Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 10

"આ સાંભળીને રુદ્ર ના હાથ માંથી ચમચી પડી ગઈ એ જેમતેમ જમવાનું પતાવીને પોતાના રૂમ માં જઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.એની આંખો સામે એના અને રાધિકા ના એકબીજા સાથે વિતાવેલા તમામ દ્રશ્યો આવે છે.

બધું મળી ગયું તને પ્રેમ કરીને ..
જે રહી ગયું એ "તુ " જ છે...

પોતે હવે રાધિકા ને શુ મોઢું બતાવશે એ વિચાર માત્ર થી એની અંદર એક કરંટ લાગે છે એ તરત જ શિવ ને કોલ કરે છે અને બધું જ જણાવે છે. અને કહે છે. "

"શિવ હું રાધિકા વગર નઈ રહી શકું હું પપ્પાજી ને પણ કહી નઈ શકું. "

ને આ સાંભળીને શિવ ને પણ ધક્કો લાગે છે.

"રુદ્ર તું પોતાને સંભાળ આવી રીતે તૂટી જઈશ તો કંઈ જ ઉકેલ નઈ આવે, તું હિંમત રાખ આપણે કંઈક કરશું હું શ્રુતિ સાથે વાત કરું છું, અમે કઈક વિચારીએ ત્યાં સુધી તું શાંત થા અને સંભાળ પોતાને. "

"એમ કહી શિવ ફોન મૂકે છે "

અને શ્રુતિ ને ફોન લાગવે છે.

સામે શ્રુતિ સ્ક્રીન પણ શિવ નું નામ જોતા જ કોલ રિસીવ કરે છે.

"હા બોલ શિવ "

"શ્રુતિ મારે તારી સાથે એક અગત્ય ની વાત કરવી છે તું આજે મળી શકીશ "

"આ સાંભળીને શ્રુતિ ને તો જાણે ભાવતુંતું ને વૈદ્યએ કીધા જેવું થયું કારણ કે શ્રુતિ મનોમન શિવ ને ચાહતી હોય છે અને ઘણા સમયથી એ શિવ ને જોવા અને મળવા માંગતી હોય છે એટલે એ તરત જ હા પાડે છે. "

"હા હા શિવ હું આવીશ બોલ ક્યાં મળીશ. "

"સારું હું હમણાં જ અડ્રેસ સેન્ડ કરું છું "

"ઓકે "

"અને શ્રુતિ સરસ તૈયાર થઈને શિવ ના કહેલા કોફી શોપ પહોંચે છે ત્યાં જઈને જોવે છે તો શિવ પહેલેથી જ ત્યાં હોય છે શિવ પણ બે ઘડી શ્રુતિ ને જોઈ રહે છે. "

" ગ્રે કુર્તિ અને બ્લેક પ્લાઝો, હાઇલાઇટ કરેલા સ્ટ્રેટ ખુલ્લા વાળ, એક હાથ માં બ્લૅક વોચ અને એક હાથ માં બ્રેસલેટ સાથે એક સરસ સ્મિત પર શિવ ફિદા થઈ ગયો.અને તેની સુંદર કાજલ કરેલી આંખો માં ખોવાય ગયો. અને શ્રુતિ પણ શિવની આખો માં પોતાના માટે લાગણી જોવે છે, અને તે પણ તેની આંખો માં જોઈ રહી, અને બેકગ્રાઉન્ડ સોન્ગ ચાલુ થાય છે... "

તેરી આંખો સે હુઈ યારીયાં ચલતે ચલતે યૂહીં....
મેરી આંખોને તેરી આંખો સે આપવીતી કહી...

તેરી આંખો કે પીછે પીછે હમ પગલે સે ચલ પડે...
મેરી આંખે અબ દિલકે ચક્કર મેં કુછભી ના સુનતી હૈ...

દિલ યેહ ધોખાધડી કારદેગા સોચા ના થા....
ઇતની યેહ મુશ્કિલ ઘડી કર દેગા સોચા ના થા...
ઐસે મુશ્કિલ ખડી કર દેગા સોચા ના થા....

"શ્રુતિ ના ચપટી વગાડતા જ તે હોશ માં આવે છે અને કહે છે.

"શ્રુતિ આજે તું ખરેખર સુંદર લાગે છે. "

"લે પેલા નતી લાગતી "

"ના...હા...i mean લાગતી હતી પણ આજે કંઈક ખાસ લાગે છે. "😊

"એમ "☺️

હા😊

"શુ?! "

"કહુ?!! "

"હા "☺️

"ત્યાં જ શિવ ને રુદ્ર નો કોલ આવે છે,અને તે કહે છે તે વાત કરી શ્રુતિ સાથે?!!શિવ કંઈક વિચાર હું રાધિકા વગર મારા જીવન ની કલ્પના પણ નથી કરી શકતો. "

"રુદ્ર હું શ્રુતિ સાથે જ છું,હમણાં તેની સાથે વાત કરી ને તને કોલ કરું છું. "

અને તે ફોન મુકે છે.

"શુ થયું શિવ?!!રુદ્ર નો કોલ કેમ!!?મારા સાથે શું વાત કરવી છે?!! શિવ મને કાઈ જ સમજાતું નથી શુ થયું છે?!! શિવ બોલ!!! "

"શ્રુતિ"...........


ક્યાં બોલતી પબ્લિક.....ક્યાં હોગા આગે?????