મિશન 5 - 18 Jay Dharaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિશન 5 - 18

ભાગ 18 શરૂ

................................... 

જેની અંદર એ ઝુઓલોજીસ્ટ મરી ગયો એટલે આ જાનવરો તો એકદમ ખતરનાક છે અને આ જાનવરો 200 C થી વધારે અને -217 C સુધી ના તાપમાન માં રહી શકે છે અને આ જાનવરો માત્ર આ મેદાન માં જ નહીં પાણીમાં પણ રહી શકે છે" નેવીલે પૂરી વાત બધા લોકોને જણાવી. 

"હ... પણ હવે મને થોડુંક સારું લાગે છે હો" મિસ્ટર ડેઝીએ નેવીલ ને કહ્યું. 

"હા એમ પણ દસેક મિનિટ થઈ ગઈ છે એટલે તમે હવે ચાલી પણ શકશો" નેવીલે મિસ્ટર ડેઝી ને કહ્યું. 

 

"હા હું ઉભો થઇ શકું છું અને ચાલી પણ શકું છું" મિસ્ટર ડેઝી ખુશ થઈને બોલ્યા. 

"હા એ જ ને તો ચાલો હવે આ જંગલી જાનવરો ને તો પાર કઈ લીધા હવે વધીએ આગળ ચાવી તરફ કારણ કે હમણાં પાછી રાત થઈ જશે"આટલું કહીને નેવીલ અને તેની સાથે જેક અને તેના મિત્રો પણ આગળ ચાલવા લાગે છે. 

"હવે કોઈ બીજી મુસીબત તો નહીં આવે ને!" જેક કંટાળીને બોલ્યો. 

"અરે કાંઈ કહી ના શકાય હો આ ટાપુ પર તો ડગલે ને પગલે મુસીબતો આવે જ છે" નેવીલે જેકને કહ્યું. 

"અરે નેવીલ તમે આ ટાપુ ઉપર કેવી રીતે આવ્યા?" નિકિતાએ નેવીલ ને પૂછ્યું. 

"અરે હું આ ટાપુ ઉપર આવ્યો આઠ મહિના પહેલા કે જ્યારે મને માહિતી મળી કે આ ટાપુ ઉપર ખજાનો. છે એટલે હું આ ટાપુ ની શોધ માં નીકળી પડ્યો અને હું એક બીજા ટાપુએ જી ચડ્યો પણ આ ઓક આઇલેન્ડ નથી મને જેવી ખબર પડી હું પાછો એ ટાપુ ઉપરથી નીકળી ગયો મારી બોટ સાથે પણ વરચે દરિયામાં ખૂબ જ જોરદાર તોફાન. આવ્યું અને આ તોફાનો સામનો મારી બોટ ના કરી શકી અને મારી બોટ ઊંઘી પડી ગઈ અને મને તો એમ જ હતું કે હું કદાચ મરી ગયો પણ જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું આ ટાપુ ઉપર હતો પણ મને નહોતી ખબર કે આ ટાપુ હું જે ગોતું છું એ જ છે. પછી આ ટાપુ માં ફરતા ફરતા મને એ અવશેષો મળ્યા જે સામાન્ય રીતે ઓક આઇલેન્ડ ઉપર હતા અને જેથી મને ખબર પડી કે મારે જે ટાપુ ઉપર જવું હતું તે ટાપુ આ ટાપુ જ છે અને ત્યારબાદ મેં આ ટાપુ ઉપર મારી ખોજ ચાલુ કરી દીધી અને છેલ્લા આઠ મહિનાથી હું આ ટાપુ ઉઓર જ છું અને મને લાગે છે કે બસ હવે થોડાક સમયમાં હું મારી આ ખોજ પૂરી કરી લઈશ" નેવીલે જવાબ આપ્યો. 

"આ ટાપુ આમ સામાન્ય રીતે દુનિયાના નકશામાં નથી?" જેકે સવાલ કર્યો. 

"ના આ ટાપુ દુનિયાના નકશામાં નથી કારણે કે આ ટાપુ અમાસ અને પૂનમ ના દિવસે એકદમ ગાયબ થઈ જાય છે અને દેખાતો પણ નથી અને લોકોનું માનવું છે કે આવું આ ટાપુ એક શ્રાપિત ટાપુ હોવાને કારણે છે પણ હું તો આઠ મહિના અહીંયા રહ્યો પણ મને કોઈ એવી વસ્તુ દેખાઈ નથી" નેવીલ જેક ને જવાબ આપ્યો. 

"મતલબ આ ટાપુ એક રહસ્યમયી ટાપુ જ છે જેની હકીકત હજુ સુધી કોઈને ખબર જ નથી" રોહને નેવીલ ને કહ્યું. 

"હા એમ જ માની લો કદાચ આ ટાપુ ઉપર આટલો સમય રહેનાર હું પહેલો જ વ્યક્તિ હઇશ" નેવીલે જવાબ આપ્યો. 

"કાંઈ નહિ તો ચાલો આગળ વધીએ" આટલું કહીને જેક અને નેવીલ તેમના સાથીમિત્રો સાથે આગળ વધે છે. હવે મેદાન પૂરેપૂરૂ જતું રહ્યું હોય છે અને હવે આગળથી જંગલનો એક કીચડ વાળા રસ્તાની શરૂઆત થાય છે. 

"અરે આ રસ્તો તો ઘણો ચીકણો રસ્તો છે" જેક બોલ્યો. 

"હા કારણ કે આ રસ્તાથી અઢાર કિલોમીટર આગળ એક નદી છે એટલે આ કિનારો છે. "નેવીલે જેક ને કહ્યું. 

"અરે પણ આ જોવો તો અહીંયા કોઈએ આગ સળગાવી લાગે છે?" રોહન બોલ્યો. 

"આ આગ એ સંકેત કરે છે કે જરૂરથી અહીંયા કોઈ માનવી ની વસ્તી હોવી જોઈએ"નિકિતાએ રોહન ને કહ્યું. 

"હા તો ચાલો ત્યાંથી કાંઈ આપણને માહિતી મળે તો જઈએ એ આગ તરફ" જેકે બધાને કહ્યું. આને આટલું કહીને તે લોકો એ આગ તરફ જવા લાગે છે તેઓ જેવા ત્યાં જાય છે ત્યાં કોઈ હોતું નથી માત્ર સાત આઠ બે ભાલા(એક પ્રકારનું હથિયાર) ત્યાં આગ પાસે પડેલા હોય છે. આ જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. અને કોઈ માનવી અહીંયા હશે એ આશાએ રિક કોઈ છે કોઈ છે એવી બૂમો પાડે છે. થોડીકવાર માં ત્યાં એક આદિવાસી પ્રજાતી ના લોકો તેમની પાસે આવે છે. 

"અરે આ બધા કોણ છે?" રીકે ગભરાઈને જવાબ આપ્યો. 

"આ પ્રજાતી આદિવાસી પ્રજાતિની એકદમ જૂની પ્રજાતી છે અને આ લોકો વર્ષોથી હોય જ રહે છે અને આ લોકો માનવીની સભ્યતાથી દૂર રહેતા હોવાથી તેને દુનિયાની કાંઈ ખબર નથી અને આ લોકો તો જેમ માનવી હજારો વર્ષો પહેલા રહેતો તેવી જ રીતે હજુ પણ રહે છે" નેવીલે કહ્યું. 

"આ લોકોના શરીર ઉપર આ નિશાનો શેના છે?" મિસ્ટર ડેઝીએ પૂછ્યું. 

"અરે તેમના શરીર ઉપર જે સફેદ કલરના સિંહ ના પંજા જેવા નિશાન દેખાય છે આ નિશાન સામાન્ય રીતે તે લોકોના ધર્મ ની તાકાત દર્શાવે છે અને આ લોકોની સામે કોઈ જોરથી બોલતું નહીં અને અહીંયા આ ઝાડી છે ત્યાં ચાલો છુપાઈ જઈએ" નેવીલે બધાને કહ્યું. અને આટલું કહેતા જ બધા લોકો ત્યાં ઝાડી માં છુપાઈ જાય છે. 

"આપણે ઝાડીમાં તો છુપાઈએ ગયા પણ આ લોકો આપણને નુકસાન તો નહીં પહોંચાડે ને?" ઝોયા પ્રશ્ન કર્યો. 

"એ આપણને નુકસાન પહોંચાડશે કે નહીં તેની તો મને ખબર નથી પણ હા એ લોકોને માનવીય સભ્યો થી ખૂબ જ નતફરત છે કારણ કે થોડાક વર્ષો પહેલા જ આ ટાપુ ઉપર બે વ્યક્તિઓ આવ્યા હતા અને તેઓએ અહીંયા એક ટુરિસ્ટ પ્લેસ બનાવવું હતું પણ આ આદિવાસીઓએ તેમણે ના પાડી છતાં એ સમયે તેમણે એ આદિવાસીઓને મારી નાખીને ટુરિસ્ટ પલ્સ બનાવ્યું હતું જે થોડાક વર્ષોમાં એક જોરદાર ભૂકંપ આવવાથી પડી ગયું અને આ આદિવાસી પ્રજાતી ત્યારથી જ માનવીય સભ્યતાથી ખૂબ જ નફરત કરે છે એટલે બચીને તો જવું જ જોઈશે" નેવીલે જવાબ આપ્યો. 

 

.................................... 

મિશન 5 - ભાગ 18 પૂર્ણ

.................................... 

 

આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5. 

જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા. 

...................................