Wolf Dairies - 38 books and stories free download online pdf in Gujarati

વુલ્ફ ડાયરીઝ - 38

સવારે ઘરનો બેલ વાગતા પ્રિયાએ દરવાજો ખોલ્યો. દરવાજા પર કોઈક ડ્રાઈવર ઉભો હતો.

“ક્રિસ બાબા..” તેમણે પ્રિયાને જોઇને કહ્યું.

“કોણ છે?” બહાર આવતા ક્રિસએ કહ્યું.

“રામભાઈ.. તમે અચાનક?” ક્રિસએ કહ્યું.

“ક્રિસ બાબા સાહેબ કારમાં તમારી રાહ જોવે છે. જલ્દી ચાલો.” રામભાઈએ કહ્યું.

“રાહુલના ડ્રાઈવર છે. કાકાને કામ હશે. હું આવું.” પ્રિયાને કહી ક્રિસ ઘરની બહાર ઉભેલી કારમાં બેસી ગયો.

“ડેડ... તમે અહી?” કારમાં બેસતા જ ક્રિસને આંચકો લાગ્યો.

“કેમ? હું મારા એકના એક છોકરાને મળવા પણ ના આવી શકું?” રાકેશભાઈએ હસતા કહ્યું.

પણ ક્રિસએ સામે કઈ કહ્યું નહિ.

ક્રિસ રાજેશભાઈ સાથે બહાર નીકળ્યો. બંને બાપ દીકરા રાહુલના ઘરે એટલે ક્રિસના કાકા કેયુરભાઈના ઘરે પહોચ્યા.

“આપણે અહી કેમ આવ્યા છીએ?” ક્રિસને તેના પિતાનું વર્તન કંઇક અજીબ લાગ્યું.

“હા આ બધું અજીબ છે. તું પણ હંમેશા વિચારતો હોઈશ કે હું હંમેશા તારાથી દુર કેમ રહું છું? તું અહી કેમ અલગ રહે છે? તારી મા સાથે શું થયું હતું? આ બધા જ સવાલો તારા મનમાં હશે જ. જેનો હું આજે જવાબ આપવા માંગું છું.” ક્રિસ રાજેશભાઈની વાત સાંભળી રહ્યો હતો.

“આ તરફ..” બંને રાહુલના ઘરના એક ખૂણામાં બનેલા ખાનગી રૂમમાં પ્રવેશ્યાં.

ક્રિસ, રાહુલના ઘરમાં આ પહેલા ઘણી વાર આવ્યો હતો, પણ તેને ક્યારેય આ રૂમ જોયો નહોતો. તેમાં જાત જાતના હથિયાર, તીર, બંદુકો બધુ પડ્યું હતું.

“બેટા, વર્ષો પહેલા એક રાજા પાસે ચંદ્રમણી હતો. જે એને તેના ઇષ્ટદેવએ તે રાજાની ભક્તિથી ખુશ થઈને ભેટ કર્યો હતો. તે મણીમાં પરમ શક્તિઓ હતી. જે અસાધારણ હતી. એ મણી રાજાએ વુલ્ફ એટલે કે નરભેડિયા અને વેમ્પાયર એટલે કે ખૂન પીતા પિશાચોથી પોતાના રાજ્યના લોકોની રક્ષા કરવા માટે લીધો હતો. એ મણી એક વરદાન હતી અને શ્રાપ પણ. જો એ મણી કોઈ વુલ્ફ કે વેમ્પાયરના હાથમાં આવી જાય તો તે ખુબ જ શક્તિવાન થઇ જાય તેવી એની બનાવટ હતી. એ ખોટા હાથમાં ના આવી જાય તે ડરથી રાજાએ તે મણીને ક્યાંક છુપાવી દીધો. રાજાની દીકરી એક જાદુગરની હતી. માત્ર એ વંશની એક જાદુગર સ્ત્રી જ એ મણીને શોધી શકતી હતી. રાજકુમારી પોતાના જાદુથી બધાની હંમેશા મદદ કરતી. એક સમયની વાત છે તે રાજકુમારીને એક વુલ્ફ સાથે પ્રેમ થઇ ગયો. તે એની મદદથી ચંદ્રમણી મેળવવા માંગતો હતો. રાજકુમારીની સાથે તેના રક્ષકો હતા. એ રક્ષકોએ ચંદ્રમણીને સુરક્ષિત રાખવા માટેની કસમ ખાધેલી હોય છે. જે પેઢી દર પેઢી આગળ ચાલતી હોય છે. તે વુલ્ફ મણી મેળવવામાં સફળ થયો નહિ પણ તેને રાજકુમારીને મારી નાખી. એ પછી વુલ્ફ અને રક્ષકો એકબીજાના દુશ્મનો બની ગયા.” રાજેશભાઈએ બધું જ જણાવ્યું.

“સારી વાર્તા છે. તો એનાથી મારે શું?” ક્રિસએ કહ્યું.

“બેટા આપણે એ રક્ષકોના વંશમાં જન્મ્યા છીએ. હું, તારા કાકા, રાહુલ અને તું આપણે બધા જ રક્ષકો છીએ.” ક્રિસના ખભા પર હાથ મુકતા રાજેશભાઈએ કહ્યું.

“પપ્પા તમે પણ શું બકવાસ વાર્તાઓ પર વિશ્વાસ કરી રહ્યા છો?” ક્રિસએ હસીને કહ્યું.

“તારી મા પણ એક રક્ષક હતી. તેની હત્યા એક વુલ્ફએ કરી હતી.” ક્રિસની માનો અંતિમ વિધિ પહેલાનો ફોટો બતાવતા તેમણે કહ્યું.

ક્રિસની મમ્મીના ચહેરા પર નખના નિશાન હતા. આ જોઈ ક્રિસની આંખમાં આંસુ આવી ગયા.

“આ વાત સાચી છે. આપણે બધા રક્ષકો છીએ.” પાછળથી આવતા કેયુરભાઈએ કહ્યું. તેમની સાથે રાહુલ પણ હતો.

તેમની વાત પર વિશ્વાસ આવતા ક્રિસએ હામાં માથું હલાવ્યું.

“અને તું અત્યારે જે છોકરી સાથે રહી રહ્યો છે તે પણ એક વુલ્ફ છે.” રાજેશભાઈએ ક્રિસને બીજો આંચકો આપ્યો.

“શું..? પ્રિયા વુલ્ફ..? આવું કઈ રીતે બની શકે..” ક્રિસ પોતાની જાતને સંભાળી ના શક્યો.

“હા ક્રિસ. પ્રિયા એક વુલ્ફ છે. અને અંકલને જોયા પછી એ બધું સમજી જાત એટલે એ એની સામે ના આવ્યા.

“એમની સાથે આપણી કોઈ દુશ્મની નથી હવે. ડોક્ટર ગાયત્રી એક વુલ્ફ છે પણ તેમની સાથે આપણી સમજુતી થયેલી છે. તે લોકો આપણને નુકશાન નથી પહોચાડતા. એ છતાં સાવધાન રહેવું જરૂરી છે. પ્રિયા તારી મિત્ર હોય એનાથી મને કોઈ વાંધો નથી. પણ તે આપણા ઘરમાં રહે તે ઠીક નથી. તારું પ્રિયાથી દુર રહેવું જ યોગ્ય રહેશે.” રાજેશભાઈએ ક્રિસને સમજાવતા કહ્યું.

ક્રિસ હા કહીને બહાર નીકળી ગયો.

તે બહાર નીકળીને કેટલાય સમય સુધી રડતો રહ્યો. હવે આગળ શું કરવું તે એને સમજાઈ નહોતું રહ્યું.

“મેં કેટલાય વર્ષો પછી કોઈકને પોતાની નજીક આવા દીધું હતું. મેં તને કેટલો પ્રેમ કર્યો છે, તે હું ક્યારેય તને સમજાવી પણ નહિ શકું પ્રિયા. તો પછી આ બધું કેમ? મારી સાથે જ આ બધું કેમ થયું..?” રડતા ક્રિસ વિચારી રહ્યો હતો.

અચાનક ફોન રણકતા ક્રિસનું ધ્યાન તે તરફ ગયું. પ્રિયાના ઘણા જ બધા મેસેજ અને કોલ આવી ગયા હતા.

“હમણાં જ મારા ઘરે મળ મને.” ક્રિસએ પોતાના ફોનમાં એક નંબર ડાયલ કરતા કહ્યું.

