Mission 5 - 21 books and stories free download online pdf in Gujarati

મિશન 5 - 21

ભાગ 21 શરૂ

..................................... 

હવે આ રાજાનો ભાઈ સેનાપતિ નો વેશ ધારણ કરીને બહાર નીકળે છે અને ત્યાંથી બધા ગુનેગારોને પોતાના સૈનિકો બનાવી દે છે અને રાતોરાત જ તે બહાર નીકળીને રાજા ના રૂમ માં જઈને રાજાને મારી નાખે છે અને ત્યાંથી અસલી ખજાનાની ચાવી લઈને ત્યાંથી નીકળી જાય છે અને એ ખજાનો લઈને તેના સથી મિત્રો સાથે ત્યાંથી તે મહેલ થી એકદમ દૂર આવી જાય છે અને ત્યાં તેણે એક કૂવો દેખાય છે. અને આ કુવા પાસે જ તે રાજાનો ભાઈ એક ઊંડો ખાડો કરે છે અને ત્યાં જ આ ખજાનો ડાટી દે છે અને રાજા ના ભાઈએ રાજા ને ગળું દબાવીને મરેલો હોય છે પણ રાજા જીવતો હોય છે એટલે તે મહેલ ના બધા સાનિકોને અને રાણીને તેના ભાઈ ને મારી નાખવા મોકલે છે અને થોડીક વાર માં રાજા નો ભાઈ ક્યાં છે ત્યાંની સૈનિકોને ખબર પડતાં તે તેને મારવા દોડી જાય છે પણ ત્યારે રાજાન ભાઈએ પોતાનું કામ તો કરી જ લીધું હોય છે એટલે જેવા રાણી અને રાજા સાનિકો ત્યાં આવે છે એટલે એક ખૂબ જ મોટો વિસ્ફોટ રાજાનો ભાઈ કરે છે જેની અંદર ત્યાં ઉપસ્થિત હજારો ની સંખ્યામાં બધા લોકો મરી જાય છે અને છેવટે ખજાનાની ચાવી એક ભોંયરામાં જઈને પડે છે અને એ ચાવી હજુ સુધી પણ કોઈને મળી નથી" નેવીલ પુરી વાત જણાવતા જવાબ આપ્યો. 

"અરે તમે બન્ને હવે વાતો બંધ કરો અને આ જોવો સામે શું આવ્યું!" રોહને જેક અને નેવીલ ને કહ્યું. 

"અરે આ તો મોટી નદી છે અરે નેવીલ બીજો કોઈ રસ્તો નથી હવે આગળ જવાનો અહીંયા તો નદી છે અને નકશામાં તો કદાચ નદી બતાવી નથી?" જેકે નેવીલ ને કહ્યું. 

"હા એટલા માટે આ નદી કોઈ ધરતીકંપ થવાના કારણે બની હોવી જોઈએ" નેવીલે જવાબ આપ્યો. 

"હા પણ હવે તો આગળ જવા શું કરવું આમ તો નદીમાં તરીને જઇ શકાશે કેમ?" જેકે કહ્યું. 

"હા ઉભા રહો હું પાણી ને જોઈ લવ અડીન"ઝોયાએ જેક ને કહ્યું અને તે પાણીને અડી. 

"અરે હું નહિ તરી શકું આ પાણીની અંદર કારણ કે પાણી ખૂબ જ ઠંડુ છે" ઝોયાએ નકારમાં જવાબ આપ્યો. 

"તો પછી તો આ નદી ને પર કરવા શું કરવું હવે?" રોહને બધાંને પૂછ્યું. 

"અરે આ નદી તો આપણે પર કરવી જ પડશે અને થોડીક ઝડપ પણ રાખવી પડશે કારણ કે જોવો હમણાં જ સાંજ થઈ જશે અને રાત પછી પેલી ચાવી વાળી જગ્યા પણ ગાયબ થઈ જશે" નેવીલે બધાને કહ્યું. 

"હા એ વાત તો છે પણ આપણી પાસે કાંઈ એવી વસ્તુ પણ નથી જેના દ્વારા આપણે આ નદી પાર કરી શકીએ" જેકે નેવીલ ને કહ્યું. 

"અરે તો યાર હવે બધા દિમાગ દોડાવો જો કાંઈ થઈ શકતું હોય તો" નેવીલે બધાને કહ્યું. 

"અરે મારા મગજ માં એક આઇડીયા છે જો કદાચ કામ આવી જાય તો" રીકે બધાને કહ્યું. 

