કહીં આગ ન લગ જાએ - 18 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

કહીં આગ ન લગ જાએ - 18

પ્રકરણ- અઢારમું/૧૮


‘હેલ્લો, આઈ હોપ કે હું કબીર કામદાર સાથે વાત કરી રહી છું.’ મીરાંએ કહ્યું
કાનમાં મધ ઘોળાઈ રહ્યો હોય એવો સ્વર સાંભળીને એક ક્ષણ માટે વિચલિત થઇને બોલ્યો,
‘યસ, પ્લીઝ આપ કોણ ?’
‘વિરાણી ઇન્ડસ્ટ્રીઝમાં પી.એ.ની પોસ્ટ માટે આપનું નામ રેક્મ્ન્ડ થયું છે.’ મીરાં બોલી.
‘યસ, બટ, આપ કોણ બોલો છો ? આપનો પરિચય આપશો, પ્લીઝ.’

‘એ પોસ્ટ માટે આપ કોઈ એંગલથી લાયક નથી. આપનું નામ ટોટલી રીજેક્ટ કરવામાં આવે છે. અને વિરાણી ઇન્ડસ્ટ્રીઝ તો શું પણ આ શહેરમાં આપને કોઈપણ જોબ નહીં આપે તેની હું તમને ઓપન ચેલેન્જ આપું છું. તમારી હિંમત કેમ થઇ વિરાણી ઇન્ડસ્ટ્રીઝમાં જોબ માટે એપ્લાઇ કરવાની ? આપ આપના ભવ્ય ભૂતકાળ પર ઢાંકપીછોળો કરીને ક્યાં સુધી સંતાઈ ફરશો ? યોર કાઉન્ટ ડાઉન સ્ટાર્ટ નાઉ....મિસ્ટર. કબીર કામદાર.

કોઈપણ જાતના ઠપ્પા વગર ટપાલ જેવી લીટરલી ઠપકાની લેન્ગવેજમાં સામા છેડે થી વાત કરવા છતાં કબીરે તેના ટોપ ગીયરની સ્પીડ પકડવા જઈ રહેલી ગુસ્સાની ગાડીને ન્યુટ્રલ મોડ પર લાવતા કહ્યું,

‘જુઓ મેડમ સૌ પહેલાં તો મેનર્સ અને ડીસીપ્લીન નામના વિટામીનની કમીથી આપનું દિમાગ કુપોષણનું શિકાર બન્યું છે તેથી કોઈ સારા સાયકિયાયટ્રીસ્ટ પાસે પ્રોપર ટ્રીટમેન્ટ કરાવો. કેમ કે આપે અપના ચાર વાક્યમા આપની મોટાઈની સાથે સાથે છીછરી માનસિકતાની ઓકત પણ ઓકી નાખી છે. હવે સમય કાઢીને જો આપના પેરેન્ટ્સે આપનું નામકરણ કર્યું હોય તો એ જણાવવા તસ્દી લેશો ?’


કબીરનો શૂન્યના પારાથી પણ ન્યુનતમ સપાટીની ઠંડક જેવો ફૂલ જવાબ સાંભળીને
મીરાં તેના બેકાબુ હાસ્યને ન રોકી શકી. ખડખડાટ હાસ્ય સાથે હસતાં હસતાં બોલી.

‘એ..હેલો મિસ્ટર કબીર.. હું તમને હમણાં દસ જ મીનીટમાં એક મેઈલ સેન્ડ કરું છુ. રીપ્લાઈમાં મારે કેટલી માત્રામાં મેનર અને ડીસીપ્લીનના વિટામીનની જરૂર છે તેની ક્વોન્ટીટિ લખી જણાવજો. એન્ડ ઇફ પોસિબલ કોલ ટુ મી. હેવ એ નાઈસ ડે.’

