જંતર મંતર - 35 - સમાપ્ત Ankit Chaudhary શિવ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જંતર મંતર - 35 - સમાપ્ત

પ્રકરણ :- 35 સમાપ્ત

જેની ભાગતી ને ભાગતી જીયા ના ઘર સુધી આવી ગઈ હતી. હવે ફક્ત 10 મિનિટ નો સમય શેષ હતો. જેની જીયા ના ઘરની અંદર આવી જાય છે.જેની ને ખૂબજ ડર લાગી રહ્યો હોય છે કે હવે તે શું કરે ? જેની જીયા ના ઘરની અંદર જઈને એક ખૂણામાં ઉભી રહી જાય છે. હેરી, ફેરી, અવધ અને હેમા ને પોતાના ઘરની અંદર બીજા રૂમમાં કંઈપણ મળ્યું નહિ એટલે તે લોકો ભૈરવનાથ ની પાસે જીયા ના રૂમમાં જાય છે. ભૈરવનાથ જીયા ના રૂમને સૌ પ્રથમ તો અભિમંત્રિત જળ દ્વારા શુદ્ધ કરે છે. ભૈરવનાથ જ્યાં પણ પોતાનું અભિમંત્રિત જળ છાંટતો ત્યાં થોડા સમય માટે તે ભાગ કાળા રંગનો થઈ જતો હતો. ભૈરવનાથ તાંત્રિક ને ખબર પડી જતી હતી કે અહી કાળા જાદુનો સામાન જીયા એ છુપાયેલો છે. જીયા ના રૂમ ની દીવાલો થોડા સમય માટે કાળા રંગની થતી હતી જે જોઈને ત્યાં ઉભેલા હેરી, ફેરી, અવધ અને હેમા ના મનમાં ડર ઊભો કરી દેતા હતા. તે લોકો ખૂબ ડરી રહ્યા હતા પણ તેમને પોતાની જાતને સાંભળીને રાખવાની હતી. ફેરી એ હેરી નો હાથ કશી ને પકડી લીધો હતો.

“ હેરી મને ખૂબ ડર લાગી રહ્યો છે સમય પણ હવે પાંચ મિનિટ શેષ બચ્યો છે. જો આ પાંચ મિનિટ માં જીયા એ બનાવેલ પૂતળું નહિ મળે તો! આપડી જેની સાથે શું થશે. હેરી મને ખૂબજ ડર લાગે છે. “

ફેરી આટલું કહીને રડવા લાગી જાય છે. ફેરી ના જેવી જ હાલત ત્યાં ઉભા દરેક લોકો ની હોય છે. ભૈરવનાથ પણ જેની ને બચાવવા માટે પોતાની બધી જ શક્તિઓ લગાવવા માટે પણ તૈયાર હતો. ભૈરવનાથ પણ જેની ને આમ છોકરી બનાવવા માગતો હતો. અચાનક જેની દોડી ને જીયા ના રૂમમાં આવી જાય છે. જેની ભાગતી જઈને જીયા ના કબાટ ને અથડાય છે. જેની એટલી જોરથી જીયા ના કબાટ ને અથડાઈ કે તેના જમણા હાથ ને વાગી ગયું અને તેમાંથી લોહી વહેવા લાગ્યું. જેવું જ જેની નું લોહી નીચે સ્પર્શ ઉપર પડ્યું કે તરત જ પેલા કબાટ માંથી અજીબ અવાજ આવવા લાગ્યા, જે ખૂબજ ડર ઊભો કરે એવા હતા. ભૈરવનાથ સમજી જાય છે કે આ કબાટ ના નીચે કંઇક તો છે. ભૈરવનાથ હેરી અને અવધ ની મદદથી આ કબાટ ને હટાવે છે. કબાટ ના નીચે એક ગોળ સ્પર્શ લગાવેલો હતો જેને ભૈરવનાથ પોતાના હાથે ખોલે છે. ભૈરવનાથ જેવો આ ગોળ સ્પર્શ ને ખોલે છે કે તેમાંથી ઘણા બધા અજીબ જીવ ઉડવા લાગી જાય છે. આ બધું એટલું બધું ભયંકર હતું કે કોઈ સમજી પણ ન શકતું હતું કે આખરે આ બધું શું થઈ રહ્યું છે. હવે ફક્ત બે મિનિટ નો સમય જ શેષ બચ્યો હતો! હજુ સુધી જેની નું પૂતળું પણ ભૈરવનાથ કે તેના પરિવાર ના હાથમાં આવ્યું ન હતું. ફેરી અને હેમા ખૂબજ ડરી રહ્યા હતા એટલે તે પોતાના પતિ હેરી અને અવધ ની બાહોમાં છુપાયેલા હતા.

ભૈરવનાથ આ સ્પર્શ ની અંદર હાથ નાખી ને ચેક કરે છે ત્યારે તેના હાથમાં એક અજીબ પોટલી આવે છે. જે પોટલીને જોઇને ત્યાં ઉભેલા બધા ખૂબજ વિચલિત થઈ જાય છે. હવે એક મિનિટનો સમય શેષ બચ્યો હતો. ભૈરવનાથ જેની ને ઇશારો કરીને તેનો હાથ પકડવા નું કહે છે. જેની નીચે બેસી ને ભૈરવનાથ તાંત્રિક નો હાથ પકડી લે છે. જેની જેવો જ ભૈરવનાથ તાંત્રિક નો હાથ પકડે છે કે તરત જ જેની ના અંદર છુપાયેલી જુલી અને શીલ ની શક્તિઓ ભૈરવનાથ ના શરીરમાં જવા લાગે છે. જેની નું લોહી પેલી અજીબ કાળા રંગની પોટલી ઉપર ટપકાવી દે છે. જેવું જ જેની નું લોહી પેલી કાળા રંગની અજીબ પોટલી સાથે તેનો મિલાવી થયો કે તરત જ પોટલી ની અંદરથી એક કાળા રંગની રોશની બહાર આવીને ભૈરવનાથ ની અંદર સમાઇ જાય છે. જેની ની અંદર સમાયેલી શક્તિઓ અને આ જીયાની કાળી શક્તિઓ હવે ભૈરવનાથ ના શરીરમાં હતી. ભૈરવનાથ ભૂલી ચૂક્યો હતો કે જુલી સાથે તે શીલ ની હૈવાની શક્તિને પોતાની અંદર સમાઇ ચૂક્યો છે. જેની તો આમ ઇન્સાન બની ચૂકી હતી પણ ભૈરવનાથ હૈવાન બની ચૂક્યો હતો. ભૈરવનાથ પાસે ઘણી અભિમંત્રિત શક્તિઓ હતી, જેના લીધે ભૈરવનાથ ઉપર શીલ ની હૈવાની શક્તિ એટલી બધી અસર કરી શકશે નહિ! પણ ભૈરવનાથ એક પહેર માટે હૈવાન બની જશે. ભૈરવનાથ ને પોતાની ઉપર હૈવાની શક્તિ હાવી થવાનો અનુભવ થતાં જ તે જીયા નું ઘર કોઈને કશું કહ્યા વગર જ છોડી દે છે. ભૈરવનાથ ના અચાનક જવાથી કોઈને કંઈ ફેર પડ્યો હતો નહિ કેમકે જેની હવે જુલી અને શીલ ના ચક્કર માંથી મુક્ત હતી.

જેની હવે એક આમ છોકરી બની ચુકી હતી, જેની ખુશી જેની ના માતા પિતા હેરી અને ફેરી ને હતી. જીયા ના માતા પિતા અવધ અને હેમા હવે પોતાની દીકરી જીયા એ કરેલા કૃત્યો થી પોતાના જીવને આઝાદ સમજવા લાગ્યા હતા. જેની ના માતા પિતા આ બધામાં ભૂલી જ ગયા હતા કે આવતી કાલે જેની નો જન્મદિવસ છે અને તેનું T.y BA નું રિઝલ્ટ આવવાનું હતું. જેની હવે ખુશ હતી, જેની ના બે વર્ષ પહેલાં ના જન્મ દિવસથી શરૂ થયેલ જેની નો જાદુ સફર તેના આ જન્મદિવસ ઉપર પૂરો થઈ ચૂક્યો હતો. જેની ના માતા પિતા હેરી અને ફેરી પોતાની દીકરી જેની ને લઈને પોતાના ઘરે વયા જાય છે.

જેની આજે એક આમ છોકરી બની ચૂકી હતી જેના લીધે જેની હવામાં લટકા મારી રહી હતી. જેની આજે હવા સાથે વાતો કરી રહી હતી. જેની ને આજે પોતાની સહેલી જીયાની ખૂબજ યાદ આવી રહી હતી. જેની જીયા થી ખૂબ નારાજ પણ હતી એટલે તે મનોમન નક્કી કરી લે છે કે…

“ હવે જીયા ને હું ક્યારેય પણ યાદ નહિ કરું. પોતાના નજીક ના મિત્રો ભૂલવા અઘરા હોય છે પણ હું એને ભૂલી જઈશ. એને જે મારી સાથે કર્યું એ ભૂલવું શક્ય નથી એટલે માફી તો જીયા ને હું ક્યારેય પણ નહિ આપી શકું. હા હું જીયા ને માફ નહિ કરી શકું. “

જેની ના મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. જેની ખૂબ હતાશ પણ થઈ ચૂકી હતી. જેની ને શું કરવું જોઈએ અને શું નહીં એ પણ જેની સમજી શકતી ન હતી. જેની ને ઉદાસ જોઇને તેની મા ફેરી પૂછે છે.

“ જેની દીકરા, શું થયું? હવે બેટા બધું ઠીક છે. તારે ચિંતા કરવાની પણ જરૂર નથી. બેટા હવે તારે હમેશાં ખુશ રહેવાનું છે.” ફેરી

“ મમ્મી હું ખુશ રહેવા માગું છું, પણ જે મારી સાથે થયું છે એને ભૂલવું મારી માટે એટલું આસાન નથી. મા જેને હું બધું માનતી હતી બહેન , સહેલી એ જીયા એ મારી સાથે આવું કેમ કર્યું હશે!” જેની

“ જેની જેવા જેના વિચાર! તારે હવે વધુ વિચારવાની જરૂર નથી. જેની તું હવે આ બધી જંજટ માંથી આઝાદ છે. હવે તારે આ જરાક પણ જરૂર નથી. જેની હવે તારે ખુશ રહેવાનું છે. કેમકે મારા અને તારી મમ્મી માટે તારી ખુશીથી વધારે કંઈ જ નથી. જે થયું એને ભૂલી જા અને ખુશ રહે હમેશાં. તારા મમ્મી પપ્પા હંમેશા તારી સાથે છે.” હેરી

“ હા બેટા, હું ને તારા પપ્પા હર હંમેશ તારી સાથે છીએ. તારે આ બધું જરાય પણ વિચારવાની જરૂર નથી. જેની અમે આજે જ જમીને તારી સાથે જીમી ના ઘરે જવાના છીએ. અમે નક્કી કર્યું છે કે કાલે તારા જન્મ દિવસની પાર્ટી ઉપર જીમી અને તેનો પરિવાર પણ આપડા ઘરે આવીને તારા આ જન્મ દિવસને યાદગાર બનાવે.” ફેરી

ફેરી ના મોઢે જીમી નું નામ સાંભળતાં જ જેની ના ચહેરા ઉપર ખુશી આવી જાય છે પણ આ ખુશી થોડા જ સમય માં ફરી એકવાર ઉદાસી માં ફેરવાઈ જાય છે. જેની ને ફરી ઉદાસ જોઈ તેની મા ફેરી તેને પૂછી લે છે.

“ જેની શું થયું ? આપડે જીમી ના પરિવારને ન બોલાવવો જોઈએ તારા જન્મ દિવસની પાર્ટી ઉપર!” ફેરી

“ મા જરૂર બોલાવશો પણ…. “ જેની

“ પણ શું દીકરા ?” ફેરી

“ મા શાયદ મે થોડા સમય પહેલા જીમી સાથે કાળા જાદુના વશમાં થઈ જીમી સાથે કંઇક એવું કર્યું હતું, જેના લીધે જીમી મારાથી ખૂબજ નારાજ છે. મા હું જીમી ને કંઈ રીતે કહું આ બધું! એ મારી સાથે વાત કરવા પણ તૈયાર નથી. “ જેની

“ બેટા એ બધું તું મારા અને તારા પપ્પા ઉપર છોડી દે.” ફેરી

“ ઠીક છે મા…. “ જેની

જેની ની ખુશી અને ઉદાસી સાથે થતી વાતો વાતોમાં તેમનું ઘર આવી ગયું હતું. ફેરી જેની ને પોતાના પિતા સાથે બહાર ઉભુ રહેવાનું કહે છે. ફેરી અંદર જઈને એક પાણી ભરેલો લોટો લઈ આવે છે. આ લોટ ને ફેરી જેની ના માથા ઉપર સાત વખત ઉતારીને તે પાણી જેની ના પગમાં રેડી દે છે. હવે જેની ને ઘરમાં આવવાનું કહે છે. જેની તેના પિતા હેરી સાથે ઘરની અંદર આવે છે. જેની નો આંખો પરિવાર ફ્રેશ થઈને પોતાનું રાત્રી ભોજન કરવા માટે બેસી જાય છે. રાત્રી ભોજન પૂરું થતાં જ તે લોકો જીમી ના ઘરે જવા માટે નીકળી જાય છે. જીમી ના ઘરે પોહચી તે દોર બેલ વગાડી અંદર જાય છે.

“ ફેરી બહેન અને હેરી ભાઈ, જેની દીકરા તું કેમ બહાર ઉભી છે અંદર આવી જા! “ જીની ( જીમી ની માતા)

“ કેમ છો જીની બહેન, ઘણા સમય પછી ફરી એકવાર મળીને ઘણી ખુશી થઇ.” ( ફેરી આટલું કહી ને જીની ના ગળે લાગી જાય છે.)

હેરી અને ફેરી જેની ને જીમી ના ઘરમાં લઈ જાય છે. જેની પાસે એટલી હિંમત ન હતી કે તે પોતાના જીમી નો સામનો હવે કરી શકે! જેની પોતાની આંખો ને નીચે તરફ જુકાવિને જીમી ના બેઠક રૂમમાં જઈને બેસી જાય છે. જીમી ના પાપા જીલ હેરી ને જોઇને તેમની આગતા સ્વાગતા કરી ને તેમના ગળે લાગી જાય છે. જીમી હેરી અને ફેરી ના આશીર્વાદ લે છે અને સામે જેની પણ જીની અને જીલ ના પગ છૂંવે છે.

“ હેરી આજે કેમ અચાનક ભૂલો પડ્યો! કંઇ ખાસ છે કે શું? “ જીલ

“ હા કાલે જેની નો જન્મદિવસ છે અને કાલે તેનું T.Y. BA નું રિઝલ્ટ પણ આવવાનું છે. તો કાલે એક મોટી બર્થડે અને જેની ની ડિગ્રી પાર્ટી રાખી છે. તો તમારે બધાને આવવાનું છે. “ હેરી

“ હા અમે જરૂર આવશું. “ જીલ

“ જીલ હું વિચારું છું કે આપડા છોકરાઓ જીમી અને જેની ની કાલે સગાઈ કરી દઈએ. “ હેરી

“ તમે તો મારા મનની વાત કહી દીધી. મને જેની પહેલાથી જ પસંદ છે મારા જીમી માટે. હું તમને વાત કરવાનો જ હતો. “ જીલ

“ તો કાલે કરી દઈએ બંને બાળકો ની સગાઈ? “ હેરી

“ હા હેરી પણ જીમી અને જેની તો તૈયાર છે ને આ સબંધ માટે?” જીલ

“ પાપા મારે જેની સાથે વાત કરવી છે તો હું કરી શકું ?” જીમી

“ હા બેટા કરી આવો. “ હેરી

જીમી અને જેની બંને ઉપર વાત કરવા માટે જીમી ના રૂમમાં જાય છે. જેની ખૂબ જ ગભરાઈ રહી હોય છે કેમકે જેની ખૂબ જ ઉદાસ હોય છે. જીમી નો ગુસ્સો પણ જાયજ હતો.

“ જેની તે મારી સાથે જે કેફેમાં કર્યું એ ઓછું હતું કે તું અહી આ બધો તમાશો કરવા આવી ગઈ.” જીમી

“ મને ખબર નથી ત્યાં મે શું કર્યું પણ એટલું કહી શકું કે મારું મારા ખુદ ઉપર વશ ન હતું. “ જેની

“ શું મતલબ….” જીમી

“ જીમી હું કાળા જાદુ નો શિકાર થઈ ચૂકી હતી. મારા ઉપર આત્માઓ નો વાસ હતો. આ બધું કરનાર બીજું કોઈ નહિ પણ જીયા હતી…..” જેની

જેની પેલા દિવસથી લઈને અત્યાર સુધીનું બધું જ જીમી ને કહી દે છે.

“ જીમી મારો જવાબ હા છે, હા હતો અને હા જ રહેશે. હવે ફેંસલો તારે કરવાનો છે. તારો ફેંસલો મને હર હાલમાં મંજૂર હશે.” જેની

જેની આટલું કહી ને નીચે તેના માતા પિતા પાસે જતી રહે છે. થોડા સમય પણ જેની નો પરિવાર પોતાના ઘરે જવા માટે નીકળી જાય છે. જેની ને ઘરે પહોંચ્યા પછી ઊંઘ આવી ન રહી હતી. જેની નું મન એક k વિચારો કર્યા કરતું હતું કે જીમી ની હા હશે કે ના? થોડા સમય પછી જેની ને ઊંઘ આવી જાય છે.

બીજા દિવસે જેની ના બર્થડે પાર્ટી ની તૈયારીઓ જોરદાર ચાલી રહી હોય છે. થોડા સમયમાં જેની નું રિઝલ્ટ આવે છે અને જેની એ આખી યુનિવર્સિટી માં ટોપ કર્યું હતું. થોડા સમય પછી જેની ની બર્થડે અને સક્સેસ પાર્ટી શરૂ થાય છે અને જીમી તેના પરિવાર સાથે ત્યાં આવી જાય છે. જેની ની બર્થડે કેક કાપ્યા પછી તેની ડિગ્રી ની કેક કાપવામાં આવે છે. હેરી પોતાની દીકરી જેની અને થનારા જમાઈ જીમી ની સગાઈ નું એલાન કરી દે છે. જીમી અને જેની ની સગાઈ થોડા સમયમાં થઈ જાય છે. જીમી જેની ને પોતાની બાહો માં ઉપાડી ને બહાર લઈ જાય છે.

“ જેની મને માફ કરી દેજે. હું તને સમજી ન શકતો કે તારા દુઃખ ને અનુભવી પણ ન શક્યો. “ જીમી

“ કોઈ વાત નહિ જીમી. હું પણ તારી જગ્યા એ હોત તો આવું જ વિચારી ને તને ગલત સમજોત. જે થયું એને ભૂલી જા અને મને પ્રોમિસ કર કે મને હેર હાલ માં ખુશ રાખીશ.”


જીમી અને જેની સગાઈ કરીને ખુશ હતા. થોડા સમય પછી જેની અને જીમી ના લગ્ન થઈ જાય છે. જેની અમે જીમી હવે પોતાની સાથે ખૂબ જ ખુશ હતા.


સમાપ્ત….


આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary