાં પાણીનો ગ્લાસ અને સાથે ચ્હા પણ હતી. સ્વયમની મમ્મી આવીને મને પાણી આપે તે પહેલા જ હું ઊભી થઇ ગઇ અને તેની મમ્મીને નમસ્તે કરવા હાથ જોડયા. સ્વયમની મમ્મી પણ મને મીઠો આવકાર આપ્યો. મારી નજર સતત ઘરના જુદા જુદા ખુણામાં ફરી રહી હતી. મને જોતા જ સ્વયમ સમજી ગયો કે હું તેના પપ્પાને શોધી રહી છું. એટલે સ્વયમે ધીમે રહીને કહ્યું કે, પપ્પા ઓફિસથી નિકળી ગયા છે, રસ્તામાં જ છે. થોડીવારમાં જ ઘરે આવી જશે. એટલામાં જ ઘરની બહાર કારનો અવાજ આવ્યો અને સ્વયમ બોલ્યો કે લે પપ્પા પણ આવી ગયા. સ્વયમના મનમાં એક જુદો જ ઉત્સાહ દેખાઇ રહ્યો હતો. સ્વયન હું આવી છું તેવા સમાચાર આપવા માટે તરત જ ઘરના આંગણા તરફ દોડયો. થોડી જ વારમાં તે તેના પપ્પા સાથે દિવાન ખંડમાં પ્રવેશ્યો. તેના પપ્પા યુનિફોર્મમાં જ હતા. હું તેમને જોઇને ઊભી થઇ અને નમસ્તે કરવા હાથ જોડયા. તેમણે પણ મને નમસ્તે કહી બેસવા માટે ઇશારો કર્યો અને કહ્યું કે, બેટા થોડીવાર બેસ ચ્હા પી હું કપડા બદલીને આવું છું અને તેઓ તેમના રૃમ તરફ ગયા.

મારા મનમાં ચાલી રહેલા વિચરોના વમળોની ઝડપ અને ઉંડાાઇ વધી ગઇ હતી. હું તેમની રાહ જોઇ રહી હતી સાથે સાથે સ્વયમની મમ્મીએ આપેલી ચ્હાની ચુકસી પણ લઇ રહી હતી. મારી નજર સતત સ્વયમના પપ્પાના રૃમ તરફ જ હતી. થોડી વારમાં જ સ્વયમના પપ્પા ફ્રેશ થઇ કપડા પહેરી દિવાન ખંડમાં આવી મારી સામેના સોફા પર બેઠા, એટલામાં જ સ્વયમની મમ્મી તેમની માટે પણ ચ્હા લઇને આવી ગઇ હતી.