સ્વપ્નસૃષ્ટિની સાથે સાથે અતાર્કિક જેવા સંવાદોના વાર્તાલાપથી અસમંજસના ભાવ સાથે કબીરના મોઢામાંથી ઉદ્દગારો સરી પડ્યા..’ ઇન્ટરેસ્ટીંગ’

મીરાં એ કોલ જોડ્યો, મધુકરને.
‘મીરાં, કંઈ અરજન્ટ કામ છે ? બીકોઝ આઈ એમ બીઝી ઇન કોન્ફરન્સ ?
‘જસ્ટ એ મિનીટ, પી.એ.ની પોસ્ટ માટેનો કેન્ડીડેટ ધ મોસ્ટ પરફેક્ટ છે તો હું......’
‘તું તારી રીતે એપ્રુવલ આપી દે.’
હજુ મીરાં તેનું સેન્ટેન્સ ખત્મ કરે એ પહેલાં મધુકરે આટલો રીપ્લાઈ આપીને કોલ કટ કરી દીધો.’
મનોમન હસીને મીરાં વિચારવા લાગી કે હવે કોરપોરેટ જગતની સોશિયલ લાઈફના લેશન શીખવાના છે.

મીરાં એ કબીરને મેઈલ સેન્ડ કર્યા પછી ભીતરના ઉકળાટથી ગભરામણ થતાં બાલ્કનીમાં આવીને ખુલ્લી હવામાં આંખો બંધ કરીને ઊંડા શ્વાસ ભરવા લાગી.

થોડીવાર પછી રૂમમાં આવીને ફરી કોફી લાવવા માટે સર્વન્ટને કહ્યું.

કોફી આવે એ પહેલાં કોલ આવ્યો, કબીર કામદારનો.
‘હેલ્લો...મેડમ. આઈ એમ એક્સટ્રીમલી સોરી. ફોર માય મીસ એન્ડ રુડલી બીહેવીયર. આઈ એપ્લોઝાઈસ. હવે તો આપ આપનો પરિચય આપશો પ્લીઝ ?
પૃથ્વીરાજ ચૌહાણના કિરદારને પત્રકાર પોપટલાલના સ્વરમાં સાંભળતા જ
હસતાં હસતાં મીરાં બોલી,

‘આપને મેઈલ મળ્યો ?’ શું ડીટેઇલ છે મેઈલમાં ?

‘અરે.. મેડમ, એ મેઈલ મેં ત્રણ વખત વાંચ્યો, આઈ કાન્ટ બીલીવ ધીઝ. ઇટ્સ ટોટલી અમેઝિંગ એન્ડ અનબિલીવેબલ મિરેકલ. મેઈલમાં લખ્યું છે કે.. કબીર કામદાર ઈઝ એપોઇન્ટેડ એઝ એ પર્સનલ આસીસ્ટન્ટ ઓફ ધ વિરાણી ઇન્ડસ્ટ્રીઝ.’
હાઉ કેન ઈટ પોસિબલ ? વીથ આઊટ ઈન્ટરવ્યુ ?

પી.એ. તરીકે તેની કન્ફર્મ નિમણુકનો મેઈલ વાંચતાં સુખદ આઘાતના આંચકાથી હતપ્રભ થઈને આટલું તો કબીર માંડ બોલી શક્યો.

‘એ મારા દિમાગના કુપોષણના કૃપાની કરામત છે. એન્ડ આઈ થીન્ક કે. મેઈલના લેફ્ટ સાઈડના કોર્નર પર એક સ્ટારની સાઈન સાથે મેન્શન કરવામાં આવ્યું છે, કે એઝ પર ટર્મ એન્ડ કંડીશન, એ તમે વાચ્યું ?

