Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 6


રુદ્ર રાધિકાને પ્રોપોઝ કરવાના અડગ નિર્ણય સાથે કોલેજ જવા નીકળે છે....


"રાધિકા ખુબજ ખુશ લાગી રહી હતી એ ફટાફટ કલાસ તરફ જતી હોય છે કે સામે રુદ્ર મળે છે રુદ્ર પણ આજે વિચારી ને જ આવ્યો હોય છે કે આજે કહી જ દેવું છે! "

"ત્યાં જ એને રાધિકા મળી જાય ગઈ,અને તે બોલ્યો "

"રાધિકા....લેક્ચર પછી ફ્રી છે? "

"હા કેમ? "

"એક્ચ્યુલિ મને કામ છે સો લેક્ચર પછી મળશે? "

"હા શ્યોર "

"અને બંને કલાસ માં જાય છે...અને લેક્ચર પત્યા પછી રાધિકા ની રાહ જોતો રુદ્ર પાર્કિંગ માં જાય છે ત્યાં શિવ નો કોલ આવે છે અને રુદ્ર એને બધું સેટ કરવા કહે છે..ત્યાં જ રાધિકા આવી જાય છે અને કહે છે. "

"રુદ્ર બોલ શુ કામ હતું? "

"અહીંયા નઈ રાધુ આપણે નજીક ના કોફી શોપ જઈએ? "

"રાધિકા તો રુદ્ર ના મોઢે પોતાનું નામ રાધુ સાંભળીને ખુબજ ખુશ થાય છે અને હા કહે છે "

અને રુદ્ર તેને પોતાની બાઈક પર બેસવા કહે છે રાધિકા તો જાણે સ્વપન માં હોય એવું લાગે છે એને અને તે શરમાતા રુદ્ર ના ખભે હાથ રાખીને પાછળ બેસે છે અને રુદ્ર તો જાણે સાતમા આસમાન માં હોય એમ ખુબજ ખુશ થાય છે અને બંને કોફી શોપ પહોંચે છે.

ત્યાં જતા જ રાધિકા ની આંખો જાણે કોઈ સ્વપ્ન હોય એમ ખુલ્લી જ રહી જાય છે આખું કેફે રંગબેરંગી ફૂલો થી સજાવેલું હોય છે સામે ટેબલ પર હાર્ટશેપ ની કેક છે અને સ્ટેજ પર પ્રોગ્રામ ચાલુ છે, જેમાં એના અને રુદ્ર ના પેહલી મુલાકાત થી લઈને અત્યાર સુધીના બધા જ દ્રશ્યો આવે છે અને આ બધું જોઈને રાધિકા ની આંખો માં આંસુ આવી જાય છે આ જોઈ રુદ્ર એના પાસે આવે છે અને બેકગ્રાઉન્ડમાં સોન્ગ ચાલુ થાય છે.

શાયદ કભી ના કેહ સકુ મેં તુમકો....
કહે બીના સમજ લો તુમ શાયદ.....

શાયદ મેરે ખયાલ મેં તુમ એક દિન....
મીલો મુજે કહીંપે ગુમ શાયદ....

જો તુમ ના હો...રહેંગે હમ નહીં....
જો તુમ ના હો...તો હમ ભી હમ નહીં....
ના ચાહિયે કુછ તુમસે જ્યાદા તુમસે કમ નહીં....

જો તુમ ના હો...તો હમ ભી હમ નહીં....
ના ચાહિયે કુછ તુમસે જ્યાદા તુમસે કમ નહીં....

રાધિકા બસ આંખ માં આંસુ સાથે જોઈ રહે છે.અને રુદ્ર ઘૂંટણ પર બેસી રાધિકા નો હાથ પકડે છે અને બોલે છે.

"રાધિકા જ્યારે તને પેહલી વાર જોઈ ત્યારે જ હું તારી સ્માઈલ પર મારુ દિલ હારી બેઠો હતો.તારા સાથે જીવવું એ મારું સપનું છે હું તને ખુબજ ચાહું છું રાધુ શુ મારા તારી સાથે જીવવાના એ સપનાને સાકાર કરવા મારી પાર્ટનર બનીશ.... i love you so much રાધિકા do you?!.... "

"રાધિકા ની આંખ માંથી આંસુઓ ની ધાર થાય છે અને તે રડતા રડતા હા કહે છે "

"આ સાંભળીને રુદ્ર ને તો જાણે દુનિયા મળી ગઈ હોય એટલો ખુશ થાય છે અને રાધિકા ને પણ હંમેશા ખુશ રાખશે એવું પ્રોમિસ કરે છે.અને આ જોઈ કોફી શોપ માં બધા જ બંને ને તાળીઓ ના ગડગડાટ થી વધાવી લે છે.અને બંને પોતાના નવા જીવન ની શરૂઆત થી ખુશ થતા ઘરે જવા નીકળે છે "

સંધ્યાને રંગવા ઉતાવળો થયો છે...
લાગે છે સુરજ હવે ઢળવાનો થયો છે......



તો મિત્રો તૈયાર છો....રુદ્ર....રાધિકાના પ્રેમની સફર...માટે??...

#stayblassed

#keepsupporting