મિશન 5 - 8 Jay Dharaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિશન 5 - 8

ભાગ 8 શરૂ

"હા અમને પણ જણાવ શું રસ્તો કાઢ્યો છે તે તો એમાં અમે પણ સાથ સહકાર આપી શકીએ" રોહને જેકને સહકારની ભાવના સાથે કહ્યું. 

"હવે હું ખુદ જ બહાર જઈને આપઘાત કરી લેવાનો છું એમ પણ મારી દુનિયા તો મારી નિકિતા જ હતી. તે હતી એટલે તો હું જીવનને જીવી રહ્યો હતો. હવે તેની વગર જીવવું નકામું છે. અને હા રિક અને ઝોયા સાંભળો આ સેપસ્ક્રાફ્ટ પાછું પૃથ્વી ઉપર કેવી રીતે જશે તે મેં સેટ કરેલું છે. તમે લોકો થોડુંક સેટ કરશો એટલે થઈ જશે અને હા જે હીરા અહીંયાંથી લઈ જવા માટે જે મોટું બોક્સ હતું તે મેં અહીંયા મુકેલ છે તે પણ લઈ લેજો. મારો સાથ આપવા માટે હું તમારો દિલથી આભારી રહીશ!ગુડ બાય" જેક એકદમ નિરાધાર થઈને આંસુઓ સાથે બોલીને સ્પેસશિપનો દરવાજો ખોલીને બહાર જતો રહ્યો. 

"જેક... જેક" કરીને તમામ ટિમ મેમ્બર સ્પેસ્ક્રાફ્ટની બહાર આવ્યા. 

"અરે શું તું પાગલ છો?તને આટલું મોટું મિશન નથી દેખાતું, જે મિશન માટે મારા પપ્પા વર્ષોથી મહેનત કરી રહ્યા હતા એ મિશન આજે સફળ થતું દેખાય છે, તને પણ નાસામાંથી કાઢી નાખેલો હાલ તું આ મિશન ઉપર છો આપણાથી આટલી બધી ઉમ્મીદ લગાવીને બેઠી છે. આપણે જિંદગીમાં કંઈક એવું કરવું છે કે બધા યાદ રાખે એમ કહેતા હતા તો શું આજે તારે આપઘાત કરીને બધાની યાદોમાં રહેવું છે. હું માનું છું નિકિતા હવે આ દુનિયામાં નથી રહી પણ એનો એ મતલબ તો નથી જ ને કે તું પણ તારી જિંદગી ટૂંકાવી દે" ઝોયાએ ગુસ્સે થઈને જેકને કહ્યું. 

 

"તારી બધી વાત સાચી પણ" જેક હજુ આટલું બોલ્યો ત્યાં તો ઝોયાએ જવાબ આપ્યો કે"પણ... બણ.. કઈ નહિ. નીકિતાને માત્ર આપણે નહિ પણ તેના આ બલીદાન માટે પૂરી દુનિયા તેણે યાદ કરશે. "

 

"વાહ શું વાત છે ઝોયા તે તો અમારા આ દુ:ખને તારી પ્રેરણાત્મક વાતથી દૂર કરી દીધું છતાં નિકીતા ગઈ એનું દુખ તો અમારા દિલમાં રહેશે જ"

 

"હા રોહન પણ હવે આપણે કરી શું શકીએ છીએ. કદાચ એ જીવ મળી ગયું તો શું આપણે તેની સામે ટકી શકીશું? નહીં તો પછી એમાં સમય બગાડવો જ શું કામ આ આપણી પૃથ્વી તો નથી જ ને. પૃથ્વી હોય તો આપણે સમય લગાડી શકીએ આ તો બીજી અંજાન ગ્રહ છે અને અહીંયા આપણી પાસે લિમિટેડ ઓક્સિજન છે એટલે વાતને સમજવી પડે એમ છે"

 

"તારી વાત સાચી છે પણ એ મારી પત્ની હતી" હમણાં તારા પપ્પાને જો આ જીવ.... 

 

"ઓ જેક તું મારા પપ્પા માટે એક શબ્દ પણ ના બોલતો"

 

"કેમ ઝોયા તારા પપ્પા માટે તું એક શબ્દ સાંભળી પણ નથી શકતી તો અહીંયા મારી પત્ની જતી રહી તો હું તારી વાત કેવી રીતે સાંભળું"

 

"અરે જેક અને ઝોયા બન્ને જણા શાંત થઈ જાવ. આ સમય આપણે સમજીને એકબીજાને સાથ અને સહકાર આપવાનો છે. હું તમારી પ્રોબ્લેમને સમજુ છું" રિક બન્ને શાંત કરતા બોલ્યો. 

 

"હા રિક તું શું કરી શકીશ તે મને કેને" જેક ગુસ્સાપૂર્વક બોલ્યો. 

 

"અરે જેક તને ના ખબર હોય તો હું તને જણાવી દવ કે હું ટાઈમ ટ્રાવેલ અને એલિયન્સ માં ખૂબ જ વિશ્વાસ ધરાવું છું"

 

"હા તો એમાં તું કરી શું શકીશ?"

 

"જો જેક હું મારા એક ટાઈમ મશીનનો એક પ્રોજેકટ છે જેની ઉપર હું વર્ષોથી કામ કરતો હતો. અને એ મોડેલ તૈયાર જ છે. તો તારી નિકિતાને આપણે ટાઈમ ટ્રાવેલ કરીને પાછી લાવી શકીશું. "

 

"અરે વાહ રિક પણ આ આપણે કેવી રીતે કરી શકીશું?"

 

"જેક એ બધી વાત આપણે આ મિશન પૂરું કરીએ પછી તને પૃથ્વી ઉપર કહીશ મારા ઉપર વિશ્વાસ રાખજે દોસ્ત" આટલું કહીને રિક જેકને મિશનલક્ષી કામ કરવા મનાવી લે છે. 

 

"હવે આપણે લાવેલા બોક્સમાં આ હીરાઓ ભરવાના છે તો એ બોક્સ લઈ આવોને" રોહન એ હીરાને હાથમાં પકડીને બોલ્યો. 

 

એટલામાં રિક મોટું બોક્સ લઈને આવ્યો અને બધાએ એ બોક્સમાં હીરા ભર્યા અને સ્પેસ્ક્રાફ્ટમાં સહી સલામત મૂકી દીધા. 

 

"હું શું કહું છું અહીંયા એકકોશિય સજીવ રહે છે તે તો આપણને નિકિતાની ઘટના ઉપરથી ખબર પડી ગઈ તો આપણે જો સાથે એ સેમ્પલ પણ લઈ જઈએ તો નીચે બધાની ખુશીનો પર નહીં રહે" જેક ઉત્સાહપૂર્વક બોલ્યો. 

 

"હા વાત સાચી છે પણ હવે આ બધું કામ પતાવીને અને આ ઘટના બાદ પાછું સ્પેસ્ક્રાફ્ટથી દૂર સુધી જવું ખતરાથી ખાલી નથી. " ઝોયા ગભરાઈને બોલી. 

 

"અરે ઝોયા તું જ કહેતી હતી ને કે મિસ્ટર ડેઝી આટલા વર્ષોથી રાહ જોતા હતા આ મિશન સફળ થવાની તો આજે એમણે બમણી ખુશી આપીએ તો કેમ રહે!"

 

"હા જેક કાંઈ નહિ તું મિશનનો કપ્તાન છો કાંઈ નહિ બોલ શું કરવાનું છે?"

 

"ઝોયા આપણે માત્ર આ ગ્રહને થોડોક આગળ જઈને જોવાનો છે અહીંના ફોટા પાડવાના છે અને નીચે મોકલવાના છે. અને જ્યાં પેલું પ્રકાશવાળું એકકોશિય જીવ આવ્યું હતું તે જગ્યાના પણ ફોટો સેમ્પલ આપણે લેવાના છે. અને અહીંની માટીનું એક સેમ્પલ આપણી સાથે લઈ જવાનું છે અને એક સેટેલાઇટ રોબોટ પણ અહીંયા મૂકી દઈશું જેથી એ અહીંયા ગ્રહ ઉપર બધી નજર રાખી શકે"

 

"વાહ જેક સરસ આઈડિયા છે" આટલું કહીને બધા લોકો કામ પર લાગી ગયા અને થોડીક ક્ષણોમાં જ બધાએ ત્યાંના સેમ્પલ લઈ લીધા અને ફોટા પાડી દીધા. અને ગ્રહમાં દૂર વધારે આગળ જઈને જોયું તો ત્યાં પહેલામાં સમયમાં નદીઓ વહેતી હશે તેના પણ એ લોકોને ઘણા બધા પુરાવાઓ મળ્યા. જે એક ખૂબ જ મોટી ખુશખબર હતી. 

 

"વેલ ડન ટિમ. આજે બધાના સાથ અને સહકારથી આપણે મિશન 5 તો અહીંયા કર્યું પણ સાથે વધારાની પણ કેટલીક વસ્તુઓ કરી જે હકીકતમાં પૃથ્વી પર આપણી માનવીય સભ્યતાને ટકાવવા અને આગળ વધારવા મદદરૂપ બનશે. " જેક બધાને ખુશ થઈને કહ્યું. 

 

"અરે જેક પાછળ જો પેલું જીવ પાછું આવી ગયું" ઝોયાએ જેકને ડરીને કહ્યું. 

 

"હવે આ જીવ માટે મેં કાર્બનનો ટૂકડો રાખ્યો છે કદાચ તે તેનાથી ડરી જાય તો" જેક બોલ્યો. 

 

"અરે આવી બેવકૂફો જેવી વાત ના કર ચાલ હવે સ્પેસક્રાફટમાં" રોહને જેકને ડરતા ડરતા કહ્યું. 

 

"અરે ના મને હું આ જીવને નજીકથી જોઈને રહીશ અને તેણે ડરાવીશ તો ખરા જ!" આટલું કહીને જેકે એ જીવ સામે આ કાર્બનનો ટુકડો રાખ્યો અને એ જીવ ક્ષણભરમાં જ ત્યાંથી ગાયબ થઈ ગયું અને છેવટે જેક એ જીવનો પીછો કરવા માંગતો હતો પણ તે ના કરી શક્યો એટલે પાછો તે પોતાના સ્પેસ્ક્રાફ્ટમાં આવીને બેસી ગયો. 

 

"આઈ થિંક આ સ્પેસક્રાફટ અચાનક તેણે ઇમપેક્ટ પડ્યું એટલે બંધ થયું હતું હવે કદાચ શરૂ થઈ જવું જોઈએ" જેકે કહ્યું. 

 

"અરે એ બધું તો ઠીક જેક પણ સ્પેસ્ક્રાફ્ટમાં ઝોયા નથી દેખાઈ"

 

"ઝોયા સ્પેસક્રાફટમાં નથી તો ગઈ કયા?" જેક નવાઇ પામતા બોલ્યો. 

મિશન 5 - ભાગ 8 પૂર્ણ

શું નિકિતાની જેમ ઝોયાને પણ પેલા જીવે ભોગ બનાવી હશે?શું ઝોયા ત્યાં જ ગ્રહ ઉપર ખોવાઈ ગઈ હશે?શું ઝોયાને જેક લોકો પાછા મેળવી શકશે? આ બધા સવાલોના જવાબ માટે વાંચતા રહો મિશન 5. 

તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી પ્રતિભાવ આપવાનું ના ભૂલતા.