"ત્યાં જ શિવ ને રુદ્ર નો કોલ આવે છે,અને તે કહે છે તે વાત કરી શ્રુતિ સાથે?!!શિવ કંઈક વિચાર હું રાધિકા વગર મારા જીવન ની કલ્પના પણ નથી કરી શકતો. "
"રુદ્ર હું શ્રુતિ સાથે જ છું,હમણાં તેની સાથે વાત કરી ને તને કોલ કરું છું. "
અને તે ફોન મુકે છે.
"શુ થયું શિવ?!!રુદ્ર નો કોલ કેમ!!?મારા સાથે શું વાત કરવી છે?!! શિવ મને કાઈ જ સમજાતું નથી શુ થયું છે?!! શિવ બોલ!!! "
"શ્રુતિ રુદ્ર ના પપ્પા એ એની સગાઈ એની મરજી વિરુદ્ધ નક્કી કરી છે,અને રુદ્ર કંઈ જ કરી શકે તેમ નથી એના પપ્પા બહુ જ પાવરફુલ છે,અને એના વિશે વાત કરવા જ મેં તને બોલાવી છે. "
"આ સાંભળી શ્રુતિ ને થોડું દુઃખ થાય છે એને લાગ્યું હતું કે શિવ એ પોતાને તેની લાગણીઓ જણાવવા બોલાવી છે,!! પણ એને વધારે દુઃખ એ વાત નું હોય છે કે રાધિકા નું શું થશે હવે. "
"શિવ રુદ્ર જ નઈ રાધિકા પણ હવે રુદ્ર વગર નઈ રહી શકે તે રુદ્ર ને ખુબજ પ્રેમ કરે છે,એ આ સાંભળશે તો ખબર નઈ શું થશે એનું,શિવ!!હવે શું થશે રુદ્ર અને રાધિકા નું મને બહુ ટેન્શન થાય છે. "
"ટેન્શન તો મને પણ છે,શ્રુતિ આપણે બંને સાક્ષી છીએ એમના પ્રેમ ના બંને ને તૂટતા કેમ જોઈ શકીએ.
પણ આપણે કરી પણ શું શકીએ રુદ્ર ના પપ્પા સામે આપણી શુ વિસાત. "
"સાચી વાત છે,શિવ હવે તો ભગવાન જ બચાવી શકે એમના પ્રેમ સંબંધ ને "
અને શ્રુતિ ને કોલ આવતા તે જતી રહે છે, પછી શિવ પણ પોતાના ઘર તરફ જાય છે.
"આ તરફ રુદ્ર ની સગાઈ નો દિવસ આવી જાય છે, અને બધા ખુબજ ખુશ હોય છે,આખું ઘર મહેમાનો થી ભરેલું હોય છે, આખું ગામ આવ્યું હોય છે સગાઈ માં "
"અને રુદ્ર ખુબજ દુઃખી હોય છે. કે એ રાધિકા સાથે ખોટું કરી રહ્યો છે એને પોતાના થી ઘૃણા થવા લાગે છે, કે તેને રાધિકા સાથે વિશ્વાસ ઘાત કર્યો છે "
" શ્રુતિ અને શિવ પાર્કમાં રુદ્ર ની સગાઈ વિશે વાત કરતા હતા, કે ત્યાં રાધિકા ત્યાં આવી ગઈ,અને બધું જ સાંભળી જાય છે.અને તેના હાથ માંથી પર્સ પડી ગયું,તેને ચક્કર આવવા લાગે છે.એ જોઈ શિવ અને શ્રુતિ એ તેને સંભાળી. અને હિંમત રાખવા કહે છે પણ રાધિકા ખુબજ રડે છે,જાણે એનું બધું જ છીનવાઈ ગયું હોય,એમ તે બહુ જ રડે છે. "
"રુદ્ર તે મને પ્રોમિસ કર્યું તું મને રડાવીશ નઇ તે મને હંમેશા ખુશ રાખવાનું પ્રોમિસ કર્યુંતું રુદ્ર તે હંમેશા મારા સાથે રહેવાનું પ્રોમિસ કર્યુંતું રુદ્ર....તું મને છોડી ના શકે રુદ્ર તું આવું ના કરી શકે😭😭😭😭😭શિવ...શિવ...કહી દે ને આ સાચું નથી કહી દેને શિવ મારો રુદ્ર આવશે મને લેવા બોલને શિવ😭😭😭😭અને તેને જોઈ શિવ અને શ્રુતિ ની આંખો માં પણ આંસુ આવી ગયા... "
"તેની હાલત પાગલ જેવી થઈ જાય છે અને આ તરફ પોતાના પિતા ના માન અને મોભ સામે રુદ્ર એ સગાઈ કરવી પડે છે,પણ તે રુદ્ર માટે ખૂબ જ મુશ્કેલ હોય છે જે તેના માટે અસહ્ય હોય છે,એને પોતાની છાતી પર વજન લાગતા ત્યાંથી જતો રહે છે અને બહાર આવી ઉલટી કરી દે છે અને બેહોશ થઈ જાય છે "
"રાઘવેન્દ્ર એને શોધતો બહાર આવે છે અને રુદ્ર ને જોઈ તેના પાસે આવે છે અને રુદ્ર ને ઉઠાવીને અંદર લઇ જાય છે,અને કહે છે કે આજે સવાર થી જ એની તબિયત ખરાબ હતી.એ સાંભળી પૃથ્વીપ્રતાપસિંહ તેને આરામ કરવા કહે છે અને રાઘવ ને તેના પાસે રહેવા કહી,અને પોતે બહાર જઈને મહેમાનો ને સંભાળે છે "
By-ભૂમિબા પી.ગોહિલ....