‘હા, વ્હોટ ઈઝ ટર્મ એન્ડ કંડીશન ?’ અધીરાઈ રહી કબીરએ પૂછ્યું.
‘બધું ઘર બેઠાં જ જાણી લેવું છે ? ત્રણ વાગ્યે આપ આવો વિરાણી હાઉસ એટલે ડીટેઇલમાં સમજાઈ જશે.’ મીરાં એ
‘જી મેડમ, કેન આઈ નો યોર ગૂડ નેઈમ પ્લીઝ ?’ વિનમ્રતાથી કબીરે પૂછ્યું

‘મારા પેરેન્ટ્સને તો ટાઈમ નહતો મળ્યો, તો હવે તમે જ કોઈ સારું નામ શોધીને જણાવી દેજો.’ કહી મીરાંએ કોલ કટ કર્યો.

વિરાણી હાઉસ કોલ કરીને મીરાંએ તેના આસીસ્ટન્ટને જરૂરી ઇન્ફોર્મેશન આપીને સમજાવ્યા પછી,
કોફીનો મગ લેતા મ્યુઝીક સીસ્ટમ ઓન કરી, તેના ઓલ ટાઈમ ફેવરીટ ગઝલ કલેક્શન માંથી સિલેક્ટ કરીને સોંગ પ્લે કરતાં
શબ્દો રેલાયાં...
‘દુનિયા જિસે કહેતે હે જાદુ કા ખિલોના હે..
મિલ જાયે તો મીટ્ટી હૈ ખો જાયે તો સોના હૈ.’

સાંભળતા સાંભળતા મીરાં શાવર લેવા જતી રહી..

આ તરફ કબીર ચડ્યો વિચારોના ચકડોળે.
જરૂર કયાંય કાચું કપાયું છે. યા કોઈ ફીરકી લઇ રહ્યું છે ? ફેક એપોઇન્ટમેન્ટ મેઈલ તો નહીં હોય ને ? જે યુવતી સાથે વાત થઇ તેની લેન્ગવેજ કોર્પોરેટર વર્લ્ડની લેન્ગવેજ સાથે મેચ નથી થતી. અને વગર ઈન્ટરવ્યુ એ નિમણુક અને એ પણ વિરાણી ઇન્ડસ્ટ્રીઝમાં. કોને કોલ કરું ? કોલ કરું અને ફરી કયાંય નવી આંટી પડી’તો ?
કંઈ નહીં, ત્રણ વાગ્યે વિરાણી હાઉસ જઈશ એટલે પાના ઓપન થઇ જશે. એવું વિચારીને કબીર વિરાણી હાઉસ જવાની તૈયારી કરવા લાગ્યો.

એક મહિના પછી ઓફીસ પર જવાનું હતું. આજે મીરાંને કોર્પોરેટ ડ્રેસ પહેરવાની ઈચ્છા નહતી. શી વોન્ટ ટુ લૂક સમથીંગ ડીફરન્ટ. ફ્રાન્સથી પરચેસ કરેલો ગ્રે કલરનો એક સેમી કોર્પોરેટ ડ્રેસ સિલેક્ટ કર્યો. પછી લાઈટ લંચ લઈને નીકળી વિરાણી હાઉસ.


સિક્સ પોઈન્ટ વનની હાઈટના સપ્રમાણ કસાયેલું બોડી, કોર્પોરેટ વર્લ્ડની લેટેસ્ટ ફેશન મુજબના ડ્રેસ કોડમાં કબીર હોલીવુડના પ્રથમ હરોળના હીરોને ટક્કર આપે એવા ફુલ્લી જેન્ટલમેન લૂકમાં બીફોર ટાઈમ જ આવી ગયો હતો.


ઈલેવંથ ફ્લોર પર આવીને ઇન્ક્વાયરી કરતાં રીપ્લાઈ મળ્યો કે.. વેઇટ ટીલ થ્રી ઓ ક્લોક.
ઠીક ત્રણ ને દસ મીનીટે ઇન્ડીકેશન આપ્યા મુજબ કબીર ભરપુર આત્મવિશ્વાસ સાથે એન્ટર થયો મીરાંની ચેમ્બરમાં.

‘વેલકમ.. ગ્રાન્ડ વેલકમ મિસ્ટર કબીર કામદાર ઇન વિરાણી હાઉસ.’
મીરાંના અલગ અંદાજના લૂક અને વસ્ત્ર પરિધાન પરથી આજે તેના કાયાની માયા કોઈને પણ મંત્ર મુગ્ધ કરવા માટે પર્યાપ્ત હતી.
કબીર તેની મોહિનીથી બાકાત નહતો રહી શક્યો. મીરાં ને જોવી કે સાંભળવી એ જ નહતો નક્કી કરી શકતો. જોવી તો કેમ અને કેટલી અને ક્યાં સુધી જોવી ? એ સમજાય ત્યાં ફરી મીરાં બોલી.

‘આર યુ ઓકે મિસ્ટર.. કબીર ?’
‘ઓહ.. યસ યસ આઈ એમ પરફેકટલી ઓકે. એન્ડ થેંક યુ સો મચ.’
‘પ્લીઝ સીટ ડાઉન.’ મીરાં એ ચેર તરફ ઈશારો કરતાં કહ્યું.
‘જી, બોલો.’
તેની ચેર પર બેસતાં મીરાંએ પૂછ્યું.
‘મેડમ, આજે બપોરે કોલ પર વાત થઇ.. આઈ થીન્ક કે એ આપ જ છો... મીરાં રાજપૂત.એમ આઈ રાઈટ ?” મીરાંના અવાજ પરથી અંદાજ આવતાં કબીર સમજી ગયો કે..હવે મર્યા.’
‘અરે હા.. કોલ કટ કર્યા પછી યાદ આવ્યું કે મારા પપ્પા એ મારું મીરાં નામ રાખ્યું છે. કેવું નામ છે ? તમને ગમ્યું ?
કબીરની હાલત તો કાપ્યા વગર જ લોહી નીકળે એવી થઇ ગઈ હતી. કબીરને લાગ્યું કે મીરાંને આપવાનો જવાબ એટલો અઘરો હતો કે જાણે કોઈએ રણ વચ્ચે પૂછ્યું હોય કે વોશરૂમ ક્યાં જવું ?

અને મીરાં કબીરનો હાસ્યાસ્પદ ચહેરો જોઇને તેના મોં આગળ હથેળી રાખીને રીતસર અટ્ટહાસ્ય કરવાં લાગ્યા પછી બોલી..
‘આઈ એમ સોરી..’
‘ઇટ્સ ઓ.કે.’ આટલું તો કબીર માંડ બોલ્યો.
‘મેડમ આ ટર્મ એન્ડ કંડીશન...’ કબીરે પૂછ્યું
‘આપને ઉતાવળ છે કયાંય જવાની ? મીરાંએ પૂછ્યું
‘જી નહીં.’ કબીરે કહ્યું
‘તો પ્લીઝ હું ન કહું ત્યાં સુધી, પૂછું તેનો જ રીપ્લાઈ આપો.’
મીરાં તેના અસલી ગેટઅપમાં આવતાં બોલી.
‘સોરી મેડમ.’ કબીર મનોમન બોલ્યો વાત એવી રીતે કરે છે જાણે કે વિરાણી ઇન્ડસ્ટ્રીઝની બોસ હોય.
‘આપ સ્ટીફન કોલેજના સ્ટુડન્ટ ઓફ ધ યર રહી ચુક્યા છો’
‘યસ’
‘અને ત્રણ વર્ષમાં તમે કોલેજના સિનીયર સ્ટુડન્ટસના રોલ મોડલ અને યુથ આઇકોનની સાથે સાથે કોલેજમાં આવતી દરેક દિવ્યાભારતી થી લઈને છેક અનુષ્કા શર્મા સુધી દરેક માટે બે હાથની સાથે સાથે દિલ પણ પોહ્ળું કરતાં જ રહ્યા શાહરૂખની જેમ. એમ આઈ રાઈટ ?’

કબીર મનોમન બોલ્યો કે આ જરૂર કોઈ જબરી પોહચેલી માયા લાગે છે.

મીરાંએ તેના મોબાઈલ માંથી કબીરના મોબાઈલમાં મેસેજ સેન્ડ કરતાં કહ્યું,
‘આપ મારો મેસેજ જોઈ લ્યો ત્યાં સુધીમાં હું આવું છું.’
એમ બોલીને મીરાં મધુકરની ચેમ્બર તરફ ગઈ.

મીરાં એ મેસેજમાં સેન્ડ કરેલુ પીક ઓપન કરીને જોતાં જ કબીરનું ચેર પરથી ઉછાળવાનું જ બાકી હતું.
મનોમન બોલ્યો,

‘ઓહ માય ગોડ’ હજુ આગળ કઈ વિચારે એ પહેલાં મીરાંએ ચેમ્બરમાં એન્ટ્રી મારી.
એટલે કુતુહલવશ પૂછ્યું,

‘આ પીક તો....’ કબીરને બોલતા રોકીને મીરાં બોલી
‘આ પીક તમારી ફેરવેલ પાર્ટીનું છે. તમારો લાસ્ટ સેમેસ્ટરનો અંતિમ દીવસ હતો. તમને સ્ટુડન્ટ ઓફ ધ યર તરીકે નવાજમાં આવ્યા હતાં. અને આપના વરદ હસ્તે ફર્સ્ટ યરના સ્ટુડન્ટના ડ્રામા કોપીટેશનમાં ફર્સ્ટ પ્રાઈઝ મેળવનાર આર્ટીસ્ટ એટલે કે મીરાં રાજપૂતને શિલ્ડ અને સર્ટીફીકેટ આપવામાં આવી રહ્યું છે તે ક્ષણની આ તસ્વીર છે. હવે કંઈ યાદ આવે છે. મિસ્ટર કબીર ?
‘આપ એ ફર્સ્ટ યર સ્ટુડન્ટ મીરાં રાજપૂત છો ? આઈ કાન્ટ બીલીવ ધીઝ. આઆઆ,,,ઈ એમ રીયલી સોરી બીકોઝ એ દિવસે હું મારી ખુશીમાં એટલો મસ્ત અને વ્યસ્ત હતો કે...’
કબીરની વાત કટ કરતાં મીરાં બોલી,

‘કે.......કોઈની સામે જોવા સુદ્ધાંનો પણ સમય નહતો એમ ? તમે તમારી સોનાની લંકા જેવી લોકપ્રિયતાને કેશ કરવાના મૂડમાં હતાં મિસ્ટર કબીર. મેં તમારી પાસે પાંચ મિનીટ માંગી હતી. તમને યાદ છે? અને ત્યારે તમે મારી સામું જોયા વગર શું મને શું જવાબ આપ્યો હતો, કહું ?
યુ આર ઇન ક્યુ. આજે આ પી.એ. ની પોસ્ટ માટે પણ ખુબ લાંબી લાઈન છે. છતાં મેં તમને વિથ આઉટ ઈન્ટરવ્યુ કન્ફર્મ જોઈનીંગ લેટર ઇન વિધીન એ ટેન મિનીટ્સમાં કેમ અને કઈ હેસિયતથી અપાવ્યો તેનો તમને અંદાજો છે ?

