આહવાન - 40 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 40

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૪૦

વિકાસ ત્યાં આંટા મારતો જાણે સવાર પડવાની રાહ જોઈ રહ્યો છે‌ . આજે જાણે અજવાળું પણ થવાનું નામ નથી લઈ રહ્યું. એની ઉંઘ તો આ બધું સાંભળીને જ ગાયબ થઈ ગઈ છે કારણ કે એને રાત્રે મિકિન અને કાજલની વાત સાંભળી અને સાથે એક એવી વાત ખબર પડી છે કે જાણે અજાણે એનાં કારણે પણ મિકિન અને કાજલની આ સ્થિતિ સર્જાઈ છે આ વાતથી એ વધારે દુખી છે‌.

એનો પ્લાન પ્રમાણે તો બધું થયું છે. એ વિચારવા લાગ્યો કે જેવો રિપોર્ટ આવે કે તરત જ એ એ જગ્યાએ પહોંચશે જો એનો પ્લાન કામ કરી જશે તો...!!

ત્યાં જ સ્મિતનો ફરી ફોન આવ્યો ને તરત જ વિકાસે ફોન ઉપાડ્યો.

સ્મિત : " વિકાસ તે કહ્યું એ મુજબ તો બધું થઈ ગયું છે. પણ તને આટલું કેવી રીતે બધું ખબર પડી ?? વિડીયો પણ મોકલી દીધો છે પણ કંઈ જવાબ નથી આવ્યો. "

વિકાસ : " એ મને બધું રાત્રે જ ખબર પડી. અત્યારે અહીં વાત કરી શકાય એમ નથી...પછી આવીશ એટલે બધું કહું છું... કદાચ આપણાં જે સિદ્ધાંત અને પ્રામાણિકતા છે એ જ લોકોને અડચણરૂપ બની રહ્યાં છે આજનાં જમાનામાં. સત્યનો પથ હંમેશાં મુશ્કેલ હોય છે. "

સ્મિત : " ઓકે...ફોન મૂકું છું મારાં નંબર પર કોઈનો ફોન આવી રહ્યો છે પછી હું વાત કરું.."

ફોન મૂકાઈ જતાં વિકાસ ફરી આંટા મારવાં લાગ્યો ને ફરી એક પેશન્ટને કંઈ તફલીક થતાં એ ત્યાં ગયો. ને પોતાનાં કામમાં પરોવાઈ ગયો.

*************

સ્મિતે જોયું તો કંપનીનાં માલિક મિસ્ટર મહેતાનો ફોન છે. સવારનાં સાડાચારે એમનો ફોન જોઈને એ થોડો ગભરાયો. કંઈ થયું તો નહીં હોય ને ત્યાં. જો કે પ્રશાંત જે એટલે ચિંતા નથી.

ફોન ઉપાડતાં જ એમણે કહ્યું, " મિસ્ટર સ્મિત આ બધું શું ચાલી રહ્યું છે ?? મને કંઈ સમજાતું નથી ?? તમારી કોઈ જવાબદારી છે કે નહીં ?? "

સ્મિત : " એટલે તમે શું કહેવા માંગો છો ?? મને કંઈ સમજાયું નહીં... મારે ઈમરજન્સીમાં ઘરે આવવું પડ્યું પણ મેં પ્રશાંતને બધું વ્યવસ્થિત સમજાવ્યું છે. "

મિસ્ટર મહેતા : " પ્રશાંત અહીં હોય તો ને ?? એ તો રાતથી જ અહીં નથી. આટલો મોટો વેક્સિન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને અહીં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી. એ ફેઈલ થશે તો ખબર છે કેટલું નુકસાન જશે ?? "

સ્મિત : " આઈ એમ રિઅલી સોરી. પણ મિકિનભાઈ અને ભાભીનું કિડનેપિગ થયું છે એ લોકો ક્યાં છે એ પણ ખબર નથી એમનો જીવ જોખમમાં છે એટલે મારે ઘરે આવવું પડ્યું "

આ સાંભળીને મિસ્ટર મહેતા થોડાં ઠંડા પડ્યાં એમણે કહ્યું, " કેમ શું થયું છે મિકિનને ?? "

સ્મિત : " એમનું કિડનેપિગ થયું છે. બે દિવસથી એ ઘરે નથી આવ્યાં. એમની ટ્રાન્સફર કરવામાં આવી પછી એ ઑફિસ જવાં નીકળ્યાં હતાં એ પછી ઘરે જ નથી આવ્યાં. "

મિસ્ટર મહેતા : " હા એ ન્યુઝ તો મેં સાંભળ્યા હતાં પણ કદાચ એ ડિપ્રેશન કે ચિંતામાં ક્યાંય જાતે નથી જતો રહ્યો ને ?? કે પછી કંઈ કરી દીધું હોય... "

સ્મિત : " નહીં... બધું પોલિટિકસ ને રમત રમાઈ રહી છે..‌.અત્યારે હું બધું જણાવી શકું એમ નથી ફોન પર...પણ ત્યાં રિસર્ચ સેન્ટર પર કોઈ જવાબદાર વ્યક્તિ નથી એવું તમને કોઈ શંકા થઈ કે તમને કોઈએ સમાચાર આપ્યાં ?? "

મિસ્ટર મહેતા : " ખરેખરમાં વર્ષોથી અમે લોકો ડે નાઈટ પ્રોજેક્ટ ચાલતાં હોય ત્યારે અમે ગમે ત્યારે અડધી રાત્રે પણ સરપ્રાઈઝ વિઝીટ પર આવીએ છીએ...પણ આજે તો કોઈ અજાણ્યા નંબર પરથી મને ફોન આવ્યો હતો એટલે હું આવ્યો હતો. "

સ્મિત: " મને કંઈ સમજાતું નથી એ એમ કહ્યાં વિના કેવી રીતે ત્યાંથી જઈ શકે. આ તો આટલી સિરીયસ મેટર બની એટલે બાકી હું મારાં પ્રોજેક્ટ માટે ઘણાં દિવસો સુધી ઘરે પણ આવતો નથી કેટલાંય દિવસો સુધી ઘરે વાત પણ નથી કરતો. હું આ બધી જ વસ્તુની ગંભીરતા સમજું છું. "

મિસ્ટર મહેતા : " આ તો હું અચાનક એ ફોન આવતાં વિઝીટ પર આવ્યો તો ખબર પડી કે અહીં તો પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટવાળાં બધાં જ અહીં બહાર બેસીને ગપાટા મારી રહ્યાં છે કોઈ સોશિયલ ડિસ્ટન્સ જેવું જ નથી. આગળથી કોઈ પણ ઈન્કવાઈરી આવશે તો અમારાં આખાં પ્રોજેક્ટ અને બધાં જ રુપિયા પર પાણી ફરી વળશે."

સ્મિત : " તમારી વાત એકદમ સાચી છે. પણ પ્રશાંત મને કહ્યાં વિના ગયો જ કેવી રીતે મને એ જ સમજાતું નથી. આ કંઈ નાની વસ્તુ નથી કોઈને કંઈ થઈ જશે તો ?? મિસ્ટર મહેતા હું આપને થોડી જ વારમાં તમારી સાથે ફરીથી વાત કરું...." ફોન મૂકીને તરત જ સ્મિતે પ્રશાંતને ફોન લગાડ્યો તો એનો ફોન સ્વિચ ઓફ સતત સ્વીચ ઑફ આવી રહ્યો છે.

સ્મિતે મોબાઈલમાં નેટ ચાલું કરીને વોટ્સએપ ચાલું કર્યું કે કદાચ કોઈ ઈમરજન્સી હોય ને કદાચ ફોન ના લાગ્યો હોય અને એણે મેસેજ કર્યો હોય. પણ એક પણ મેસેજ પણ નથી. એણે પ્રશાંતના ઓપ્શનલ નંબર પર પણ ટ્રાય કરી જોયો એ પણ બંધ આવી રહ્યો છે.

સ્મિત બહું ચિંતામાં આવી ગયો. એણે ત્યાં જવું પણ જરૂરી છે અત્યારે કહે પણ કેવી રીતે ?? મુસીબતમાં સમયમાં એ જતો રહેશે તો બધાંને કેવું લાગશે ?? અને વળી આ પ્રોજેક્ટ એનું સપનું છે અને સાથે જ કરોડો દેશવાસીઓની જિંદગી માટે જરૂરી છે.

એણે વિશાખાને રૂમમાં બોલાવીને બધી વાત કરી કે એણે અત્યારે જ જવું પડશે... આટલાં મોટાં પ્રોજેક્ટમાં જો આપણી કંઈ પણ ભૂલને લીધે કંઈ થશે તો બહું મુશ્કેલી સર્જાઈ જશે.

વિશાખા : " તું આ વાત બધાંની સામે કર તો કંઈ એનો ફોડ પડે. કદાચ મને લાગી રહ્યું છે કે આ પણ કોઈ સામાન્ય ઘટનાં નથી. તું જ કહેતો હતો ને કે પ્રશાંત બહું વ્યવસ્થિત છોકરો છે તો એ આવું કેવી રીતે કરી શકે ?? એને કદાચ કંઈ કારણ હોય તો એની પાસે તારાં બંને નંબર છે જ તો જણાવે અથવા મેસેજ પણ છોડી શકે ને... "

સ્મિત : " હા મને પણ હવે એવું કંઈ લાગી રહ્યું છે ઉંડે ઉંડે...પણ વિકાસ પણ જાણે અજાણે આ સાથે કંઈ કહી રહ્યો હતો એટલે કંઈ મોટું કારણ છે આની પાછળ...પણ એવું કંઈ અમારાથી તફલીક હોય તો અમને કંઈ કરે ને એને શું કામ ?? "

વિશાખા : " એ તો હવે એમને ખબર..."

પછી બંને જણાં બહાર આવ્યાં. સ્મિતે બધાંની સામે આ વાત કરી.

ભાગ્યેશભાઈ : " તું પ્રશાંતને કેટલાં સમયથી ઓળખે છે ?? એનું બેકગ્રાઉન્ડ શું છે ?? "

સ્મિતે બધું જણાવ્યું. પછી ભાગ્યેશભાઈ બોલ્યાં, " એક કામ કર તું અત્યારે ત્યાં પહોંચ. મને એવું લાગે છે કે કદાચ એણે તને કંઈ ખોટું કહ્યું છે."

સ્મિત : " મને કંઈ સમજાતું નથી...પણ હું હાલ જાઉં છું..." ને ફટાફટ સ્મિત ગાડી લઈને નીકળી ગયો.

************

રિકેન : " દાદુ વાયર તો સરખો કર્યો પણ કંઈ અવાજ આવતો નથી ??

ભાગ્યેશભાઈ : " હવે આ નીરવતા મારી ચિંતામાં વધારો કરી રહી છે... શું કરશું હવે ?? હવે કાજલનો જીવ મુશ્કેલીમાં છે એ ચીપને સમયસર કાઢી નહીં શકે બધાંની વચ્ચે તો એને કંઈ પણ થઈ શકે છે. "

અંજલિ : " તે આપેલો નંબર તો બરાબર છે ને વિધિ ?? "

વિધિ : " હા આન્ટી..."

અંજલિ : " આમાં મોબાઈલમાં વિડીયો તો કોઈએ જોયો છે એ બતાવે છે તો સામે કોઈ રિએક્શન કેમ નથી ?? "

શશાંકભાઈ : " બેટા તું તારાં પપ્પાનાં નંબર પર ફોન કરે તો??"

વિધિ : " મને કોઈ પ્રોબ્લેમ નથી પણ એ ઉપાડશે કે કેમ કે પછી ઉપાડ્યા પછી સાચું કહેશે કે કેમ એ ખબર નથી..."

વિશાખા : " પ્રયત્ન કરવામાં શું વાંધો છે ?? "

વિધિ : " હા એ બરાબર...પણ પહેલાં આ પ્રશાંત કોણ છે જેની તમે વાત કરી રહ્યાં હતાં હમણાં ?? "

ભાગ્યેશભાઈ : " એ તો અંકલની કંપનીનો વ્યક્તિ છે..."

વિધિ : " એની સરનેમ કહો ને..."

વિશાખા : " કદાચ ગજ્જર...છે..કેમ શું થયું ઓળખે છે તું એમને ?? "

વિધિ : " નિયોન ફાર્મામાં વર્ક કરે છે અંકલ ?? "

વિશાખા : " હા પહેલાં પણ અત્યારે બીજી કંપનીમાં છે..."

વિધિ : " જો કદાચ મારી શંકા ખોટી ન હોય તો એ મારાં મામા છે..."

ભાગ્યેશભાઈ : "હમણાં જેનો અવાજ હતો એ ?? "

વિધિ : " નહીં...એ તો બીજાં મામા છે..."

એ સાથે જ વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો. બધાં એકબીજાંની સામે જોવાં લાગ્યાં.

શું પ્રશાંત પણ રમત રમી રહ્યો હશે ?? શું હશે એનું મિશન ?? બધાંને પરેશાન કરનાર આ લોકોનું લક્ષ્ય શું હશે ?? મિકિન અને કાજલ પાછાં ફરીથી ઘરે પહોંચી શકશે ખરાં ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૪૧

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.......