"અરે ભાઈ તો તું જલ્દી બોલ ને કે શું આઈડિયા છે" જેકે રિક ને કહ્યું. 

"તો આપણે એક કામ કરીએ આ નદી ના કિનારે કિનારે ચાલતા જઈએ અને જ્યાંથી આપણને રસ્તો દેખાય ત્યારે આગળ વધી જઈશું બોલો કેવો લાગ્યો મારો આઈડિયા?" રીકે જેક ને કહ્યું. 

"એક નંબર નો બકવાસ આઈડિયા છે આપણે ચાલતા ચાલતા ત્યાં પહોંચીશું ત્યાં સુધીમાં તો કદાચ રાત પણ થઈ ગઈ હશે અને આપણને એ પણ નથી ખબર કે આ નદી કેટલી પહોળી લાંબી અને ઊંડી છે એટલે આ આઈડિયા પર કામ ન થાય" જેકે જવાબ આપ્યો. 

"કાંઈ નહિ તો મારી પાસે તો આ આઈડિયા હતો જો હવે કોઈની પાસે બીજો કોઈ આઈડિયા હોય તો સજેશન આપો. " રીકે બધાને કહ્યું. 

"અરે મારી પાસે પણ એક આઈડિયા છે" ઝોયાએ બધાને કહ્યું. 

"હા બોલ જલ્દી શું આઈડિયા છે" નેવીલે ઝોયાને કહ્યું. 

"હું એમ કહું છું કે આપણી આજુબાજુ મા એટલા બધા ઝાડ છે તો શું એ ઝાડ ની ડાળખીઓનો ઉપયોગ કરીને આગળ ના જઇ શકાય?" ઝોયા બોલી. 

"હા જઇ તો શકાય પણ કેવી રીતે ઝાડ ની ડાળખીઓ પહેરીને તો નદી પર નહીં થાય ને અને આપણે જહાજ તો નથી કે ત્યાં પેલા છેડે પહોંચી જઇએ" મિસ્ટર ડેઝી ગુસ્સેથી બોલ્યા. 

"અરે વાહ ગ્રેટ આઈડિયા છે આ તો" જેક ખુશ થઈને બોલ્યો. 

"અરે તું પાગલ થઈ ગયો છે કે શું ડાળખીઓ પહેરીને તું નદી પાર કરાવીશ બધાને?" નેવીલે ગુસ્સેથી કહ્યું. 

"અરે ના ભાઈ મારી વાત તો સાંભળ જો મિસ્ટર ડેઝી શું બોલ્યા જહાજ આપણી પાસે જહાજ તો નથી પણ આપણે એક કામ ચલાવ હોડી તો આ બાંબુ નો ઉપયોગ કરીને બનાવી જ શકીએ ને!" જેકે નેવીલ ને કહ્યું. 

"અરે હા આ તો ગ્રેટ આઈડિયા છે" નેવીલ ખુશ થઈને બોલ્યો. 

"તો તું એક કામ કર રોહન જા ઓઇલ બે ઝાડ ના બામ્બુ આ આદિવાસીઓએ આપેલા ભાલા થી કાપીને લાવ અને ઝોયા તું પેલી દોરડા જેવી વનસ્પતિ લઈને આવ" જેકે બધાને કહ્યું. 

બધા લોકો. હોળી બનાવવના કામમાં લાગી જાય છે અને આખરે થોડાક કલાકોમાં જ આ હોડી એકદમ તૈયાર થઈ જાય છે પણ હવે આ હોળી ઉપર એક સઢ બંધવાનું હોય છે અને તેની માટે નેવીલ પોતાનું જેકેટ કુરબાન કરી દે છે અને હવે આ હોડી પૂરેપૂરી તૈયાર થઈ ગઈ હોય છે. 

"તો દોસ્તો તમે બધા તૈયાર છો?" જેકે જોરથી બધાને પૂછ્યું. 

"ના બીજાની મને નથી ખબર પણ હું તો તૈયાર નથી કારણ કે તું વાતાવરણ તો જો અને ધીમો ધીમો વરસાદ પણ આવે છે એટલે મારુ માનો આપણે થોડીક વાર પછી જ હોડી માં બેસીએ" ઝોયાએ જેક ને ગભરાતા કહ્યું. 

.................................... 

મિશન 5 - ભાગ 21 પૂર્ણ

.................................... 

આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5. 

જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા. 

................................... 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED