Mission 5 - 25 books and stories free download online pdf in Gujarati

મિશન 5 - 25

ભાગ 25 શરૂ

..................................... 

"અરે પણ એ કહે છે તો એક વાર સાંભળી લઈએ ને જેક તેને આપણે" રોહને જેક ને સમજાવતા કહ્યું. 

"હા બોલ.. " જેકે ગુસ્સામાં નેવીલ ને કહ્યું. 

"આજે તમને લોકોને કદાચ એમ થતું હશે કે આ જે ખજાનો છે એ હું મારી માટે ગોતવા આવ્યો છું પણ હકીકતમાં એવું નથી?" નેવીલે બધાને કહ્યું. 

"લે તો આ ખજાનો તારે નહોતો જકિટો તો પછી તારે શું કરવું હતું એ ખજાનાનું?" જેકે અકળાઈને પૂછ્યું. 

"હા મારી વાત સાંભળો એ જ હું તમને કહેવા માગું છું મારો જન્મ છે એક ગરીબ કુટુંબ માં થતો હતો અને મારા પપ્પા ભંગાર વહેંચતા અને મારી માં બધાના ઘરે કચરા પોતા કરવા જતી અને તેમને મને ભણાવ્યો અને હું જે વસ્તીની અંદર રહ્યો છું ને એ વસ્તી ખૂબ જ ગરીબ હતી અને એ ગરીબી મેં પણ જોઈ છે જેમ મધ્યમ અને પૈસાદાર લોકો તહેવારોની રાહ જોતા હોય છે ને એમ અમે પણ દરરોજ જમવાની રાહ જોતા અને એમાં પણ જો અમને કોઈ દિવસ બપોર અને રાત નું ભોજન મળી જાય તો એ દિવડ અમારી માટે તહેવાર બની જતો મારા પપ્પાએ ખૂબ જ કામ કર્યું છેવટે તેઓ વૃદ્ધ થયા અને કેન્સર ના કારણે તેઓ મૃત્યુ પામ્યા અને ત્યારબાદ હું ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો એટલે અમે જ્યાં રહેતા ત્યાંના બધા લોકોએ મારા ભણતર નો ખર્ચ ઉઠાવ્યો અને હું પછી લંડન ની યુનિવર્સીટી માં આર્કિઓલોજીસ્ટ નું ભણ્યો અને ભણી ગણી ને હું જ્યારે વર્ષો પછી મારા ઘરે આવ્યો ને ત્યારે ત્યાનું દ્રશ્ય કંઈક ઓર જ હતું મતલબ કે વર્ષો પહેલા અમારી વસ્તીમાં જેટલા ઘર હતા ને તે વધી ગયા હતા અને મોંઘવારી વધવાના કરને અમારા બધાની ગરીબી પણ વધી ગઈ હતી અને આ જોઈને મને ખૂબ જ દુઃખ થયું હું આ વાત કોઈમે જણાવી શકું એમ નહોતો એટલે હું જ ત્યાર બાદ એક કમ્પની માં જોબ માં લાગ્યો જ્યાં મારી એક મહિનાની સેલેરી 6 લાખ ડોલર હતી પણ આ પૈસા થી એ આખી વસ્તીનની ગરીબી દૂર કરી શકું તેમ નહોતો અને ત્યારબાદ મેં સરકાર ને પણ પાત્ર લખ્યા પણ તેમના કોઈ જાઆબ ના આવ્યા અને ત્યારબાદ એક આર્કિઓલોજીસ્ટ તરીકે આ ખજાનાની ખબર પડી અને એ ખજાનો લેવા માટે હું અહીંયા આવી ચડ્યો અને આ ખજાનો મારે મારી માટે નથી જોઈતો પણ આ ખજાનો મારે એ ગરીબ વસ્તીની ગરીબી ને દૂર કરવા માટે જોઈએ છે અને જો આ ખજાનો હું મારા દેશ લઈ જઈ શક્યો તો માત્ર એક કે બે વિસ્તાર ની જ ગરીબ વસ્તી નહિ પણ પૂરા દેશ ની ગરીબી ને આ ખજાનો દૂર કરી શકે છે અને તેથી આ ખજાનો મારે જોઈએ છે હવે આ વાત સાંભળ્યા પછી તમારે લોકોએ મને મારવો હોય ને તો મારી શકો છો હું કોઈ નહિ કહું પણ મને માર્યા પછી આ ખજાનો મારા દેશ માં પહોંચાડી દેજો" નેવીલ રડતા રડતા બોલ્યો. 

"તારી આ વાત સાંભળીને અમારું પણ દિલ ભરાઈ આવ્યું પણ તું આ ખજાના માટે અમારો પદાર્થ મળી જાય પછી પણ કહી શકતો હતો ને અમે તો એમ પણ અમારો પદાર્થ મળી ગયા બાદ તારી મદદ કરવાના જ હતા. " જેકે કહ્યું. 

"હા તમે તો મદદ કરવાના હતા પણ આજે આ ખજાનો જો આપણે ના ગોત્યો હોત તો રાતે આ ખજાના વાલી જગ્યા જ ગાયબ થઈ જવાની હતી અને જેના કારણે મેં તમને આ ખજાનો પહેલા ગોતાવ્યો અને હું જ્યારે તમને લોકોને મળ્યો ત્યારે આ બધી વાત કરેત તો તમે લોકો મારી આ વાત ઉપર વિશ્વાસ નહિ કરો એ બીકથી મેં તમને લોકોને કાઈ વાત ના કરી" નેવીલ ઉદાસ થઈને જવાબ આપ્યો. 

નેવીલ ની આ વાત સાંભળીને જેક પોતાના હાથમાં રહેલી તલવાર નીચે ફેંકી દે છે અને નેવીલ ને ગળે લગાવી લે છે. 

"મને માફ કરજે દોસ્ત મને આ બધી વાત ખબર નહોતી" જેકે નેવીલ ને કહ્યું. 

"અરે કાંઈ વાંધો નહિ અને મારા કારણે તમારા બે સાથીઓ મૃત્યુ પામ્યા તેની માટે હું તમારી માફી માંગુ છું અને મારે બીજી પણ એક કબૂલાત કરવી છે કે રોહન ઓહેલી ગુફામાં ગયો ત્યાં બ્લેક મેં ઘણા બધા બ્લેક મામ્બા જોયા હતા અને રોહન ને તે લોકોએ ઘણા બધા ડંખ માર્યા હતા ને જો રોહન ગુફાની બહાર આવી જાત તો એ બધા બ્લેક મામ્બા આપણને બધાને મારી નાખેત એટલે તમારા મિત્ર રોહન ને મારી નાખ્યો હતો માત્ર ને માત્ર આપણે બધા ના મરીએ તેના લીધે" નેવીલે કબૂલાત કરતા કહ્યું. 

"ઓકે એમાં આપણે શું શકીએ ભગવાને જે નક્કી કર્યું હશે તે થવાનું જ છે એમા કોઈનું કાંઈ ચાલતું નથી" મિસ્ટર ડેઝી બોલ્યા. 

"કાંઈ વાંધો નહિ નેવીલ શું તું હવે અમને પેલો પદાર્થ ગોતાવવામાં મડ્સ કરી શકીશ?" જેકે નેવીલ ને પૂછ્યું. 

"અરે હા એમ પણ અહીંયા મારો આવવાનો હેતુ તો પૂરો થયો હવે હું ચોક્કસ એ પદાર્થ ગોતવામાં તમારા બધાની મદદ કરીશ" નેવીલે જવાબ આપ્યો. 

"ઓકે તો ચાલો હવે નીકળીએ એ પદાર્થ ગોતવા માટે" જેકે કહ્યું. 

અને એટલું કહેતા તે બધા લોકો ત્યાંથી પદાર્થ ની ખોજ કરવા નીકળી જાય છે. અને રસ્તામાં તેઓ વાતો કરતા કરતા આગળ વધે છે. "જેક મેં તમને લોકોને મારી જિંદગી વિશે તો કહી દિધું તું પણ મને થોડુંક તારી જિંદગી વિશે જણાવ ને?" નેવીલ જેક ને કહ્યું. 

"અરે યાર મારી જિંદગી વિશે તો હું તને શું જણાવું છતાં ચાલ થોડાક કિસ્સાઓ કહું તને.. તો હું જ્યારે ભણતો હતો ને ત્યારે મારી સ્કૂલ માં હું ટોપર હતો અને ત્યારબાદ મેં સાયન્સ લીધું અને સાયન્સ ની અંદર મેં એરોનોટિકલ એન્જીનિયરીંગ કર્યું અને થોડાક વર્ષ સુધી NASA ની અંદર જોબ કરી પણ ત્યાં મારી જિંદગી એકદમ સેટ થઈ ગઈ અને મને એ મજા નહોતી આવતી એટલે મેં ત્યારબાદ બાયોલોજી વિષય ઓર પી. એચ. ડી કરવાનું વિચાર્યું અને મેં મારી યુનિવર્સીટી કક્ષાએ ઓક્સફોર્ડ યુનિવર્સીટી માં મેં ટોપ કર્યું

.................................... 

મિશન 5 - ભાગ 25 પૂર્ણ

.................................... 

 

આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5. 

જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા. 

.................................

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED