મિશન 5 - 17 Jay Dharaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિશન 5 - 17

ભાગ 17 શરૂ

................................... 

"હા તો ચાલો ભાગો" આટલું કહીને બધા લોકો ત્યાંથી ભાગવા લાગે છે અને તેમની પાછળ આ જંગલી જાનવરો પણ આવે છે. તે લોકો પાંચ કિલોમીટર સુધી દૂર ભાગે છે ત્યાં સુધી એ જાનવરો તેમનો પીછો કરે છે હવે ત્યાં એક સુરંગ જેવું આવે છે ત્યાં આ બધા સંતાઈ જાય છે પણ પેલા જાનવરનું કદ મોટું હોવાને કારણે તે અંદર એ સુરંગમાં પ્રવેશી શકતું નથી. 

"હાઈશ સારું છે આપણે બચી ગયા" મિસ્ટર ડેઝી બોલ્યા. 

"અરે ક્યાં બચ્યા બહાર એ પાણી રાહ જોવે છે" જેકે મિસ્ટર ડેઝી ને કહ્યું. અને થોડીકવાર ત્યાં ઉભા રહીને તે જાનવરો પાછા એ મેદાન તરફ ફરી જાય છે. 

"હાઈશ માણ માણ બચ્યા હો" મિસ્ટર ડેઝી બોલ્યા. અને જેવા તે સુરંગ ની બહાર નીકળ્યા એટલામાં તો એક જાનવર પાછું તેમની તરફ આવવા લાગ્યું અને તેને તરત જ એકદમ ઝડપી મિસ્ટર ડેઝી ઉપર હુમલો કરી લીધો. અને ત્યારબાદ તે પાછું મેદાન તરફ જતું રહ્યું. આ હુમલાના કારણે મિસ્ટર ડેઝી એકદમ ઘાયલ થઈ જાય છે. 

"અરે... મિસ્ટર ડેઝીના પગમાંથી તો ઘણું લોહી નીકળે છે"રીકે ગભરાતા કહ્યું. 

"અરે મને મારા ગોઠણ પર ખૂબ જ દુઃખે છે હું આગળ નહિ ચાલી શકું" મિસ્ટર ડેઝીએ ઉદાસ થઈને કહ્યું. 

"અરે તમે હિંમત ના હારો કોશિશ કરો આગળ ચાલવાની" નેવીલે મિસ્ટર ડેઝી ને કહ્યું. 

"ના મારા પગ કામ જ નથી કરતા મારાથી નહિ ચલાય" મિસ્ટર ડેઝીએ ઉદાસ થઈને કહ્યું. 

"અરે પણ કોશિશ તો કરો તમે"જેકે ગુસ્સે થઈને કહ્યું. 

"ઓકે બેટા ઝોયા મને હાથ આપને તારો" મિસ્ટર ડેઝીએ તેમની છોકરી ઝોયાને કહ્યું. 

"હા પપ્પા લો ઉભા થવાની કોશિશ કરો તમે કરી શકો છો" ઝોયાએ મિસ્ટર ડેઝી ને કહ્યું. 

મિસ્ટર ડેઝી થોડાક આગળ ચાલ્યા ત્યાં તો તે પાછા પડી ગયા. 

"અરે મને માફ કરજો મારાથી આગળ નહિ આવી શકાય"મિસ્ટર ડેઝીએ કંટાળીને કહ્યું. 

"હવે શું કરીશું આપણે મિસ્ટર ડેઝીને સારું તો કરવું જ પડશે કારણ કે તેમના ગોઠણ માંથી ઘણું બધું લોહી નીકળી ગયું છે. " રીકે જેક અને નેવીલ ને કહ્યું. 

"અરે આ ટાપુ ઉપર એક વનસ્પતિ છે આ વનસ્પતિ કોઈ પણ ઊંડા ઘા ને રુજાવવા અને લોહીને બંધ કરવા મદદરૂપ થાય છે" નેવીલે જેક ને કહ્યું. 

"પણ આ વનસ્પતિ ક્યાંથી મળશે?" જેકે નેવીલ ને પૂછ્યું. 

"આ વનસ્પતિ આગળ જ જે જંગલ આવશે નાનકડું ત્યાં જ વનસ્પતિ હશે અને આ વનસ્પતિ એકદમ કાંટાળી અને લાલ કલર ની છે. આ વનસ્પતિ ની અંદરથી એક ચીકણું પ્રવાહી નીકળે છે અને આ પ્રવાહી ને લગાડવાથી તરત જ થોડીક મિનિટોમાં જ ઘા રુજાઈ જાય છે અને લોહી પણ વહેવાનું બંધ થઈ જશે" નેવીલ જેકને કહ્યું. 

"તો હું એક કામ કરૂં આ વનસ્પતિ લઈને આવું છું હમણાં" આટલું કહીને જેક અને રોહન એકસાથે આ વનસ્પતિ ગોતવા જંગલ માં જતા રહે છે. 

આ જંગલ ની અંદર અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ હોય છે તેમાંથી જેક અને રોહને પેલી નેવીલ કિધેલી વનસ્પતિ લાવવાની હોય છે તેઓ સામાન્ય રીતે એ વનસ્પતિ ગોતી લે છે અને પાછા એ જંગલ માંથી એ વનસ્પતિ લઈને આવે છે. 

"લ્યો ખૂબ જ મુસીબતો વેઠીને અમે આ વનસ્પતિ લાવ્યા છીએ હો" જેક અને રોહને જવાબ આપ્યો. 

"અરે થેન્ક યુ મારી હેલ્પ કરવા માટે" મિસ્ટર ડેઝી જેક અને રોહન નો આભાર માનતા બોલ્યા. 

"અરે કાંઈ નહિ હવે તમે આ વનસ્પતિ ને લગાવો અને આગળ વધો" જેકે કહ્યું

"આ વનસ્પતિ લગાવીને દસેક મિનિટ જેટલી રાહ આપણે જોવી પડશે ત્યારબાદ જ તેઓને સારું થશે" નેવીલ બધાંને માહિતી આપતા કહ્યું. 

"ઓકે તો ચાલો આપણે ત્યાં શાંતિથી બેસીએ" આટલું કહીને રિક અને બધા લોકો એક જગ્યાએ શાંતિથી બેસી જાય છે. અને નેવીલ હવે પેલી વનસ્પતિમાંથી પેલો ચીકણો પદાર્થ કાઢીને મિસ્ટર ડેઝી ના પગ ઉપર લગાવે છે અને દસેક મિનિટ સુધી તે લોકો રાહ જોવે છે. 

"મને એ નથી સમજાતું કે આટલા બધા જનગલી જાનવરો આ ટાપુ ઉપર આવ્યા ક્યાંથી? અને એ પણ એક જ પ્રજાતી ના?" મિસ્ટર ડેઝીએ નેવીલ ને પૂછ્યું. 

"અરે દોઢસો વર્ષ પહેલા આ ટાપુ એક જંગલ જ હતું અને અહીંયા ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા પણ ધીમે ધીમે આ ટાપુ ની અંદર આ જંગલી જાનવરોની સંખ્યા વધતા તેઓ આ જંગલના બધા પક્ષીઓ અને પ્રાણીઓને ખાઇ ગયા અને ત્યારબાદ એક જોરદાર ભૂકંપ આવ્યો તેની અંદર પૂરું જંગલ તબાહ થઈ ગયું અને બધાં પ્રાણીઓ મૃત્યુ પામ્યા અને ત્યારબાદ ધરતીકંપના કારણે તાપમાન વધી જતાં ત્યાં રહેતા પક્ષીઓના પણ વધારે તાપમાન ને કારણે મૃત્યુ થયા. અને ત્યારબાદ બચ્યા તો માત્ર ને માત્ર આ પ્રાણીઓ જે આ બધું સહન કરી શક્યા. અને ત્યારબાદ તેઓએ આ ટાપુ ઉપર પોતાની પ્રજાતી વિકસાવી દીધી અને ઘણા લોકો તો એમ પણ કહે છે કે આ જંગલી જાનવરો અહીંયા ખજાનાની રક્ષા કરવા માટે મુકવામાં આવ્યા હતા જેથી અહીંયા આ ટાપુ ઉપર રહેલો ખજાનો કોઈ વ્યક્તિ લઈ જઈ ના શકે અને આ જાનવરો સામાન્ય રીતે આ ટાપુ ઉપર જ મળે છે અને આની પાછળ નું રહસ્ય હજુ સુધી કોઈ જાણી નથી શક્યું અને એક વખત એક ઝુઓલોજીસ્ટ આ ટાપુ ઉપર આવેલો અને તેને એક જાનવર ને મારીને તેના રિસર્ચ સેન્ટર માં લઇ ગયેલો ત્યારે તે જાનવરે એ ઝુઓલોજીસ્ટ ઉપર જોરદાર હુમલો કરેલો જેની અંદર એ ઝુઓલોજીસ્ટ મરી ગયો એટલે આ જાનવરો તો એકદમ ખતરનાક છે અને આ જાનવરો 200 C થી વધારે અને -217 C સુધી ના તાપમાન માં રહી શકે છે અને આ જાનવરો માત્ર આ મેદાન માં જ નહીં પાણીમાં પણ રહી શકે છે" નેવીલે પૂરી વાત બધા લોકોને જણાવી. 

"હ... પણ હવે મને થોડુંક સારું લાગે છે હો" મિસ્ટર ડેઝીએ નેવીલ ને કહ્યું. 

"હા એમ પણ દસેક મિનિટ થઈ ગઈ છે એટલે તમે હવે ચાલી પણ શકશો" નેવીલે મિસ્ટર ડેઝી ને કહ્યું. 

.................................... 

મિશન 5 - ભાગ 17 પૂર્ણ

.................................... 

આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5. 

જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા. 

...................................