મિશન 5 - 7 Jay Dharaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિશન 5 - 7

ભાગ 7 શરૂ

"એ તો હમણાં આપણે આ ડોર ઓપન કરીયે પછી જ ખબર પડશે" આટલું કહીને જેક અને તેના સાથીમિત્રોએ મેન્યુઅલી ડોર ઓપન કર્યો. કારણ કે અણઘડ લેન્ડિંગને કારણે સ્પેસ્ક્રાફ્ટની બધી સિસ્ટમ બંધ થઈ ચૂકી હતી. 

"અરે ઓહ માય ગોડ આ બધું શું છે?" જેક સ્પેસ્ક્રાફ્ટનો દરવાજો ખોલતા જ બોલ્યો. 

"અરે તું કેમ આમ બોલે છે મને તો જોવા દે શું છે અહીંયા!" રિક જેક પાસે આવ્યો અને તે પણ આ દ્રશ્ય જોઈને ચોંકીને બોલ્યો. 

"અરે બાપ રે! શું હું જે જોવ છું એ સાચું છે જેક?" નિકિતા ત્યાં દરવાજા પાસે આવીને બોલી. 

"હા બકા આ એકદમ સાચું છે, આ કોઈ સપનાથી કમ નથી અહીંયાની જમીન કેટલી ચમકદાર છે અને ખડકો તો જો જાણે કોઈ હોલિવૂડ મુવીનો કાલ્પનિક સીન હોય તેવું લાગે છે આ કદાચ 55 કેન્ક્રી ઇ ગ્રહ જ હોવો જોઈએ" જેકે અનુમાન લગાવતા બોલ્યો. 

 

"હા જેક આ 55 કેન્ક્રી ઇ જ છે અને આપણે આપણા નક્કી કરેલા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ" ઝોયા પોતાના ટેબ્લેટ પર આવતા સિગ્નલો જોતા બોલી. 

 

"ઓકે જો જેક આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ તો આનાથી મોટી ખુશીની વાત બીજી કોઈ ના હોઈ શકે આપણે હવે મિસ્ટર ડેઝીને મેસેજ દ્વારા કહી દઈએ કે આપણે અહીંયા પહોંચી ગયા છીએ કારણ કે સ્પેસ્ક્રાફ્ટ ક્રેશ થવાના કારણે મને નથી લાગતું કે આપણું લોકેશન મિસ્ટર ડેઝી અને ત્યાં નીચે બેઠેલા લોકો જોઈ શકતા હશે"

 

"હા રોહન આપણે સંદેશો મોકલાવી દઈએ છીએ" આટલું કહીને જેકે ઝોયાને મિસ્ટર ડેઝીને સંદેશો મોકલવા કહ્યું અને થોડીકવારમાં જ ઝોયાએ મિસ્ટર ડેઝીને સંદેશો મોકલ્યો અને એ વાત જેકને જણાવી દીધી. 

"હવે આપણામાંથી કોણ પહેલા આ ગ્રહની જમીન ઉપર પગ મૂકશે" જેકે જોશ સાથે તેના ટિમના સભ્યોને ઉત્સાહપૂર્વક પૂછ્યું. 

 

"અરે જેક તું ટીમનો કપ્તાન છો તો તારે જ પહેલા પગ મુકવાનો હોયને, જા જલ્દીથી નીચે પગ મૂક એટલે હું નીચે મેસેજ કરી દવ કે 55 કેન્ક્રી ઇ ઉપર સૌપ્રથમ પગ મુકવા વાળો વ્યક્તિ છે જેક ડિસુઝા અને ત્યારબાદ પગ મુકશે નિકીતા, રોહન, રિક અને છેલ્લે હું" ઝોયાએ જેકને કહ્યું અને આ સાંભળીને જેકે 55 કેન્ક્રી ઇ ની જમીન ઉપર ઉતરી ગયો. અને બધા વારાફરથી આ જમીન ઉપર ઉતર્યા. આ ટિમ હતી જે સફળતાપૂર્વક 55 કેન્ક્રી ઇ ની જમીન ઉપર સફળતાપૂર્વક ઉતરી શકી હતી. ગ્રહ આમ તો સૂર્યની નજીક હતો પણ મિસ્ટર ડેઝીના ખુરફાતી દિમાગને કારણે સ્પેસ સુઇટ જે હાર્ડ અપર ટોરસો નામના મટિરિયલમાંથી બનાવવામાં આવે છે તેમાં ખાસ પ્રકારની ટેકનોલોજી વાપરી હતી જેથી આ ગ્રહ પરનું ગરમ ટેમ્પરેચર બધા લોકો સહન કરી શકે. 

ગ્રહની જમીન એકદમ ચમકદાર હતી. દૂર દૂર સુધી ખડકો દેખાતા હતા. ગ્રહ ઉપર કોઈ સજીવો ના હોવાથી એકદમ વેરાન ગ્રહ લાગતો હતો. સૂર્યનો પુષ્કળ પ્રભાવ આ ગ્રહ ઉપર દેખાતો હતો. આ ગ્રહની સપાટી ઉપર કેટલી જગ્યાએ ઘન પાણી પણ જોવા મળતું હતું. જે માનવીય સભ્યતા અહીંયા હતી તેનો નિર્દેશ કરતું હતું. 

 

"કોઈ પણ અહીંયા એક વસ્તુને પણ ના અડકતા કારણ કે આ ગ્રહ ઉપર વધારે માત્રામાં કાર્બન હોવાથી તે આપણને નુકસાન કરી શકે છે" જેક બધાને ચેતવતા બોલ્યો. 

 

"પણ જેક જો આપણે ડાયમંડ લઈ જવા હોય તો પહેલા આપણે ઇન્વેસ્ટિગેશન તો કરવું જ પડશે અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન તો બધી વસ્તુ અડવી જ પડશે" નિકિતાએ જેકને કહ્યું. 

 

"ના નિકિતા અમે તને એમ નહિ જવા દઈએ તને કાંઈ થઈ ગયું તો!" જેકે ગભરાઈને કહ્યું. 

 

"અરે તમે લોકો સમજો આપણે આપણું મિશન પુરુ કરવું હોય તો આ કદમ ઉઠાવવો જ પડશે" નિકિતાએ હિંમતપૂર્વક જવાબ આપ્યો. 

 

"કાંઈ નહિ આ પણ મિશનનો એક ભાગ જ છે તો પછી નિકિતા જા અને ઇન્વેસ્ટિગેશન કર" જેકે નિકિતાને કહ્યું. 

 

નિકિતા એક ખડક પાસે જઈને ત્યાનું એક સેમ્પલ લે છે અને તે સેમ્પલનું એનાલિસિસ કરીને તે એકદમ ચોંકી જાય છે. 

 

"જેક, ઝોયા, રિક અને રોહન બધા અહીંયા આવો. અહીંયા મને એક ચોંકાવનારી માહિતી મળી છે. " નિકીતાએ બધાને બૂમ પાડીને બોલાવતા કહ્યું. 

 

"શું માહિતી મળી છે બોલ બોલ જલ્દી" જેક ખુશ થઈને બોલ્યો. 

 

"આ ગ્રહ ઉપર એકકોષીય જીવો રહે છે મતલબ કે આ ગ્રહ ઉપર જીવન છે" નિકિતાએ બધાને કહ્યું. 

 

"ઓહ!અનબીલીવેલબલ કદાચ આ દુનિયાની સૌથી અનોખી અને પહેલી ખોજ હશે!" રીક ખુશ થઈને બોલ્યો. 

 

"હા ઇતિહાસની પહેલી ખોજ છે આ કે પૃથ્વી પછી એક બીજો ગ્રહ છે જ્યાં હકીકતમાં સજીવનું અસ્તિત્વ છે" નિકિતા હજુ વાત કરતી હોય છે ત્યાંજ સામેથી જમીનની અંદર એકદમ ઝડપથી ચાલતો પ્રકાશ દેખાય છે. જે આમતેમ ફરી થયો હતો. 

 

"અરે આ પ્રકાશ શાનો છે" જેકે ચોંકીને પૂછ્યું. 

 

"અરે કદાચ આ ગ્રહ ઉપર આ બાબત સામાન્ય હશે પણ આ છે રસપ્રદ લાવને મને જોવા જવા દેને" આટલું કહીને નિકિતા હજુ ત્યાં ગઈ ત્યાં તો એક ચમકદાર પ્રકાશ વાળું એક જીવ નિકિતાને તરત ઝડપીને જમીનની નીચે લઈ ગયું. 

 

"સૌપ્રથમ તો આપણે બધાએ પહેલા સ્પેસ્ક્રાફ્ટમાં બેસી જવું પડશે કે કારણ કે હવે આ ગ્રહની સપાટી ઉપર ઉભું રહેવું આપણી માટે ખતરાથી ખાલી નથી" આટલું કહીને જેક અને તેના સાથીમિત્રો તરત જ સ્પેસ્ક્રાફ્ટમાં અંદર જઈને દરવાજા બંધ કર્યા. 

 

"અરે અહીંયા આ જીવ આવ્યું ક્યાંથી અને હવે નિકિતાને બચાવવી તો પડશે જ" રિક ઉદાસ થઈને બોલ્યો. 

 

"અરે એ બધું તો ઠીક પણ આ શું હતું મારી નિકિતા.... મારી નિકી..... " જેક એકીશ્વાસે પોતાની પત્ની સાથે એવું થયું તેથી તે રડી પડ્યો. 

 

"અરે જેક તું હોંશલો રાખ, તારી નિકિતાને કાંઈ નહિ થાય. એ જરૂર પાછી આવી જશે" ઝોયા જેકને આશ્વાસન આપતા બોલી. 

 

"અરે ઝોયા મારી આંખની સામે નિકિતા થોડીક આગળ ગઈ ત્યાં તો તેને એક સેકન્ડમાં પકડીને એ જીવ લઈ ગયો અને તું કહે છે આશા રાખી એ પાછી આવશે. ઇટ્સ ઓકે હું કોઈને દોષ તો ના આપી શકું પણ હવે મને લાગે છે મારી પાસે માત્ર એક જ રસ્તો છે" જેક ઝોયા પર ગુસ્સે થઈને બોલ્યો. 

 

"હા અમને પણ જણાવ શું રસ્તો કાઢ્યો છે તે તો એમાં અમે પણ સાથ સહકાર આપી શકીએ" રોહને જેકને સહકારની ભાવના સાથે કહ્યું. 

 

"હવે હું ખુદ જ બહાર જઈને આપઘાત કરી લેવાનો છું એમ પણ મારી દુનિયા તો મારી નિકિતા જ હતી. તે હતી એટલે તો હું જીવનને જીવી રહ્યો હતો. હવે તેની વગર જીવવું નકામું છે. અને હા રિક અને હિમા સાંભળો આ સેપસ્ક્રાફ્ટ પાછું પૃથ્વી ઉપર કેવી રીતે જશે તે મેં સેટ કરેલું છે. તમે લોકો થોડુંક સેટ કરશો એટલે થઈ જશે અને હા જે હીરા અહીંયાંથી લઈ જવા માટે જે મોટું બોક્સ હતું તે મેં અહીંયા મુકેલ છે તે પણ લઈ લેજો. મારો સાથ આપવા માટે હું તમારો દિલથી આભારી રાહીશ!ગુડ બાય" જેક એકદમ નિરાધાર થઈને આંસુઓ સાથે બોલીને સ્પેશિપનો દરવાજો ખોલીને બહાર જતો રહ્યો. 

 

મિશન 5 - ભાગ 7 પૂર્ણ

 

શું જેક આ ગ્રહ ઉપર જ નિકિતા વિના આપઘાત કરી લેશે?શું જેક પોતાની જિંદગી આ ગ્રહ ઉપર એકલો પૂરી કરી શકશે?શું જેક આ ગ્રહ ઉપર એ જીવને ફરીથી ગોતી શક્શે?શું જેકના ટિમ મેમ્બરો જેકને એકલો મૂકીને નીચે જતા રહેશે?શું નિકિતા સાથે જેક પણ હવે પેલા જીવનો ભોગ બનશે?"

 

આ બધા સવાલોનો જવાબ મેળવવા વાંચતા રહો મિશન 5. 

 

મિત્રો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી પ્રતિભાવ જરૂર આપજો.