મિશન 5 - 24 Jay Dharaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિશન 5 - 24

ભાગ 24 શરૂ

..................................... 

"પણ હવે એ મરી ગયો છે હવે તું પણ તેની પાછળ મરવા જઈશ તું સમજ આપણે અહીંયા એક ટાપુ ઉપર છીએ અને આપણો હેતુ તમારા બધા માટે ચાવી ગોતવાનો છે" નેવીલે જેક ને સમજાવતા જવાબ આપ્યો. 

"હા એ પણ છે કાંઈ નહિ આ બીજી અને ત્રીજી ગુફામાં કોણ જશે?" જેકે બધાને પૂછ્યું. 

"આ બીજી ગુફામાં હું જઈશ" ઝોયાએ કહ્યું. 

"અને આ ત્રીજી ગુફામાં હું જઈશ" મિસ્ટર ડેઝી બોલ્યા. 

"ઓકે અમે તમારી રાહ જોઈશું" નેવીલ બન્ને ને કહ્યું. 

ઝોયા અને મિસ્ટર ડેઝી ગુફામાં અંદર જાય છે અને બીજી ગુફામાં ઝોયા જેવી અંદર જાય છે ત્યાં આગળ એકદમ ચીકણી જગ્યા આવી જતા તે ત્યાં લપસી જાય છે અને લપસીને સીધી કોઈ રૂમ માં પડે છે આ પૂરેપૂરો રૂમ હાડપિંજરો અને પ્રાણીઓના મૃતદેહ થી ભરાયેલો હોય છે અને અહીંયા ખૂણામાં કોઈ એક આદમખોર વ્યક્તિ પણ બેઠો હોય છે અને આ આદમખોર વ્યક્તિ ઝોયા ને જોવે છે અને તરત જ ઝોયા પાસે કોઈ હથિયાર સાથે આવે છે અને ઝોયા નું મોઢું પકડીને તેને ખાઈ જાય છે. અને ઝોયા ત્યાં તે આદમખોર વ્યક્તિનો શિકાર બની જાય છે અને ત્યાં જેટલા કંકાલ પડેલા હતા તે આ આદમખોર વ્યક્તિએ જ ખાઇને હાડકા બહાર ફેંક્યા હશે તેવું આ બધું જોઈને લાગતું હતું. 

બીજી બાજુ મિસ્ટર ડેઝી પણ ગુફામાં કંઈક વસ્તુ લેવા માટે ગયા હોય છે અને ત્યાં તેમણે અંદર જતા એક ચાવી મળે છે અને આ એજ ચાવી હોય છે જેની જેક અને તેના સાથીઓ તલાશ કઈ રહ્યા હોય છે અને ત્યારબાદ મિસ્ટર ડેઝી એ ચાવી લઈને બહાર આવે છે. 

"મને ચાવી મળી ગઈ છે નેવીલ" મિસ્ટર ડેઝી ખુશ થઈને બોલ્યા. 

"વેલ ડન મિસ્ટર ડેઝી" નેવીલે જવાબ આપ્યો. 

"પણ હજુ સુધી ઝોયા કેમ ના આવી" નિકિતાએ ગભરાઈને બધાને પૂછ્યું. 

"ખબર નહિ ઉભા રહો ને હું બૂમ પાડું... ઝોયા... એ ઝોયા..... " રીકે જોર જોરથી બૂમ પાડી. પણ સામેથી કોઈ અવાજ ના આવ્યો. 

"આ ઝોયા ને કાંઈ થયું તો નહીં હોય ને" નિકિતાએ ગભરાઈને નેવીલ ને પૂછ્યું. 

"ઉભા રહો હું જોઈને આવું" આટલું કહીને નેવીલ અંદર જાય છે અને ત્યાં જઈને તે લપસવા વળી જગ્યા સુધી જઈને પાછો આવતો રહે છે. 

"ઝોયા નીચે લપસી ગઈ લાગે છે" નેવીલ બહાર આવીને બધાને કહ્યું. 

"અરે પણ હું જઈને જોઈ આવું" નિકિતાએ નેવીલ ને કહ્યું. 

"ત્યાં જઈને કાંઈ ફાયદો નથી કારણ કે મેં નીચે જોયું તો નીચે લોખંડ નો સામાન પડેલો હતો એટલે કદાચ ઝોયા મૃત્યુ પામી છે" નેવીલ જવાબ આપ્યો. 

"અરે મારી ઝોયા" આટલું કહીને મિસ્ટર ડેઝી રડવા લાગ્યા કારણ કે ઝોયા મિસ્ટર ડેઝી ની એકમાત્ર દીકરી હતી. 

"આ સમય રડવાનો નથી એ સમય હવે આ ચાવીથી પેલી ખાણ ખોલવાનો છે" આટલું કહીને નેવીલ બધાને સમજાવીને આગળ ચાલવા લાગે છે. તેની સાથે બધા ઉદાસ થઈને આગળ ચાલે છે અને ત્યારબાદ બધા લોકો એ ભોંયરાની બહાર નીકળી જાય છે પણ હવે એ લોકો ખૂબ જ ડરી ગયા હોય છે કારણ કે રોહન અને ઝોયા નું મૃત્યુ થઈ ચૂક્યું હોય છે અને ત્યારબાદ તેઓ ખાણ તરફ આગળ વધે છે આખો ટાપુ ફરતા તે લોકોને એક મોટી ખાણ મળે છે અને આ ખાણ પાસે પેલો કુવો પણ હોય છે અને તે જોઈને બધા લોકો ઘણા ખુશ થઈ જાય છે. 

"ઓકે મિત્રો આપણે આ ખાણ નો દરવાજો ખોલવા જઇ રહ્યા છીએ" નેવીલ ખાણ નો દરવાજો ખોલતા જવાબ આપ્યો. 

અને ત્યારબાદ નેવીલ એ ખાણ નો દરવાજો ખોલે છે અને ત્યાં દરવાજો ખોલતાની સાથે જ સામે હીરા અને પ્લેટિનમ થી ભરપૂર આખી આ ખાણ હોય છે અને આ જોઈને જેક અને તેના સાથી મિત્રો એકદમ ઉદાસ થઇ જાય છે કારણ કે તેમને તો માત્ર પેલો પદાર્થ જોઈતો હોય છે. અને નેવીલે પણ તે બધાને ઉલ્લુ બનાવ્યા હોય છે કારણ કે નેવીલે તેમને જે નકશો આપેલો એ નકશો તો આ ખજાનાનો હોય છે અને આ બધી વાત ની જેક ને ખબર પડતા ત્યાં જે સોનાની તલવાર રાખેલી હોય છે તે જેક નેવીલ ના ગળા ઉપર મૂકીને તેની પાસેથી સત્ય શું છે એ બોલાવવાની કોશિશ કરે છે અને ત્યારબાદ નેવીલ કહે છે કે "મને મારી ના નાખતા હું તમને બધું સાચું સાચું કહી દવ છું આ ટાપુ ઉપર આ ત્રણ ગુફાઓની મને પહેલેથી ખબર હતી પણ આ ગુફાઓ માંથી માત્ર એક ગુફામાં જ ચાવી હતી અને બીજી બે ગુફામાં મોત પાક્કી હતી. પણ હું એકલો આ ખજાનો ગોતી શકું એમ નહોતો એટલે મેં ખોટી રીતે તનારા બધાનો સહારો લીધો કારણ કે મને ખબર હતી કે તમને લોકોને ખજાનામાં કોઈ દિલચસ્પી નથી તમને લોકોને તો માત્ર ઘરે જ જવું હતું એટલે હું તમારી સામે ખોટું બોલ્યો અને તમને આ કામ માં મેં ભાગીદાર બનાવ્યા. 

"હવે તો એમ તારે જીવીને શું ફાયદો છે સાલા?" જેક ગુસ્સામાં બોલ્યો. 

"જો તમારે મને મારી નાખવો હોય તો મારી નાખો પણ તેની પહેલા મારે તમને લોકોને એક વાત કહેવી છે" નેવીલે જેકને કહ્યું. 

"પણ હવે તારું સાંભળીને પણ અમે શું કરીશું" જેક બોલ્યો. 

"અરે પણ એ કહે છે તો એક વાર સાંભળી લઈએ ને જેક તેને આપણે" રોહને જેક ને સમજાવતા કહ્યું. 

"હા બોલ.. " જેકે ગુસ્સામાં નેવીલ ને કહ્યું. 

"આજે તમને લોકોને કદાચ એમ થતું હશે કે આ જે ખજાનો છે એ હું મારી માટે ગોતવા આવ્યો છું પણ હકીકતમાં એવું નથી?" નેવીલે બધાને કહ્યું. 

"લે તો આ ખજાનો તારે નહોતો જકિટો તો પછી તારે શું કરવું હતું એ ખજાનાનું?" જેકે અકળાઈને પૂછ્યું. 

 

.................................... 

મિશન 5 - ભાગ 24 પૂર્ણ

.................................... 

 

આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5. 

જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા. 

...................................