Vaishyalay - 5 books and stories free download online pdf in Gujarati

વૈશ્યાલય - 5

ચહેરા પર થોડું આછું સ્મિત ધારણ કરી એ વૃદ્ધ સ્ત્રી જોઈ રહી આ બન્ને યુવાનને, મનમાં જ બોલવા લાગી, "હવે ક્યાં આ શરીરમાં તમારી વાસના સંતોષવા માટે તાકાત રહી છે, મારી મસ્ત જુવાની તો શહેરના શાહુકારોએ ચૂસી લીધી છે." પછી જાગૃત થતા એ સ્ત્રી બોલી, "હા, પૂછો જે પૂછવું હોઈ એ." આટલું બોલતા પણ એને તકલીફ થતી હતી. કદાચ વર્ષો પછી એની પાસે કોઈ યુવાન આવ્યો હતો, કોઈ યુવાને એને કઈક પૂછવાની અધીરાઈ રાખી હતી.

અંશે ખુદ પર કાબુ રાખી, સ્પષ્ટ શબ્દોમાં અને ભાવના સાથે પૂછી નાખ્યું, " તમે આ જગ્યા પર કઈ રીતે આવ્યા? કહેવાનો મતલબ કે તમે શોખથી આવ્યા કે તમને અહીં લાવવામાં આવ્યા?"

આ શબ્દ સાંભળી પેલી વૃદ્ધા અંશને જોઈ રહી, વૃદ્ધાના ચહેરા પર શુ થાવ છે એ અંશ કળી ન શક્યો, તેને ભરત સામે જોયું, કઈ ખોટું તો નથી બોલાય ગયુને એ ભાવથી, ભરતે આંખથી ઈશારો કરી કહ્યું, "કશું ખોટું નથી બોલ્યો, જે સાંભળવા મળે એ સાંભળ..." ફરી અંશ ભાવુક બની આદરભાવ સાથે બોલ્યો, "મારાથી કોઈ ભૂલતો નથી થઈને? માફ કરજો તમારું દિલ મારા પ્રશ્નથી દુભાયું હોઈ તો..."
"ના, જીવનમાં એવા પ્રસંગો અને શબ્દો આ દિલે સાંભળ્યા છે કે જીલ્યા છે, હવે દુનિયાના બધા દુઃખ કે શબ્દો સાવ ફિક્કા લાગે છે. કશું જ ખોટું નથી બોલ્યા આપ, મારા બોતેર વર્ષના જીવનમાં કોઈએ પહેલીવાર પૂછ્યું છે મને તમે કઈ રીતે આ દલદલમાં આવ્યા, જ્યાં સુધી જવાની હતી ત્યાં સુધી ઘણા લોકો આવતા હતા, ધીરે ધીરે પૌઢતા પછી વૃદ્ધત્વની લાઠી હાથમાં આવી અને તમામ લોકો માટે હું બિનજરૂરી બની ગઈ, મારી જગ્યા કોઈ ઓરે લીધી એનું પણ આવું જ થવાનું, મારા પહેલા પણ અહીં જે હતા એને પણ આ જ દશા ભોગવી છે. એટલે મને દુઃખ નથી પણ મને ખુશી થઈ કે કોઈએ મને પૂછ્યું કે શું તમારું અતિત હતું."

અંશના ચહેરા પર અવાકતા પથરાય ગઈ, એ સમજી નહોતો શકતો કે વાતને કઈ રીતે આગળ વધારવી, ખુશ થવું કે દુઃખી થવું, આ વૃદ્ધા મારા શબ્દો સાંભળી રાજી થઈ છે, પણ આગળ વાત કરવા માટે કોઈ શબ્દ ન હતા, અંશના ચહેરા પર રહેલી ભાવના એ જમાનને પીધેલ વૃદ્ધા સમજી ગઈ, ચહેરા પર સ્મિત સાથે કહ્યું,"જે પૂછવું હોઈ એ પૂછી નાખ, હું જવાબ આપીશ. ડર વગર બોલ, કોઈ જ સંકોચ ન રાખ, કારણ કે આ જગ્યા લજ્જા અને સંકોચ શબ્દ જેવા શબ્દોની કબર પર બની છે, અહીં શરમ કે હૈયા નથી, અહીં નુમાઈશ છે જીસ્મની. જ્યાં દુનિયાદારીનું કોઈ નામોનિશાન નથી. તું બોલ બેજીજક." અંશે ફરી એ જ સવાલ પૂછ્યો," તમે આ જગ્યા પર કઈ રીતે આવ્યા? તમારી યુવાની કેવી હતી? તમારા સપના શુ હતા? શુ તમને શોખ હતો કે મજબૂરી હતી?" એક જ શ્વાસે અંશ બોલી ગયા, પછી આટલું બોલવામાં પણ ભાર લાગતો હોય એમ એની દિલ ધધક ધધક જોરથી ધબકી રહ્યું હતું. અંશની હાલત જોઈ વૃદ્ધાએ અંદર બૂમ પાડી,"ઓ ચમેલી બે બેસવા માટે ખુરશી લાઉ તો..." અંદર થી એક મધુર સ્વર આવ્યો, "લાવી મૌસી.." ભરત તો જાણે મુઘ્ન જ બની ગયો, અવાજ આટલો મીઠો તો રૂપ કેવું હશે? ત્યાં જ અંદરથી કોઈ આવતું હોય એવું લાગ્યું, ઘૂંઘરૂંની છમછમ અવાજ આવી, ભરતની નજર દ્વાર પર જ ટકી રહી, ત્યાં જ સામે એક ચોવીસ વર્ષ, ભરપૂર યૌવન, માથેમાં ફુલમાં ગજરો, આંખોમાં લગાવેલો સુરમો, હોઠો પર લિપસ્ટિક પણ લાલ અને ભડકાઉ કરી હતી, ભરાવદાર શરીરને આછા પીળા રંગનો કુરતો છુપાવી રહ્યો હતો. માત્ર કામદેવ માટે જ જેનું સર્જન થયું હોય એવી યુવતીને જોઈ ભરત પાણી પાણી થઈ ગયો. પોતાની નજરથી કામબાણ છોડતી એ યુવતી ખુરશી મૂકી ભરત સામે કામુક સ્મિત કરી ચાલી ગઈ. ભરત એમાં જ ખોવાય ગયો જાણે એ યુવતી એનો શ્વાસ લઈ ગઈ હોય! ખુરશી બેસવાનું વૃદ્ધાએ કહ્યું અંશ બેઠો અને ભરતની નજર હજુ એ દ્વાર તરફ જ હતી. અંશે ભરતને હાથેથી થોડો હલબલાવીને કહ્યું બેસ, ભરતને ભાન થયું અને થોડી શરમ સાથે માથું નીચું કરી ખુરશી પર બેઠો.

વૃદ્ધા અંશ સામે જોઈને બોલી, " મારી પણ આ ચમેલી જેવી જવાની હતી. રૂપ હતું, યૌવન હતું, પાછળ મરવાનું કહેનાર આશિકો હતા, આ અંધારી વસ્તીમાં અનેક સોનેરી સપના દેખાડતા હતા. પણ જ્યારે શરીરમાં કશું રહ્યું નહિ એટલે અહીં આ ખાટલા પર બેસી ચમેલી જેવી અનેક છોકરીઓની ખીલેલી જવાનીમાં પાનખરના પગરવ થતા જોવું છું. દુઃખના સંતાપ, વિયોગની વ્યથા કે પછી લાગણીઓ ખલીપો તમને અહીં નહિ દેખાય કારણ કે આ ત્રણે બાબતને અમે ભીતરમાં જ રાખીએ છીએ. આ હાડચામના દેહ માટે કેટલું કેટલું આ દુનિયામાં થઈ રહ્યું છે! નાની નાની બાળકીઓ જે માન્ડ સોળ વર્ષની થઈ હોય એ શાહુકારોની લાલાયત ઇન્દ્રિયોનો ભોગ બની આ નર્કમાં સબળી રહી છે, છતાં પણ વેદનાની એક લકીર નહિ બતાવે કારણે કે એ સ્ત્રી છે, જગતના ઝેરને પોતાના પેટમાં સમાવી હસતી રહેતી એ સ્ત્રી છે." આટલું કહું થોડો આરામ લીધો અને બંને યુવાનો સમજે છે કે નહીં એ જોવા માટે થોડી વાર પોતાની ઝીણી નજરથી ભરત અને અંશ તરફ વૃદ્ધા જોતી રહી. અંશને થયું હું કઈક વચ્ચે બોલું તો એમને સારું લાગે, " તમારું નામ શું છે, સાચું નામ...?"

વૃદ્ધાને આ માસૂમ સવાલ પર હસવું આવી ગયું, કૃશ ચહેરા પર વર્ષો પછી દિલમાંથી ઉતપન્ન થયેલ હાસ્ય પથરાવવા લાગ્યું હતું, "નામ...? આ જગ્યા નામ વગર જ બદનામ છે, અહીં નામ પણ પગ મુકતા જ બદલાય જતા હોય છે, પોતાની વાસ્તવિકતાને ભૂંસાવી એક કલ્પના અને અંધકારમય દુનિયામાં જીવવું પડતું હોય છે. હા, તારો એક પ્રશ્ન હતો ને કે તમે અહીં શોકથી આવ્યા છો તો લે એનો જવાબ તને આપું છું...." ફરી થોડો પોતાની વાતમાં વિરામ લીધો, અંશ ધ્યાનથી વૃદ્ધાના હોઠ ક્યારે ફફડે એની જ રાહ આતુરતાથી જોઈ રહ્યો હતો.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED