ભાગ 22 શરૂ
.....................................
હવે આ હોળી ઉપર એક સઢ બાંધવાનું હોય છે અને તેની માટે નેવીલ પોતાનું જેકેટ કુરબાન કરી દે છે અને હવે આ હોડી પૂરેપૂરી તૈયાર થઈ ગઈ હોય છે.
"તો દોસ્તો તમે બધા તૈયાર છો?" જેકે જોરથી બધાને પૂછ્યું.
"ના બીજાની મને નથી ખબર પણ હું તો તૈયાર નથી કારણ કે તું વાતાવરણ તો જો અને ધીમો ધીમો વરસાદ પણ આવે છે એટલે મારુ માનો આપણે થોડીક વાર પછી જ હોડી માં બેસીએ" ઝોયાએ જેકને ગભરાતા કહ્યું.
"અરે પણ આપણે અત્યારે બેસવું જ પડશે કારણ કે આપણને કોઈને પણ નથી ખબર કે આ વરસાદ ક્યારે બંધ થશે અને જો કદાચ આ વરસાસ બંધ ના થયો તો પછી આ ચાવી આપણાં હાથમાંથી જશે એટલે મારું માણો તો ચાલો બધા પછી આગળ જે થાય તે જોયું જાશે" એટલું કહીને જેક અને તેના બધા મિત્રો આ હોડી માં બેસી જાય છે તે લોકો થોડીક વાર માં જ ધમધોકાર વરસાદ ની વરચે પણ અડધી નદી પાર કરી લે છે પણ જેવા તે લોકો નદીની વરચે આવે છે એક જોરદાર તોફામ દરિયામાં આવે છે અને તે તોફાનના કારણે તેમની હોડીમાં કાણું પડી જાય છે અને હોડીમાં પાણી ભરાવવા લાગે છે અને આ જોઈને બધા ખૂબ જ ડરી જાય છે પણ નેવીલ અને જેક બધાને ના ડરવા માટે આશ્વાસન આપે છે હવે તે લોકો કિનારાથી ઘણા નજીક હોય છે એટલામાં પાણી ભરાવાને કારણે તેમની હોડી ડૂબવા લાગે છે.
"અરે હવે તો હોડી ડૂબવા લાગી છે એટલે આપણે જો બચવું હોય તો આ હોડી પરથી કૂદકો મારવો જ પડશે" જેક ગભરાઈને બોલ્યો.
"ઓકે તો અમે તૈયાર છીએ" નેવીલ આટલું બોલીને હોડીમાંથી કૂદકો મારી જાય છે અને તેની પાછળ બધા લોકો પાણીમાં કૂદકો મારીને તરતા તરતા કિનારા સુધી આવી જાય છે પણ નિકિતા ને તરતા આવડું હોતું નથી તેથી તે હોડીમાંથી કૂદકો તો મારી જાય છે પણ તે તરી શકતી નથી એટલે તે હોડી ના એક ભાગ ને પકડીને પાણીમાં ડૂબતી હોય છે.
"અરે આ ઓહ માય ગોડ હું તો સાવ ભૂલી જ ગયો કે નિકિતાને પાણીમાં તરતા નથી આવડતું તમે બધા અહીંયા ઉભા રહો હું હમણાં જ તેને લઈને એવું છું" જેક આટલું બોલીને પાણીમાં કૂદી જાય છે અને નિકિતા ને પાછો છેક ત્યાં જઈને બચાવીને કિનારા ઉપર લાવે છે અને છેવટે બધા લોકો જેમ તેમ કરતા કિનારા ઉપર આવી જાય છે અને બધા લોકો ફાઇનલી રાહત નો શ્વાસ લઈ છે.
: "થેંક્યું જેક મને બચાવવા માટે" નિકિતાએ જેક ને કહ્યું.
"અરે એમાં આભાર ના માનવાનો હોય મને જલ્દી જલ્દી માં ખબર જ ના રહી કે તને તરતા નથી આવડતું સોરી નિકિતા" જેકે નિકિતની માફી માંગતા કહ્યું.
"અરે તમે બન્ને પછી વાતો કરજો હવે રાત થવા જ આવી છે એટલે આપણે લોકો નીકળીએ. " નેવીલે જેક અને નિકિતાને કહ્યું.
"અરે હા તો ચાલો આગળ હવે" જેક બોલ્યો.
"પણ એક મિનિટ મને મારું આખું શરીર બળે છે" મિસ્ટર ડેઝી બોલ્યા.
"અરે તમારું જ નહીં પણ મારું શરીર પણ ખૂબ જ બળે છે" રોહન અને રિક પણ બોલ્યા.
"અરે તમને બધાને શું થઈ ગયું છે મને અને નેવીલ ને તો કાંઈ નથી થતું તમને જ કેમ આવું થાય છે?" જેકે જવાબ આપ્યો.
"મને એ તો નથી ખબર જેક પણ મને પણ આખું શરીર બળે છે" ઝોયા ગભરાઈને બોલી.
"નિકિતા તને કાંઈ થાય છે કે?" જેકે નિકિતાને પૂછ્યું.
"ના જેક મને તો કાંઈ નથી થતું" નિકિતાએ જવાબ આપ્યો.
"હા... મને યાદ આવ્યું મને એક વસ્તુનો જવાબ આપજો ને તમે લોકો જ્યારે હોડી ઉપર બેઠા ત્યારે જે વનસ્પતિ તોડવા ગયેલા એનો દોરડા તરીકે આપણે ઉપયોગ કરેલો તો તમે એ વસનપતિ મેં પકડીને બેઠા હતા?" નેવીલ બધાને પૂછ્યું.
"હા હું તો પકડીને જ બેઠો હતો કારણ કે મને નદીની બીક લાગતી હતી એટલે" મિસ્ટર ડેઝીએ જવાબ આપ્યો.
"હ.. એટલે તમને આ થયું એ વનસ્પતિ ને તમે પકડીને રાખો એટલે તેમાંથી એક પ્રવાહી નીકળે છે અને એ પ્રવાહી જો આઓની ચામડી ઉપર લાગે અને ત્યારબાદ આપણે કોઈ પણ રીતે પાણીના સંપર્ક માં આવીએ તો આ બળવું એ સામાન્ય છે. " નેવીલે બધાને કહ્યું.
"અરે એ જે હોય એ પણ આમ બલયા રાખે એ તો ના ચાલે ને આવા દર્દ સાથે તો અમે આગળ પણ નહીં આવી શકીએ!" મિસ્ટર ડેઝી ગુસ્સે થઈને બોલ્યા.
"અરે આનો પણ એક ઈલાજ છે જો તમેં કરી શકો તો જો તમે લોકો એક કાંટો લઈને તનારા હાથમાં લોહી કાઢો અને સાત થી આઠ ટીપાં જેટલું લોહી જો તમે પી જશો તો માત્ર પાંચ મિનિટ ની અંદર જ તમને સારું થઈ જશે" નેવીલ બધા ને કહ્યું.
"અરે પણ આ તમારું કેવુ વિજ્ઞાન આમ કાંઈ કામ કરશે કે નહીં?" રોહન ગુસ્સે થઈને બોલ્યો.
"તો સાંભળો એમાં એવું છે ને કે એ વનસ્પતિમાંથી નીકળતું પ્રવાહી આપણાં લોહીના પ્રવાહ ને ધીમો કરી દે છે અને જ્યારે બહારથી થોડુંક એવું લોહી પાછું શરીરમાં જાય છે એટલે લોહી પાછું ઝડપથી ચાલવા માંડે છે એટલે આ કરો એટલે થઈ જશે" નેવીલ જવાબ આપ્યો.
અને નેવીલ ના કહેવા પ્રમાણે બધા લોકો કરે છે અને પાંચેક મિનિટ ની અંદર જ તે લોકોના શરીર ઉપર જે બલતું હોય છે એ બધું ઠીક થઈ જાય છે.
"અરે અમને તો આ મટી ગયું હો" મિસ્ટર ડેઝી ખુશ થઈને બોલ્યા.
"હા અમને પણ સારું લાગે છે" રિક અને રોહન બોલ્યા.
"હા એ જ ને તમતાર ચાલો કાંઈ નહિ હવે સારું થઈ ગયું હોય તો વધીએ આગળ" નેવીલ આટલું કહીને આગળ વધવા લાગે છે અને જેક અને તેના સાથીમિત્રો પણ નેવીલ સાથે આગક વધવા માંડે છે.
"અરે આ ચાવી હવે મળે તો સારું" રોહન ઉદાસ થઈને બોલ્યો.
....................................
મિશન 5 - ભાગ 22 પૂર્ણ
....................................
આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5.
જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા.
.................................