વુલ્ફ ડાયરીઝ - 39 Mansi Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વુલ્ફ ડાયરીઝ - 39

“વુલ્ફ ક્યારથી માણસો માટે રડવા લાગ્યા?” પ્રિયાને રડતા જોઈ અક્ષયએ કહ્યું.

અક્ષયના અવાજથી પ્રિયા ભૂતકાળના વિચારોમાંથી બહાર આવી.

“એવું કઈ નથી હું તો બસ..” પ્રિયા કહી રહી હતી.

“મને ખબર છે. તને ક્રિસ પસંદ છે.” હસીને અક્ષયએ કહ્યું.

“માત્ર પસંદ હોવાથી પ્રેમ સફળ નથી થઇ જતો. હું વુલ્ફ છું. હું કઈ રીતે એની પસંદ બની શકું?” દુઃખી થતા પ્રિયાએ કહ્યું.

“ક્યારેક આપણે સામે વાળા તરફથી નિર્ણય કરી લેતા હોઈએ છીએ. આપણે એમને એક મોકો તો આપવો જ જોઈએ ને?” અક્ષયએ પ્રિયા પાસે બેસતા કહ્યું.

“આ તું કહી રહ્યો છે? જે હંમેશા પંછીથી દુર ભાગે છે એ?” પ્રિયાએ કહ્યું.

“હા. તને ખબર છે, હું પંછીને જોઉં ત્યારે મને મારો ભૂતકાળ યાદ આવે છે. મને ડર લાગે છે કે હું એને ખોઈ નાખીશ. અને કદાચ એ બધું જાણી જશે તો એ મને નફરત કરશે. હું એટલે જ એનાથી દુર ભાગું છું. બની શકે કે એના માટે હું ખતરો હોઈશ. પણ શું એ મારા વગર સુરક્ષિત હશે? અને એનું મન જે માત્ર મને પ્રેમ કરે છે એનું શું?” અક્ષયએ વિચારીને કહ્યું.

“હા તારી વાત સાચી છે. પણ આપણે એમના માટે સારા નથી. એ આપણા કરતા વધારે સારાના હકદાર છે.” માથું ઝુકાવતા પ્રિયાએ કહ્યું.

“એમનું સારું ખોટું આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? જીવન એમનું છે તો એમને જ નક્કી કરવા દે ને. આ માણસો છે.. આમને મજા સારા કે સાચામાં નહિ.. ખોટામાં જ મળતી હોય છે. અને જો ખોટું વ્યક્તિ એમને ખુશી આપતું હોય તો એમાં વાંધો જ શું છે?” કહીને અક્ષય ત્યાંથી જતો રહ્યો.

પ્રિયા આગળ કઈ બોલી શકી નહિ.

****
“આ તો બહુ જ ખોટું થયું સેમ. જેસના લીધે પ્રિયા અને ક્રિસ કોઈ કારણ વગર જ અલગ થઇ ગયા.” પંછીએ સેમની વાત પૂરી થતા કહ્યું.

સેમએ પ્રિયા અને ક્રિસ વચ્ચે જેસ આવી ગઈ તેથી તે બંને અલગ થયાં એવું જ જણાવ્યું. કારણ કે સાચું તો તે પણ નહોતી જાણતી.

“હા. અમને પણ ત્યારે બહુ દુઃખ થયું હતું. પણ આપણે આમાં શું કરી શકીએ?” નિરાશ થતા સેમએ કહ્યું.

“મારી પાસે એક આઈડિયા છે. આપણે પ્રિયા અને ક્રિસને નજીક લાવવાની કોશિશ કરીએ તો કેવું રહેશે?” ખુશ થતા પંછીએ કહ્યું.

“ખુબ સારો વિચાર છે. આપણે જલ્દી જ એ બંનેને એક કરી દઈશું.” સેમએ કહ્યું.

થોડાં દિવસ સુધી બધા જ પરીક્ષામાં વ્યસ્ત રહ્યા. જેવી પરીક્ષાઓ પૂરી થઇ તેવા જ બધા કેન્ટીનમાં ભેગા થયાં.

“આખરે... આજે આપણે પરીક્ષામાંથી આઝાદ થયાં.” સેમના ખભા પર માથું મુકતા રાહુલએ કહ્યું.

“હા.” બધા એક સાથે બોલી ઉઠ્યા.

“આપણે બધાએ ક્યાંક બહાર જવું જોઈએ. શું કહેવું છે મિત્રો?” ક્રિસએ પોતાનો વિચાર રજુ કર્યો.

“ના. અમારી પાસે એક સારા સમાચાર છે.” શરમાતા સેમએ કહ્યું.

“શું?” પ્રિયાએ પૂછ્યું.

“તમને બધાને તો ખબર જ છે કે મારા મમ્મી પપ્પા છે નહિ. મારા અંકલએ જ મને મોટી કરી છે. તો એ આવતા અઠવાડિયે પેરિસથી આવાના છે. તો મારી અને રાહુલની સગાઇ એ દિવસ નક્કી કરી છે.” ખુશ થતા સેમએ કહ્યું.

ખુશીથી બધા જ બુમો પાડવા લાગ્યા.

“અને તમે બધા જ એમાં આમંત્રિત છો.” સેમને ખભેથી પકડતા રાહુલએ કહ્યું.

“એ તો તું ના કહેતો તો પણ અમે આવી જાત.” રાહુલને ગળે લગાવતા ક્રિસએ કહ્યું.

“દોસ્તો.. મારી વાત સાંભળો. તમને તો ખબર છે ને કે હું અહી ઘર રાખીને એકલી રહું છું. તો તૈયારી કરવા માટે બીજું કોઈ સાથે છે નહિ. તમે લોકો જ મારો પરિવાર છો. તો શું તમે બે દિવસ મારા ઘરે આવીને રહેશો?” સેમએ કહ્યું.

“આ પણ કઈ પૂછવાની વસ્તુ છે? અમે આવી જઈશું.” પંછીએ ખુશ થતા કહ્યું.

બધા જ બહુ ખુશ હતા.. સગાઈની તૈયારી કરવા માટે બધા જ સેમના ઘરે બે દિવસ રોકવા માટે પહોચી ગયા હતા.

“યાર સગાઈના કામ તો બધા થતા રહેશે.. પણ આપણે કંઇક યાદો તો બનાવવી જોઈએ ને?” ઘરના આંગણામાં ખુરશીઓ લઈને બેઠેલા બધાને જોઇને પંછીએ કહ્યું.

“હા યાર આપણે કંઇક નવું કરીએ.” સેમએ પ્લાન મુજબ એક્ટિંગ શરુ કરી.

“શું નવું કરવું છે?” પ્રિયાએ કહ્યું.

“આપણે બધા થપ્પો રમીએ. એમાં બહુ મજા આવશે.” પંછીએ વિચાર રજુ કર્યા.

“હા ચાલો. હું દાવ આપું. જલ્દી છુપાઈ જાઓ.” ઉભા થતા સેમએ કહ્યું.

“એક... બે... ત્રણ..” સેમ ઉંધી ફરીને આંખો બંધ કરીને ગણવા લાગી.

ક્રિસ જે રૂમમાં છુપાયો ત્યાં જ પંછીએ પ્રિયાને મોકલી દીધી.

અને પંછીએ તેમના પ્લાન મુજબ બહારથી રૂમનો દરવાજો બંધ કરી દીધો. બાકી બધા અલગ અલગ જગ્યાએ છુપાઈ ગયા.

“સોરી.. હું બીજે ક્યાંક છુપાઈ જઉં.” ક્રિસને જોઇને પ્રિયા દરવાજો ખોલવા ગઈ. પણ દરવાજો ખુલ્યો નહિ.

“આ બહારથી બંધ થઇ ગયો છે.” જોર લગાવતા પ્રિયાએ કહ્યું.

“હું આવું છું...” સેમએ બહારથી જ કહ્યું.

“ચુપ.....” ક્રિસએ પ્રિયાની નજીક આવી તેના હોઠ પર આંગળી મૂકી. અને ચુપ રહેવાનો ઈશારો કર્યો.

સેમ ઉપર ધાબા તરફ શોધવા ગઈ. તેનો અવાજ બંધ થતા ક્રિસએ આંગળી હટાવી.

પ્રિયાએ તેની તરફથી પોતાનું મોઢું ફેરવી લીધું.

“આમ નજીકથી આટલા મહિના પછી તને જોઉં છું.. મારાથી આમ નજરો ના ફેરવ. તારી આ નફરત હવે મારાથી સહન નથી થઇ રહી.” પ્રિયાના હાથ પકડતા ક્રિસએ કહ્યું.

“તારાથી સહન નથી થઇ રહ્યું? શું સહન કરે છે તું? તને તો જેસ જરૂરી લાગે છે ને? તો મારી નફરતથી તને કેમ આટલો ફર્ક પડવા લાગ્યો?” પ્રિયાએ પોતાના હાથ છોડાવતા કહ્યું.

“તું નહિ સમજી શકે. અને હું સમજાવવા ઈચ્છતો પણ નથી.” પ્રિયાથી દુર ખસતા ક્રિસએ કહ્યું.

“હું નથી સમજતી? તે મારી સાથે એવો ખરાબ વ્યવહાર કર્યો એ છતાં હું બધું જ ભૂલીને તમારા ગ્રુપમાં આવી. જેથી તું દુઃખી ના થાય. મેં એ બધા જ દુઃખ એકલીએ સહન કર્યા, જે મારા ભાગના નહોતા. તું ઈચ્છતો હતો ત્યારે મને પોતાની સાથે રાખી. અને પછી એવી રીતે છોડી દીધી જાણે કઈ હતું જ નહિ. તો પણ હું કઈ પણ કહ્યા વગર તારાથી અલગ થઇ ગઈ, માત્ર તારી ખુશી માટે. એ છતાં હું તને નથી સમજતી?” ક્રિસને પોતાની તરફ ફેરવતા પ્રિયાએ કહ્યું.

“વાત એ નહોતી પ્રિયા. તને શું લાગે છે એ બધું કરીને મને ખુશી મળી હશે? જેસ બસ એક રસ્તો હતી. તને પોતાનાથી દુર કરવા માટે. હું શું કહેતો ત્યારે તને...” નીચું જોઇને ક્રિસએ કહ્યું.

“સાચું. સાચું કહેતો. કે હું એક વુલ્ફ છું અને તું એક રક્ષક છે. એ જાણ્યા પછી તે મારા પ્રેમને ઠુકરાવી દીધો.” પ્રિયાની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.

“તું જાણે છે?” ક્રિસને આંચકો લાગ્યો.

રડતા પ્રિયાએ હામાં માથું હલાવ્યુ.

“મને માફ કરી દે. મેં મારા જીવનમાં બસ તને જ પ્રેમ કર્યો છે પ્રિયા. આ બધું મારા માટે બહુ જ આઘાતજનક હતું. મને નહોતું સમજાઈ રહ્યું કે હું શું કરું. મને તારી ચિંતા હતી. હું ડરતો હતો કે મારા લીધે તું મુશ્કેલીમાં ના મૂકી જાય. પણ હવે મને કોઈ ડર નથી. મને બસ તું જોઈએ છે. જીવનભર માટે. હું તને ખુબ જ ચાહું છું.” પ્રિયાનો હાથ પકડીને રડતા ક્રિસએ કહ્યું.

“હું પણ તને ખુબ જ ચાહું છું ક્રિસ.” ક્રિસને ગળે વળગતા પ્રિયાએ કહ્યું.

આટલામાં સેમએ દરવાજો બહારથી ખોલ્યો. બાકી બધા જ પકડાઈ ગયા હતા.

“લાગે છે બીજા કોઈકને પણ સગાઇ કરવાની ઉતાવળ છે.” બંનેને આમ સાથે જોઈ ખુશ થતા પંછીએ કહ્યું.

પ્રિયા અને ક્રિસ તેમને જોઈ અલગ થયા.

****

● શું ક્રિસ હવે જેસને છોડી દેશે?

● ક્રિસ અને પ્રિયાના સંબંધ વિશે જાણ્યા પછી રાજેશભાઈ શું કરશે?

ક્રમશઃ