વુલ્ફ ડાયરીઝ - 37 Mansi Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વુલ્ફ ડાયરીઝ - 37

ક્રિસને માથા પર હાથમાં બધે જ પાટા બાંધ્યા હતા. આંખ નીચે પણ તેને વાગ્યું હતું.

તે ભાનમાં આવી ગયો હતો. ક્રિસની આવી હાલત જોઈ પ્રિયાના પગ ધીમા પડી ગયા. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ક્રિસ પાસે જઈને પ્રિયાએ તેના માથા પર હાથ ફેરવ્યો.

“તું ઠીક..” બોલતા પ્રિયાના ગાળામાં ડૂમો બાઝી ગયો.

ક્રિસે હાથ લંબાવી પ્રિયાના આંસુ લૂછ્યા.

પ્રિયા રડતા રડતા તેને વળગી ગઈ.

“હવે હું ઠીક છું.” પ્રિયાના માથામાં હાથ ફેરવતા ક્રિસએ કહ્યું.

“કેવો છે મારા વાઘ?” રૂમમાં આવતા રાહુલે કહ્યું.

પ્રિયા અને ક્રિસ એકબીજાથી અલગ થયાં.

“દાદી? દાદીને કેવું છે?” ક્રિસને અચાનક યાદ આવતા તેને પૂછ્યું.

પ્રિયા, રાહુલ, સેમ બધા એકબીજા સામે જોઈ રહ્યા. શું જવાબ આપવો તે મૂંઝવણ અનુભવતા કોઈ કઈ બોલી જ ના શક્યું.

“તમે બધા કઈ બોલતા કેમ નથી? દાદી ઠીક તો છે ને?” ચિંતામાં ક્રિસએ કહ્યું.

“ક્રિસ... દાદી... દાદી હવે..” પ્રિયા બોલી રહી હતી.

“બોલને.. દાદી શું? રાહુલ તું તો બોલ ભાઈ.” અધીરાઈથી ક્રિસએ કહ્યું.

“દાદી હવે.. આપણી વચ્ચે નથી રહ્યા.” રાહુલએ ધીમેથી કહ્યું.

“નથી રહ્યા.. શું મતલબ નથી રહ્યા? શું બોલે છે તું રાહુલ. પ્રિયા તું.. તમે લોકો ખોટું કહો છો..” હાથમાંથી ચડતી બોટલ ખેચીને ક્રિસ રૂમની બહાર જવા લાગ્યો.

બધા જ ક્રિસના આમ કરવાથી ગભરાઈ ગયા.

“ક્રિસ... ક્રિસ ઉભો રહે..” બધા તેની પાછળ બહાર દોડ્યા.

ચાલતા ચાલતા ચક્કર આવતા ક્રિસ ત્યાં જ નીચે પડી ગયો.

“ક્રિસ.. સંભાળ તારી જાતને.” કહી પ્રિયા અને રાહુલએ તેને ઉઠાવ્યો.

ક્રિસ બેભાન થઇ ગયો હતો. ડોક્ટરએ તેને ફરી દવાઓ આપી અને બે દિવસ ઉભા થવાની ના કહી.

“પ્રિયા.. દાદીની અંતિમવિધિ માટે મારે ઘરે જવું પડશે. ક્રિસના પપ્પા પણ આવી ગયા છે.” રાહુલએ ધીમેથી કહ્યું.

“તું જા. હું છું અહી ક્રિસ પાસે.” બેભાન ક્રિસ તરફ જોતા પ્રિયાએ કહ્યું.

“હું પણ અહી જ છું, ચિંતા ના કરીશ.” સેમએ કહ્યું. હકારમાં માથું હલાવી આંસુ લૂછતો રાહુલ ત્યાંથી નીકળી ગયો.

સવાર સુધી પ્રિયા તેની પાસે જ બેસી રહી.

“પ્રિયા.. દાદી પાસે લઇ જા મને.. મારે એમની સાથે વાત કરવી છે.” સવારે ઉઠતા સાથે જ ક્રિસએ કહ્યું.

“ક્રિસ.. મને ખબર છે આ ખરાબ સમય ચાલી રહ્યો છે. તારે હિંમત રાખવી જ પડશે.” પ્રિયાએ ક્રિસનો હાથ પકડતા કહ્યું.

“એમણે મને મોટો કર્યો છે. મમ્મી પછી એમને જ મને સંભાળ્યો છે. ડેડ તો હંમેશા ના બરાબર જ રહ્યા છે. મારી ભૂલના કારણે તેમણે જીવ ગુમાવ્યો. મારાથી આ સહન નથી થઇ રહ્યું પ્રિયા.. મને આ દુઃખથી બચાવ..” ક્રિસ પ્રિયાને વળગીને રડવા લાગ્યો.

“હું છું તારી સાથે. તું શાંત થઇ જા. તારો એમાં કોઈ વાંક નહોતો. એ બસ એક એક્સીડેન્ટ હતું. તું એ વિશે હમણાં વધારે ના વિચારીશ.” ક્રિસને પાણી આપી પ્રિયાએ શાંત કર્યો.

આમને આમ બે દિવસ પસાર થઇ ગયા. ક્રિસની હાલતમાં હવે સુધાર હતો. પ્રિયા ઘરે ગઈ હતી. ક્રિસને આજે ઘરે લાવવાનો હતો એટલે.

જેવી પ્રિયા ક્રિસના ઘરે ગઈ તેવા જ ક્રિસના પપ્પા હોસ્પિટલ પહોચ્યા. એટલે તે બંને એકબીજાને મળી શક્યા નહિ.

“કેવું છે હવે?” ક્રિસ પાસે ટેબલ પર બેસતા રાજેશભાઈએ કહ્યું.

“સારું.” ધીમેથી ક્રિસએ કહ્યું.

“હું આજે દિલ્હી જઉં છું. તું અહી એકલો રહે એના કરતા ત્યાં મારી સાથે ચાલ.” રાજેશભાઈએ કહ્યું.

“મારા મિત્રો અહી છે. અને મારી પરીક્ષાઓ પણ ચાલુ થવાની છે. મને અહી જ ફાવશે.” શાંતિથી ક્રિસએ કહ્યું.

“તને ઠીક લાગે એમ.” કહી રાજેશભાઈ ઉભા થયાં.

ક્રિસ પણ કઈ ના બોલ્યો. કેમકે આના થઈ વધારે તેને બીજી કોઈ આશા રાખી પણ નહોતી.

“તારી મા મારી ગઈ ત્યારે મને એવું લાગતું હતું કે તેના મૃત્યુ માટે હું જવાબદાર છું. હું એટલે જ તારી સામે નહોતો આવી શકતો. હું પોતાની જાતને ગુનેહગાર માનતો હતો. તારી આંખો જયારે મને પૂછતી કે મા ક્યાં છે? તો હું એ સહન નહોતો કરી શકતો. એટલે મેં તને તારી દાદી પાસે રહેવા દીધો. હું નથી ઈચ્છતો કે મારી જેમ તું પણ અપરાધભાવમાં આખું જીવન દુખી થતો રહે. મેં અહી ટ્રાન્સફર માટે કહ્યું છે ઓફિસમાં. મને આશા છે કે આપણે જલ્દી જ સાથે હોઈશું.” ક્રિસને બાથ ભરી તેમણે કહ્યું.

ક્રિસ પહેલી વાર પોતાના પિતાને વળગીને રડ્યો. રાજેશભાઈ ત્યાંથી જ દિલ્હી જવા માટે નીકળી ગયા.

રાહુલ અને સેમ ક્રિસને લઈને ઘરે આવ્યા. ક્રિસ ચુપચાપ પોતાના રૂમમાં જતો રહ્યો.

“આપણે એને થોડો સમય આપવો પડશે. શરીરના ઘાવ તો ભરાઈ જતા હોય છે, પણ દિલના ઘાવ ભરતા વાર લાગશે.” પ્રિયાએ ક્રિસને જતા જોઇને રાહુલને કહ્યું.

“કઈ પણ કામ હોય તો અમને બંનેમાંથી કોઈને પણ ફોન કરજે. અમે આવી જઈશું.” કહીને રાહુલ અને સેમ પોતપોતાના ઘરે નીકળી ગયા.

પ્રિયા સવાર સાંજ ક્રિસને જમાડતી અને તેનું ડ્રેસિંગ પણ કરતી. પણ ક્રિસ સાવ ચુપ થઇ ગયો હતો. તે કઈ જ બોલતો નહોતો.

“બસ બહુ થયું..” વિચારીને પ્રિયાએ પોતાનો બધો જ સમાન પેક કર્યો. અને ક્રિસના રૂમમાં આવી.

“ક્યાય જાય છે?” પ્રિયાના હાથમાં પકડેલા બેગ સામે જોઈને ક્રિસએ પૂછ્યું.

પ્રિયા કઈ પણ બોલ્યા વગર પોતાના કપડા ક્રિસના કબાટમાં ગોઠવવા લાગી.

“પ્રિયા તું તારો સામાન અહી... કેમ?” ક્રિસએ પ્રિયાનો હાથ પકડતા કહ્યું.

“હું તને આમ નહિ જોઈ શકું.. મારે તારી સાથે રહેવું છે.” માથું નીચું કરી પ્રિયાએ કહ્યું.

“પ્રિયા આ બધું ઠીક નથી... તું અહી...” ક્રિસએ પ્રિયાનો ચહેરો પકડીને પોતાની તરફ કર્યો. પણ પ્રિયાની આંખમાંથી વહેતા આંસુ જોઇને તે આગળ કઈ બોલી શક્યો નહિ.

તે પ્રિયાથી દુર ખસીને બહાર નીકળવા ગયો.

“ક્રિસ.. પ્લીસ..” પ્રિયાએ ક્રિસની કમર ફરતે પાછળથી જ પોતાના હાથ વીટાળી દીધા.

“પ્રિયા..” ક્રિસએ તેને છોડવાનો પ્રયત્ન કર્યો.

પણ પ્રિયાએ મજબુતીથી તેને પકડી રહી.. અને નાના બાળકની જેમ રડવા લાગી.

“ઓકે. પ્લીસ રડીશ નહિ. મને પણ તારો સાથ જોઈએ છે.” પ્રિયા તરફ ફરીને તેને બાહોમાં લેતા ક્રિસએ કહ્યું.

પ્રિયા અને ક્રિસ એકબીજાની ખુબ નજીક આવી ગયા હતા. પ્રિયા આખો દિવસ ક્રિસની સાથે રહેતી. તેનું પૂરું ધ્યાન રાખતી. સ્કુલની છેલ્લી પરીક્ષા નજીક જ હતી એટલે બંને ઘરે જ સાથે વાંચતા. ક્યારેક રાહુલ અને સેમ પણ તેમની સાથે વાંચવા આવતા. બધા જ ક્રિસને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા. ક્રિસના ઘાવ પણ ભરાઈ ગયા હતા.

જેસ પણ હવે ઠીક થઇ ગઈ હતી. ઘણા દિવસથી ક્રિસ સ્કુલ ગયો નહોતો. તેને મળવા જેસ અચાનક જ કહ્યા વગર ક્રિસના ઘરે આવી ગઈ. ક્રિસ ત્યારે ઘરના ધાબા પર રાહુલ સાથે ઉભો હતો.

જેસ ક્રિસના રૂમમાં પ્રવેશી. પણ ત્યાં પહેલાથી જ પ્રિયા અને સેમ બેઠા હતા.

“તું અહી એના રૂમમાં શું કરી રહી છે?” ગુસ્સાથી બુમ પાડીને જેસએ કહ્યું.

“હું અહી જ રહું છું. તું અહી શું કરી રહી છે?” પ્રિયાએ શાંતિથી કહ્યું.

“તારી કિંમત હું તને બતાવું...” પ્રિયા તરફ હાથ ઉઠાવતા જેસ બોલી રહી હતી.

તેના અવાજથી ક્રિસ અને રાહુલ નીચે આવી ગયા.

જેસ પ્રિયાને થપ્પડ મારવા જઈ જ રહી હતી કે પ્રિયાએ તેનો હાથ પકડી લીધો. અને જોરથી જેસના પેટ પર લાત મારી. આમ અચાનક થયેલા હુમલા માટે જેસ તૈયાર નહોતી. તે સામે પડેલા ટેબલ પર જઈને અથડાઈ.

“તારી આટલી હિંમત..” ગુસ્સામાં જેસ ફરી પ્રિયા તરફ વધી.

જેસએ તેનો હાથ પકડી મચકોડી નાખ્યો અને એક જોરદાર લાફો તેના ગાલ પર જડી દીધો. એના અવાજથી રાહુલ, ક્રિસ અને સેમ પણ સમસમી ગયા.

પ્રિયાએ હજુ પણ જેસનો હાથ છોડ્યો નહોતો. તેને ઉંધી ફેરવી પ્રિયાએ તેના ઘૂંટણ પર પોતાનો પગ માર્યો. આમ ઝાટકો લાગતા જેસ નીચે ઢળી પડી.

“હું ચુપ છું.. એનો મતલબ એ નથી કે હું કમજોર છું. મારા પર ફરી હાથ ઉપાડ્યો તો હોસ્પિટલ સુધી પહોચી શકે એવી હાલત પણ નહિ રહે. સમજી?” કહી પ્રિયા રૂમની બહાર નીકળી ગઈ.

“આ આપણી પ્રિયા જ છે ને?” આંખો પહોળી કરતા રાહુલએ કહ્યું.

“હું પણ એ જ વિચારું છું. તમે બંને જેસને ઘરે મૂકી આવો. કાલે મળીએ.” ક્રિસ પ્રિયા પાછળ ગયો.

“તારાથી દુર રહેવું પડશે હવે મારે. નહિ તો તું મારા પણ હાડકા તોડી નાખીશ.” પ્રિયા પાસે જઈને બેસતા ક્રિસએ કહ્યું.

“આ પહેલા હું આર્મી સ્કુલમાં હતી. મને લડતા આવડે છે.” રૂમમાં સુવાની તૈયારી કરતા પ્રિયાએ કહ્યું.

“જેસએ તો તને ઘણી વાર મારી છે. તો આ પહેલા તે એને કેમ કઈ ના કર્યું?” ક્રિસએ પ્રિયાની નજીક આવીને કહ્યું.

“કેમકે તારા માટે એ જરૂરી હતી.” ક્રિસની આંખોમાં જોઇને તેને કહ્યું.

“મારા માટે તો તું સૌથી વધુ જરૂરી છે.” પ્રિયાના કપાળને ચૂમતા ક્રિસએ કહ્યું.

ક્રિસના આમ કરવાથી પ્રિયાને આશ્ચર્ય થયું.

“હવે સુઈ જઈએ?” કહીને પ્રિયા સોફા તરફ વધી.

“પ્રિયા.. આજે મારી સાથે સુઈ જા ને.” ક્રિસએ તેનો હાથ પકડ્યો.

પ્રિયાએ શરમાઈને હકારમાં માથું હલાવ્યું.

બંને વાતો કરતા કરતા ક્યારે સુઈ ગયા તેનું તેમણે ધ્યાન જ ના રહ્યું.

****

● શું રાજેશભાઈ પ્રિયા અને ક્રિસના પ્રેમને સ્વીકારશે?

● જેસ પ્રિયા જોડે બદલો લેશે?

ક્રમશઃ