આહવાન - 37 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહવાન - 37

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૩૭

કાજલ અને મિકિન એ સિક્રેટ વિલાનાં સામે ધૂંધળા દેખાતાં અંધારાં રસ્તા તરફ ધીમે ધીમે પહોંચ્યાં ત્યાં જ પાછળથી કોઈએ આવીને બંનેને કસીને પકડી લીધાં.

બંનેએ પાછળ જોયું તો બંને સંપૂર્ણપણે નખશીખ એક બ્લેક જેકેટ, બ્લેક ફેસમાસ્ક અને ગ્લોવ્ઝથી ઢંકાયેલા છે...!!

એ બંનેમાંથી કોઈ કશું બોલ્યું નહીં પણ એમાનાં એક વ્યક્તિએ કાજલને અને બીજાને મિકિનને કહીને પકડી દીધો અને બે બંદૂક તાકીને બંનેનાં બંનેની સામે ધરી દીધી. અને એમાંનો એક વ્યક્તિ બોલ્યો, " જરાં પણ ચાલાકી કરવાની કોશિષ ન કરતાં અહીં જ ઉડાડી દઈશ બંનેને..."

મિકિન : " કોણ છો તમે લોકો ?? શું કામ તમે લોકો આવું કરી રહ્યાં છો ?? મને કંઈ સમજાતું નથી. "

એક વ્યક્તિ બોલ્યો, " શું તમારા હાથ પગ છૂટી ગયાં એટલે તમને એમ કે અહીંથી ભાગી જશો ?? પણ અહીં તો શ્વાસ પણ મને પૂછીને લેવો પડે છે....એમ તમને અહીંથી જીવતાં જવાં દઈશું અમે ?? "

કાજલ : " મને ખબર છે તમે બે જણાં કોણ છો ?? મયુર તને તો હું ઓળખી જ ગઈ છું...પણ આ મિસ્ટર અરોરાની જગ્યાએ બીજું કોઈ છે....એ મને ખબર ન પડી..."

મિકિન : " મયુર ?? મતલબ....કોણ ?? "

મયુર : " હા હું જ આ કાજલનો આશિક...એનો પહેલો પતિ‌‌....હવે ફરી કાજલ મારી બનવાની છે.., બરાબરને કાજલ ?? "

કાજલ કે મિકિન બેમાંથી કોઈ પણ આ વિશે કંઈ પણ બોલ્યું નહીં.

મિકિન : " અને મિસ્ટર અરોરા ?? "

કાજલ : " હા, એ જ તારી જગ્યાએ આવેલા નવાં કમિશનર....!! તને આટલાં દિવસથી ઉલ્લું બનાવીને તારી સાથે એકદમ સારો વ્યવહાર કરનાર વ્યક્તિ.... "

મિકિનને તો બે ઘડી કંઈ સમજાયું જ નહીં...એ તો મયુરની સામે જોતો જ રહ્યો.

મયુર : " તું મારી સાથે પાછી આવીશ એવું નાટક કરતી હતી ને ?? શું મને ખબર નહોતી પડી એવું તને લાગ્યું હતું...બસ હું તારી વાત માનું એનાં માટે તું મને તારી નજીક આવવા પ્રેરી રહી હતી... તું કદાચ પુરુષોની દુખતી નસ પર નિશાન તાકી રહી હતી...કે છોકરી મળે...અને એનો સુંદર દેહ મળે એટલે બધું એ ભૂલી જાય...!! ભલે એ વાત સાચી છે કે હું તને બહું પ્રેમ કરતો હતો ને હજું પણ કદાચ કરું છું....પણ અત્યારે એનાંથી અનેકગણી મારાં મનમાં બદલાની ભાવના ભરેલી છે... તે મને એ રીતે છોડીને મારાં મનમાં બદલાની ભાવના બરાબર સરભર કરી દીધી હતી. ત્યારથી જ મેં તારો પ્રેમ એક ખુણામાં ધરબાવીને મારી જાતને તારાંથી દૂર કરીને તારી સાથે બદલો લેવાનું નક્કી કર્યું હતું...."

કાજલ : " મેં તને એમ જ નહોતો છોડ્યો એ પણ તને ખબર છે....કોઈ નાનું કારણ તો નહોતું જ...!! "

મયુર : " પણ તું અત્યારની મારી ચાલને સમજી ન શકી કે હું એ શું કરવાં કરી રહ્યો હતો...એક જ મિનિટમાં કહીને એણે પોતાનાં મોબાઈલમાં એક વિડીયો શરું કરીને મિકિન અને કાજલને બતાવ્યો.

કાજલ : " આ શું છે ?? આ વિડીયો તો...?? થોડાં સમય પહેલાંનો...અને બધું ?? મિકિન આ બધું ખોટું છે...હા આગળ જે હતું એ બરાબર છે પણ મેં એને મારી નજીક આવવા દીધો ફક્ત તારાં સુધી પહોંચવા માટે...પણ અમૂક જે સીન છે એવું કશું જ બન્યું નથી અત્યારે અમારી વચ્ચે... પ્લીઝ આની વાત માનીશ નહીં....એ આપણને બંન્નેને છુટાં પાડવાં આ બધું કરી રહ્યો છે જેમ મેં એને ડિવોર્સ આપીને એને એકલો કરી દીધો હતો. "

મિકિન કંઈ બોલે પહેલાં મયુર બોલ્યો, " કોણ તારી વાત માનશે ?? આનો મતલબ કે મિકિનને બચાવવાં હું કહું તો તું મારી સાથે સૂઈ પણ શકે છે‌....પાછી એમ કહેતી હતી ને કે મિકિન તો મને પસંદ નથી હું મજબૂરીમાં એની સાથે રહું છું... તારાં આ બેવડાં વાક્યો પર કોણ વિશ્વાસ કરશે ?? "

કાજલે સીધું મયુરનું ગળું પકડીને કહ્યું, " મયુર આ વિડીયો અત્યારે જ ડિલીટ કર.... તે આમાં બધું એડિટ કર્યું છે આ જમાનામાં આવું બધું કરવું બહું સહેલું છે...પણ તું ડિલીટ નહીં કર નહીં તો હું તને છોડીશ નહીં...."

મયુર : " હવે બહું મોડું થઈ ગયું છે કાજલ ઉપાધ્યાય..."

હજું સુધી શાંત ઉભો રહેલો મિકિન બોલ્યો, " મતલબ ?? તું શું કહેવા માગે છે ?? "

મયુર : " બે જ મિનિટ..." કહીને એણે મોબાઈલમાં જ બધી જ ચેનલ પર મેઈન ન્યુઝ તરીકે ચાલી રહેલા સમાચાર શરું કરીને બતાવ્યાં...એ જોઈને મિકિન અને કાજલ બેય જણાં ચોંકી ગયાં.

મિકિન : " તું અત્યારે જ આ બધું બંધ કરાવ મયુર... નહીં તો સારું નહીં થાય...તારે જે કરવું હોય મને કર...કાજલને આ રીતે બદનામ કરીને એનાં ચારિત્ર્ય પર કોઈ પણ આંગળી ચીંધે એવું હું જરાં પણ નહીં ચલાવી લઉં...!! "

મયુર : "મેં તો એનાં માટે બધી ન્યુઝ ચેનલને આટલાં રુપિયા આપ્યાં છે એમ થોડી રૂપિયા જવાં દઈશ કંઈ ?? "

કાજલ તો આ જોઈને રીતસરની રડી પડી. હજું સુધી બહું મક્કમ બનીને મિકિન માટે લડી રહેલી કાજલ પોતાનાં ચારિત્ર્ય પર કલંક લાગી રહ્યું છે એ જોઈને જાણે ઢીલી પડી ગઈ. એને શું કરવું કંઈ સમજાયું નહીં એ બોલી, " ઘરે બધાં જોશે તો શું વિચારશે ?? એમની સામે હું જઈશ કેવી રીતે ?? "

મિકિન : " તું ચિંતા ન કર... હું છું તારી સાથે તને કોઈ કંઈ નહીં કહી શકે....!! "

મયુર : " અહીંથી બહાર પહોંચશો તો ને ?? તને ફરીથી પોતાની કમિશનરની ખુરશી જોઈએ એમ ને ?? પણ એ તારું સપનું કદી શક્ય નહીં બને. "

હજું સુધી શાંત રહેલો બીજો વ્યક્તિ બોલ્યો, " આ શાસન અમારું છે... અહીંની તમામ વસ્તુઓ અમારી ઈચ્છા મુજબ ચાલે છે...દરવાજા પણ અમારી મરજી વિના ખુલી શકતાં નથી... અહીં કોઈ અમારી મરજી વિના આવી પણ શકતું નથી ને જઈ પણ શકતું નથી...."

કાજલ : " તો હવે શું કરવાનું છે ?? "

એટલામાં જ એક જોરદાર બૂટના અવાજ સાથે મિસ્ટર અરોરા ત્યાં આવ્યાં ને જોરજોરથી હસવા લાગ્યા. ને બોલ્યાં, " કેવી લાગી સરપ્રાઈઝ મિકિન ઉપાધ્યાય ?? "

મિકિન તો એમને આ બદલાયેલાં રંગરૂપમાં જોઈને હેબતાઈ જ ગયો. એ બોલ્યો, " પણ તમને તો ને આ બધી સતા મળી ગઈ છે હવે તમને મારાથી શું તફલીક છે ?? મેં કોઈનું કંઈ બગાડ્યું નથી તો મારા આટલાં દુશ્મનો કે જે મારો જીવ લેવા પાછળ પડ્યા છે એ જ મને સમજાતું નથી."

મિસ્ટર અરોરા : " એ તો તારી સારાઈ અને ભલમનસાઈ મને નડી રડી છે કે કોઈ પણ કારણો બતાવીને તારી ખુરશી તો મેં મેળવી લીધી પણ હજું સરકાર તો ફરી તને એ ખુરશી માનભેર આપવાની વિચારણામાં છે...પછી મારે શું કરવાનું ?? અને આ તારી પત્ની કાજલ એની આ મોહક કાયાનો મોહ હજું પણ આ મયુર છોડી શકતો નથી.. પહેલાં તો મને પણ હતું શું કોઈ સ્ત્રીમાં એવો પાગલ થયો છે પણ એને જોઈને તો હવે થાય છે કે એ જરાં પણ ખોટો નથી..."

મિકિન : " ખબરદાર જો એક વાક્ય પણ આગળ બોલ્યાં તો...કાજલ વિશે...એ કોઈ જાહેર મિલકત નથી કે કોઈ પણ એનાં પર હક જમાવે...અને પ્રેમ એ તમારાં મતે એક દની ભૂખ જ છે... આવાં ભૂખ્યાં વરૂઓ ખબર નહીં કેટલાં હશે દુનિયામાં... હું પણ પુરુષ છું આ બધું જ જરૂરી છે પણ કોઈ સ્ત્રીની ઇજ્જત દાવ પર લગાડીને ?? તમને જરા પણ પસ્તાવો નથી...."

ત્રીજો એ વ્યક્તિ બોલ્યો, " ભગવાને એક શક્તિ આપી છે એને વાપરો.... વપરાયાં વિના બધું નકામું છે.."

કાજલ : " પણ તમે તમારી ઓળખાણ ન આપી મહાશય ??"

એ વ્યક્તિ બોલ્યો, " એ ઓળખાણની કોઈ જરૂર નથી ફક્ત તમારો લાડકો દિયર આવશે એ મને ઓળખી જશે‌..એણે મારું જીવવું હરામ કરી દીધું છે...પણ હું એને સીધી રીતે નહીં પણ એનાં બહું જ વ્હાલાં ભાઈભાભીની આ હાલત જોઈને તડપતો જોવાં માગું છું...."

સ્મિતને કંપનીમાં થયેલાં પ્રોબ્લેમ પરથી મિકિનને લાગ્યું કે એની કંપનીનું કોઈ વ્યક્તિ હશે...એટલે એણે કહ્યું, " સ્મિત ?? એણે તારું શું બગાડ્યું છે ?? "

એ બોલ્યો, " એ તો એ આવશે એટલે બધું ખબર પડી જશે..."

એ સાથે જ મિસ્ટર અરોરા, મયુર અને ત્રીજાં વ્યક્તિએ મળીને મિકિનને પકડી દીધો...

સંભળાતી વાતચીતમાં ફક્ત કાજલનો અવાજ આવી રહ્યો છે, " છોડો મિકિનને... પ્લીઝ એને છોડી દો...ને ત્યાં જે બંદુકમાંથી ગોળી છૂટવાનો અવાજ આવ્યો ને તરત જ મિકિન.. મિકિન..કાજલનો અવાજ સંભળાયો ને એકદમ શાંતિ છવાઈ ગઈ...!!

શું મિકિનને હંમેશાં માટે પોતાની જિંદગી ગુમાવવી પડશે ?? આટલાં ટૂંકા સમયમાં એનાં પરિવારજનો શું કરશે ?? મિકિન અને કાજલને પાછાં લાવીશ શકશે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૩૮

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.......