વૈશ્યાલય - 16 MaNoJ sAnToKi MaNaS દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વૈશ્યાલય - 16

મનમાં અનેક પ્રશ્નો ઉઠવા લાગ્યા, થોડીક ધ્રુજારી પણ શરીરમાં આવી ગઈ હતી. મનમાં જ બોલવા લાગી કે,"કઈક ચોરી નો બનાવ તો નહીં હોય ને..? જો એવું હોય તો આરોપ મારા પર આવે. મારા જેવા નાના માણસ પર જ આંગળી ચીંધવામાં આવે." મેં થોડુંક અચકાયને પોલીસવાળા ભાઈ ને પૂછ્યું, " હે, સાહેબ શુ થયું છે...?" પેલો મારી સામે જોતો રહ્યો. પછી કહ્યું ," તારે શુ કામ છે...? અંદર તપાસ ચાલુ છે ને.... મોટા સાહેબ બહાર આવશે એટલે ખબર પડી જશે...?" એનો અવાજ કડક હતો સખ્તાઈપણું હરેક શબ્દમાં હતું." મેં આગળ વાત કરવાનો પ્રયાસ કર્યો, "સાહેબ ચોરી નું તો કઈ નથી ને...?" એની આંખો થોડી લાલ થઈ અને બરાડા પાડતો હોઈ એમ બોલ્યો, " તારે શુ કામ છે એ કહે ને... ક્યારની સવાલો કર્યા કરે છે. તારે જવું છે જેલમાં..?" "ના સાહેબ મારે નથી જવું હવે નહિ બોલું કશું..." હું ગભરાઈ ગઈ હતી. આ સાહેબ લોકો ખોટા આરોપ લગાવી જેલમાં પુરી દે. હું જેલમાં જવું તો મારી માં નું શુ થાય...? બસ હું તો સાવ ચૂપ રહી ઘરની બાજુમાં પથ્થરનો ઓટલો હતો ત્યાં બેસી ગઈ.

મોટા સાહેબ બહાર આવે એની રાહ હતી. અંદર થી થોડો મોટો અવાજ આવતો હતો. શેઠાણી કકડી રહી હોઈ એવું લાગતું હતું. શેઠના છોકરા નો રડવાનો અવાજ આવતો હતો. અંદર શુ ચાલી રહ્યું છે એ જ વિચાર આવતા હતા. કઈ શેઠજી એ આત્મહત્યા તો નહીં કરી હોય ને...? ના.. ના.. એવું ન વિચારાય. એમના થકી તો ઘર ચાલે છે, આ મગજ પણ કેવું છે કે અપશુકન જ વિચારે છે. પણ સ્થિતિ એવી જ બની રહી હતી. ત્યાં એક પોલીસમેન ઘર માંથી બહાર આવ્યો. ગાડી પાસે ઉભેલા પોલીસમેન પાસે આવી કઈક ફુસુરફુસુર વાતો કરવા લાગ્યો. બે'ક વાર મારી તરફ બન્ને એ જોયું. હું ગભરાઈ ગઈ, મને તો કઈ નહિ કહેને..

ત્યાં જ ધારણા સાચી પડી, મને એક પોલીસવાળા એ બોલાવી, હું ધીરે ધીરે પગલાં ભરતો અનેક વિચારો મગજમાં ફેરવતી એમની પાસે ગઈ.

"હા, સાહેબ બોલો..."
"તું અહીંયા કેટલા સમયથી કામ કરેશ.." રુઆબ સાથે અંદરથી આવેલો પોલીસવાળો બોલ્યો.
"લગભગ અગિયાર વર્ષ થઈ ગયા સાહેબ, હું અને મારી માં બન્ને અહીંયા જ કામ કરી છીએ..."
"તો તારા મમ્મી ક્યાં છે...?"
"ઘરે છે સાહેબ, એમની તબિયત સારી નથી તો થોડા દિવસથી આવતા નથી... પણ સાહેબ બન્યું શુ છે...?"
પેલા એ કશું જવાબ આપ્યા વગર પોતાની પૂછપરછ ચાલુ રાખી.
"આ શેઠનો છોકરો કેવો છે...? એટલે કે એનો વ્યવહાર કેવો છે...? કોઈ ખરાબ આદત ખરી...?"
થોડુંક વિચારી મેં એમને અચકાતા અચકાતા જવાબ આપ્યો,"સાહેબ શેઠને કહેતા નહિ તો હું કહું..."
પોલીસવાળો પણ શાંત રહી આશ્વાસન આપતો હોય એમ બોલ્યો, "અરે ચિંતા ન કર કોઈને નહિ કહી."
"સાહેબ, નાના શેઠ ખૂબ સિગારેટ પીવે છે, દારૂ પણ એટલો પીવે, રોજ કોઈ નવી નવી છોકરી ઘરે આવે, ભગવાન જાણે રૂમમાં શુ કરતા હોય. પણ સાહેબ મારુ નામ ન આપતા હો, અમારી રોજીરોટી એમના ઘરના કામ કરવાથી ચાલે છે સાહેબ..."
"અરે તું બેફિકર રહે, તને કશું નહીં થાય, તું મને એ કહે કે કાલે એ ઘરે હતો કે નહીં..."
"ના કાલે એ પોતાના મિત્રો સાથે ગાડી લઈ ગયા હતા. કામ પૂરું થયું પછી હું નીકળી ગઈ, મારા ગયા પછી શું બન્યું એ કશું ખબર નથી મને."
થોડુંક વિચારતો હોઈ એમ પોલીસમેન શાંત અને ગંભીર મુદ્રામાં ઉભો રહ્યો. અચાનક બોલી ઉઠ્યો, " એનો રૂમ તું સાફ કરે છે..."
"હા, સાહેબ હું જ કરું છું, ખૂબ જ વેરવિખેર બધું પડ્યું હોઈ છે."
"તે રૂમમાં સફેદ પાઉડર પડેલો ક્યારેય જોયો..."
થોડું યાદ કરવા લાગી, જેવું યાદ આવ્યું એ તરત જ બોલી નાખ્યું, " હા, બે'ક વાર એવી પાઉડર મેં જોયો, એકવાર એક કાગળ પર ચપટી જેટલો પડ્યો હતો, મેં કચરો સમજી એને નાખી દીધો, એ આવી મને કહે, ' અહીંયા પાઉડર હતો એ જ્યાં ગયો.' હું સાવ ભોળી મને કશું ગતાગમ નહિ એટલે ઉત્સાહથી મેં કહ્યું, " નાના શેઠજી એ તો મેં કચરામાં નાખી દીધો...' એ ગુસ્સામાં જ બોલી ગયો, "તારા પુરા ખાનદાનનું કિંમત કરી તો પણ એટલા પાવડરની ચપટી પણ ન આવે અને તે નાખી દીધો.' હું ગભરાય ગઈ હતી, "સાહેબ માફ કરો મારાથી ભૂલ થઈ ગઈ." એ ગુસ્સામાં ને ગુસ્સામાં મને લાત મારી ચાલ્યો ગયો."
આટલું સાંભળી પોલીસવાળા ને સંતોષ થયો હોય એમ લાગ્યું, "જા હવે તું ત્યાં બેસી જા." હું ફરી એ જ જગ્યા પર આવી બેસી ગઈ. પણ મને પૂરો મામલો શુ છે એ જ ખબર ન પડી, આમાં કઈક પેલા સફેદ પાઉડરનો મોટો રોલ છે એવું મને લાગ્યું. પોલીસવાળા પણ કશું મને કહેતા ન હતા કે મામલો શુ છે. મોટા માણસના ઘરનો મામલો છે એટલે નાના કોન્સ્ટેબલ તો માત્ર પાયડળીયા જ હોઈ છે. એમને તો ઉપરથી મોટા સાહેબ કહે એમ કરવું પડે.

ત્યાં જ મોટા સાહેબ, શેઠ અને શેઠાણી બહાર આવ્યા. " હવે ધ્યાન રાખજો, આતો એમપી સાહેબનો પર્સનલ ફોન આવ્યો એટલે બધું ભિનું સંકેલી લઈ છીએ હવે આવું ન બનવું જોઈએ." રુઆબ સાથે આટલું બોલી મોટા સાહેબ ગાડીમાં બેઠા. " જી સાહેબ હવે ધ્યાન રાખીશું સાહેબ." શેઠ અને શેઠાણી ગળગળા થઈ હાથ જોડી ઉભા રહ્યા. ગાડી જતી રહી, મને શેઠાણીએ બોલવું કહી દીધું આજ રજા છે. કાલે આવજે, અમારે બહાર જવાનું છે બધાને.." "જી બહેન બા..." કહી હું ઘરે જવા નીકળી ગઈ. પણ મગજમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો હતો, ' થયું શુ છે, કઈક તો મોટું છે જે સાંતળવાના પ્રયાસ થયા છે, બાકી શેઠ કઈ આમ હાથ જોડે એવા નથી.' વિચારતા વિચારતા ઘર આવી ગયું એ ખબર જ ન હતી. માણસ વિચારમાં વધુ ચાલે છે. એવું ક્યાંક સાંભળ્યું હતું મેં.....

(ક્રમશ:)