સ્વ સાથે સંવાદનો સેતુ સાંધતા કબીર વિચારવા લાગ્યો કે, જો સ્ત્રીને સમજવામાં સૃષ્ટિના રચયતાનો પનો પણ ટૂંકો પડતો હોય તો અત્યારે એઈટીઝની ટીપીકલ હિન્દી ફિલ્મોના બીબાઢાળ, ખાધું, પીધું ને રાજ કીધું જેવા એન્ડ તરફ જતી મારી કેરિયરની ડેબ્યુ ફિલ્મનો પણ હેપ્પી એન્ડ થવા જઈ રહ્યો છે તો અહીં હાલ પુરતું મારી કબીરવાણીના ફૂટેજનું એડિટીંગ કરવું જ બેટર રહેશે.ન્યુટ્રલ અને ડીપ્લોમેટીક અન્સર સાથે ડીફેન્સ કરવાનો પ્રયાસ કરતાં કબીર બોલ્યો.

‘આપને સાચું કહું, તમે જે કોલેજના લાસ્ટ ડે ની વાત કરો છો, એ પછી ના એક વીકમાં જ હું યુ.કે. રવાના થઇ ગયો હતો, ફોર ફર્ધર સ્ટડીઝ. બીકોઝ એ મારા ફ્યુચર પ્લાનનું એકમાત્ર ગોલ્ડન ડ્રીમ હતું. અને તેની પ્રીપેરેશન મારું સેમેસ્ટર પૂરું થાય તેના સિક્સ મંથ પહેલાજ મેં કમ્પ્લીટ કરી લીધી હતી. હું છેલ્લાં ચાર વર્ષ યુ.કે. જ હતો. ઇન્ડીયા આવ્યો જસ્ટ એક મહિના પહેલાં. અને આપ જે પોસ્ટ અને સ્ટેજ પર છો, ત્યાં તમને સમજવા તો બહુ દૂરની વાત પણ સાંભળવા પણ ગોલ્ડન ચાન્સ જેવી વાત છે. પણ ફર્સ્ટ કોલમાં મારી પ્રોફાઈલ પરથી આઈડિયા લઈને આપે જે સસ્પેન્સ વીથ સરપ્રાઈઝ જેવી સુપર સ્ક્રિપ્ટ ઘડીને મને રીતસર મેરીગો રાઉન્ડમાં ઉંધો લટકાવીને એ રીતે ચકરાવે ચડાવ્યો કે હજુયે ચક્કર આવે છે.’
હસતાં હસતાં કબીરે વાત પૂરી કરી.

જે રીતે તેના ઘુંટાયેલા દમદાર અવાજમાં કોન્ફિડેન્સ અને તેની અલાયદી બોડી લેન્ગ્વેજ સાથે આંખોમાં આંજેલા એક મંજાયેલા સપના સાથે સંક્ષિપ્તમાં કબીર સંતોષકારક ઉત્તર આપી રહ્યો હતો ત્યારે મીરાં, કબીરને સંભાળવા કરતાં જોવામાં વધુ મગ્ન હતી.

‘અને આઈ થીન્ક કે કોલેજમાં તમારી કામદાર સરનેઈમ થી ભાગ્યેજ કોઈ પરિચિત હશે. એટલે તો મેં ફર્સ્ટ ટાઈમ આ પોસ્ટ માટે તમારું નામ સાંભળ્યું ત્યારે માઈન્ડમાં કંઈ ક્લિક ન થયું અને, ચાર વર્ષ ઇટ્સ સો લોંગ ટાઈમ.’

અને ચાર વર્ષ પહેલાં કોલેજમાં, તમારું ફર્સ્ટ અને મારું લાસ્ટ યર હતું તો એક વર્ષમાં કદાચ આપણે વચ્ચે હાર્ડલી ટેન મિનીટ્સનું કન્વર્સેશન પણ નહી થયું હોય એટલે સ્વાભાવિક કે પરિચિત ન જ હોઈએ.

‘આઈ ડોન્ટ અગ્રી. સોયની ટોચ જેટલું કણ પણ જો આંખમાં ભલે બે સેકંડ માટે પડ્યું પણ તેનો ખટકો તો લાંબા સમય સુધી જ રહે.
મીરાં એ ગર્ભિત ભાષામાં તેની વાત કબીરને કહી.
‘એટલે ?’ કબીરે પૂછ્યું
મીરાંએ વિનોદવૃતિમાં વાતને ટાળતાં કહ્યું,
‘પણ તમારા કિસ્સામાં એવું છે કબીર કે.. અમિતાભ બચ્ચનને સૌ ઓળખે પણ, બચ્ચન તો તેની લેવલના લોકોને જ ઓળખે છે.’
પછી મીરાં જે રીતે હસવાં લાગી તે જોઇને કબીરને થયું આજે આ દીપિકાના પંડમાં આવેલી ઝીન્નત અમાન તેના અરમાન પુરા કરવા આ ડોનને પાન ખવડાવ્યા વગર જ લુંગી ડાન્સ કરાવશે.

‘કોફી બ્રેક લઈએ પછી...તમને મેરી ગો રાઉન્ડ પરથી ઉતારું.’ મીરાં એ કહ્યું.
બોલતા મીરાં હસવાં લાગી.

‘મે આઈ આસ્ક એ ક્વેશ્ચન ? કબીરે પૂછ્યું
‘પ્રોફેશનલ ઓર પર્સનલ ? મીરાં એ લેપટોપ ઓન કરતાં પૂછ્યું.
‘ઓફ્કોર્ષ ઓફિસ્ય્લી’
‘આસ્ક’
‘આપ અહીં આ ડેજીગ્નેશન પર કઈ રીતે... આઈ મીન કે શું શું પ્રીપેરેશન કરી હતી ?
કબીરે પૂછ્યું.
‘અરે, ઇટ વોઝ સો સિમ્પલ ફોર મી. બીકોઝ તે સમયે આ શહેરમાં કબીર કામદારની ગેરહાજરી હતી એટલે મારો ચાન્સ લાગી ગયો એમ.
મીરાંનું વાક્ય થતાં કોફી સર્વ થઇ.


‘તમારું નામ કોણે રેક્મ્ન્ડ કર્યું છે ? મીરાં એ પૂછ્યું
‘જી મારાં ફાધર રીટાયર્ડ આર્મી મેન છે. ગેલેક્સી ઇન્ડસ્ટ્રીઝના એમ.ડી. મિસ્ટર અતુલ અગરવાલ મારા પપ્પાના ક્લોઝ ફ્રેન્ડ છે. તેમણે આપના બોસ મિસ્ટર મધુકર વિરાણીને મારું નામ સજેસ્ટ કરેલું. મને તો વન પર્સન્ટ પણ ટ્રસ્ટ નહતો કે ઇન્ડિયાની ટોપ ટેન ઇન્ડસ્ટ્રીઝમાં ગણાતી કંપનીના ચેરમેનના પી.એ. ની જોબ માટે મારું સિલેકશન થશે.’

‘હાસ્તો... ઇટ વોઝ ઈમ્પોસિબલ. જો તે દિવસે તમેં મને એમ ન કહ્યું હોત કે..
યુ આર ઇન ક્યુ.’ કબીરની આંખોમાં જોઈને મીરાં બોલી.

‘યુ આર ઇન ક્યુ.’ આ શબ્દોનો બે વખત જે રીતે રેડ બોલપેનથી અન્ડરલાઈન કરતાં હોય એમ ભાર દઈને મીરાંને દાઢમાંથી ઉચ્ચારીને ઉલ્લેખ કરતાં કબીરને લાગ્યું કે ક્યાંય ‘ખૂન કા બદલા ખૂન’ જેવી સિરીઝના એપિસોડની સ્ક્રિપ્ટ તો નથી લખાઈ રહીને.

ટોપીક ચેન્જ કરતાં કબીરે પૂછ્યું,
‘નાઉ મે આઈ આસ્ક ક્વેશ્ચન અબાઉટ... ટર્મ એન્ડ કંડીશન ?
‘કંડીશન કંપનીની નથી. મારી પસર્નલ છે. એન્ડ ઇટ્સ વન એન્ડ ઓન્લી.’
‘પ્લીઝ, ટેલ મી.’ કબીર બોલ્યો,
‘આપણે બંને એકબીજાથી પરિચિત છીએ એ વાતની ફક્ત આપણા સિવાય કોઈને જાણ ન થાય.’
કબીરને આ વાત સાવ જ મામુલી લાગી. એટલે બીજી જ પળે બોલ્યો,
‘ડન.’

‘કેવી લાગી ? મીરાંએ પૂછ્યું.
‘હજુ મેં કોફી ટેસ્ટ નથી કરી.’ કબીરે કહ્યું
‘અરે.. હું કેવી લાગી એમ પૂછું છું.’ આટલું સાંભળીને કબીરના ફેઈસ એક્શ્પ્રેશન જોઇને એવું લાગ્યું કોઈએ ચિક્કાર વરસાદમાં પલળવાની પરવાનગી આપી છે,પણ
રેઇન કોટ પહેરીવાની શરતે.’
હવે કબીર એ સ્ટેજ પર હતો જ્યાં તેણે મીરાંને એક જ ક્ષણમાં સિક્કાની બન્ને બાજુ બતાવવાની હતી. એટલે જેમ કોઈન ને અંગુઠા અને તર્જની વચ્ચે દબાવીને શક્ય એટલી ગતિ એ ફેરવીએ તેમ મીરાંની સામે જોઈને જવાબ આપતાં કહ્યું.

‘ઓલ ટાઈમ ફેવરીટ આઈસ ક્રીમ જેવી.’
‘વ્હાય એન્ડ હાઉ ? મીંરાએ પૂછ્યું
‘કેમ કે મનગમતી વ્યક્તિને સમજવા કરતાં માણવામાં વધુ લિજ્જત છે... સમજવામાં વ્યર્થ સમય વેડફશું તો ત્યાં સુધીમાં તો એ ઓગળીને તેનું સત્વ અને અસ્તિત્વ બન્ને ગુમાવી દેશે.’

કબીરનો જવાબ સાંભળીને મીરાંની આંખોમાં એક અનેરી ચમક ઉભરી આવી.
સમય, સ્થળ અને સ્ટેટસની સભાનતાના અંદેશાનો સંદેશો મળતાં ચેર પરથી ઊભા થતાં મીરાં બોલી,

‘એક વાત પૂછું, કબીર ?’
કબીરને થયું કે હવે કરોડપતિ થતાં થતાં રોડપતિ થઇ જાઉં એ પહેલાં કહી દઉં કે હું આ ગેમ ક્વિટ કરી છું. છતાં બોલ્યો, ઊભા થતાં બોલ્યો.
‘જી’
‘હજુ પણ હાથ પોહળા કરીને ક...ક... કિ... કિ... કિરન કરવાની ટેવ છે કે છોડી દીધી.’

અને પછી કબીરનો ફેઈસ જોઇને મીરાં હસી હસી બેવડી વળી ગઈ.
‘સોરી.. સોરી..સો પ્લીઝ. છેલ્લી એક વાત..’ મીરાં બોલી
મેં હમણાં જે શરત કહી કે... ‘આપણે બંને એકબીજાથી પરિચિત છીએ એ વાતની ફક્ત આપણા સિવાય કોઈને જાણ ન થાય. તમે તેનું કારણ કેમ ન પૂછ્યું ?


‘હા, મને પણ નવાઈ તો લાગી...બટ વ્હોટ ધ રીઝન ?
કબીર સામે હાથ મીલાવતાં તેની આંખોમાં જોઇને મીરાં બોલી

‘બીકોઝ... આઈ એમ મિસિસ મધુકર વિરાણી... અબ, સમજે મિસ્ટર કબીર ?’


-વધુ આવતાં અંકે

© વિજય રાવલ




'કહીં આગ ન લગ જાએ ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484