પારિજાતના પુષ્પ - 4 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

પારિજાતના પુષ્પ - 4

" પારિજાતના પુષ્પ " " જુગલબંધી "

" અદિતિ અરમાનની જુગલબંધી...."

અદિતિ અને અરમાન બંને ઉત્તમ મિત્ર....બંને એક જ સ્કૂલમાં એક જ ક્લાસમાં સાથે જ ભણે. અરમાન પણ ભણવામાં હોંશિયાર પણ અદિતિ જેટલો ચાલાક નહિ.

અદિતિ અને અરમાન બંને બાજુ બાજુમાં જ રહેતા, બંનેના ઘર વચ્ચે એક જ દિવાલ, એક જ કમ્પાઉન્ડમાં બંનેના નાના પણ સુંદર ઘર, કમ્પાઉન્ડમાં નાનો સુંદર બગીચો જાણે સ્વર્ગ જ જોઈ લો ખૂબજ આહલાદક અને મનમોહક....આ બગીચામાં મોગરો, ગુલાબ, જાસુદ જેવા રંગબેરંગી ફૂલો થાય.... અને અદિતિને સૌથી વહાલું એવું પારિજાતનું વૃક્ષ, જે આખીય સોસાયટીમાં સૌનું ધ્યાન ખેંચતું તેમજ આકર્ષણનું કેન્દ્ર બની રહેતું તેટલું સુંદર. આ વૃક્ષ નીચે બેસી અદિતિ અને અરમાન સ્કૂલનું હોમવર્ક કરતાં અને ઘરગત્તા પણ રમતાં દિવસનો મોટા ભાગનો સમય અદિતિ અને અરમાન અહીં જ વિતાવતા... અદિતિની મમ્મી સંધ્યાબેન તેમજ અરમાનની મમ્મી દર્શનાબેનને પણ ખૂબજ સારો મેળ આવે, અદિતિના ઘરનાને અને અરમાનના ઘરનાને ઘર જેવો સંબંધ......

અદિતિ દેખાવમાં ખૂબજ સુંદર, જાણે અવકાશમાંથી કોઈ પરી ઉતરી આવી હોય તેમ....!! એકદમ રૂપાળી અને ડાહી તો એટલી બધી કે વાત ન પૂછો. બોલવામાં પણ એકદમ મીઠડી અને ચબરાક કોઈને પણ વ્હાલી લાગે તેવી ભણવામાં પણ ખૂબજ હોંશિયાર, કોઈપણ વસ્તુ તેને એક જ વાર શીખવવી પડે, તરત જ આવડી જાય. ડાન્સમાં પણ તેનો પહેલો નંબર આવે, નવું પિક્ચર આવ્યું નથી કે તેનો ડાન્સ, અદિતિને તો આવડતો જ હોય, તમે કોઈપણ ડાન્સ કરવાનું કહો તરત તમને કરીને બતાવે. તેથી તો સંધ્યાબેને તેને ડાન્સ ક્લાસમાં પણ મૂકેલી. સ્કૂલમાં પણ દરેક પ્રોગ્રામમાં અદિતિ ભાગ લે અને ડાન્સ કોમ્પીટીશનમાં તેનો હંમેશાં ફર્સ્ટ નંબર જ આવે.

અને અરમાન સીધો-સાદો અને ભોળો છોકરો પણ ભણવામાં ખૂબજ હોંશિયાર, અદિતિ અને અરમાન બંને એકજ ક્લાસમાં ભણે, સ્કૂલમાં પણ બંને સાથે જ જાય અને સાથે જ રીટર્ન થાય, જે દિવસે અદિતિ સ્કૂલે ન જાય તે દિવસે અરમાન પણ સ્કૂલે ન જાય અને અરમાન સ્કૂલે ન જાય તે દિવસે અદિતિ પણ સ્કૂલે ન જાય.... આખો દિવસ સાથે રહે અને બંને વચ્ચે ઝઘડો પણ એટલો જ થાય, આખો દિવસ બંનેની વચ્ચે કિટ્ટા-બુચ્ચા ચાલ્યા કરે. ચાલાક, ચપળ અને ચબરાક અદિતિની આગળ બીચારા ભોળા અરમાનનું કંઈ ન આવે....!!

જ્યારે જ્યારે અરમાન અને અદિતિને ઝઘડો થાય ત્યારે ત્યારે બધા અદિતિનો જ પક્ષ લે અને અરમાન બીચારો એકલો પડી જાય. અદિતિ કંઇનું કંઇ અડવીતરું કરીને ખસી જાય અને પછી અરમાનનો હાથ ઉપડે એટલે રડવા બેસે અને બીચારો ભોળો અરમાન ફસાઈ જાય. પણ અરમાનને અદિતિ વગર ન ચાલે અને અદિતિને અરમાન વગર ન ચાલે....!! તે હકીકત હતી, બંનેનો માસૂમ પ્રેમ એક-બીજાને છોડે નહીં...

એક વખત અદિતિ ખૂબ બીમાર પડી ગઈ હતી, ઘણાં દિવસ સુધી તેની તબિયત સારી ન થઈ, તેને તાવ જ ઉતરતો ન હતો, તો અરમાન તેની બાજુમાં જ બેસી રહેતો અને તેને માથે પોતા મૂક્યા કરતો, અદિતિની મમ્મી સંધ્યાબેનને સામાજિક કારણોસર બહાર જવાનું થયું તો અદિતિનું ધ્યાન રાખવાનું તેમજ તેને દવા પીવડાવવાનું કામ અરમાનને સોંપવામાં આવ્યું. અરમાનને તો અદિતિને કડવી કડવી દવા પીવડાવવાની બસ મજા પડી ગઈ હતી...!! અદિતિ દવા પીવાની " ના " પાડે એટલે અરમાન તરત જ તેને ચીઢાવે કે હું ડૉક્ટર અંકલને કહી દઈશ કે તું દવા પીતી નથી એટલે ડૉક્ટર અંકલ તને લાંબી સોય વાળું ઈંજેક્શન આપી દેશે પછી મને મજા આવશે અને ખડખડાટ હસી અદિતિને ગુસ્સે કરતો અને અદિતિ બીચારી કડવી કડવી દવા પી લેતી. અદિતિને ચીઢાવવાનો એક પણ ચાન્સ અરમાન કેમ છોડે....?? ન જ છોડે..

પણ, અદિતિની માંદગી તો લાંબી ચાલી...અરમાન જાણે એકલો પડી ગયો અને ખૂબજ ઉદાસ રહેવા લાગ્યો.. બિલકુલ સુનમુન રહેવા લાગ્યો.. તે ન તો સ્કૂલે જતો કે ન તો જમતો.. કે ન કોઈની સાથે વાત કરતો કે ન કોઈ પણ ફ્રેન્ડ સાથે રમવા પણ જતો.. અરમાનની મમ્મી દર્શનાબેનને અરમાનની ખૂબ ચિંતા થવા લાગી... અને એક દિવસ તો અરમાને હદ જ કરી નાખી...!!
વધુ આગળના પ્રકરણમાં...."