ઘરનો ડોરબેલ વાગતા જ પ્રિયાએ દોડીને દરવાજો ખોલ્યો.

સામેનું દ્રશ્ય જોઇને પ્રિયા હલી ગઈ. ક્રિસ જેસ સાથે તેની કમર પકડીને દરવાજા પર ઉભો હતો.

ક્રિસ અને જેસ નશામાં હતા. પ્રિયા કઈ બોલે તે પહેલા જ ક્રિસ તેને લઈને પોતાના રૂમમાં જતો રહ્યો. પ્રિયા તેમની પાછળ ગઈ.

“ક્રિસ.. શું થયું તને?” પ્રિયાએ તેની પાસે જઈને કહ્યું.

“ક્રિસ આ અનાથ આશ્રમને તું તારા ઘરમાં કેમ રાખે છે?” હસીને જેસએ કહ્યું.

“મારી પાસે આટલા બધા પૈસા છે. તો આ એક ખૂણામાં પડી રહે તો મને શું વાંધો હોઈ શકે.” હસીને ક્રિસએ જવાબ આપ્યો.

“દુર રહે તું એનાથી. ક્રિસ શું થયું છે? તું મને જણાવ. પ્લીસ આમ કઈ પણ ના બોલીશ.” જેસને દુર ખસેડીને પ્રિયાએ ક્રિસનો હાથ પકડતા કહ્યું.

“શું થયું છે? કઈ પણ તો નહિ.” પોતાનો હાથ છોડાવતા ક્રિસએ કહ્યું.

“મને લાગ્યું તું મને પસંદ..” આંસુ રોકતા પ્રિયાએ હિંમત કરીને કહ્યું.

“પસંદ..? ક્રિસ ભાગવતની પસંદ એક અનાથ આશ્રમ હશે? તે આવું કઈ રીતે વિચારી લીધું પ્રિયા? તને તો પહેલા દિવસથી ખબર છે કે હું કેવો છોકરો છું. હું બસ તારી જોડે રમતો હતો કેમકે તું મને બીજી છોકરીઓ કરતા અલગ લાગી. હવે તું પણ પ્રેમના નામે મારા ગળે વળગે છે. એટલે હવે તું મને નથી જોઈતી.” ક્રિસની વાત સાંભળી પ્રિયા ત્યાંથી ભાગીને પોતાના રૂમમાં જઈને રડવા લાગી.

“હવે તારે જવું જોઈએ જેસ. આપણે કાલે મળીશું.” જેસ સામે જોઇને ક્રિસએ પોતાનું દુઃખ છુપાવતા કહ્યું.

જેસના ગયા પછી ક્રિસ પણ પોતાના રૂમને બંધ કરીને રડતો રડતો જ સુઈ ગયો.

સવારે પણ તે વહેલા જ ઉઠી ગયો હતો. કંઇક અવાજ આવતા તે બહાર નીકળ્યો.

“ક્યાં જાય છે?” પ્રિયાને બેગ લઈને ઉભેલી જોતા ક્રિસએ કહ્યું.

“દાદીની સારવાર માટે હું અહી હતી. હવે એ નથી રહ્યા. તો અહી હવે મારું કોઈ કામ નથી. આપણી પરીક્ષા પણ પતી ગઈ છે. હવે વેકેશન છે. તો હું મારી હોસ્ટેલ પાછી જઈ રહી છું. અને આમ પણ આપણા વચ્ચેની રમત પણ તો પતી ગઈ છે. બાય.” કહીને પ્રિયા બહાર નીકળી ગઈ.

“કાશ હું તને રોકી શકતો પ્રિયા..” પ્રિયાને જતા જોઈ ક્રિસએ મનમાં કહ્યું.

“કાશ તું મને રોકી લે..” પાછળ ફર્યા વગર આંસુ લુછતી પ્રિયા ત્યાંથી જતી રહી.

****

● ફર્જ અને પ્રેમ વચ્ચે ક્રિસ કોને પસંદ કરશે?

● શું પ્રિયા અને ક્રિસ વચ્ચેની આ નફરત દુર થશે?

●શું ક્રિસ પ્રિયાને સચ્ચાઈ જણાવી શકશે?

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED