પરાગિની - 27 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પરાગિની - 27

પરાગિની - ૨૭


પરાગ- કેમ? ક્યાં જાય છે રિની?

જૈનિકા- મને શું ખબર? તું પહેલા તૈયાર થા અને એને જઈને રોક..!

પરાગ ફટાફટ તૈયાર થઈ પહેલા રેલ્વે સ્ટેશન જાય છે પણ રાજકોટ જવાની એક પણ ટ્રેન જ નથી હોતી તેથી તે બસ સ્ટેશન જાય છે. તે પૂછપરછની ઓફિસ જઈને પૂછે છે કે રાજકોટ કે જેતપૂર જવા વળી બસ ગઈ કે છે?

સામેથી જવાબ મળે છે કે, બસ ઊપડવાની તૈયારીમાં જ છે.

પરાગ ફટાફટ દોડી તે બસ શોધવા લાગે છે, તેની નજર વોલ્વો બસ પર પડે છે જે રાજકોટ જવાની હોય છે. ડ્રાઈવર બસ ચાલુ કરી દે છે પરાગ દોડીને તે બસ પાસે આવે છે અને તેની નજર બારી પાસે સીટ પર બેઠેલી રિની પર પડે છે. રિનીની નજર પણ પરાગ પર પડે છે. બસનો દરવાજો બંધ હોય છે કેમ કે બસ ઉપડવાની તૈયારીમાં જ હોય છે. પરાગ રિનીને ફોન કરે છે, સામે રિની ફોન ઉપાડે છે.

પરાગ- રિની તું કેમ જાય છે?

રિની- હવે અહીં રહેવાનો કોઈ મતલબ નથી મારો...

પરાગ- પ્લીઝ.. તું ના જઈશ.. તારા વગર હું નહીં રહી શકુ....!

રિની- પરાગ તમારા મેરેજ થવાના છે... તમે મારા વગર રહી નથી શકતા પણ બીજા સાથે મેરેજ કરી શકો છો..!

પરાગ- મેરેજ કરવા મારી મજબૂરી છે..!

રિની- હા, તો પછી હું શું કરું અહીંયા? તમે જ કહો મને...!

એટલાંમાં જ બસ નીકળી જાય છે અને પરાગ રિની ને બૂમો પાડતો રહે છે.

પરાગ ઊંઘમાં જ રિનીને બૂમ પાડે છે અને સફાળો બેઠો થઈ જાય છે. તેને ભાન થાય છે કે તેને સપનું જોયું હોય છે. તે ઊઠીને તરત રિનીને ફોન કરે છે.

રિની એશા અને નિશા હજી ઘરની બહાર જ નીકળ્યા હોય છે અને પરાગનો ફોન રિનીનાં મોબાઈલ પર આવે છે.

પરાગનો ફોન જોઈ રિની કહે છે, આટલી સવારમાં આમને શું કામ હશે?

એશા- તું ફોન ઉપાડીશ તો જ ખબર પડશેને રિનુડી મારી...!

નિશા- હા, જલ્દી ફોન ઉચકને...!

એશા જ રિનીનો ફોન પિક કરી લે છે અને સ્પીકર ઓન કરી દે છે.

પરાગ- હેલ્લો રિની..!

રિની- હા, સર....

પરાગ- ક્યાં છે તું અત્યારે?

રિની- ક્યાં હોવાની અત્યારે હું? રસ્તામાં છું?

પરાગ- ક્યાં જાય છે તું?

રિની- સર... ઓફિસ જ જવાની ને હું? અત્યારે બીજા ક્યાં જવાની?

પરાગનાં મનને ઠંડક વળે છે અને તે રિની ને સારૂં કહે છે.

રિની- એક મિનિટ પણ તમે કેમ આવું પૂછવાં ફોન કર્યો?

પરાગને જવાબ આપવાંમાં થોડા ફાંફાં પડે છે પણ પછી બહાનું બતાવતા કહે છે, એ તો આજે મીંટિગ છે અને કામ પણ વધારે છે એટલે જ ફોન કર્યો હતો..! સારું તો ફોન મૂકુ છું ઓફિસમાં મળીએ... બાય..!

રિની- ઓકે.. બાય..!

એશા- તારો સર કંઈક અજીબ જ બિહેવ કરે છે મીંટિગ અને કામ માટે ફોન થોડી કરવાનો હોય કંઈ..!

નિશા- મને તો લાગે છે એમને અજીબ સ્વપ્નું આવ્યું હશે અને સ્વપ્નાં માં તું એમને મૂકીને જતી રહીશ હોય એટલે જ હમણાં તને ફોન કરીને પૂછ્યું હશે..!

એશા- નિશા તું કંઈ પણ ના બોલીશ.. એને શું સપનાં આવવાંનાં..!

રિની- હવે તમે બંને ના લડશો.. હું ઓફિસ જાવ છું.. મારે તો બહુ કામ છે.

ત્રણેય પોત પોતાના કામ પર પહોંચે છે.

રિની ઓફિસ પર જઈ તેનું કામ કરવાં લાગે છે. પરાગ ઓફિસ આવે છે તેના કેબિનમાં જતાં તે રિનીને જોઈ તેની આંખોને ઠંડક આપી જતો રહે છે. રિની તેનું કામ પતાવી સિયા પાસે જાય છે તેની હેલ્પ કરવાં.. એટલાંમાં જ પરાગ સિયા પાસે ક્લાઈન્ટની ડિટેઈલ્સ લેવા આવે છે. સિયા ડિટેઈલ્સ આપી દે છે ત્યારબાદ તે પરાગને પૂછી લે છે કે સર આજે કોઈ મીટિંગ નથી તો તમારે કોઈ ક્લાઈન્ટને મળવું હોય તો હું વાત કરી લઉં?

રિની પરાગ બાજુ જોઈ છે અને પરાગ પણ રિની તરફ જોઈ છે. રિની ના હાવભાવ પરાગ સમજી જાય છે પણ તે કંઈ બોલતો નથી અને સીધો તેના કેબિનમાં જતો રહે છે.

આ બાજુ નિશા હોસ્પિટલમાં જાય છે તેના ડેસ્ક પર રિપોર્ટ પળ્યાં હોય છે તે વાંચે છે તો સમરનાં રિપોર્ટ્સ હોય છે. તે સમરને ફોન કરે છે પણ સમરનો ફોન લાગતો નથી તેથી તે જાતે જ આપવા જવાનું વિચારે છે. હોસ્પિટલના ફોર્મમાં સમરે તેના ઓફિસનું એડ્રેસ લખ્યું હોય છે તેથી તે ત્યાં પહોંચે છે. નિશા ઓફિસ પર પહોંચી રિસેપ્શન પર સમરનું પૂછે છે અને એટલાંમાં પાછળથી સમર આવે છે અને તે નિશાને જોઈ છે તે સીધો નિશા પાસે પહોંચે છે.

સમર- નિશા.. તું અહીં?

નિશા- સારૂં થયું તું અહીં જ મળી ગયો.. આ તારા રિપોર્ટ્સ... તને ક્યારની ફોન કરું છું પણ ફોન જ નથી લાગતો ને...!

સમર- હા.. હું કામથી બહાર ગયો હતો... થેન્ક યુ રિપોર્ટ્સ માટે..!

નિશા- અરે... એમાં શું હવે..!

સમર- ચાલ અંદર...તું બેસ હું બે મિનિટમાં કામ પતાવીને આવ્યો..!

નિશા- હા..

નિશા અને સમર ઉપર જાય છે. સમર તેનું કામ પતાવવા જાય છે અને નિશા બધા ડ્રેસની ડિઝાઈન્સ જોતી હોય છે એટલાંમાં જ ટીયા શોપિંગ કરી બધી બેગ્સ લઈને આવે છે. તે નિશાને જોઈ છે શાંતિથી બેઠી હોય છે તે.. ટીયાને લાગે છે કે તે કંપનીમાં જ કામ કરે છે એટલે અહીંની જ એમ્પ્લોય હશે.. તેથી તે નિશાને બોલાવે છે.

ટીયા- એય છોકરી... અહીં આવ....!

આવું બોલતા નિશા ટીયા બાજુ જોઈ છે. ટીયા નિશાને કહે છે, હું તને જ કહું છોકરી....

નિશા- મને?

ટીયા- હા, તને... અહીં આવ...

નિશા તેની પાસે જઈ ઊભી રહે છે. ટીયા તેને બધી બેગ્સ પકડવાં આપી દે છે અને કહે છે, હું થાકી ગઈ ચાલી ચાલીને... મારી બેગ્સ પકડ તું... રૂઆબથી ટીયા નિશાને કહે છે.

નિશા- જુઓ તમે... તમે મને સમજી રહ્યાં તે હું નથી..!

ટીયા- તું મને નથી ઓળખતી... હું ટીયા છું... પરાગની થવાં વાળી પત્ની..!

નિશા મનમાં બોલે છે, ઓહ તો તું છે ટીયા... શેતાન ટીયા...!

નિશા ગુસ્સામાં બધી બેગ્સ નીચે નાંખી દે છે અને કહે છે, જો ટીયા હું તારી નોકર નથી.. અને હું કંઈ અહીંયા કામ નથી કરતી..!

બેગ્સ નીચે નાંખી દેતા બધી વસ્તુ નીચે પડી જાય છે.. બધી દવાઓ પણ બહાર પડી જાય છે. દવાઓ જોતા નિશાને યાદ આવે છે કે ટીયા પ્રેગ્નન્ટ છે એટલે તે બધી દવાઓ ભેગી કરી બેગમાં ભરવા લાગે છે પણ એમાંથી તે એક દવાનું નામ વાંચી જાય છે અને તેના વિશે તે ટીયાને પૂછે છે કે આ શેની દવા તું લે છે?

ટીયા- હું પ્રેગનન્ટ છું ને તો વિટામિન્સની ગોળીઓ છે... ડોક્ટરે લખી આપી છે..!

ટીયા તેનો સામાન અને નિશાના હાથમાંથી દવા લઈને જતી રહે છે.

નિશા ફટાફટ એશાને ફોન કરી પાસેના ગાર્ડનમાં મળવાં બોલાવે છે.

બંને ગાર્ડનમાં બેસે છે.

એશા- શું વાત હતી કે તે મને અરજન્ટમાં બોલાવી?

નિશા- અરે તું વાત સાંભળીશ તો ખુશીથી પાગલ થઈ જઈશ...!

એશા- હા, તો જલ્દી બોલ...

નિશા બધી જ વાત કહે છે કે તે રિનીની ઓફિસ ગઈ હતી ત્યાં સમરને રિપોર્ટ્સ આપે છે, પછી ટીયા મળે છે, તેી સાથે શું કર્યુ તે પણ કહે છે અને દવાનું કહે છે.

નિશા- એને નથી ખબર કે હું એક નર્સ છું... તો મને તો ખબર જ હોયને કે તે દવા શેની છે..!

એશા- હા, તો શેની દવા છે? હવે કહેને નિશા...

નિશા- એ દવા એક હોર્મોનલ દવા છે જે ફક્ત પ્રેગનન્સીના હોર્મોન્સ પેદા કરે એટલે રિપોટ્સમાં આસાનીથી બતાવી શકાય કે તમે પ્રેગ્નન્ટ છો પણ અસલમાં તમે પ્રેગનન્ટ નથી હોતા...! અને એ મને કહે છે એ વિટામિન્સની ગોળીઓ છે... મને બેવકૂફ બનાવે છે.

એશા- શું વાત કરે છે તું? એટલે ટીયા પ્રેગ્નન્ટ નથી?

નિશા- ના...ના...ના.. ટીયા પ્રેગનન્ટ નથી..!

એશા- શું જોરદાર ન્યૂઝ લાવી છે તું નિશાડી..! હવે આપણે એ ટીયાને રડાવીશુ... આપણી રિનીને બહુ રડાવી છે એને..!

નિશા- ચાલ.. પહેલા આપણે રિનીને જઈને કહીએ...!

એશા- ના... પહેલા આપણે તપાસ કરીને કન્ફર્મ કરી લઈએ પછી જ કહીશું...!

બંને કંઈક નક્કી કરી છૂટા પડે છે.

આ બાજુ પરાગ અને રિની લિફ્ટમાં નીચે જતાં હોય છે.

રિની- આજે તો કોઈ મીટિંગ નહોતી તે મને વહેલી સવારે કેમ ફોન કર્યો હતો?

પરાગ જવાબ આપવામાં થોથવાઈ જાય છે.

પરાગ- મને એમ હતું કે.....

રિની- હા... શું હતું?

પરાગ- કંઈ નહીં...!

રિની- તમે મને કહો જ નહીંતર હું અહીંથી નઈ જવા દઉં...!

પરાગ- રિની....

રિની- કહેવું જ પડશે...!

રિની લિફ્ટમાં ઉપરનું બટન દબાવી દે છે.

પરાગ- શું કરે છે તું?

રિની- મારે વાત જાણવી જ છે...!

પરાગ- કંઈ નહીં બસ એક ખરાબ સ્વપ્ન આવ્યું હતું,..

રિની- મારું હતું?

પરાગ- હા...

રિની- શું!

પરાગ- બસ હવે રિની....!

એટલામાં લિફ્ટનો દરવાજો ખૂલે છે અને એક છોકરી અંદર આવે છે તેથી રિનીથી કંઈ બોલાતું નથી અને પરાગને હાશ થાય છે. નીચે જતા જ પરાગ ફટાફટ તેના કેબિનમાં જતો રહે છે અને રિની પણ કામ કરવાં લાગી જાય છે.

આજે દાદી ઓફિસ આવે છે બપોર પછી કેમ કે આજે પરાગને તેના મેરેજના શુટનો ટ્રાયલ આપવાનો હોય છે. પરાગ ઉપર શુટ પહેરે છે, તે દાદી અને જૈનિકાને બતાવવા જાય છે. રિનીને નથી ખબર હોતી કે દાદી કેમ અહીં આવ્યા હોય છે. જૈનિકાના કોલથી તે ઉપર દાદી માટે કોફી લઈને જતી હોય છે.

પરાગ શુટ પહેરી બહાર આવે છે.. તેને જોઈ દાદી ભાવુક થઈ જાય છે. જૈનિકા પણ થોડી ભાવુક થઈ જાય છે.... એટલાંમાં જ રિની ઉપર આવે છે દાદી માટે કોફી લઈને... તે પણ પરાગને શુટમાં જોઈ છે.. તેને ખ્યાલ આવી જાય છે કે પરાગે તેના મેરેજ માટે શુટનો ટ્રાયલ આપે છે. રિની પરાગને આ મેરેજના શુટમાં નથી જોઈ શક્તી.. રિનીના આંખમાં પાણી આવી જાય છે.

દાદી રિનીને જોઈ છે અને રિનીને તેની પાસે બોલાવે છે. પરાગ પાછળ ફરીને રિનીને જોઈ છે અને રિની પણ પરાગને જોઈ છે. પરાગ જોઈ છે કે રિનીના આંખમાં આંસું છે... તે કંઈ બોલતો છે.

દાદી- રિની તું અહીં આવ.... તું ક્યાં હતી આટલાં સમયથી?

એટલાંમાં જ સમર ત્યાં આવે છે. તે જોઈ છે કે પરાગને મેરેજના શુટમાં જોઈ બધા ભાવુક છે પણ રિની કેમ ભાવુક છે તે સમરને સમજ નથી પડતી...! તેને થોડો ખ્યાલતો આવે છે કે રિની અને ભાઈ વચ્ચે કંઈક તો રંધાઈ જ રહ્યું છે પણ તે કંઈ બોલતો નથી અને એક જોક્સ કહી માહોલ બદલવાની કોશિશ કરે છે.

બધા ના ગયા બાદ દાદી રિનીને તેની પાસે બેસાડીને કહે છે કે પરાગ કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે પણ તે આ મેરેજ મજબૂરીમાં કરી રહ્યો છે. આ વાત જાણી રિની થોડી ખુશ થાય છે પણ પરાગને મેરેજના શુટમાં જોતા તે ફરી ઉદાસ થઈ જાય છે.


શું સમરને ખબર પડી જશે કે રિની અને ભાઈ એકબીજાને પ્રેમ કરે છે?

શું એશા અને નિશાને ટીયાની પ્રેગ્નન્સી બાબતે કોઈ પુરાવો મળશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ - ૨૮

રેટ કરો અને રિવ્યુ આપો

Parul

Parul 1 વર્ષ પહેલા

DrDinesh Botadara

DrDinesh Botadara 1 વર્ષ પહેલા

Ssb

Ssb 2 વર્ષ પહેલા

Vishwa

Vishwa 2 વર્ષ પહેલા

Bhimji

Bhimji 2 વર્ષ પહેલા