વૈશ્યાલય - 15 SaHeB દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વૈશ્યાલય - 15

ભરત અને અંશ ત્યાં બેસી ગયા. ચમેલી જતી રહી હતી. એક દર્દનાક ઘટનાના સાક્ષી બન્યા હોઈ એવી ભયભીતતા બન્નેના ચહેરા પર છવાઈ ગઈ હતી. આઝાદ ભારતની જુલ્મ સહેતી નારીઓ આમ જ ચહેરા પર હાસ્ય સજાવી પોતાના દર્દને ઢાંકી દેતી હોઈ છે. વૈશ્યાલયના નિર્માણ આજના નથી અનેક સદીઓ થી ચાલ્યા આવે છે. ધનવાનો અને રાજા ની વાસના સંતોષવા અનેક નારીઓ આ દલદલમાં ગરકાવ થઈ ગઈ છે. અને જે નારીઓમાં હિંમત હતી એ મોતને ભેટી પોતાની આબરૂ અને ઈજ્જત પર દાગ નથી લાગવા દીધો. એકવીસમી સદીની શરૂઆત થઈ ચૂકી છે. પણ નારીઓને હજુ પણ અમુક સમાજમાં આઝાદી નથી મળી, એમના નારીત્વને પગ નીચે કચડી નાખવામાં આવે છે. 3 વર્ષની બાળકી થી લઈ ને 70 વર્ષ ની વૃદ્ધ સ્ત્રીઓ પર આજે અનેક બળાત્કારના કિસ્સા સાંભળવા મળે છે. રાત્રીના અંધકારમાં આજે પણ સ્ત્રીઓ જતા ડરે છે. કેટલી અમાવ્યતા પુરુષમાં આવી ગઈ કે પોતાની સગી દીકરી પર બાપે રેપ કર્યાના આપણા સમાજમાં દાખલા છે. આજ સુધી રેપ કરનારના પરિવારજનો એ રેપીસ્ટ પર હાથ નથી ઉપાડ્યો, પરંતુ એમના બચાવમાં અનેક ખર્ચા કરી વકીલને નીમ્યા છે. સાત સાત વર્ષ નીકળી જાય છે ગુન્હેગાર ને સજા આપતા. અને આ સમયગાળા અનેક બીજી અનેક નિર્દોષ છોકરીઓ પુરુષની હવસનો શિકાર બની ચૂકી ગઈ છે. આવા વિચાર કરતો અંશ મૌન ધારણ કરી બેઠો હતો. પોતાના સમાજ અને પુરુષત્વ પર ગ્લાનિ અનુભવી રહ્યો હતો. બન્ને યુવાનો ને સામે મૌન બેઠાલ જોઈ વૃદ્ધા બોલી, " કેવો અનુભવ થયો અંદર જોયા પછી...? કઈક જાણવા મળ્યું કે નહીં..?"

અંશ અને ભરત વિચારી રહ્યા હતા શુ જવાબ આપવો, અંશ થોડી હિંમત કરી બોલ્યો, "હા, મૌસી જોયું અંદર, બે ત્રણ રૂમ, અંદર બેડ, શરાબની બોટલ અને દીવાલ પર..."

અંશ વચ્ચે અચકાય ગયો, એટલે વૃદ્ધા એ જ વાક્ય પૂરું કર્યું, " દીવાલ પર ચિતરેલા ચિત્રો જ ને....! એ ચિત્રો અમારા જેવી અનેક સ્ત્રીઓની દસ્તાન છે. એ ચિત્રો સમાજના હવસખોર પુરુષના બિહામણા રૂપનો અરીસો છે. એ ચિત્રો જે દેશમાં નારીને દેવી કહેવામાં આવે છે એ પુરુષ પ્રધાન દેશની અંધકારમય સાઈડ છે. અનેક સિતમ સહ્યા છે એની કમાણી થઈ અને એ કમાણી માંથી નારી પર થતા જુલ્મની દસ્તાન ચિતરી છે. કદાચ બીજા લોકો માટે એ કામુક ચિત્ર હશે પણ મારી માટે એ મારું જીવન કઈ રીતે પસાર થયું એ યાદ અપાવતી મારા જીવનની એક કિતાબ સમાન છે.

"હા, અમે બન્ને એ ચિત્રો ખૂબ ધ્યાનથી જોયા છે અને ચમેલીએ પણ અમને થોડીક માહિતી ચિત્રો વિશે આપેલી એટલે અમે સમજી ગયા કે મૌસીની કહાની અહીંયા ચિત્રો કહી રહ્યા છે." આટલું ભરત બોલ્યા, થોડો શ્વાસ લીધો અને થોડા ધીમા સ્વરે બોલ્યો , " તો આગળ શું થયું હતું... એટલે કે પછી તમે એકલા જ કામ પર જતાં...?"

"હા, મારી માઁ ની તબિયત સારી થતી જતી હતી પણ હું એને કામે નહોતી લઈ શકતી, દિવસ રાત મજૂરી કરી એને ઉંમર પહેલા ઘડપણ આવી ગયું હતું. હવે એને આરામ કરવાના દિવસો હતા. હું મારી માઁ ને ખોવા માંગતી ન હતી. એટલે તેને હું ઘરે રહેવાનું જ કહેતી.

મેં માણસનું કામ મારે હવે એકલીએ કરવાનું હતું અને સાથે સાથે શેઠનો છોકરો પણ વિદેશથી આવ્યો હતો એટલે એનું કામ પણ વધી ગયું હતું. એકવાર પોતુ કર્યું હોય એ લીલું હોઈ અને શેઠના કુંવર બુટ પહેરીને પગલાં કરી નાખતા ફરી મારે એ બીજીવાર કરવું પડતું, એમના રૂમમાં સફાઈ કરવા જવું ત્યારે સિગારેટના અનેક ઠુઠા પડ્યા હોય, એમનો ગલ પુરા રૂમમાં ફેલાયેલ હોઈ. ઘણું કામ વધી ગયું હતું. ક્યારેક ક્યારેક દારૂના નશામાં બેડની જગ્યા એ નીચે જ સુઈ ગયેલો હોઈ. એનું નામ... હા, યાદ આવ્યું ભવ્ય હતું. ઘરમાં એના મમ્મી પપ્પા ભાવુ કહેતા. એકનો એક હતો એટલે કોઈ જ રોકટોક હતી નહિ.

પંદરેક દિવસ માંડ થયા હશે ત્યાં રોજ રોજ નવી નવી મિત્રો એને મળવા આવતી. રૂમ બંધ થઈ જતો કોઈ કહેવાવાળું હતું નહીં કારણ કે, શેઠાણી કિટ્ટી પાર્ટીમાં વ્યસ્ત હોઈ અને શેઠ રૂપિયા કમાવવા સિવાય બીજું કશું કરતા ન હતા. દીકરા પાસે બેસી સારી વાત કરવાની એ બન્ને ને જરાય ફુરસદ ન હતી. એક તો પહેલેથી જ બગડેલો હતો અને પૈસા વધુ હોવાથી લંડન ભણવા મોકલ્યો હતો. એથી વધુ બગડીને આવ્યો હતો. એના માતા પિતા તેની લાઈફમાં કોઈ જ દખલ આપતા ન હતા. પાણી હવે માથા પરથી ઉપર જતું રહ્યું હતું. હવે કશું કહેવાનો કોઈ ફાયદો ન હતો.

સવાર થી સાંજમાં મારે અડધો દિવસ તો ભવ્યનું જ કામ કરવું પડતું હતું. દિવસમાં અનેક એના મિત્રો આવતા પાર્ટી થતી. નીચે ચા, નાસ્તો કે દારૂ કે સિગારેટનો ગલ અને ઠુઠા ફેકતા એ દિવસમાં ચારથી પાંચ વાર મારે સાફ કરવું પડતું. રૂમની અંદર પગ મુકું તો શ્વાસ પણ ન લેવાય એટલી દારૂ અને સિગારેટના ધુવાળાની ગંધ આવતી હતી. એ દિવસોમાં ખૂબ થાક લાગવા લાગ્યો હતો. ઘરે આવી થોડી માઁ સાથે વાત કરીને સુઈ જતી હતી. સવાર કઈ રીતે પસાર થાય એની જરાય ખબર ન રહેતી હતી. આમ જ જીવન ચાલતું ગયું હતું અમારું. કઈ ખાસ એ સમયે બન્યું ન હતું. લગભગ બે મહિના થઈ ગયા આમ જ. અચાનક એક ઘટના બની. ભવ્યએ પોતાનો એક કાંડ કરી નાખ્યો.

હું કામ પર એમના ઘરે ગઇ, હજુ તો સોસાયટીમાં પગ મુકું કે ન મુકું, એક પોલીસની ગાડી મારી આગળ થઈ. મને થયું હશે કઈક બનાવ, પણ જ્યારે શેઠના ઘર પાસે જોયું તો ત્યાં ગાડી ઉભી હતી, એક પોલીસમેન ત્યાં બહાર ઉભો રહી સિગારેટ પી રહ્યો હતો. બીજા ત્રણ પોલીસવાળા અંદર હતા. હું વિચારવા લાગી, કઈ ચોરીનો મામલો તો નહીં હોય ને..? મોટા માણસના ઘરમાં જ્યારે ચોરી થાય ત્યારે નાના માણસ પર પેલું આળ ચડાવવામાં આવે છે. બસ એ જ વિચારથી મારામાં ડર આવી ગયો, એક ક્ષણ એવું થયું કે અહીંયા થી પાછી ઘરર જતી રહું, પણ બીજી ક્ષણે એવું થયું કે આપણે ક્યાં કઈ કર્યું છે અને આ પોલીસ ચોરી માટે આવી હોય એવું પણ ક્યાં હજુ નક્કી છે. ઘરમાં જવું પડે. હું ધીરે ધીરે થોડી અંદર ગભરાતી અંદર જવા લાગી ત્યાં જ બહાર ઉભેલા પોલીસવાળા એ મને રોકી અને કહ્યું, " કોણ છો તમે..? અંદર શુ કરવા જાઉં છો..?" મેં ધ્રુજા અવાજે કહ્યું, "સાહેબ હું અહીંયા કામ કરવા આવું છું એટલે અંદર જવું છું.." ઉપરથી નીચે સુધી મને જોઈ અને બોલ્યો, " થોડીવાર ખમો અંદર તપાસ ચાલુ છે. પછી અંદર જજો...? હું બાહર જ ઉભી રહી...

(ક્રમશ:)